Art & Culture - Khabarchhe

શ્રી મનકામેશ્વર મંદિરમાં પેન્ટ-જીન્સ પહેરીને અભિષેક કરવા પર પ્રતિબંધ, મહિલાઓ માટે સાડી-સૂટ જરૂરી
યમુનાના કિનારે આવેલા પ્રાચીન શ્રી મનકામેશ્વર મહાદેવનો અભિષેક કરવા માટે ધોતી પહેરવી પડશે. ધોતી પહેર્યા વિના કોઈ પણ શ્રદ્ધાળું અભિષેક નહીં કરી શકે. મંદિર પ્રશાસને ધાર્મિક પરંપરાનું પાલન કરવા માટે  પેન્ટ અને જીન્સ પહેરીને અભિષેક પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવો નિયમ 11 જુલાઈથી શરૂ થતા શ્રાવણ મહિનાથી લાગૂ કરવામાં આવશે. પુરુષો ધોતી સાથે શર્ટ કે કૂર્તો પહેરી શકે છે. મહિલાઓને સાડી કે સલવાર સૂટ પહેરીને અભિષેક કરવાની મંજૂરી મળશે. આ નિયમ શ્રાવણ મહિના બાદ પણ લાગૂ રહેશે.

bhaskar.com

શ્રી મનકામેશ્વર અતિ પ્રાચીન મંદિર છે. દરરોજ 5000-6000 શ્રદ્ધાળું અહીં દર્શન-પૂજન માટે આવે છે. શ્રાવણ મહિનામાં દરરોજ 20 હજારથી વધુ શ્રદ્ધાળું આવે છે. તો શ્રાવણના સોમવારે 50 હજારથી વધુ શ્રદ્ધાળું આવે છે. મંદિરની આસપાસ મહિલાઓ સાથે છેડછાડ અને ઘરેણાં છીનવી લેવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. તેને જોતા મંદિર પ્રશાસને અમર્યાદિત કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, સ્કર્ટ, હાફ પેન્ટ અને અભદ્ર કપડાં પહેરીને કોઈ દર્શન-પૂજન નહીં કરી શકે, પરંતુ મોટાભાગના પુરુષ અને મહિલા શ્રદ્ધાળું પેન્ટ અને જીન્સ પહેરીને અભિષેક કરે છે. મંદિર પ્રશાસને તેના પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિરના પૂજારીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે કે પેન્ટ પહેરનારાઓને અભિષેક ન કરાવો.

મંદિર પ્રશાસનનું કહેવું છે કે જો શ્રદ્ધાળું ઇચ્છે તો ધોતી પોતાની સાથે લાવી શકે છે. જો તેમની પાસે ધોતી ન હોય તો મંદિર પ્રશાસન ઉપલબ્ધ કરાવશે. તેને પહેરીને વિધિ-વિધાનથી શ્રી મનકામેશ્વર મહાદેવનો અભિષેક અને પૂજા કરી શકે છે. ધોતી માટે કોઈ ફી લેવામાં નહીં આવે. પૂજા બાદ, તે મંદિર પ્રશાસનને આપી દેવી પડશે.

tripadvisor.in

શ્રી મનકામેશ્વર મંદિરના મહંત શ્રીધરાનંદ બ્રહ્મચારીના જણાવ્યા અનુસાર, આરાધ્યની સ્તુતિમાં કપડાંનું વિશેષ મહત્ત્વ છે. એવું નથી કે જે ઇચ્છો તે જ પહેરીને પૂજા કરવા લાગો. ધોતી પવિત્ર હોય છે. તેને પહેરીને પૂજા કરવાથી, આરાધ્ય પ્રત્યે સન્માન અને ભક્તિની લાગણી આપમેળે પ્રકટ થાય છે. અત્યારે શ્રૃંગાર પૂજામાં ધોતી પહેરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાથી અભિષેક માટે આ નિયમ હંમેશાં માટે લાગૂ પડશે. પેન્ટ અને જીન્સ પશ્ચિમી સંસ્કૃતિનું પરિધાન છે. સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં ધોતી-કુર્તા મુખ્ય પરિધાન છે. દરેક સનાતનીએ તેને ધારણ કરવા જોઈએ.

ગુજરાતની આ પ્રજ્ઞા ચક્ષુ દીકરીએ સંગીતની દુનિયામાં 100 એવોર્ડ મેળવ્યા છે
21 જૂનને વિશ્વ સંગીત દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગુજરાતના મહિસાગર જિલ્લાના લુણાવડા તાલુકાના દલુખડીયા ગામમાં જન્મેલી અને હાલ ગોધરામાં રહેતી એક પ્રજ્ઞા ચક્ષુ દીકરીએ સંગીતમાં 100 એવોર્ડ મેળવ્યા છે. એના વિશે તમને જાણકારી આપીશું.

આ પ્રજ્ઞા ચક્ષુ દીકરીનું નામ હેપ્પી દેસાઇ છે અને જન્મના સાતમા દિવસ પછી પરિવારને ખબર પડી કે હેપ્પીને દેખાતું નથી. 6 વર્ષની ઉંમરથી તેણીએ સંગીતની સાધના શરૂ કરી હતી અને આજે 19 વર્ષની ઉંમરે તેણે 100 એવોર્ડ મેળવ્યા છે.

જ્યારે હેપ્પીની ઉંમર 14 વર્ષની હતી ત્યારે અમદાવાદમાં નમસ્તે ટ્રંપ કાર્યક્રમમા તેણીએ કિર્તીદાન ગઢવી સાથે તેરી લડકી ગીત ગાયું હતું ત્યારથી તે ફેમસ થઇ ગઇ હતી.

હેપ્પીને IAS ઓફિસર બનવું છે.

વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત, ગુજરાતમાંથી વિનોદ જોશી થશે સન્માનિત
સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં તેના વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે. કવિતાના 9 પુસ્તકો, નવલકથાના 6, ટૂંકી વાર્તાઓના 5, નિબંધો અને 1 સાહિત્યિક અધ્યયનને સાહિત્ય અકાદમી પુરસ્કારો 2023માં જીત મળી છે.

24 ભારતીય ભાષાઓમાં પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો દ્વારા ભલામણ કરાયેલા આ પુરસ્કારોને સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેની બેઠક સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી માધવ કૌશિકની અધ્યક્ષતામાં 20 ડિસેમ્બર, 2023ના રોજ મળી હતી.

