Lifestyle - Khabarchhe

IT મેનેજરની નોકરી છોડી મહિલા બની ઓટો ડ્રાઈવર; જણાવી એક મહિનાની કમાણી
એક મહિલા ઓટો રિક્ષા ચાલક સાથેની સામાન્ય વાતચીત કેવી રીતે એક અણધારી અને પ્રેરણાદાયી મુલાકાતમાં બદલાઈ ગઈ, તેનો એક રસપ્રદ કિસ્સો એક ઉદ્યોગસાહસિકે (Entrepreneur) શેર કર્યો છે. આ મહિલા અગાઉ એક પ્રતિષ્ઠિત કંપનીમાં આઈટી (IT) મેનેજર તરીકે કામ કરતી હતી, પરંતુ માનસિક શાંતિ અને સુખમય જીવન મેળવવા માટે તેણે આ વ્યવસાય છોડી દીધો હતો.

આ પ્રેરણાદાયી કહાની ડૉ. નેઝરીન મિધલાજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા શેર કરવામાં આવી છે, જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ડૉ. નેઝરીને આ મહિલા ઓટો ચાલક સાથેની મુલાકાતને યાદ કરતા જણાવ્યું કે, તેઓ મહિલાના શાંત સ્વભાવ અને આત્મવિશ્વાસથી ખૂબ પ્રભાવિત થયા હતા.

વાયરલ વીડિયો ક્લિપમાં, ડૉ. નેઝરીન ઓટોમાં મુસાફરી કરતી વખતે તે મહિલા સાથે વાત કરતા અને તેને પૂછતા જોવા મળે છે કે સામાન્ય રીતે પુરુષોના પ્રભુત્વવાળા આ વ્યવસાયમાં કામ કરવું તેને કેવું લાગે છે? આ આખી વાતચીત દરમિયાન મહિલા ડ્રાઈવર એકદમ તણાવમુક્ત અને ખુશમિજાજ દેખાતી હતી. તેણે પોતાના ચહેરા પર સદાબહાર સ્મિત સાથે પોતાના જીવન અને કરિયરની સફર વિશે ખુલીને વાત કરી હતી.

ડૉ. નેઝરીનના જણાવ્યા અનુસાર, મહિલા ઓટો ચાલકે ખુલાસો કર્યો હતો કે આ ક્ષેત્રમાં આવતા પહેલા તેણે પૂરા 9 વર્ષ સુધી એક આઈટી મેનેજર તરીકે નોકરી કરી હતી.

ડૉ. નેઝરીને વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, ‘તેણે મને જણાવ્યું કે તે 9 વર્ષ સુધી આઈટી મેનેજર હતી.’ મહિલાએ સમજાવ્યું કે તે નોકરી સાથે જોડાયેલા અતિશય માનસિક દબાણ, સ્ટ્રેસ (તણાવ) અને સતત રહેતી ચિંતાઓને કારણે આખરે તેણે તે કોર્પોરેટ જગતને કાયમ માટે અલવિદા કહી દીધું.

કોર્પોરેટ ક્ષેત્રની ઝાકઝમાળમાં રહેવાને બદલે, આ મહિલાએ સંપૂર્ણપણે એક અલગ અને અનોખો રસ્તો પસંદ કર્યો અને પોતાની ઓટો-રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું.

ડૉ. નેઝરીને વિગત આપતા જણાવ્યું કે, મહિલા ડ્રાઈવરે તેમને કહ્યું કે તે હવે ઓટો ચલાવીને દર મહિને અંદાજે ₹60,000 કમાઈ લે છે અને સૌથી મહત્વની વાત એ છે કે, તે અત્યારે પોતાના જીવનથી દિલથી ખૂબ જ ખુશ છે.

આ મુલાકાતે ડૉ. નેઝરીન પર ઊંડી છાપ છોડી હતી. તેમણે આ અંગે વિચારતા લખ્યું કે, લોકો અવારનવાર સમાજમાં મોભો, પદવી (ટાઇટલ) અને સફળતાના પરંપરાગત વિચારો પાછળ આંધળી દોટ મૂકે છે, પરંતુ તેઓ ક્યારેય એ વિચારવા માટે થોભતા નથી કે વાસ્તવમાં કઈ વસ્તુ તેમને આંતરિક સંતોષ આપે છે.

તેમણે ઉમેર્યું, ‘દરેક સફળતાની વાર્તા એકસરખી નથી હોતી. કેટલીકવાર પ્રતિષ્ઠા અને મોભા કરતાં માનસિક શાંતિને પસંદ કરવી, એ કોઈના જીવનનો સૌથી હિંમતભર્યો નિર્ણય હોઈ શકે છે.’

આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે અને મોટી સંખ્યામાં લોકો આ મહિલાના નિર્ણય તેમજ જીવન પ્રત્યેના તેના અભિગમની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું કે, સામાજિક અપેક્ષાઓ કરતાં ખુશી અને માનસિક શાંતિ વધુ મહત્વ ધરાવે છે. લોકો આખરે એક સાદું અને તણાવમુક્ત જીવન જ ઈચ્છતા હોય છે.

જ્યારે અન્ય કેટલાક યુઝર્સે તેમની આસપાસના એવા લોકોના ઉદાહરણો શેર કર્યા જેમણે સંપૂર્ણપણે અલગ કરિયર અપનાવવા માટે પોતાની પરંપરાગત નોકરીઓ છોડી દીધી હતી. તેમણે પરોક્ષ રીતે એ વાત પર ભાર મૂક્યો કે આવા બિનપરંપરાગત નિર્ણયો ઘણીવાર બહેતર માનસિક શાંતિ અને આર્થિક સ્થિરતા તરફ દોરી જાય છે.

કેટલાય યુઝર્સે આ વિચારને ટેકો આપ્યો કે બહારના લોકોના અભિપ્રાયો કરતાં પોતાનો આંતરિક સંતોષ વધુ મહત્વનો છે. તેમણે લોકોને સલાહ આપી કે સમાજ તમારી પાસે શું અપેક્ષા રાખે છે તેના પર ઓછું ધ્યાન આપીને, જે બાબત તમને સાચો આનંદ આપે છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

હૈયામાં સંતુષ્ટિ રાખો, લોકો મોટા મહેલોમાં પણ રડી રહ્યા છે
(ઉત્કર્ષ પટેલ)

આજના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈક મેળવવાની અંધાધૂંધ દોડમાં ભાગી રહ્યા છે ત્યાં...  હૈયામાં સંતુષ્ટિ રાખો, લોકો મોટા મહેલોમાં પણ રડી રહ્યા છે.
આ એક વાક્ય આપણને જીવનનું સૌથી મોટું અને કડવું સત્ય સમજાવે છે!

આપણે સૌ એક એવા ભ્રમમાં જીવી રહ્યા છીએ કે સુખનો અર્થ માત્ર ભૈતિક વસ્તુઓનો ઢગલો છે. આપણે માની બેઠા છીએ કે જો આપણી પાસે મોટું ઘર, મોંઘી ગાડી અને બેન્ક બેલેન્સ હશે તો આપણે હંમેશા ખુશ રહી શકીશું. પરંતુ શું ખરેખર આવું છે?

આજે ચારે કોર નજર દોડાવીએ તો સમજાય છે કે મોટા મહેલોમાં રહેતા લોકો પાસે બધું જ છે પણ ચેનની ઊંઘ નથી. તેમની પાસે આલીશાન બેડરૂમ છે પણ ત્યાં નિરાંત નથી. તેમની પાસે મોંઘામાં મોંઘા ભોજનનો આનંદ માણવાની ક્ષમતા છે પણ તે ભોજન ખાવા માટે સામે બેસનારું કોઈ સ્વજન નથી. લોકો મહેલોમાં પણ રડી રહ્યા છે કારણ કે તેમણે દોડમાં પોતાનું જીવન જ ગુમાવી દીધું છે. તેઓ પાસે સુવિધાઓ તો છે પણ સંતોષ નથી.

આ જ સત્ય આપણને સંતોષનું મૂલ્ય સમજાવે છે. સંતુષ્ટિનો અર્થ એ ક્યારેય નથી કે આપણે પ્રગતિ કરવાનું કે મહેનત કરવાનું બંધ કરી દઈએ. સંતુષ્ટિ એટલે મહેનત કરવી, પ્રામાણિક રીતે કમાવું પરંતુ જે મળ્યું છે તેના માટે પરમાત્માનો આભાર માનવો અને જે નથી મળ્યું તેની ચિંતામાં પોતાનું વર્તમાન બગાડવું નહીં. સંતુષ્ટિ એટલે પોતાની સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરવું.

જ્યારે આપણે બીજાના ઘર, બીજાની ગાડી કે બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા મનમની શાંતિ ડહોળાય જાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે દરેક વ્યક્તિનું જીવન એક અલગ આયામ છે. કોઈના જીવનમાં ધન વધારે છે તો કોઈના જીવનમાં સ્વાસ્થ્ય. કોઈ પાસે સમય નથી તો કોઈ પાસે પ્રેમ નથી. જ્યારે આપણે પોતાની પાસે રહેલી વસ્તુઓની કદર કરવાનું શીખી જઈએ છીએ ત્યારે સામાન્ય જીવન પણ સ્વર્ગ જેવું લાગવા માંડે છે.