કેટેગરી પ્રમાણે પારિતોષિક વિજેતાઓની યાદી નીચે મુજબ છેઃ

વર્ગઃ કવિતા

પારિતોષિક વિજેતાઓઃ વિજય વર્મા (ડોગરી), વિનોદ જોશી (ગુજરાતી), મન્સૂર બનિહાલી (કાશ્મીરી), સોરોખાઇબામ ગંભિની (મણિપુરી), આશુતોષ પરીદા (ઓડિયા), સ્વર્ણજીત સવી (પંજાબી), ગજે સિંહ રાજપુરોહિત (રાજસ્થાની), અરુણ રંજન મિશ્રા (સંસ્કૃત) અને વિનોદ આસુદાની (સિંધી)

વર્ગઃ નવલકથા

પારિતોષિક વિજેતાઓઃ સ્વપ્નમય ચક્રવર્તી (બંગાળી), નીલમ સરન ગૌર (અંગ્રેજી), સંજીવ (હિન્દી), કૃષ્ણત ખોત (મરાઠી), રાજશેખરન (દેવીભારતી) (તમિલ) અને સાદિક્વા નવાબ સહર (ઉર્દૂ)

વર્ગઃ ટૂંકી વાર્તાઓ

પારિતોષિક વિજેતાઓઃ પ્રણવજ્યોતિ ડેકા (આસામી), નંદેશ્વર દૈમારી (બોડો), પ્રકાશ એસ. પરિએનકર (કોંકણી), તારાસીન બાસ્કી (તુરિયાચંદ બાસ્કી) (સાંતાલી) અને ટી. પતંજલિ શાસ્ત્રી (તેલુગુ)

વર્ગઃ નિબંધો

પારિતોષિક વિજેતાઓઃ લક્ષ્મીશા તોલપડી (કન્નડ), બાસુકીનાથ ઝા (મૈથિલી) અને જુધાબીર રાણા (નેપાળી)

વર્ગઃ સાહિત્યિક અભ્યાસ

પારિતોષિક વિજેતાઃ ઈ.વી. રામકૃષ્ણન (મલયાલમ)

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, પુસ્તકોની પસંદગી આ હેતુ માટે નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સંબંધિત ભાષાઓમાં ત્રણ સભ્યોની જ્યુરી દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે કરવામાં આવી હતી. પ્રક્રિયા અનુસાર એક્ઝિક્યુટિવ બોર્ડે જ્યુરર્સ દ્વારા સર્વાનુમતે કરવામાં વેલી પસંદગી અથવા બહુમતી મતના આધારે કરવામાં આવેલી પસંદગીના આધારે એવોર્ડ જાહેર કર્યા હતા. પુરસ્કારો એવોર્ડના વર્ષ (એટલે કે 1 જાન્યુરી 2017 થી 31 ડિસેમ્બર 2021 દરમિયાન) પહેલાના પાંચ વર્ષ દરમિયાન પ્રથમ પ્રકાશિત પુસ્તકો સાથે સંબંધિત છે.

12 માર્ચ, 2024ના રોજ કામાણી ઓડિટોરિયમ, કોપર્નિકસ માર્ગ, નવી દિલ્હી  ખાતે આયોજિત એવોર્ડ પ્રસ્તુતિ સમારંભમાં પુરસ્કાર વિજેતાઓને એક કેસ્કેટના રૂપમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમાં ઉત્કીર્ણ તાંબાની તકતી, એક શાલ અને રોકડ રૂ. 1,00,000/-ની રકમનો સમાવેશ થાય છે.

સંઘના વડાએ જણાવ્યું- રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે તમારે શું કરવાનું છે
મગળવારે વિજ્યા દશમીના દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કાર્યકરો સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 22 જાન્યુઆરી 2023ના દિવસે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બધા માટે અયોધ્યા પહોંચવુ શક્ય નથી. એટલે તમારી નજીકના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરીને દેશને રામમય બનાવી દેજો

અયોધ્યામાં 16 જાન્યુઆરી 2023થી 24 જાન્યુઆરી 2023 એટલે કે 9 દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી ખાસ 50 રામભક્તોને આમંત્રણ અપાયું છે. ઉપરાંત દેશભરમાંથી 7,000 સાધુ સંતો અને રામભક્તો અયોધ્યા આવશે.

મુખ્ય કાર્યક્રમ 22 જાન્યુઆરીએ રહેશે. રામલલ્લાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે તે પહેલાં અયોધ્યામાં રામલલ્લાને રથમાં બેસાડીને ફેરવવામાં આવશે.

વનિતા વિશ્રામ ખાતે આયોજિત ‘કૂંચલા’ આર્ટ ગેલેરી, 40 પેઈન્ટિંગ વેચાયા
વનિતા વિશ્રામ સુરત ખાતે 14, 15 અને 16 એમ 3 દિવસ દરમિયાન ‘કૂંચલા’ આર્ટ ગેલેરીના માધ્યમથી 9 મહિલા ચિત્રકારો સહિત 13 વર્ષીય કિશોરી મળી કુલ 10 લોકોએ મેન્ટર રાકેશ ગોહિલની આગેવાનીમાં ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો હતો. મેન્ટર રાકેશ ગોહિલે જણાવ્યું હતું કે, 3 દિવસ ચાલેલાં આ પ્રદર્શનમાં શહેરીજનોનો ખૂબ જ સારો અને સરાહનીય અદભૂત પ્રેમ મહિલા ચિત્રકારોને મળ્યો છે. આ સિવાય વિવિધ શાળાના આચાર્યો સહિત વાસ્તુશાસ્ત્રના સ્નાતકોએ પણ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસને બાદ કરતાં બીજો અને ત્રીજો દિવસ પ્રદર્શનમાં મુલાકાતીઓથી ગાજેલો રહ્યો હતો. અમુક લોકોએ પોતાના મુજબના પેઈન્ટીંગ્સ બનાવવા માટે મહિલા ચિત્રકારોને ઓર્ડરો આપ્યાં હતાં.

જ્યારે અમુક લોકોએ પ્રદર્શનમાં મૂકેલાં ચિત્રો જ સ્થળ ઉપર ખરીદી લીધાં હતાં. મહિલા ચિત્રકાર ભાવિની ગોળવાલાએ જણાવ્યું હતું કે કુલ 150 જેટલાં ચિત્રો પ્રદર્શનમાં મૂકાયાં હતાં અને અમારી ટીમ દરેક સભ્યોને ચિત્રો બનાવવાના ઓર્ડરો મળ્યાં છે તથા એક્ઝિબિશન દરમિયાન જ 40 જેટલાં ચિત્રો વેચાયાં છે. અમુક લોકોએ પોતાના બેડરૂમ અને બેઠકરૂમને અનુરૂપ ઓર્ડરો આપ્યાં છે. જ્યારે અમુક લોકોએ પોતાની ધંધાકીય ઓફિસોમાં પોઝીટીવ વાતાવરણને વધુ પ્રબળ બનાવે તેવાં ચિત્રો બનાવી આપવા માટે ચિત્રકારોને ખાનગીમાં ઓર્ડરો આપી તેમના સંપર્ક નંબરો પણ લીધાં હતાં. સુરત શહેર વીવર અગ્રણી મયૂર ગોળવાલાએ પણ એક્ઝિબિશનની મુલાકાત લઈ પ્રદર્શિત 2 ચિત્રોનો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

હર્ષ ભાઇ તમારા કાર્યકરોને જ પહેલા કહો ગુજરાતીમાં સાઇનબોર્ડ માટે અભિયાન શરૂ કરે
મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષાને મહત્વ આપવામાં આવે છે તેમ ગુજરાતમાં તમામ સરકારી અને ખાનગી સ્થળોએ અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી લખવું ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં સરકારના આદેશનું ખાનગી કંપનીઓ પાલન કરતી નથી, સરકારના આદેશ પછી ખાનગી સંસ્થા, બેન્ક, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, દુકાન કે મોલના નામમાં ગુજરાતી લખવાનું હોય છે પરંતુ તેમ થતું નથી. હાલ સાંસ્કૃતિક વિભાગ હર્ષ સંઘવી પાસે છે. તેઓ ખૂબ એક્ટિવ મંત્રી છે. તેમણે જ આ બાબતમાં આગેવાની લઇને ઓછામાં ઓછું ભાજપના કાર્યકરોને તો કહેવું જ જોઇએ.

રાજ્યના સાંસ્કૃતિક વિભાગે તેના આદેશમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની રચના થયા પછી સરકારે પ્રથમ અધિનિયમ રાજભાષા અંગે પસાર કરીને રાજભાષા ગુજરાતી અને દેવનાગરી લિપિમાં હિન્દી રાખવાનું જાહેર કર્યું હતું તે પ્રમાણે તબક્કાવાર કાર્યક્રમ નક્કી કરી ગુજરાતી ભાષાનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો રહે તે જોવામાં આવ્યું છે.

રાજભાષાના ઉપયોગમાં ઉત્તેજના અને વેગ લાવવા જરૂરી પગલાં સૂચવવા રામલાલ પરીખ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા લોકાભિમુખ વહીવટ માટેની વહીવટી સુધારણા સમિતિએ તેમના અહેવાલમાં રાજ્યનો સમગ્ર વહીવટ ગુજારાતી ભાષામાં ચલાવવો તેવી ભલામણ કરી હતી.

વધતા જતા શહેરીકરણના કારણે શહેરોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો નથી તેથી પ્રથમ તબક્કે રાજ્યની આઠ મહાનગરપાલિકા જેવી કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં સાંસ્કૃતિક વિભાગ તરફથી સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધી સાઇનબોર્ડ બદલાવી શકાયા નથી. ખાસ કરીને ખાનગી સંસ્થાઓ કે જ્યાં હજી બીજી ભાષામાં બોર્ડ જોવા મળે છે તેનું મોનિટરીંગ કરવા માટે સરકાર પાસે મેનપાવરની અછત છે.

મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં માતૃભાષાનું ગૌરવ જળવાય તે માટે સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવે છે. પાર્ટીના કાર્યકરો પણ સરકારના આદેશનું પાલન કરાવે છે, પરંતુ ગુજરાતમાં તેમ થતું નથી. ગુજરાતમાં સરકારે તો આદેશ કર્યો છે પરંતુ તેનું પાલન ખુદ ભાજપના કાર્યકરો પણ કરાવી શકતા નથી. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં હજી પણ બજારમાં અંગ્રેજી અને હિન્દી ભાષાના બોર્ડ જોવા મળી રહ્યાં છે.

જામનગરમાં સૌથી મોટી વાંસળીનો રેકોર્ડ હતો તે હવે પીલીભીતના નામે થઈ ગયો
(દિલીપ પટેલ)પશુઓનું દૂધ દોહતી વખતે વાંસળીનો અવાજ સંભળાવવામાં આવે તો દૂધ વધુ આપે છે, આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલે 15 ગાય પર સંગીતના પ્રયોગો કર્યા છે. સંગીતથી ગાય ન્યુટ્રલ થાય છે. સંગીત ચાલતું હોય ત્યારે બ્લડસર્ક્યુલેશનમાં ફાયદો કરે છે. દૂધ દોહતી વખતે ગાય ન્યુટ્રલ થઈ જાય છે. ગાયને આનંદ મળે છે. એન્ટીબોડી લોસ અટકે છે. બળજબરી નહીં પણ તે દિલથી દૂધ આપે છે. સાયકલ અગલ થાય છે અને ગાયને સેટઅપ ચેઈન્જ મળે છે.

મધુર સ્વરને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં ફેલાવે છે. કૃષ્ણ ગાયો ચરાવતા કે રાસ રમતા વાંસળી વગાડીને ગાયોના ગોવાળિયા તરીકે જાણિતા થયા હતા.કૃષ્ણની દ્વારકા નજીકના ગુજરાતના જામનગરમાં વગાડવામાં આવેલી 11 ફૂટની વાંસળીનો રેકોર્ડ  હતો.

જામનગરનો રેકર્ડ તોડીને પીલીભીતની 16 ફૂટની સૌથી મોટી વાંસળીનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. 2021 બાદ હવે તેની નોંધણી કરી દેવામાં આવી છે. ઘણી પેઢીઓથી વાંસળી બનાવવાનું કામ રાઈસ અહેમદનું છે. જે 3 કારીગરો દ્વારા 20 દિવસ સુધી કામ કર્યું હતું. અગાઉ  2 મીટર લાંબી વાંસળી બનાવી હતી.

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં 18 ડિસેમ્બરે ફ્લુટ ફેસ્ટિવલમાં જાણીતા વાંસળીવાદક પંડિત રાજેન્દ્ર પ્રસન્નાએ 16 ફૂટ લાંબી વાંસળી વગાડીને રેકોર્ડ બનાવ્યો હતો. નારકુલની વાંસમાંથી બનેલી વાંસળીની માંગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, ફ્રાન્સ, લંડન, પાકિસ્તાનમાં પણ છે. 55 લોકોની સાથે ફેક્ટરીમાં 40 લાખનો વાંસણીનો તેનો ધંધો છે.પીલીભીતમાં વાર્ષિક 10 થી 15 કરોડનું ટર્નઓવર વાંસળીના ધંધાનું છે.

અમદાવાદનું નામ કર્ણાવતી હતું તો પછી આશાવલ કે આશાપલ્લીનો ઉલ્લેખ પણ કેમ આવે છે?
જો મારી જેમ પાક્કાં અમદાવાદી છો તો મારી સાથે અમદાવાદની આ લાંબી અને રોચક સફર એક વાર જરૂર માણજો  મારો એક અંગત મત અને ઇચ્છા પણ ખરી અમદાવાદનું નામ ફરીથી આશાપલ્લી કે છેવટે કર્ણાવતી થતું જોવાની જેમાં મારી સંસ્કૃતિ કે મૂળિયાંની મહેંક છે.)

અમદાવાદનાં રસ્તા પર એવું થાય,

ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી આવે ગાય,

સ્કૂટર પાછળ જ્યારે શ્વાન પડી જાય,

છેક ઘરના ઝાંપા સુધી છોડી જાય...!!