જીવનમાં સંતુષ્ટિ અને સાચું સુખ મેળવવા માટે આપણે કેટલાક મૂલ્યોને અપનાવવા અત્યંત જરૂરી છે જેમકે...

1. કૃતજ્ઞતાનો ભાવ (Gratitude):

દિવસના અંતે જ્યારે આપણે પથારીમાં સૂઈએ ત્યારે એ વિચારવું જોઈએ કે આજે આપણને શું મળ્યું. આપણી પાસે ખાવા માટે અન્ન છે, પહેરવા માટે વસ્ત્ર છે, રહેવા માટે ઘર છે અને આપણા પર પ્રેમ કરનારું એક કુટુંબ છે. આ બધા માટે ઈશ્વરનો આભાર માનવો એ જ સાચી સંતુષ્ટિ છે.

2. સંબંધોની પ્રાથમિકતા:

મહેલોમાં રડતા લોકો પાસે વસ્તુઓ તો છે પણ સાચા સંબંધો નથી. ધન કમાવાની દોડમાં આપણે આપણા પરિવાર, મિત્રો અને સ્વજનોને સમય નથી આપી શકતા. યાદ રાખજો જીવનના અંતિમ સમયે બેન્ક બેલેન્સ કામ નહીં લાગે પણ કોઈનું હાથ પકડીને કહેવું કે 'હું તમારી સાથે છું' એ જ સાચી મૂડી ગણાશે.

3. સાદગીમાં સુખ:

એક સામાન્ય માણસ જે સુકી રોટલી પણ પોતાના પરિવાર સાથે હસીખુશીથી ખાય છે તેનું સુખ એક ધનાઢ્ય વ્યક્તિના વૈભવી ભોજન કરતાં ઘણું વધારે છે. જીવનને અઘરું બનાવવાને બદલે સાદું અને સરળ બનાવીએ.

4. અંતરાત્માની શાંતિ:

સાચો સુખી વ્યક્તિ એ જ છે જેનું મન શાંત છે. ભૌતિક વાતાવરણ ગમે તેવું અશાંત હોય પણ પોતાના મનમાં એક શાંત ખૂણો બનાવી રાખવો એ જ સાચી કળા છે.

ચાલો ત્યારે આજે જ નિર્ણય લઈએ કે આપણે બીજાને જોઈને દુઃખી નહીં થઈએ પણ પોતાની પાસે રહેલી સંપન્નતા માટે ગર્વ અને સંતોષ અનુભવીશું. યાદ રાખજો ઝૂંપડામાં હસતું પરિવાર મહેલોમાં રડતા પરિવાર કરતાં ઘણું વધુ સુખી છે. તમારા હૈયામાં સંતુષ્ટિ રાખો કારણ કે સંતુષ્ટિ એ જ સ્વર્ગ છે!

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

ઘર સંભાળવું 'કંઈ ન કરવું' નથી... આ પણ એક હુનર છે અને એક મોટી જવાબદારી છે
(ઉત્કર્ષ પટેલ)

આજે પણ જ્યારે કોઈ સ્ત્રીને પૂછવામાં આવે છે "તમે શું કરો છો?" ત્યારે ઘણીવાર જવાબ આવે છે "કંઈ નહીં, હું તો ઘરે જ છું." આ "કંઈ નહીં" ના બે શબ્દોમાં કેટલી બધી મહેનત, કેટલું બધું સમર્પણ અને કેટલી બધી કુશળતા છુપાયેલી છે તે ક્યારેય કોઈ ધ્યાને લે છે ખરું?! પરંતુ આજે આ લેખ દ્વારા દરેક ઘર સંભાળતી બહેનો માતાઓને કહેવા માંગું છું તમે તો એક આખું સામ્રાજ્ય ચલાવો છો!

સવારના પાંચ વાગ્યે ઊઠીને રસોડામાં પ્રવેશ કરવો, દરેક સભ્યના સ્વાદને ધ્યાનમાં રાખીને ભોજન બનાવવું, બાળકોને શાળા માટે તૈયાર કરવા, ઘરની સફાઈ, કપડાં ધોવા, ઇસ્ત્રી કરવી, બજારમાંથી સામાન લાવવો, બીમાર સદસ્યની સેવા કરવી, મહેમાનોનું સ્વાગત કરવું — આ બધું શું "કંઈ નહીં" છે? જો આ બધા કામોને કોઈ બહારની એજન્સીને સોંપવામાં આવે તો તેનો ખર્ચ લાખોમાં થાય. પરંતુ સ્ત્રી આ બધું પ્રેમથી, નિઃસ્વાર્થ ભાવે અને કોઈ પગારની અપેક્ષા વિના કરે છે.

ઘર સંભાળવું એ માત્ર શારીરિક મહેનત નથી તે એક વિશેષ આવડત છે. એક ઘર સંભાળતી સ્ત્રી એક સાથે રસોઈયા, શિક્ષિકા, નર્સ, મનોવૈજ્ઞાનિક, આર્થિક સલાહકાર, ડિઝાઇનર, વ્યવસ્થાપક અને શાંતિદૂત... આ બધી ભૂમિકાઓ એક સાથે નિભાવે છે. શું કોઈ કોર્પોરેટ ઓફિસમાં કામ કરતો વ્યક્તિ એક દિવસમાં આટલી બધી ભૂમિકાઓ ભજવી શકે? ના, શક્યજ નથી. તો પછી ઘર સંભાળતી સ્ત્રીને "કંઈ ન કરનાર" કહેવી એ અન્યાયી ના કહેવાય?

સૌથી મોટી વાત એ છે કે ઘર સંભાળવું એ માત્ર કામ નથ તે એક ભાવનાત્મક જવાબદારી પણ છે. ઘરના દરેક સભ્યના મોઢા પરનું સ્મિત, દરેકના હૈયાની શાંતિ, પરિવારનું એકતા આ બધું એક સ્ત્રીના હાથમાં હોય છે. જ્યારે ઘરમાં ઝઘડો થાય ત્યારે તે જ શાંતિ સુલેહ કરે છે. જ્યારે કોઈ નિરાશ હોય ત્યારે તે જ હિંમત આપે છે. જ્યારે બાળક રડે ત્યારે તેના ખોળામાં જ દુનિયાની સૌથી મોટી હૂંફ મળે છે. આ ભાવનાત્મક શ્રમ કોઈ પેસ્લિપમાં નોંધાતો નથી પરંતુ તેના વિના આખું ઘર વિખેરાઈ જાય.

સમાજે હવે સમજવાની જરૂર છે કે ઘર સંભાળવું એ કોઈ મજબૂરી નથી તે એક પસંદગી પણ હોઈ શકે છે અને જો કોઈ સ્ત્રીએ આ પસંદગી કરી છે તો તેનો આદર થવો જોઈએ, તેની મજાક નહીં. દરેક કાર્યનું મૂલ્ય હોય છે પછી તે ઓફિસમાં થાય કે ઘરમાં. એક CEO નું કામ મહત્વનું છે તો એક ગૃહિણીનું કામ પણ એટલું જ મહત્વનું છે. બંને પોતાની જગ્યાએ સમાજનું ચક્ર ચલાવે છે.

બહેનો, માતાઓ, પત્નીઓ અને દીકરીઓના  હાથમાં જે કળછી છે તે કોઈ સાધારણ વસ્તુ નથી જેનાથી તમે એક ખાલી મકાનને ઘર બનાવો છો. તમારા પગના ઝાંઝર જેવા પગલાં ઘરમાં ગુંજે છે ત્યારે તે ઘર ધબકે છે. તમારા હાથના સ્પર્શથી દીવાલોમાં પણ જીવન આવે છે. તમે "કંઈ નથી કરતી" આ વાત હવે ક્યારેય સ્વીકારશો નહીં. તમે તો દુનિયાનું સૌથી અગરું, સૌથી સરસ અને મહત્વનું કામ કરો છો.

તમારી જાતને ઓળખો, તમારા કામને ગર્વથી ઓળખાવો. જ્યારે કોઈ પૂછે "તમે શું કરો છો?" ત્યારે ગર્વથી કહો "હું એક ઘર સંભાળું છું, હું એક પરિવાર ઊભો કરું છું, હું ભવિષ્યની પેઢી ઘડું છું." કારણ કે ઘર સંભાળવું એ કોઈ નાનું કામ નથી તે દુનિયાનું સૌથી મોટી આવડત છે, સૌથી મોટી જવાબદારી છે અને સૌથી મોટી સેવા છે.ગર્વ કરો તમારી જાત પર, કારણ કે તમે ખરેખર અસાધારણ છો!

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

જીવનનું સૌથી મોટું સત્ય: મૃત્યુ સામે બધું જ હારી જવાનું છે તો આ દંભ અને ગર્વ શા માટે?
(ઉત્કર્ષ પટેલ)

એક દિવસ બધું જ જીતીને પણ 'મૃત્યુ' સામે હારી જવાનું છે... તો આ ગર્વ કેવો? ઈર્ષ્યા કેવી? જૂઠું કેવું? દગો કેવો? અને દેખાવ કેવો!?