જો તમે Munshi Shyamal શ્યામલ ભાઈની મોજીલી કલમથી લખાયેલું અને શ્યામલ-સૌમિલનાં Saumil Munshi સુરીલાં છતાંય મસ્તીભર્યા કંઠે ગવાયેલું આ રમતીલું ગીત નથી સાંભળ્યું તો તમે અમદાવાદી ન હોઈ શકો

મારો તો આ ગીત સાથે ગજબનો નાતો, એક-એક શબ્દમાં અમદાવાદીપણું છલકાય અને જયારે પણ આ મોજીલું ગીત સાંભળું ત્યારે મને એમ થાય કે મેં અહીં બેઠા આખાં અમદાવાદનું ભ્રમણ કરી લીધું. આ મજાનું ગીત એમનાં 'આપણું અમદાવાદ – સુરીલું અમદાવાદ'નાં આલબમનું છે.

એ સિવાય બીજી એક ધમાકેદાર સરપ્રાઈઝ આપણાં બધાનાં ખૂબ માનીતાં એવા અરવિંદભાઈ Arvind Vegda એ આપણાં અમદાવાદ માટે એક જોરદાર ગીત ગાયું છે અને જેટલાં દિલથી ગાયું છે કે એટલાં જ દિલથી માણવું પણ ગમે એવું છે. બધાને ગમશે એ આશા સાથે એની લિંક પણ મુકું છું.

https://youtu.be/HrY2z3rY-8A

૨૬ ફેબુ્આરી ૧૪૧૧નો એ દિવસ એટલે મારાં અમદાવાદ શહેરનો ૬૧૨મોં સ્થાપના દિવસ. ૬૧૧ વર્ષોની સફર માણી નગરપાલિકામાંથી મહાનગરનો દરજ્જો મેળવનાર, ગુજરાત રાજ્યનાં સૌથી મોટા અને ભારતનાં સાતમાં ક્રમમાં સ્થાન મેળવનાર મારાં અમદાવાદ શહેરની વાત જ અનોખી છે.

કાપડ ઉદ્યોગ માટેનાં માનચેસ્ટરનાં બિરૂદથી લઈ અમદાવાદ આજે સ્માર્ટ સિટી અને ભારતનું સૌપ્રથમ હેરીટેજ શહેરનાં દરજ્જા સુધી પહોંચ્યુ છે. ગુજરાતનું પાટનગર ભલે ગાંધીનગર છે પણ સાબરમતી નદીનાં કિનારે વસેલું આ શહેર ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચૂક્યું છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર (political capital) અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર (economical capital) તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમદાવાદ એટલે લાલ બસનું શહેર. આ લાલ બસ એટલે કે એ.એમ.ટી.એસ. બસ સેવાને આશરે ૭૫ વર્ષ થયાં અને વી.એસ.હોસ્પિટલ પણ સ્થાપનાંનાં આશરે ૯૧ વર્ષ પુરા કરી ચુકી છે. આ બંને સેવા ભવ્ય ભૂતકાળ બનવા તરફ અગ્રેસર થઈ રહી છે. તો ચાલો આજે તમે પણ નીકળી પડો મારી સાથે અમદાવાદની સફરે અને માણો એનો ભવ્ય અને રોમાંચક ઇતિહાસ.

સન્ ૧૪૧૧માં મુસલમાનોનાં ભારત પરનાં આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેનાં પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ ‘અહમદાબાદ’ તરીકે જાણીતું કર્યુ. સમય જતાં તે અપભ્રંશ થઇને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું. કર્ણાવતી નગરીનાં સ્થાપક રાજા કર્ણદેવ અને આશાવલ્લીનગરીનાં સ્થાપક રાજા આશા ભીલ તેમ જ આ બે નગરી જેમાં સમાઈ ગઈ એવા અમદાવાદ નગરનાં સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહથી લઈને આજ સુધીની આ ઐતિહાસિક પરંપરા આશરે ૬૦૦ વર્ષનો ભાતીગળ ઇતિહાસ ધરાવે છે.

જો નામની જ ખાલી વાત કરીયે તો અમદાવાદ અને એની પહેલા અહમદાબાદ અને એની પણ પહેલા કર્ણાવતી કે આશાવલ ("આશાપલ્લી") વિશે ખુબ વિસ્તારથી ચર્ચા થઇ શકે. જેમને પણ આ વિશે વિસ્તારથી જાણવું હોય એમને અમુક પુસ્તકો વાંચવાં ગમશે જેવા કે 'અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી', 'મિરાત-એ-અહમદી' કે 'હિસ્ટ્રી ઑફ ગુજરાત', 'આ છે અમદાવાદ' વગેરે.

પણ ટૂંકમાં આખો સાર કહું તો વનરાજ ચાવડાએ સંવત ૮૦રનાં રોજ રાજધાની માટે નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડનાં નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. અણહીલપુર પાટણની રાજગાદી પર મૂળરાજથી સોલંકી યુગ શરૂ થયો. એ પછી ચામુંડદેવ, વલ્લભરાજ, દુર્લભરાદ અને બાણાવળી ભીમદેવ ગાદી પર આવ્યા. આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કેમ કે એ સમયે ગુજરાતનાં ચૌલુક્ય વંશ સોલંકી રાજ્યનું પાટનગર અણહીલવાડ પાટણ હતું અને કર્ણદેવ એટલે ભીમદેવનો નાનો પુત્ર જેણે આ કર્ણાવતી વસાવ્યું.

આશરે ૧૧મી સદીમાં સાબરમતી નદીનાં કિનારાની એક છાવણી ‘કર્ણાવતી’ તરીકે ઓળખાતી હતી. કર્ણદેવ સોલંકીએ આશરે છ લાખ ભીલોનાં રાજા આશા ભીલને હરાવી આશાવલનું નામ કર્ણાવતી રાખ્યું હતું એવું માનવામાં આવે છે. હકીકતમાં આ બાબતે ઈતિહાસકારોમાં પણ મતમતાંતર પ્રવર્તે છે. સોલંકી વંશનાં શાસક કર્ણદેવ સોલંકીએ સાબરમતીને કાંઠે રહેલા ગીચ જંગલોમાં વસતાં આશા નામનાં ભીલની સરદારી હેઠળની ભીલોની વિશાલ સેનાને પરાજિત કરી હતી અને આ ભીલો જ્યાં રહેતાં હતાં એ વિસ્તાર આશાવલ કે આશાપલ્લીનાં નામે ઓળખાતો હતો.

પુસ્તકમાં મળતા વર્ણન પ્રમાણે, મુઘલ સમયનાં ઇતિહાસકારો આશાવલ સાબરમતી નદીનાં પૂર્વ કિનારે આવેલું હોવાનો ઉલ્લેખ કરે છે. અરેબિક અને પર્શિયન ઇતિહાસકારો પણ આને 'આશાવલ' નામે ઓળખાવે છે, જ્યારે સંસ્કૃત અને પ્રાકૃતમાંથી મળતાં સ્રોત તેને 'આશાપલ્લી' તરીકે ઓળખાવે છે. એ વાત સ્પષ્ટ થઈ શકતી નથી કે કર્ણાવતી એ આશાવલનું બીજું નામ હતું કે તેની બાજુમાં કર્ણાવતી નામની કોઈ લશ્કરી ચોકી હતી.

એક બીજી વાત પણ વિચાર કરતાં કરી મૂકે કે કર્ણાવતી હતું તો શા માટે આશાવલ કે આશાપલ્લીનો ૧૨મી કે ૧૩મી સદી સુધી ઉલ્લેખ જોવા મળે છે ? ૧૩મી સદીનાં અંતમાં જૈન સાહિત્ય અને ધાર્મિક સાહિત્યમાં કર્ણાવતીનો ઉલ્લેખ થવાનો શરૂ થયો હતો એવું ઇતિહાસકારો જણાવે છે. કર્ણદેવ સોલંકીએ આ પ્રદેશની સત્તા પોતાનાં માટે જોખમરૂપ ન બને તે હેતુથી અહીં જે લશ્કરી છાવણી નાંખી તેનું નામ કર્ણાવતી રાખ્યું હતું.

આ પરથી આપણે એવું કહી શકીએ કે કદાચ કર્ણદેવે આશાપલ્લીની બાજુમાં લશ્કરી ચોકી સ્થાપી હશે, જે ધીરેધીરે તે વસાહતમાં ફેરવાઈ હશે. અહમદશાહે ૧૪૧૧માં અહમદાબાદની સ્થાપના કરી તે બાદનાં ૧૫૦ વર્ષો સુધી પણ આશાપલ્લીનો ઉલ્લેખ જોવા મળે છે. આગળનાં વર્ષોમાં તેનો વિકાસ થતાં આશાપલ્લી સાથે કર્ણાવતી નામ ભળી ગયું હોવાની શક્યતા છે. એક જમાનામાં જે કર્ણસાગર કહેવાતું હતું તે જ આજનું કાંકરિયા તળાવ. અલગ-અલગ પુસ્તકોમાં આ બાબતે અલગ-અલગ સંદર્ભો મળી આવે છે એટલે નક્કર કઈ કહેવું તો ઇતિહાસકારો માટે પણ કદાચ શક્ય નથી.

આમાં કેટલું સાચું ને કેટલું ખોટું એ અલગથી વિસ્તૃત ચર્ચાનો વિષય બની શકે પણ અમદાવાદની સ્થાપના વિશે એક ગમ્મત પડે એવી વાત બહુ પ્રચલિત છે. તો ચાલો મારી સાથે અહમદશાહનાં સમયમાં ડોકિયું કરી આવીયે . આ મજાની વાત એવી છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનનાં શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો.

સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારનાં સસલા આટલાં બહાદુર છે તો ત્યાંનાં માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યું. બસ એમાં કદાચ આ ગમ્મત પમાડે એવી પંક્તિ પ્રચલિત થઇ હશે કે, “જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને યે નગર બસાયા". જો કે આ વાતનો કોઈ એવો સંદર્ભ કે ઉલ્લેખ નથી મળી આવતો અને બહુ અર્થસભર પણ નથી લાગતું પણ ગમ્મત પડે એવું છે એટલે એ બહાને જરા હસી લેવાય

સાબરમતીની ગોદમાં રમતી અમદાવાદની ભૂમિ અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે. સાબરમતી નદીનાં પટમાં રીવરફ્રન્ટ યોજનાથી શહેરની રોનક બદલાઈ છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોનાં ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે. આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે.

શહેરમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેમાં ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક, કાંકરિયા તળાવ, હઠીસિંહના દેરા, સાયન્સ સિટી, અડાલજની વાવ, સીદીસૈયદની જાળી, જામા મસ્જિદ, ઝૂલતાં મિનારા, સ્વામિનારાયણ મંદિર, ભાગવત વિદ્યાપીઠ, માણેક ચોક, રાણીનો હજીરો, સાબરમતિ રિવરફ્રન્ટ, તિરૂપતિ બાલાજી મંદિર, ઈસરો જેવા અનેક સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

મારી વાત કરું તો અમદાવાદ મારી જન્મભૂમિ પણ અને એક સમયે કર્મભૂમિ પણ હતી પણ આજે વાત કરીએ કવિતામાં ધબકતા અમદાવાદની. અખા ભગત અને કવિશ્વર દલપતરામથી લઈને ઉમાશંકર જોશી અને પ્રવર્તમાન કવિઓ સુધી કંઈ કેટલાંય કવિઓએ મહાનગર બનેલાં આ નગરમાં શ્વાસ લીધા.

અમદાવાદની સ્થાપનાં નિમિત્તે આ શહેર વિશે લખવા નિર્ધાયું, ત્યારે અમદાવાદમાં નિવાસ કરી રહેલાં, કરી ચૂકેલાં તથા અમદાવાદને મહેસૂસ કરી ગયેલાં લેખકો અને કવિઓએ આ મહાનગર વિશેની પોતાની લાગણીઓ જે રીતે કાગળ પર ઉતારી છે એ જોતાં તો અમદાવાદની ધરા ધન્ય બની છે. બધું તો સમાવી નહિ શકું પણ જે આછું પાતળું યાદ છે એ પ્રમાણે થોડી-થોડી પંક્તિઓ ટાંકુ છું.

એ સિવાય પણ આપણાં અમદાવાદ વિશેની કોઈ કવિની રચના યાદ હોય તો ચોક્કસ ટપકાવજો..!!

શ્વાન – સસલાની કથાનું આ નગર,

ચાર અહમદની તથાનું આ નગર

છે અડીખમ કાળના ખપ્પર મહીં,

રે અઝીઝ રૂડું બધાનું આ નગર.

-‘અઝીઝ’ ટંકારવી

રાત નોખી સાવ અમદાવાદની, ભાત નોખી સાવ અમદાવાદની

કૈંક પુસ્તક થાય એવી બધી, વાત નોંખી સાવ અમદાવાદની

મે અમદાવાદી... અમે અમદાવાદી...જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી...ભાઈ, અમે અમદાવાદી... અમે અમદાવાદી...

- અવિનાશ વ્યાસ

ગુજરાતી ફિલ્મ ‘સંતુ રંગીલી’નું આ ગીત અમદાવાદની ભાતીગળ છબી રજૂ કરે છે. જાણે કોઈ લોકગીત હોય એ હદે લોકપ્રિય બનેલું આ ગીત અમદાવાદ શહેર સાથે તંતોતંત વણાઈ ગયેલું છે.