આ વાત સાંભળતા ભલે સામાન્ય લાગે પણ જો આપણે આ એક વાક્યના ઊંડાણમાં ઉતરીએ તો તેમાં આખા જીવનનો સાર રહેલો છે. આપણે સૌ આ દુનિયામાં આવ્યા છીએ અને એક દિવસ અહીંથી જવાનું પણ નિશ્ચિત છે છતાં આપણે એવી દોડમાં ભાગી રહ્યા છીએ કે જાણે આપણે અમર છીએ.

આપણું જીવન એક અવિરત ચાલતી દોડ જેવું બની ગયું છે. આપણે ધન, સંપદા, પદ, પ્રતિષ્ઠા અને સત્તા મેળવવા માટે દિવસ રાત એક કરી દઈએ છીએ. આપણને લાગે છે કે આ બધું મેળવી લેવાથી આપણે સફળ થઈ ગયા. આપણો અહંકાર એટલો વધી જાય છે કે આપણે પોતાને જ આ જગતનો સૌથી મોટો શક્તિશાળી અને સફળ વ્યક્તિ સમજવા લાગીએ છીએ. પરંતુ શું ખરેખર આપણે કશું જીત્યા છીએ? ઇતિહાસના પાનાઓ ઉથલાવીએ તો સિકંદર જેવા વિજેતાઓ પણ આ દુનિયામાંથી ખાલી હાથે જ ગયા છે. મૃત્યુ એ એવું એકમાત્ર પરમ સત્ય છે જેની આગળ દુનિયાનો સૌથી મોટો રાજા હોય કે ગરીબ ભીખારી બધાને એક સમાન હારવુંજ પડે છે. જ્યારે અંતિમ સમયે મૃત્યુનું આવે છે ત્યારે આપણી જમાપૂંજીનું બધું જ શૂન્ય થઈ જાય છે.

આપણે આ સત્યને સમજી જઈએ તો પછી આપણી જીવનશૈલી માં કઈ ફરક કેમ નથી આવતો ?! આપણે પોતાના ગર્વાનુભવ માટે કેટલાય લોકોના હૈયાને દુઃખ આપીએ છીએ. આપણા ઈર્ષ્યાભાવને કારણે આપણે બીજાની પ્રગતિ જોઈને ખુશ થવાને બદલે અંદરથી બળીએ છીએ. જૂઠું બોલીને આપણે પોતાનો સ્વાર્થ સાધીએ છીએ અને દગો આપીને કોઈનો વિશ્વાસ તોડીએ છીએ. સૌથી દુઃખદ તો એ છે કે આપણે દેખાડા અને દંભ ના માટે  જીવીએ છીએ. આજના યુગમાં તો દેખાવ એટલો વધી ગયો છે કે આપણે પોતાની જાતને જ છેતરી રહ્યા છીએ.

વિચારો જો આ બધું જ એક દિવસ મૃત્યુની ભેટ ચઢી જવાનું છે તો આ નકારાત્મક ભાવનાઓનું મૂલ્ય શું રહ્યું? ગર્વ આપણને એકલા પાડે છે, ઈર્ષ્યા આપણી અંદરની શાંતિ છીનવી લે છે, જૂઠું આપણી વિશ્વસનીયતા પૂરી કરે છે, દગો આપણા સંબંધો તોડે છે અને દંભ આપણને વાસ્તવિકતાથી દૂર કરે છે. આ બધું જ આપણને જીવનમાં કશુજ આપતું નથી ઉલ્ટાનું જીવતા જીવ આપણને નરકમાં ધકેલી દે છે.

તો પછી સાચો રસ્તો શું છે? જો આ દુનિયામાંથી કશુજ લઈ જવાનું નથી તો શું આપણે નિરાશાવાદી બની જવું જોઈએ? બિલકુલ નહીં. આ સત્યને સમજવાનો હેતુ નિરાશ થવાનો નહીં પરંતુ જાગૃત સજાગ થવાનો છે. જ્યારે આપણને ખબર પડે છે કે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે આપણે બિનજરૂરી બાબતોમાં સમય બગાડવાનું બંધ કરી દઈએ છીએ. આપણે ગર્વ અને દંભ છોડીને વિનમ્રતા કેળવીએ છીએ. ઈર્ષ્યાને બદલે આપણે બીજાના સુખમાં પોતાનું સુખ શોધીએ છીએ. જૂઠું અને દગાને બદલે આપણે સત્યતા અને પ્રામાણિકતા નો માર્ગ પકડીએ છીએ.

મૃત્યુ પછી આપણી સાથે માત્ર આપણા કર્મ જાય છે. આપણે કેટલું ધન કમાયા, કેટલા મોટા મકાનમાં રહ્યા, કેટલા લોકોએ આપણને માં આપ્યું... આ બધું જ અહીં રહી જાય છે. પરંતુ આપણે કોઈના આંસુ લૂછ્યા, કોઈના મોઢા પર સ્મિત લાવ્યા, કોઈને મદદ કરી, કોઈનું જીવન સરળ બનાવ્યું... આ પુણ્યકર્મો જ આપણી સાચી ઓળખ બને છે.

આ જીવન એક પ્રવાસ છે કોઈ ઠેકાણું નહીં. આપણે અહીં માત્ર થોડા સમય માટે મહેમાન બનીને આવ્યા છીએ. મહેમાન ક્યારેય મકાનના માલિક બનીને ગર્વ નથી કરી શકતા, પરંતુ મકાનને વધુ સારું બનાવવાનો પ્રયત્ન કરે છે.

યાદ રાખજો મૃત્યુ પછી લોકો આપણા બેન્ક બેલેન્સ કે આપણા પદને નહીં યાદ કરે. લોકો આપણા સારા સ્વભાવ, આપણી માનવતા અને આપણા પ્રેમને જ યાદ કરશે. તો કેમ ન આજથી જ આપણે એવું જીવીએ કે આપણું નામ લોકોના હૈયામાં પ્રેમથી લખાયેલું રહે? ગર્વ અને દંભને મૃત્યુ સમજીને તેનો ત્યાગ કરો અને પ્રેમ, સત્ય તથા કરુણાને જ પોતાનું જીવનલક્ષ્ય બનાવો. કારણ કે અંતે તો બધું જ મૃત્યુ સામે હારી જવાનું છે!

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે
(ઉત્કર્ષ પટેલ)

કુદરતે આપણને અનેક વસ્તુઓ પાસેથી જીવન જીવવાની કળા શીખવાડી છે. તેમાં સૌથી અદ્ભુત ઉદાહરણ છે કમળનું. કમળ કીચડમાં ઉગે છે અને કીચડમાંથી જ પોષણ મેળવે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે!! કમળ કીચડ સાથે કોઈજ દુશ્મની નથી કરતું પણ કીચડને પોતાના પર હાવી થવા પણ નથી દેતું. આ એક સામાન્ય વાત લાગે છે પણ જો આપણે આ તત્વજ્ઞાનને આપણા જીવનમાં ઉતારીએ તો જીવન ખૂબ જ સુંદર અને સાર્થક બની શકે છે. આ વાતને આપણે વ્યક્તિગત જીવન અને પરિવાર તેમજ સમાજસેવાના માધ્યમથી સમજીએ તો જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.

વ્યક્તિગત જીવનમાં આપણે અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ. ક્યારેક આપણી પોતાની ભૂલો તો ક્યારેક પરિસ્થિતિની વિપરિતતા અને ક્યારેક લોકોનું નકારાત્મક વર્તન આપણા માટે કીચડ સમાન હોય છે. આવા સમયે કમળની જેમ આપણે પણ ઉચાટ અને નફરત ન કરવી જોઈએ. નકારાત્મકતાને મનમાં સ્થાન ન આપવું પણ સાથે જ આપણા વિચારોને પણ ખરાબ ન થાય એની કાળજી લેવી જોઈએ. જો આપણે પરિસ્થિતિથી ઘેરાઈને પોતાનું વર્તન બગાડીશું તો આપણે પણ કીચડ બની જઈશું. તેથી પોતાના વિચારોને શુદ્ધ રાખવા અને પોતાના લક્ષ્ય પ્રત્યે સજાગ રહેવું એ જ સાચી સમજદારી છે. આપણે પોતાની નબળાઈઓને સ્વીકારવી જોઈએ અને તેમાંથી શીખ લેવી જોઈએ પણ તે નબળાઈઓને પોતાના પર હાવી ન થવા દેવી.

પરિવાર એ આપણા જીવનનો પાયો છે. પરિવારમાં સૌના સ્વભાવની વિવિધતા હોય છે. કોઈકનો સ્વભાવ ગરમ હોય છે તો કોઈકનો ઠંડો. ક્યારેક નાની નાની વાતોને લઈને ઈગો અને મનદુઃખ ઊભા થાય છે. આ પરિસ્થિતિઓ કીચડ જેવી જ છે. અહીં કમળનો ગુણ એ છે કે તે કીચડને પોષણ માને છે. આપણે પણ પરિવારની ખામીઓને સ્વીકારવી જોઈએ. પરિવારના સભ્યો સાથે દુશ્મની ન કરવી પણ સાથે જ તેમની નકારાત્મક અથવા ખરાબ આદતોને પોતાના પર હાવી ન થવા દેવી. પરિવારમાં રહીને પણ પોતાના સંસ્કારો અને શિસ્તને જાળવી રાખવા જોઈએ. કોઈની ખરાબ વાતોમાં આવીને પોતાનું વ્યક્તિત્વ ન બગાડવું. પ્રેમથી સંબંધોને જોડી રાખવા અને પોતાની મર્યાદા પણ જાળવવી. પરિવારના કલેશને પોતાની પ્રગતિના અવરોધ રૂપી કીચડ ન બનવા દેવું પણ તેમાંથી ધીરજ અને પ્રેમનું પોષણ મેળવવું.