“એક લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ અમદાવાદી નગરી”

ગુજરાતી સિનેમાના આ અતિ લોકપ્રિય ગીત વિના કાવ્યમાં ધબકતા અમદાવાદની વાત અધૂરી જ ગણાય. ‘માબાપ’ ફિલ્મનું આ ગીત જ્યારે માણવા મળે ત્યારે અમદાવાદ તાદૃશ્ય ન થઈ ઊઠે તો જ નવાઇ.

હે અલ્યા..હે બાજુ બાજુ..એ ભઈલા...

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ...

અમદાવાદ બતાવું ચાલો...

શ્રમ કરીને જે મળે તે ખાય અમદાવાદના,

એ જ કારણસર ગમે ત્યાં જાય અમદાવાદના.

આજ ‘આતિશ’આ જગાનું કેટલું ગૌરવ રહ્યું,

મિત્રના શું ? શત્રુના ગુણ ગાય અમદાવાદના.

દૃષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં.

બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં.

ઊઘડે ભલેને રોજ દુકાનો નવી નવી,

કબરોય પણ ચણાય છે માણેકચોકમાં

-આદિલ મન્સૂરી

પાંચ અક્ષરથી રચાયા નામને તું યાદ કર,

આંખ સામે આખેઆખું ઊભું અમદાવાદ કર !!

- કરસનદાસ લુહાર

(સૌજન્ય : પુસ્તકો 'અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી', 'મિરાત-એ-અહમદી' 'હિસ્ટ્રી ઑફ ગુજરાત', 'આ છે અમદાવાદ' વગેરે)

- વૈભવી જોશી

ભાષા નિયામકની કચેરી દ્વારા વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી
સમગ્ર વિશ્વ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરે છે ત્યારે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ભાષા નિયામકની કચેરી,ગાંધીનગર દ્વારા ગુજરાતી ભાષાના’રાજભાષા’ ત્રિમાસિક અંકનું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સચિવના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું તેમજ ભાષા નિયામકની કચેરી ખાતે ગુજરાતી ભાષાને લગતા પુસ્તકોના પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.

કચેરીના અધિકારી/કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાષા નિયામક ડો.પી.કે.ગોસ્વામી દ્રારા ગુજરાતી ભાષાનો વહીવટમાં વધુને વધુ ઉપયોગ થાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

પ્રખ્યાત નૃત્યાંગના સવિતાબેન મહેતાનો વ્યક્તિગત સંગ્રહ NFAIને હસ્તગત
પ્રખ્યાત મણિપુરી નૃત્યાંગના, સવિતાબેન મહેતાની ઘરેલું મૂવીઝનો નોંધપાત્ર સંગ્રહ હવે ભારતના નેશનલ ફિલ્મ આર્કાઇવનો ભાગ છે. આ કલેક્શન 8mm અને સુપર 8mmમાં છે, એક ફિલ્મ ફોર્મેટ જેનો ઉપયોગ ખાનગી મૂવીઝને શૂટ કરવા માટે થાય છે જે 'હોમ મૂવીઝ' તરીકે ઓળખાય છે. જાળવણી માટે પ્રખ્યાત કલાકારની કોડાક્રોમ અને કોડાક્રોમ II હોમ મૂવીઝના આ વ્યક્તિગત સંગ્રહને ઉમેરવામાં અમને આનંદ થાય છે, કારણ કે આ ફૂટેજ મહત્ત્વપૂર્ણ સામાજિક દસ્તાવેજો બની શકે છે. કોડાક્રોમ અને કોડાક્રોમ II અનુક્રમે 1935 અને 1961 માં રજૂ કરવામાં આવ્યા હતા, ખાસ કરીને કલાપ્રેમી ઉપયોગ માટે, બાદમાં 'રેગ્યુલર કોડાક્રોમ' કરતા શ્રેષ્ઠ છે.

મણિપુરી શાસ્ત્રીય નૃત્ય ભગવાન કૃષ્ણ અને રાધા વચ્ચેના પ્રેમભર્યા સંબંધને દર્શાવે છે, જે તેના આકર્ષક પોશાક, અભિવ્યક્ત અને નાજુક મુદ્રાઓના ઉપયોગ દ્વારા વર્ગીકૃત થયેલ છે. નૃત્યની મણિપુરી શૈલીના અજોડ પ્રતિપાદક, સવિતાબેન મહેતાએ તેને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું મણિપુરી નૃત્યમાં સર્વોચ્ચ લાયકાત અને સન્માન હતું. રસપ્રદ વાત એ છે કે તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેમણે બરોડાની આર્ય કન્યા વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું, અને દિગ્દર્શક અને કોરિયોગ્રાફર તરીકે બેલેના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

પ્રકાશ મગદુમ, ડિરેક્ટર, NFAIએ જણાવ્યું હતું કે, “મને 8mm ફિલ્મોનો આટલો નોંધપાત્ર સંગ્રહ પ્રાપ્ત કરીને આનંદ થાય છે, જે પોતે NFAI માટે એક દુર્લભ ઉમેરો છે. તે વ્યાપકપણે સમજી શકાય છે કે 8mm અને સુપર 8mm ફિલ્મો 1960 અને 1970 ના દાયકામાં પ્રચલિત હતી. આ સંગ્રહમાં તેના નૃત્ય પ્રદર્શનના ફૂટેજ સાથે ઉત્તર-પૂર્વ ભારતમાં ફૂટેજ શૂટ થઈ શકે છે. અમે ટૂંક સમયમાં આને ડિજિટાઇઝ કરીશું. હું ઉદ્યોગપતિ જય મહેતાના પરિવારનો આભાર માનું છું, જેઓ સવિતાબેન મહેતાના ભત્રીજા છે”, મહેતા ઘણી ભાષાઓમાં નિપુણ હતા અને ફૂટેજમાં તેમના મેઇતેઇ (મણિપુરની) ભાષામાં હસ્તાક્ષર છે.

આ દાન જાણીતા આર્ટ ક્યુરેટર્સ દીપ્તિ સસિધરન (ડિરેક્ટર, એકા આર્કાઇવિંગ સર્વિસીસ) અને રશેલ નોરોન્હા દ્વારા આપવામાં આવ્યું હતું.

આજે વસંત પંચમી - સહેલું નથી વસંતનું સૌંદર્ય માણવું ભાષાઓ શિખવી પડે છે સુગંધની.
આપણે જેમ વાર-તહેવાર કે ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ એનો ઉત્સવ ઊજવે છે અને એ. ઋતુચર્યા મુજબ વસંત પંચમી એટલે વસંતનાં આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ. આપણી 6 ઋતુઓમાંની બધી જ ઋતુઓ પોતપોતાનાં સમયે આવીને પોતાનું કામ કરે છે પણ વસંત ઋતુનું પોતાનું એક અલગ અને વિશેષ મહત્વ છે. તેથી જ તો વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. શ્રીમદ ભગવદ્દ ગીતામાં કૃષ્ણએ પણ કહ્યું છે કે, 'ઋતુઓમાં હું વસંત છું'.