સમાજસેવા એ સૌથી મોટું ક્ષેત્ર છે. સમાજમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. સમાજસેવા કરવા નીકળો તો અનેક અવરોધો આવશે. લોકો તમારા પર શંકા કરશે તમારી નિંદા કરશે અને ક્યારેક તમારી ભાવનાઓનો ફાયદો પણ ઉઠાવશે. આ સમાજનું કીચડ છે. એક સાચો સમાજસેવક ક્યારેય સમાજ સાથે દગો ન કરે. તે સમાજની ખામીઓ જાણતો હોવા છતાં સેવા કરે છે. પણ સાથે જ તે સમાજની ખરાબ પ્રવૃત્તિઓ જેવી કે ભ્રષ્ટાચાર લાલચ કે અન્યાયને પોતાનામાં પ્રવેશવા નથી દેતો. સમાજસેવાના નામે ક્યારેય પોતાની નૈતિકતા ન બગાડવી. નિર્મળ અને શુદ્ધ હૃદયથી સેવા કરવી. કીચડમાં રહીને સેવા કરવી પણ કીચડથી દૂષિત ન થવું. સમાજની બદીઓ જોઈને નિરાશ ન થવું પણ સમાજના ભલાઈના કામોમાં પોતાને જોતરી દેવા.

જીવન એ એક તળાવ છે અને આપણે સૌ તેમાં ખીલતા કમળ છીએ. આપણી આસપાસ અનેક પ્રકારના કીચડ હશે. ક્યારેક વ્યક્તિગત જીવનમાં તો ક્યારેક પરિવારમાં અને ક્યારેક સમાજમાં. આપણે શીખવાનું એ છે કે વિપરીત પરિસ્થિતિઓ સંજોગોમાં ફસાઈ જવું નહીં. નફરત મનને પોલું કરી નાખે છે તેથી સૌને સહજ ભાવથી સ્વીકારવા અને સાથે જ પોતાની શુદ્ધતાને જાળવી રાખવી. કમળની જેમ આપણે પણ દરેક પરિસ્થિતિમાં ખીલી શકીએ છીએ બસ શરત એક જ છે કે કીચડનો સ્વીકાર કરવો પણ કીચડ બનવું નહીં.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

સમય પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે: ધીરજ રાખો રાહ જુઓ રસ્તો નીકળશે
(ઉત્કર્ષ પટેલ)

આપણું જીવન સતત બદલાતી ઋતુઓ જેવું છે. ક્યારેક આપણા જીવનમાં વસંતની જેમ સુખના ફૂલો ખીલે છે તો ક્યારેક શિયાળાના ધુમ્મસ જેવી મુશ્કેલીઓ ઘેરાઈ આવે છે. જ્યારે જીવનમાં અચાનક કોઈ મોટી સમસ્યા કે આપત્તી આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે જાણે આભ તૂટી પડ્યું છે. અંધકાર એટલું બિહામણું હોય છે કે આપણને આગળનું એક પણ પગલું ભરવામાં બીક લાગે. આવા સમયે આપણું મન નિરાશાથી ભરાઈ જાય છે અને આપણે હાર માની લેવાનું વિચારીએ છીએ. પરંતુ જીવનનો એક નિયમ છે કે "સમય પાસે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે." આ વાત માત્ર એક આશ્વાસન નથી પરંતુ કડવું સત્ય છે.

જ્યારે આપણે કોઈ સમસ્યાના વમળમાં ફસાઈ જઈએ છીએ ત્યારે આપણી દ્રષ્ટિ સીમિત થઈ જાય છે. આપણને માત્ર અને માત્ર સમસ્યા જ દેખાય છે તેનો ઉકેલ નહીં. આપણે એ ભૂલી જઈએ છીએ કે રાત ગમે તેટલી અંધારી કે બિહામણી હોય અને લાંબી હોય બીજા દિવસની સવાર થવાની જ છે. સમય એ એક એવી શક્તિ છે જે પ્રકૃતિને પણ બદલે છે તો પછી આપણી જીવનની સમસ્યાઓને કેમ ના બદલે ?? જે વિષય આજે આપણને ખૂબ જ જટિલ અને ઉકેલવા માટેઅગરો લાગે છે તેને સમયની ધીમી ગતિ ઉકેલી નાખે છે. સમય આપણને નવી દ્રષ્ટિ આપે છે નવી સમજણ આપે છે અને પરિસ્થિતિને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ પણ આપે છે.

આ પ્રક્રિયામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે તે છે 'ધીરજ'. ધીરજ એટલે માત્ર ચુપચાપ બેસી રહેવું તે નહીં પરંતુ પૂરા વિશ્વાસ અને આશા સાથે રાહ જોવાનો ગુણ છે. ધીરજ એ નિષ્ક્રિયતાનું નામ નથી પરંતુ એક સક્રિય અને સશક્ત માનસિકતા છે. જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે આપણું મન શાંત થાય છે. ઘબરામણ અને ભયના કારણે આપણી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે પરંતુ શાંત મનથી આપણે એવા રસ્તા શોધી કાઢીએ છીએ જે આપણને પહેલા દેખાતા જ નહોતા. કહેવાય છે કે જ્યારે ઈશ્વર કોઈ દરવાજો બંધ કરે છે ત્યારે બીજી કોઈ બારી ખોલી દે છે પણ તે દરવાજો જોવા માટે આંખોમાં આશા અને હૃદયમાં ધીરજ હોવી જરૂરી છે.

કુદરત તરફ જોશો તો સમય અને ધીરજનું ઉત્તમ ઉદાહરણ મળે છે. શિયાળામાં ઝાડના પાન ખરી પડે છે અને ઝાડ સુકાયેલું તથા નિર્જીવ લાગે છે. એવું લાગે છે કે હવે તેમાં ક્યારેય જીવન આવશે નહીં. પરંતુ જોશો તો ધીરજ રાખીને સમય પોતાનું કામ કરે છે વસંત ઋતુ આવે છે અને તે જ સુકાયેલા ઝાડમાં નવા પાન અને ફૂલો ખીલી ઊઠે છે. આપણું જીવન પણ આ વૃક્ષ જેવું જ છે. મુશ્કેલીઓનો સમય આપણને અંદરથી હલાવી નાખે છે પરંતુ સમયની વસંત ફરીથી આપણા જીવનમાં નવી આશો અને નવી ઊર્જા લઈને આવે છે જ. તેથી પ્રતિકૂળ સમયમાં ઘભરાવું નહીં માત્ર રાહ જોવી.

ઇતિહાસ અને આપણા શાસ્ત્રો આપણને અનેક એવા કિસ્સાઓ શીખવે છે જ્યાં મહાન વ્યક્તિઓએ પોતાના જીવનની સૌથી મોટી મુશ્કેલીઓમાં ધીરજનો માર્ગ અપનાવ્યો હોય. ભગવાન રામને વનવાસ મળ્યો અને મહાભારતના પાંડવોને અજ્ઞાતવાસ તથા અનેક યાતનાઓ ભોગવવી પડી પરંતુ તેમણે સમય પર વિશ્વાસ રાખ્યો અને ધીરજથી કામ લીધું. પરિણામ એ આવ્યું કે અંતે ધર્મ અને સત્યનો વિજય થયો. આજે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી હોય અને ભલે તે આર્થિક હોય કે પારિવારિક કે સ્વાસ્થ્યને લગતી કે કરિયર સંબંધિત તો એકવાર આ વાતને હૃદયથી સ્વીકારી લો કે "આ સમય પણ પસાર થઈ જશે."

"રાસ્તો નીકળશે" આ વાક્યમાં એક અદ્ભુત સમજ છુપાયેલી છે. જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ કે રસ્તો નીકળશે ત્યારે આપણું અવચેતન મન તે દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે. આપણે નવા વિકલ્પો શોધવા લાગીએ છીએ અને નવી તકો આપોઆપ આપણી તરફ આકર્ષાય છે. હાર માની લેનાર માટે કોઈ રસ્તો નથી હોતો પરંતુ જે ટકી રહે છે અને જે સમયને પોતાના પર હાવી થવા દેતો નથી તેના માટે બ્રહ્માંડ પણ નવા દરવાજા ખોલી દે છે.

અંતે એટલું જ કહી શકાય કે જીવનમાં આવતી દરેક મુશ્કેલી એક પથ્થર સમાન છે જેને આપણે અડચણરૂપે જોઈએ કે પગથિયાંરૂપે તે આપણા હાથમાં છે. સમય પાસે દરેક દુઃખની દવા અને દરેક પ્રશ્નનો જવાબ હોય છે. તમે બસ પોતાના કર્મ કરતા રહો હૃદયમાં આશાનો દીવો પ્રગટાવી રાખો અને સમયને પોતાનું કામ કરવા દો. યાદ રાખજો કે અંધારું ગમે તેટલું ઘેરું હોય સવારના સૂરજને રોકવાની કોઈની હિમ્મત નથી. તેથી ધીરજ રાખો પ્રેમ અને વિશ્વાસ સાથે રાહ જુઓ ચોક્કસપણે તમારી સમસ્યાનો ઉકેલ આવશે જ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

બાળકને જન્મના પ્રથમ 1,000 દિવસોમાં ખાંડ ન આપવાથી લાંબા ગાળે અનેક ફાયદા, સ્ટડીમાં ખુલાસો
બાળપણનો ગળ્યો સ્વાદ જીવનભરની ટેવ બની શકે છે. એક નવા અભ્યાસ મુજબ આ બાબત માત્ર ખાવા-પીવાની પસંદગી પૂરતી સીમિત નથી, પરંતુ સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર પાડે છે. પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ (PNAS) માં 4 ઓગસ્ટ, 2026ના રોજ પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 1951 થી 1956 વચ્ચે જન્મેલા યુકે બાયોબેંકના 64,761 સહભાગીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ સપ્ટેમ્બર 1953માં બ્રિટનમાં ખાંડના રેશનિંગના અચાનક અંતને એક કુદરતી પ્રયોગ તરીકે ઉપયોગ કર્યો હતો.

જે લોકોના જીવનના પ્રથમ 1,000 દિવસો મોટાભાગે રેશનિંગ હેઠળ વીત્યા હતા, તેમનામાં જીવનના પાછલા તબક્કામાં કેન્સરના વિવિધ પ્રકારોનો દર ઓછો જોવા મળ્યો હતો. સૌથી મજબૂત અસર લીવર અને ઇન્ટ્રાહેપેટિક બાઇલ ડક્ટના કેન્સરમાં જોવા મળી હતી. ત્યારબાદ રેક્ટલ , ફેફસાં, પ્રોસ્ટેટ અને સ્તન કેન્સરમાં આ ઘટાડો નોંધાયો હતો. આ કોઈ એવો પ્રયોગ નહોતો જેમાં બાળકોને ઈરાદાપૂર્વક ખાંડ વગરનો ખોરાક આપવામાં આવ્યો હોય, પરંતુ આ ઐતિહાસિક સ્થિતિએ સંશોધકોને બાળપણમાં ખાંડના વાસ્તવિક સેવનની લાંબા ગાળાની અસરોનો અભ્યાસ કરવાની તક આપી હતી.

ગર્ભધારણથી લઈને બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ 1,000 દિવસો શારીરિક વિકાસ અને ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ સંવેદનશીલ ગણાય છે. એલાઇટ કેર ક્લિનિકના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. પલ્લેટી શિવ કાર્તિક રેડ્ડી (MBBS, MD, FAIG) એ સમજાવ્યું કે પ્રારંભિક પોષણ શરીરના બંધારણ અને પાછળથી ખોરાક પ્રત્યે શરીરના પ્રતિભાવને અસર કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ગર્ભધારણથી લઈને બાળકના જીવનના પ્રથમ બે વર્ષ સુધીના 1,000 દિવસો મેટાબોલિક અને ડેવલપમેન્ટલ પ્રોગ્રામિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ સમયગાળો છે.

આ અભ્યાસમાં એક રસપ્રદ બાબત કોઈ ટ્યુમર કે મેટાબોલિક માર્ગમાં નહીં, પરંતુ લોકોની ખાવા-પીવાની ટેવમાં જોવા મળી. જે લોકો રેશનિંગના સમયમાં ઉછેર્યા હતા, તેઓ પાંચ દાયકા પછી પણ ઓછી ખાંડનું સેવન કરતા હતા. તેમણે ખોરાકની ઓછી માત્રા અને વધુ વૈવિધ્યસભર આહાર લેવાની વાત પણ સ્વીકારી હતી. આ પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રારંભિક આહાર સ્વાદની પસંદગી નક્કી કરવામાં મદદ કરે છે, જેથી પાછળથી વધુ પડતી ગળી વસ્તુઓની જરૂરિયાત લાગતી નથી.

સંશોધકોને રેશનિંગ જૂથના લોકોમાં લાંબા લ્યુકોસાઇટ ટેલોમેયર્સ પણ મળ્યા. ટેલોમેયર્સ એ ક્રોમોસોમના છેડા પર આવેલી રક્ષણાત્મક રચનાઓ છે, જે કોષ વિભાજન અને ઉંમર વધવાની સાથે સામાન્ય રીતે ટૂંકી થતી જાય છે. સંશોધકોના અંદાજ મુજબ આ તફાવત લગભગ 2.2 વર્ષ જેટલા ધીમા જૈવિક વૃદ્ધત્વને સમકક્ષ હતો. તેનો અર્થ એ નથી કે ખાંડ ઓછી ખાવાથી શરીરની ઉંમર અક્ષરશઃ બે વર્ષ પાછળ જતી રહે છે, પરંતુ તે કોષોના સ્વાસ્થ્યનું એક જૈવિક સૂચક છે.

આ અભ્યાસ સામાન્ય અવલોકન કરતાં વધુ મજબૂત પુરાવા પૂરા પાડે છે કારણ કે સંશોધકોએ રેશનિંગના ઐતિહાસિક ફેરફારનો ઉપયોગ કર્યો હતો. આ કુદરતી પ્રયોગે કારણ અને અસરના સંબંધને વધુ મજબૂત બનાવ્યો છે. છતાં, એવું સાબિત કરી શકાતું નથી કે માત્ર ખાંડ જ તમામ ફેરફારોનું એકમાત્ર કારણ હતી. રેશનિંગ દરમિયાન જીવેલા લોકોએ માત્ર ઓછી ખાંડ જ નહીં, પરંતુ સમગ્ર આહારશૈલીમાં ફેરફાર અનુભવ્યો હતો.

અભ્યાસમાં ચયાપચય, ક્રોનિક સોજો અને રોગપ્રતિકારક શક્તિ સાથે જોડાયેલા સંભવિત જૈવિક માર્ગો દર્શાવવામાં આવ્યા છે. પરંતુ આ મિકેનિઝમને એવા પુરાવા તરીકે ન દર્શાવવા જોઈએ કે ખાંડ ખાવાથી સીધું અમુક ચોક્કસ કેન્સર થાય છે. આ તફાવત સમજવો મહત્વપૂર્ણ છે. ખાંડથી કેન્સર થાય છે એવું હેડલાઇન આપવું એ આ સંશોધનમાં સાબિત થયેલી બાબતો કરતાં અતિશયોક્તિભર્યું ગણાશે.

khabarfast.com

માતાપિતાએ ફળો કે દૂધમાં કુદરતી રીતે મળતી ખાંડથી ડરવાની જરૂર નથી. ખરી ચિંતા મિઠાઈઓ, ડિઝર્ટ, ગળ્યા પીણાં અને પ્રોસેસ્ડ ફૂડમાં ઉપરથી ઉમેરવામાં આવતી ખાંડ (ફ્રી સુગર) ની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દૈનિક ઉર્જા વપરાશના 10% થી ઓછી ઉમેરેલી ખાંડ લેવાની ભલામણ કરે છે અને વધારાના સ્વાસ્થ્ય લાભો માટે તેને 5% થી નીચે રાખવાનું સૂચન કરે છે.

નાના બાળકો માટે આ સલાહ વધુ સ્પષ્ટ છે. WHO નું કહેવું છે કે પૂરક આહારમાં ખાંડ ઉમેરવી જોઈએ નહીં, જ્યારે CDC સલાહ આપે છે કે 24 મહિનાથી નાના બાળકોએ ઉમેરેલી ખાંડ બિલકુલ ન લેવી જોઈએ.

ડૉ. રેડ્ડીએ આ તારણોને અતિશય સખત નિયમમાં ન બદલવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, આ સંશોધનનો મુખ્ય સંદેશ એ નથી કે ખાંડ ઝેરી છે અથવા બાળકોને સંપૂર્ણપણે ખાંડમુક્ત આહારની જરૂર છે. મુખ્ય વાત એ છે કે બાળકો પ્રારંભિક જીવનમાં કેટલી અને કેવા પ્રકારની ખાંડ લે છે તે આપણે અગાઉ વિચારતા હતા તેના કરતાં ઘણું વધારે મહત્વનું હોઈ શકે છે.

પરિવારો માટે આ સૌથી ઉપયોગી પાઠ હોઈ શકે છે. બાળકનું બાળપણ મનાઈ કરેલી વસ્તુઓથી ઘેરાયેલું હોવું જરૂરી નથી. સૌથી મહત્વનું એ છે કે શરૂઆતથી જ ઓછી ગળી વસ્તુઓને સામાન્ય ગણવી. ફળોના બાઉલને દરરોજ મીઠાઈ સાથે સરખાવવાની જરૂર નથી, મોળા દહીંને સ્વાદિષ્ટ બનાવવા માટે ખાંડ ઉમેરવાની જરૂર નથી અને પાણી રોજિંદા પીણા તરીકે શ્રેષ્ઠ છે. આ અભ્યાસનો સૌથી રસપ્રદ સંદેશ ફક્ત ઓછી ખાંડ ખાઓ એટલો નથી, પરંતુ એ છે કે બાળપણનો ખોરાકનો અનુભવ શરીર અને સ્વાદ સાથે ધારણા કરતાં વધુ લાંબો સમય ટકી રહે છે.