ખરેખર તો વસંત પંચમી એ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણ ક્ષેત્રે ખાસ આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. વસંત પંચમી એટલે જ્ઞાન અને વિદ્યાનું પંચામૃત. પ્રકૃતિનાં આ મહોત્સવ સાથે વિદ્યા, વિવેક, જ્ઞાન, સંગીત અને લલિતકલાઓની અધિષ્ઠાત્રી દેવી મા શારદાનો પણ સંગમ છે. વસંત પંચમીનાં પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીનાં દિવસે દેવી સરસ્વતીનું પ્રાગટ્ય થયું હોવાનું પણ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર સૃષ્ટિની રચના સમયે બ્રહ્માએ જીવ-જંતુઓ અને મનુષ્ય જાતિની રચના કરી. પણ તેમને લાગ્યું કે કઈંક ખોટ રહી ગઈ છે, જેના કારણે ચારેય તરફ સન્નાટો છવાયેલો રહે છે. બ્રહ્માએ પોતાનાં કમંડળમાંથી જળ છાંટ્યું, જેનાથી ચાર હાથો વાળી સુંદર સ્ત્રી પ્રગટ થઈ. તે સ્ત્રીનાં એક હાથમાં વીણા અને બીજા હાથમાં વર મુદ્રા હતી. બાકી બંને હાથોમાં પુસ્તક અને માળા હતી. બ્રહ્માએ દેવીને વીણા વગાડવાં વિનંતી કરી.

દેવીએ જેવો વીણાનો મધુરનાદ કર્યો, સંસારનાં બધા જીવ-જંતુને વાણી મળી ગઈ. જળ ધારા ખળખળ વહેવાં લાગી. હવા સુસવાટા સાથે ગતિ કરવાં લાગી. ત્યારે બ્રહ્માએ તે દેવીને વાણીની દેવી સરસ્વતી કહી. મા સરસ્વતીને બાગીશ્વરી, ભગવતી, શારદા, વીણા વાદની અને વાગ્દેવી સહીત ઘણા નામોથી પૂજવામાં આવે છે. બ્રહ્માએ દેવી સરસ્વતીની ઉત્પત્તિ વસંત પંચમીનાં દિવસે કરી હતી અને એટલા માટે દર વર્ષે વસંતપંચમીનાં દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે.

મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી મા સરસ્વતી પૂજન વસંત પંચમીનાં દિવસે કરવાની પરંપરા ચાલતી આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાનાં સમાવેશથી મનુષ્યનાં જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આપણે ત્યાં માણસ બે પાંદડે થાય ત્યારે લોકો કહે છે કે તેનાં જીવનમાં વસંત આવી છે અને માનવી પાસેથી ધન-ધાન્ય ઓછું થાય ત્યારે લોકો કહે છે કે તેનાં જીવનમાં પાનખર બેઠી છે. આમ પરાપૂર્વથી વસંતને સમૃદ્ધિ સાથે સાંકળવામાં આવે છે. તેથી મહા સુદ પાંચમનો દિવસ એટલે કે વસંત પંચમી સુખ અને સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ પણ મનાય છે.

પશ્ચિમ બંગાળ અને બિહારમાં વસંત પંચમીનાં દિવસે સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. સરસ્વતી માતાને જ્ઞાન, કળા અને સંગીતની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે વસંત પંચમીનાં દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. ન ફક્ત ઘરોમાં પણ શિક્ષણ સંસ્થાઓમાં પણ આ દિવસે સરસ્વતીની પૂજાનું આયોજન કરવામાં આવે છે.

વસંત પંચમીનાં દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા કરી તેમને ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે વાદ્ય યંત્રો અને પુસ્તકોની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાનાં બાળકોને પહેલી વાર અક્ષર જ્ઞાન કરાવવામાં આવે છે. તેમને પુસ્તકોની ભેંટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવારનાં દિવસે વિદ્યાલયોમાં મા સરસ્વતીની પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓને વિદ્યાનુ મહત્વ સમજાવે છે અને પુર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે.

વસંત પંચમીનાં દિવસે અમુક લોકો કામદેવની પૂજા પણ કરે છે. ‘કાલિકાપુરાણ’ અનુસાર મહાદેવની તપશ્ચર્યાનો ભંગ કરવા માટે બ્રહ્માએ કામદેવનું સર્જન કર્યું. કામદેવે આ માટે એક સહાયકની માગણી કરી. બ્રહ્માજીએ નિઃશ્વાસ નાખ્યો અને આ નિઃશ્વાસમાંથી વસંત દેવનો જન્મ થયો. આમ વસંત પંચમી એટલે કામદેવનાં સહાયક અને મિત્ર વસંત દેવનો પ્રાગટ્ય દિવસ પણ. જો કે મહાદેવનું તપોભંગ કરવા જતાં કામદેવ ભસ્મીભૂત થયાં હતાં પણ કામદેવની પત્ની રતિ તથા દેવોની પ્રાર્થનાંથી મહાદેવે કામદેવને સજીવન કર્યા, પરંતુ કોઈ પણ અંગ વિના – ‘અનંગ’ તરીકે.

જૂનાં જમાનામાં રાજાઓ સામંતો સાથે હાથી પર બેસીને નગરનું ભ્રમણ કરતાં-કરતાં દેવાલય પહોંચીને કામદેવની પૂજા કરતા. વસંત ઋતુમાં વાતાવરણ સોહામણું થઈ જાય છે અને માન્યતા છે કે, કામદેવ સંપૂર્ણ માહોલ ભાવના પ્રધાન કરી દે છે. મેં અગાઉ જણાવ્યું એમ વસંત કામદેવનાં મિત્ર છે, એટલા માટે કામદેવનું ધનુષ ફૂલોનું બનેલું છે. જયારે કામદેવ કમાનમાંથી તીર છોડે છે તો એનો અવાજ નથી આવતો. તેમનાં બાણોનું કોઈ કવચ નથી હોતું. વસંત ઋતુને પ્રેમની ઋતુ એટલે જ કહી હશે. એમાં ફૂલોનાં બાણો ખાઈને દિલ પ્રેમથી રસતરબોળ થઈ જાય છે. આ કારણથી વસંત પંચમીનાં દિવસે કામદેવ અને તેમની પત્ની રતિની પણ પૂજા કરવામાં આવે છે.

ખેડૂતો માટે પણ આ તહેવારનું વિશેષ મહત્વ છે. વસંત પંચમી પર સરસવનાં ખેતર લહેરાઈ ઉઠે છે. વસંત પંચમી પર આપણાં પાક જેવા કે ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થઈ જાય છે. ખેડૂત ભાઇઓમાં કહેવત છે કે “મહા મેલો અને ચૈત્ર ચોખ્ખો” હોય તે સારી બાબત છે. એટલે કે મહા માસમાં વાદળ હોય તે સારી નિશાની છે. આ વાદળ મેઘગર્ભનું સૂચન કરે છે અને ચૈત્ર માસ નિર્મળ એટલે કે વાદળા વિનાનો ચોખ્ખો હોય તે આગામી ચોમાસાં માટે આવકારદાયક ગણાય છે.