દિવસમાં એક વખત મેમો ફાટી ગયા પછી શું આખો દિવસ કોઈ દંડ નહીં થાય?
દેશભરમાં વાહનોની સંખ્યા ઝડપથી વધવા સાથે જ રસ્તા પર વાહનોની ભીડ વધી રહી છે અને સાથે-સાથે ટ્રાફિક નિયમો તોડવાની ઘટનાઓ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સરકારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કડક નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણા વાહનચાલકોના મનમાં એક સવાલ હોય છે શું એકવાર મેમો ફાટી ગયા પછી, આખો દિવસ ગમે એટલા નિયમો તોડીએ બીજો કોઈ મેમો નહીં આવે?

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ઘણા લોકો માને છે કે એક વાર પોલીસે મેમો ફાડી આપ્યો અથવા કેમેરાથી મેમો આવી ગયા પછી આખો દિવસ ગમે તેટના તોડો તો પણ કોઈ વધારાનો મેમો નહીં આવે. પરંતુ આવું બિલકુલ નથી. દરેક ટ્રાફિક નિયમના ઉલ્લંઘન માટે કાયદા અલગ-અલગ છે. કેટલીક ભૂલોમાં એક જ દિવસે ઘણી વખત દંડ ભરવો પડી શકે છે.

મોટર વ્હીકલ એક્ટ કહે છે કે તમામ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનો માટે એકસરખા નિયમો લાગૂ પડતા નથી. કેટલીક ભૂલોમાં એક દિવસમાં માત્ર એક જ વાર ચલણ કપાય છે, જ્યારે કેટલીક ગંભીર ભૂલોમાં દર વખતે નવો મેમો આવી શકે છે. આનો નિર્ણય તારીખ પર નહીં, પરંતુ ટ્રાફિક નિયમના પ્રકાર પર આધારિત છે.

આ ભૂલો કરશો તો એક જ દિવસમાં ઘણી વખત મેમો આવશે!

1.  નક્કી કરેલી સ્પીડ કરતા વધુ ઝડપે ગાડી દોડાવવી ખતરનાક છે. એક વાર મેમો મળ્યા પછી પણ જો તમે ફરી સ્પીડ લિમિટ વધારશો તો બીજો મેમો મળી શકે છે.

2.  રોંગ સાઈડમાં ગાડી ચલાવવી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે. આવું કરવાથી અકસ્માત સર્જાઈ શકે છે. વારંવાર આવું કરનારને એક જ દિવસે અનેક મેમો આવી શકે છે.

thementorshipproject.in

3.  લાલ સિગ્નલ હોવા છતા આગળ વધવું ખૂબ જ ગંભીર વાત છે. જો તમે એક જ દિવસે અલગ-અલગ સિગ્નલ પર આવું કરશો તો દર વખતે અલગ-અલગ મેમો આવી શકે છે.

4.   ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી કે મેસેજ વાંચવા જેવી ભૂલો પણ વારંવાર પકડાય તો દર વખતે નવું ચલણ કપાઈ શકે છે. આમ ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર દંડથી બચાવવા માટે નથી, પરંતુ પોતાની અને અન્ય લોકોની જીવનસુરક્ષા માટે છે.

vibesofindia.com

5.   સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવાથી પણ મેમો મળે છે. એક વાર ચલણ કપાયા પછી પણ જો તમે ફરી બેલ્ટ વગર પકડાશો તો ટ્રાફિક પોલીસ ફરી તમારી પાસેથી દંડ વસૂલી શકે છે.

ભારતીયો માટે હવે ઉઝબેકિસ્તાનમાં 30 દિવસ માટે વીઝા-ફ્રી એન્ટ્રી, જાણી લો ફરવાલાયક સ્થળો વિશે
ભારતીય નાગરિકો માટે સેન્ટ્રલ એશિયાના સૌથી આકર્ષક દેશોમાંના એક એવા ઉઝબેકિસ્તાનની મુસાફરી હવે અત્યંત સરળ બની ગઈ છે. ઉઝબેકિસ્તાન સરકારે ભારતીયો માટે 30 દિવસની વીઝા-ફ્રી એન્ટ્રી (વીઝા વગર પ્રવેશ) આપવાની જાહેરાત કરી છે. તાશ્કંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન, 30 ઓગસ્ટે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિโยયેવે આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી હતી. આ નીતિનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે પ્રવાસન, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

નવી નીતિ મુજબ, ભારતીય પાસપોર્ટ ધરાવતા પ્રવાસીઓ હવે વીઝા વગર 30 દિવસ સુધી ઉઝબેકિસ્તાનમાં રોકાઈ શકશે. જોકે, આ જાહેરાત હાલમાં જ થઈ હોવાથી મુસાફરોએ પોતાની ફ્લાઇટ બુક કરાવતા પહેલાં તેના અમલીકરણની તારીખ અને પ્રવેશ માટેના નિયમો ચકાસી લેવા સલાહભર્યું છે.

ભારત અને ઉઝબેકિસ્તાનને વધુ નજીક લાવવાના વિશાળ પ્લાનના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ મિર્ઝિโยયેવે ભારતને એક ભરોસાપાત્ર વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે વિતેલા વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર પ્રથમ વખત 1 અબજ અમેરિકન ડોલરને પાર કરી ગયો છે. તેમણે એ પણ ઉમેર્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંયુક્ત સાહસો (જોઇન્ટ વેન્ચર્સ)ની સંખ્યામાં 7 ગણો વધારો થયો છે.

આ સાથે જ બંને દેશો સાંસ્કૃતિક સંબંધો પણ સુધારી રહ્યા છે. ઉઝબેકિસ્તાનમાં 'લાલ બહાદુર શાસ્ત્રી સેન્ટર ફોર ઈન્ડિયન કલ્ચર' અને 'મહાત્મા ગાંધી સેન્ટર ફોર ઈન્ડિયન સ્ટડીઝ' જેવી સંસ્થાઓ આવેલી છે. દેશમાં યોગ પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, જેના માટે 2018માં એક સમર્પિત 'યોગ ફેડરેશન'ની સ્થાપના કરવામાં આવી હતી.

30 દિવસમાં ઉઝબેકિસ્તાનમાં શું-શું જોઈ શકાય?

વીઝા વગર 30 દિવસનો સમય મળવાને કારણે પ્રવાસીઓ પાસે આ દેશના ખૂણે-ખૂણાને માણવાનો પૂરતો સમય રહેશે:

1. રાજધાની તાશ્કંદથી શરૂઆત કરો: તાશ્કંદ આધુનિક શહેરી જીવન અને ઉઝબેક, સોવિયેત તેમજ ઈસ્લામિક ઇતિહાસનું અનોખું મિશ્રણ છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ 'તાશ્કંદ મેટ્રો' છે, જેના સ્ટેશનો સુંદર મોઝેક આર્ટ, ઝુમ્મરો, શિલ્પો અને ભીંતચિત્રોથી શણગારેલા છે.

2. સમરકંદનું પ્રખ્યાત 'રેગિસ્તાન' જુઓ: ઉઝબેકિસ્તાનના ફોટાઓમાં ભારતીયોએ સૌથી વધુ જોયેલી જગ્યા 'રેગિસ્તાન સ્ક્વેર' છે. તેનો ઐતિહાસિક ભાગ યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. રેગિસ્તાન ઉપરાંત બીબી-ખાનમ મસ્જિદ, શાહી ઝિંડા અને ગુર-એ-અમીર મકબરો અહીંના મુખ્ય આકર્ષણો છે.

3. બુખારાની ગલીઓમાં ભ્રમણ: બુખારા પણ સિલ્ક રોડનું એક મુખ્ય ઐતિહાસિક શહેર છે. આ શહેર મદ્રેસાઓ, મસ્જિદો, પરંપરાગત બજારો, કારવાંસરાય અને જૂના વેપારી ડોમ (ઘુમ્મટો)થી ભરેલું છે. કોઈ ચોક્કસ શેડ્યૂલ વગર નિરાંતે રખડપટ્ટી કરવાનો શોખ ધરાવતા મુસાફરો માટે આ શહેર સ્વર્ગ સમાન છે.

4. ઉઝબેક વાનગીઓનો સ્વાદ માણો: ભોજનપ્રેમીઓ માટે આ દેશ ખૂબ રસપ્રદ છે. અહીંની સૌથી પ્રખ્યાત વાનગી 'પ્લોવ' (Plov - ચોખાની વાનગી) છે, જે અલગ-અલગ વિસ્તારોમાં સેંકડો વેરાયટીમાં બને છે. આ ઉપરાંત મંતી (Manti - માસ કે કોળાના સ્ટફિંગ વાળા સ્ટીમ ડમ્પલિંગ્સ) અને શશલિક (Shashlik - ગ્રીલ કરેલા કબાબ) પણ ખૂબ લોકપ્રિય છે.

5. ફેરગાના વેલીની મુલાકાત: સામાન્ય ટૂરિસ્ટ રૂટથી કંઈક અલગ અનુભવ કરવો હોય તો ફેરગાના વેલી તરફ જઈ શકાય. રિશ્તાન (Rishtan) શહેરમાં પ્રવાસીઓ અહીંની પ્રખ્યાત સિરામિક આર્ટ જોઈ શકે છે, જ્યારે માર્ગિલાનમાં આવેલી 'યોદગોરલિક સિલ્ક ફેક્ટરી'માં પરંપરાગત રેશમ ઉત્પાદનની પ્રોસેસ જોઈ શકાય છે.

6. રણમાં 'યૂર્ટ' (Yurt) માં રાત વિતાવો: એક સાવ અલગ જ અનુભવ માટે રણપ્રદેશની મુલાકાત લો. યૂર્ટ કેમ્પમાં પ્રવાસીઓને પરંપરાગત ગોળ તંબુઓમાં રાત વિતાવવાની તક મળે છે, જ્યાં સ્થાનિક ભોજન, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને રણના સાહસોનો આનંદ માણી શકાય છે.

અગાઉ પ્રવાસીઓ ઉઝબેકિસ્તાનને માત્ર એક નાની રજા કે શોર્ટ ટ્રિપ તરીકે જોતા હતા. પરંતુ હવે 30 દિવસના વીઝા-ફ્રી સ્ટેના કારણે પ્રવાસીઓ ખૂબ જ શાંતિથી અને નિરાંતે પોતાના પ્રવાસનું આયોજન કરી શકશે. જોકે, બુકિંગ કરાવતા પહેલા ભારતીય મુસાફરોએ આ નીતિના અમલીકરણની તારીખ, પાસપોર્ટની માન્યતાના નિયમો, રોકાણના હેતુ અને અન્ય શરતો અંગે ઉઝબેકિસ્તાનના અધિકારીઓ કે એમ્બેસી પાસેથી ખાતરી કરી લેવી જરૂરી છે.

લાલ ચટણી સાથે મોમોઝ ખાવાનું ગમે છે તો આ સમાચાર વાંચીને થઇ જજો સાવધાન
સાંજ પડતા જ શહેરના બજારોમાં મોમોઝના સ્ટોલ અને દુકાનો ગ્રાહકોથી ભરાઈ જાય છે. બાળકોથી લઈને યુવાનો સુધીના તમામ ઉંમરના લોકો આ ફાસ્ટ ફૂડનો આનંદ માણવા માટે ત્યાં ઉમટી પડે છે. જોકે, જ્યારે જ આ મોમોઝ અસ્વચ્છ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે અને તેની સાથે આવતી લાલ ચટણી સ્વાસ્થ્ય માટે જોખમી બની જાય, ત્યારે મામલો ગંભીર બની જાય છે.

કાનપુરમાં પણ આવી જ સ્થિતિ સામે આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) વિભાગે શહેરમાં મોમોઝ બનાવવા અને વેચાણ કરતી ઘણી દુકાનો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. તપાસમાં ત્રણ સ્થળોએ ભારે ગંદકી જોવા મળી હતી. ઘણી જગ્યાએ, મોમોઝ સાથે પીરસવામાં આવતી ચટણી અસ્વચ્છ જગ્યાએ રાખેલી જોવા મળી આવી હતી. કાર્યવાહી દરમિયાન, આશરે 115 કિલોગ્રામ ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો, અને મોમોઝ અને ચટણી બંનેના નમૂના પ્રયોગશાળા પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

આ ઝુંબેશ જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્ર પ્રતાપ સિંહના નિર્દેશ હેઠળ હાથ ધરવામાં આવી હતી. FSDA ટીમે રાવતપુર, સાકેત નગર અને મસવાનપુર વિસ્તારોમાં મોમો તૈયાર કરતા અને વેચતા એકમોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે આ ઝુંબેશનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે શહેરમાં વેચાતા ખાદ્ય ઉત્પાદનો નિર્ધારિત ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણોને પૂર્ણ કરે. ટીમ સૌપ્રથમ કેશવ નગરમાં આવેલા 'આકાશ મોમોઝ' પહોંચી હતી. ત્યારબાદ, તેઓએ રાવતપુરમાં 'શ્રી બાલાજી મોમોઝ' અને સાકેત નગરમાં એક અન્ય મોમોઝની દુકાનનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણમાં ત્રણેય સ્થળોએ સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવામાં આવતું નહોતું; ઘણી જગ્યાએ ખાદ્ય સામગ્રી અસ્વચ્છ માહોલમાં રાખવામાં આવી હતી. અધિકારીઓએ આને ગ્રાહક સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ગણાવ્યો.

recipes.timesofindia.com

સૌથી મોટી અનિયમિતતા રાવતપુરમાં સ્થિત 'શ્રી બાલાજી મોમોઝ'માં જોવા મળી. તપાસમાં જાણવા મળ્યું કે ખાદ્ય વ્યવસાયો માટે જરૂરી નોંધણી વિના દુકાન કાર્યરત હતી. અધિકારીઓએ પરિસરમાં ગંદકી, અસ્વચ્છ વાતાવરણ અને સામગ્રીના અયોગ્ય સંગ્રહ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી. વિભાગે તાત્કાલિક કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો. સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જરૂરી ખાદ્ય નોંધણી મેળવવામાં ન આવે અને બધી ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી કામગીરી ફરી શરૂ નહીં કરી શકાય.

નિરીક્ષણ દરમિયાન મોમોઝ સાથે પીરસવામાં આવતી ચટણી ચિંતાનો સૌથી મોટો વિષય હતી. ખાદ્ય સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનેક સ્થળોએ ચટણી અસ્વચ્છ જગ્યાએ રાખવામાં આવી હતી. ટીમે તેની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરતા પરીક્ષણ માટે નમૂનાઓ મેળવ્યા. માત્ર 'શ્રી બાલાજી મોમોઝ' યુનિટમાં જ આશરે 45 કિલો ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર અભિયાન દરમિયાન વિવિધ સ્થળોએ કુલ 115 કિલો શંકાસ્પદ ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો.

કાર્યવાહી દરમિયાન, ખાદ્ય સુરક્ષા વિભાગે મોમોઝ અને ચટણીના અનેક નમૂનાઓ એકત્રિત કર્યા હતા. જેને પ્રયોગશાળામાં મોકલવામાં આવશે, જ્યાં એ તપાસ કરવામાં આવશે કે તેમાં કોઇ પ્રકારના પ્રતિબંધિત રંગો, ખરાબ સામગ્રી અથવા ખાદ્ય સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન તો નથી ને. જો પરીક્ષણ અહેવાલોમાં ખાદ્ય પદાર્થો નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા નથી, તો સંબંધિત વિક્રેતાઓ સામે ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, 2006 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે મસવાનપુર વિસ્તારમાં રસ્તાની બાજુમાં લાગતી મોમોઝની લારીઓની પણ તપાસ કરી હતી. અહીં પણ રંગીન ફિંગર ચિપ્સ અને ચટણી પણ સ્વચ્છતા ધોરણોને અનુરૂપ ન મળી. અધિકારીઓએ આ વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને વિક્રેતાઓને સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી.

kuchpakrahahai.in

જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ ખેલવાડ સહન કરવામાં આવશે નહીં. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવી એ વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. ઝુંબેશ દરમિયાન એકત્રિત કરાયેલા તમામ નમૂનાઓનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવશે. જો નમૂનાઓમાં કોઈ અનિયમિતતા જોવા મળશે, તો સંબંધિત વિક્રેતા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખાદ્ય નિષ્ણાતોના મતે, ખુલ્લા વિસ્તારોમાં તૈયાર કરાયેલી અથવા વરસાદની ઋતુ દરમિયાન લાંબા સમય સુધી સંગ્રહિત ખાદ્ય વસ્તુઓમાં બેક્ટેરિયા ઝડપથી વિકસી શકે છે. એવામાં ચટણી, મેયોનીઝ અને અન્ય જલદી ખરાબ થતી વસ્તુઓને સલામત તાપમાને સંગ્રહ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તેમને અસ્વચ્છ સ્થિતિમાં તૈયાર અથવા સંગ્રહ કરવામાં આવે તો ફૂડ પોઈઝનિંગ અને પેટ સંબંધિત સંક્રમણનું જોખમ વધી શકે છે.

ફૂડ સેફ્ટી વિભાગે સંકેત આપ્યો છે કે શહેરમાં આવી ખાસ ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. વિભાગનું કહેવું છે કે, જે વેપારીઓએ ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કર્યું નથી, તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. વહીવટીતંત્રએ જનતાને અપીલ કરી છે કે તેઓ ફક્ત સ્વચ્છ અને નોંધાયેલી દુકાનોમાંથી જ ખાદ્ય પદાર્થો ખરીદે. જો ક્યાંક ગંદકી અથવા શંકાસ્પદ ખાદ્ય સામગ્રી જોવા મળે તો સંબંધિત વિભાગને તેની જાણ કરો.