પંજાબમાં વસંત પંચમીનાં દિવસે મેળાઓ યોજાય છે. સંધ્યાસમયે વસંતનો મેળો લાગે છે, જેમાં લોકો એકબીજાનાં ગળે ભેટીને પરસ્પર સ્નેહ, મેળાપ અને આનંદનુ પ્રદર્શન કરે છે. વૈષ્ણવ મંદિરોમાં લાલજીને ‘વાસંતી’ વાઘા પહેરાવાય છે. લાલજીની સાથે-સાથે કામદેવ, રતિ તથા વસંતદેવનું પણ પૂજન થાય છે. વસંત પંચમીનાં દિવસને ઘણાં ખરા લોકો શ્રી પંચમી, મદન પંચમી તથા સરસ્વતિ પંચમી તરીકે પણ ઓળખે છે.

આ તહેવાર પર લોકો વસંતી કપડા પહેરે છે અને વસંતી રંગનુ ભોજન કરે છે અને મીઠાઈઓ વહેંચે છે. વસંત પંચમીનાં દિવસે પીળા રંગનું ખાસ મહત્વ હોય છે. હકીકતમાં વસંત ઋતુમાં સરસવનાં પાકથી આખી ધરતી પીળી દેખાય છે. વસંત પંચમીનાં દિવસે પીળા રંગનાં કપડા ઉપરાંત પીળા રંગનાં ખોરાકનું પણ મહત્વ છે. વસંત પંચમીનાં દિવસે પીળા વસ્ત્ર પહેરવાની જે પ્રથા છે એ મોટે ભાગે શહેરોમાંથી તો લુપ્ત થતી દેખાય છે પણ ગામડાઓમાં તેનો થોડો પ્રભાવ હજી પણ જોવા મળે છે.

વસંત પંચમીનાં દિવસે ગીત-સંગીત, રમત હરીફાઈ અને પતંગબાજીનું આયોજન પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. હા, પણ વસંત પંચમીનાં દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને આજનાં સમયમાં પણ વસંત પંચમીનો હરખ પ્રગટ કરવાનું લોકો ચુકતાં નથી પણ ધીમે-ધીમે આ બધું ભૂલાઈ રહ્યું છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતાં જઈ રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિમાં જયોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અધ્યાત્મ, કલા, શિક્ષણ તથા વિદ્યાની ઉપાસના માટે વસંત પંચમીનો દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે અને એટલે જ કદાચ વર્ષો પહેલાં આ તહેવારની ઉજવણી ખુબ ધામધૂમથી કરવામાં આવતી હતી. હકીકતમાં તો એની પાછળ પર્યાવરણનું જતન અને પ્રકૃતિનો આભાર માનવાની જ ભાવનાં હતી.

આશા રાખું કે આપણી સંસ્કૃતિને પ્રકૃતિ સાથે જોડી રાખતાં આ અનુપમ તહેવારની ઉજવણી ફરીથી એટલાં જ હર્ષોલ્લાસથી કરવાની પ્રથા શરૂ કરાય. આપ સહુને મારાં તરફથી વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ સહ વસંતનાં વધામણાં..!!

(વૈભવી જોશી)

વોકલ ફોર લોકલને જનઆંદોલન બનાવી રહ્યું છે હુનર હાટઃ કેન્દ્રીયમંત્રી નકવી
ભારત સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા સુરતના આંગણે તા.20મી ડિસેમ્બર સુધી ચાલનારા 34માં ʻહુનર હાટʾનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉદ્દધાટન કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય લધુ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વનિતાવિશ્રામ ખાતે આયોજીત હુનર હાટને સંબોધન કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, આપણો દેશ દસ્તકારો, શિલ્પકારોની સ્વદેશી વિરાસતથી ભરપુર છે. આ લુપ્ત થતી જતી પરંપરાગત કલા, કૌશલ્યને હુનર હાટના માધ્યમથી પુનઃજીવિત કરવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સમગ્ર ભારતના 30 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા કારીગરો પોતાના હુનરથકી તેમના ઉત્પાદનોને વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય હુનર હાટથકી શકય બન્યું છે.

પ્રાચીન સમયમાં ભારતની ઓળખ સોને કે ચીડીયાને તરીકે થતી હતી. આવા હુનર અને કલા કૌશલ્યવાનોની ચીજવસ્તુઓ વિદેશોમાં નિકાસ થતી જે હુંડિયામણથી દેશ સોને કી ચીડીયા તરીકે ઓળખાતો હતો. નવી પેઢીના પ્રતિભાવાન કારીગરોને પ્રોત્સાહન મળી રહે તેમના પૂર્વજોના કૌશલ્યો સાથે તેઓ જોડાયેલા રહી કલાકારીગરી દ્વારા આર્થિક પ્રગતિ અને રોજગારની તકો પુરી પાડવા હુનર હાટનો ઉદ્દેશ હોવાનું તેમણે કહ્યું હતું.

હુનટ હાટના પરિણામે સાત લાખથી વધુ કારીગરોને રોજગારીનો નવો અવસર મળ્યો હોવાનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે કહ્યું કે, હુનટ હાટ એ સમગ્ર રાષ્ટ્રમાં એકતાનો ભાવ પ્રગટ કરે છે. સૌને સાથે જોડીને વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકારિત કરીને ભારત વિશ્વ ગુરૂ બને તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, વિશ્વકર્માની વિરાસતને હુનટહાટથકી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય થઈ રહ્યું છે. દેશને ખુણે ખુણે રહેલી લાખો પ્રતિભાવોને હુનરહાટથી રોજગારીનો નવો અવસર મળ્યો છે. સાત લાખથી વધુ શિલ્પકારો, કારીગરોને રોજગારી પુરી પાડી છે જેમાં 40 ટકાથી વધુ મહિલા ઉદ્યમીઓ હોવાનું તેમણે કહ્યું હતું.

આ અવસરે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, સુરતના આંગણે સમગ્ર ભારતમાંથી અનેક કલાના કસબીઓ પોતાની કલા લઈને આવ્યા છે ત્યારે સુરતવાસીઓ પણ તેમની કલાની કદર કરીને વોકલ ફોર લોકલના નારાને સાર્થક કરવાની હિમાયત તેમણે કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ તથા અન્ય મહાનુભાવોએ વિશ્વકર્માવાટીકામાં કલાકારોની ઉત્પાદન પધ્ધતિને નિહાળીને અન્ય સ્ટોલની મુલાકાત લઈને કલાના કસબીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા શિલ્પકારો, દસ્તાકારો દ્વારા 300 જેટલા સ્ટોલમાં પોતાની કલાકારીગરી પ્રદર્શિત કરી છે.