ભારતની પહેલી ડેન્ગ્યુ રસીને મળી ગઈ મંજૂરી; જાણો 'Qdenga'નો આ ડોઝ કેવી રીતે કામ કરશે, કોણ લઈ શકશે?
દર વર્ષે, વરસાદની ઋતુ શરૂ થતાંની સાથે જ, મચ્છરોની વસ્તી વધી જાય છે. આ સમય દરમિયાન દેશભરમાં ડેન્ગ્યુના કેસ પણ ઝડપથી વધે છે. વિશ્વભરમાં ડેન્ગ્યુના કુલ કેસોમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ છે. 2025માં, 113,000થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારતની પહેલી ડેન્ગ્યુ રસી, 'Qdenga'ને મંજૂરી આપી છે.

instagram.com

ડેન્ગ્યુ દર વર્ષે હજારો લોકોને અસર કરે છે, અને કેટલાક તો તેનાથી જીવ પણ ગુમાવે છે. આવી સ્થિતિમાં, 'Qdenga'ની રસી લોકોને ડેન્ગ્યુથી બચાવી શકે છે. ડેન્ગ્યુની 'Qdenga' રસી જાપાનની ટાકેડા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ રસીથી ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થશે.

જાપાનની ટાકેડા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત રસીનો ઉપયોગ ડેન્ગ્યુના કેસ ઘટાડી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ ડેન્ગ્યુની આ 'Qdenga' રસીને મંજૂરી આપી છે. આ રસીનો ઉપયોગ 43 દેશોમાં થઈ રહ્યો છે. આ રસી 2022માં શરૂ કરવામાં આવી હતી. આજ સુધીમાં, વૈશ્વિક સ્તરે આશરે 32 મિલિયન લોકોને ડેન્ગ્યુની રસી આપવામાં આવી છે.

gnttv.com

ડેન્ગ્યુની રસી લીધા પછી, શરીર વાયરસને ઓળખે છે અને તેની સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. આ તરત જ ડેન્ગ્યુ વાયરસને મારી નાખે છે. આ રસી ચેપનું જોખમ અને તેના ગંભીર પરિણામોને ઘણી સારી રીતે ઘટાડે છે. રસી લીધા પછી હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના નહિવત થઇ જાય છે. આ ઉપરાંત રસીની અસર વ્યક્તિની ઉંમર પર પણ આધાર રાખે છે.

ડેન્ગ્યુ એક જીવલેણ રોગ છે. સમયસર સારવાર ન મળતા હેમોરહેજિક તાવ અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ તરફ દોરી શકે છે. પ્લેટલેટ્સમાં અચાનક ઘટાડો થવાથી આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે. તેની સાથે સાથે સફેદ પ્રવાહી પણ લિકેજ થઈ શકે છે. સારવાર ન મળવાને કારણે મલ્ટી ઓર્ગન ફેલ્યોરનું જોખમ પણ વધી શકે છે.

orfonline.org

નોંધ: આ સમાચાર ફક્ત તમને માહિતીના હેતુ માટે આપવામાં આવ્યા છે. અમે તેને લખવામાં સામાન્ય માહિતીનો ઉપયોગ કર્યો છે. KHABARCHHE.COM આની પુષ્ટિ કરતું નથી.

ડૉક્ટરે 25 લાખની ઓફર ઠુકરાવી, ઇમાનદારી વેચવાનો કર્યો ઇનકાર, એક કોલેબના જ મળી રહ્યા છે 5 લાખ
તાજેતરના વર્ષોમાં, ઇન્ટરનેટ એવી સામગ્રીથી ભરાઇ ગયું છે જેમાં ફક્ત લોકો જ નહીં, પણ વિવિધ પ્રકારના ઉત્પાદનો પણ જોવા મળે છે. જ્યારે ઘણા નિષ્ણાતો સલાહ આપે છે કે, આંખ બંધ કરીને કોઈપણ ઉત્પાદન પર વિશ્વાસ વા તેનો ઉપયોગ ન કરો. તો બીજી તરફ કમાણી માટે ત્યારે પણ આકર્ષક સોદા રોજ ઓફર આપવામાં આવે છે. આ વચ્ચે, એક ડૉક્ટર છે જેણે લગભગ એક મહિનામાં ₹25 લાખની ઓફર ઠુકરાવી દીધી.

ડૉ. વિશાલ ગેબલે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો હતો. આજે, મેં ₹5 લાખના કોલેબને ઠુકરાવી દીધો. મારે ફક્ત એક જ પોસ્ટ કરવાની હતી, છતા મેં ઓફરને નકારી કાઢી. આટલી મોટી રકમનો ઇનકાર કરવો ખૂબ દર્દનાક હોય છે. મેં આ મહિને જ લગભગ ₹25 લાખની ઓફરને નકારી કાઢી છે. મેં આવું એટલે કર્યું કારણ કે મને પૈસાની જરૂર નહોતી, અથવા આવો નિર્ણય લેવો મારા માટે સરળ હતો.

navbharattimes.indiatimes.com

હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું, અને મારી સામે આટલા બધા પૈસા જોવા વાસ્તવમાં ખૂબ લાલચ આપે છે. વર્ષોથી હું વિચારતો હતો કે પૈસા એ મારું અંતિમ લક્ષ્ય છે. જ્યારે હું નાનો હતો, ત્યારે દરેક મધ્યમ વર્ગના બાળકની જેમ, હું સફળતાનું સપનું જોતો હતો. એક મોટું ઘર, BMW કે મર્સિડીઝ, અને નાણાકીય સ્વતંત્રતા. કુલ મળીને, મારા માતા-પિતા જે લેવા સક્ષમ નહોતા, એ તે બધું ખરીદવાની ક્ષમતા.

"મારો દિવસ સામાન્ય રીતે આવો દેખાય છે: હોસ્પિટલ, વિદ્યાર્થીઓને ભણાવવું, 2-3 લાઇવ વર્ગો ચલાવવા, સામગ્રી બનાવવી અને મારી એપ્લિકેશનને આગળ વધારવી. મારો દિવસ ઘણીવાર સવારે 6 વાગ્યા પહેલાં શરૂ થાય છે અને મધ્યરાત્રિ પછી સમાપ્ત થાય છે. આને કારણે પણ ક્યારેક-ક્યારેક સરળ પૈસા કમાવવાની તકોને 'હા' કહેવાની લાલચ આપે છે.

navbharattimes.indiatimes.com

'દરરોજ, હું ઇન્ફ્લૂએન્સર્સને એવા ઉત્પાદનોનો પ્રચાર કરતા જોઉં છું જેનો તેઓ પોતે ઉપયોગ પણ કરતા નથી. સેલિબ્રિટીઓ પણ એવી વસ્તુઓનો પ્રચાર કરે છે જેના વિશે તેઓ કંઈ જાણતા નથી. લોકો એક જ પોસ્ટથી મહિનાઓમાં ડૉક્ટર કરતા વધુ કમાણી કરે છે. પરંતુ દરેક કોલેબોરેશન પહેલાં, હું મારી જાતને એક પ્રશ્ન પૂછું છું, શું હું મારા માતા-પિતાને સંપૂર્ણ વિશ્વાસપૂર્વક આ ઉત્પાદનની ભલામણ કરીશ? જો મારો જવાબ ના હોય, તો હું કોલેબોરેશનનો પણ ઇનકાર કરું છું.'

'મને એક વાત સમજાઇ ગઇ છે કે પૈસા મહત્ત્વપૂર્ણ છે. ખૂબ મહત્વપૂર્ણ, પણ. પરંતુ વિશ્વાસ વધુ મહત્ત્વપૂર્ણ છે. પૈસાથી તમે ધ્યાન આકર્ષિત કરી શકો છે, પરંતુ વિશ્વાસથી તમને વફાદારી મળે છે. પૈસા આવતા-જતા રહેશે; વિશ્વાસ હંમેશાં વધે છે. પરંતુ, એકવાર ગુમાવ્યા પછી, તેને પાછું મેળવવો અતિ મુશ્કેલ છે. સરળ પૈસા ખૂબ મોંઘા સાબિત થાય છે, જ્યારે તેની કિંમત તમને પ્રામાણિકતાથી ચૂકવવી પડે.'

instagram.com/health.with.vg

'બની શકે હું ખોટો હોઈ શકું છું. કદાચ મારે પૈસા લેવા જોઈતા હતા; કદાચ હું તેનાથી પણ વધુ કમાઈ શક્યો હોત. પરંતુ વર્ષો પછી જ્યારે કોઈ પૂછે છે કે મેં શું પ્રાપ્ત કર્યું છે, ત્યારે હું નથી ઇચ્છતો કે મારો જવાબ દર્શક હોય. હું ઇચ્છું છું કે મારો જવાબ લોકોનો વિશ્વાસ હોય. એક એવો વિશ્વાસ જે ન તો ખરીદી શકાય કે ન તો પ્રાયોજિત કરી શકાય. એવો વિશ્વાસ જેને સખત મહેનતથી કમાવામાં આવ્યો હોય અને પ્રામાણિક નિર્ણયો દ્વારા કમાયેલો વિશ્વાસ.'

'એક દિવસ, ઇન્સ્ટાગ્રામ, વ્યૂઝ, ફોલોઅર્સ અને પૈસા કોઈ મહત્ત્વ ધરાવતા નથી. જે વસ્તુ મહત્ત્વ ધરાવે છે તે શું હું લોકોને વધુ જાગૃત કરવામાં સફળ રહ્યો. જો જવાબ હા હોય, તો મેં નકારી કાઢેલો દરેક સોદો તેના માટે યોગ્ય રહેશે.'