Health - Khabarchhe

શું તરબૂચ અને બિરયાની ખાવાથી જીવ જઇ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
આ ઘટના મુંબઈમાં બની છે, જ્યાં બિરયાની અને તરબૂચ ખાધા પછી એક જ પરિવારના 4 સભ્યોએ જીવ ગુમાવી દીધા હતા. હાલમાં, એવી શંકા છે કે આ કેસ ફૂડ પોઈઝનિંગ સાથે જોડાયેલો હોઈ શકે છે; જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. મુંબઈના પાયધુની વિસ્તારના રહેવાસી આ પરિવારના 9 સભ્યોએ રાત્રે 10:00 વાગ્યે બિરયાની ખાધી હતી. ત્યારબાદ, લગભગ 1:30 વાગ્યે તેમાંથી ચાર સભ્યોએ તરબૂચ પણ ખાધું હતી. ત્યારબાદ તેમની તબિયત બગડી ગઈ, અને એક પછી એક ચારેયનું હોસ્પિટલમાં મૃ*ત્યુ થઇ ગયું. આ ઘટનાને પગલે લોકોના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે, શું તરબૂચ અને બિરયાની એકસાથે ખાવાથી આ થઈ શકે છે? શું આ પાછળનું કારણ ફૂડ પોઈઝનિંગ હોઈ શકે છે? ચાલો જાણીએ કે આ બાબતે નિષ્ણાતો શું કહે છે.

શું બિરયાની અને તરબૂચ ખાવાથી 4 લોકોના જીવ ગયા?

રાજીવ ગાંધી હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અજિત જૈન કહે છે કે, જીવ જવા પાછળનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ બહાર આવશે, પરંતુ એવું નથી કે બિરયાની અને પછી તરબૂચ ખાવું મો*ત સીધું કારણ હોય શકે છે. આ વસ્તુઓ એકસાથે ખાવાથી અથવા વચ્ચે થોડા કલાકોના ગેપ બાદ ખાવાથી તેમના જીવ ગયા હોય, એવું શક્ય નથી. આ ઘટના આ વસ્તુઓને ખુલ્લામાં રાખવા અને તેનાથી થયેલી ફૂડ પોઈઝનિંગને કારણે થઈ શકે છે.

tv9telugu.com

ડૉ. જૈનના મતે, જ્યારે ખાદ્ય પદાર્થોને ખુલ્લામાં ઘણા કલાકો સુધી ખુલ્લા રાખવામાં આવે છે, ત્યારે તેમાં ખતરનાક બેક્ટેરિયા પેદા થઇ શકે છે. પછી ભલે તે ફળ હોય, બિરયાની હોય કે અન્ય કોઈપણ પ્રકારનો ખોરાક હોય, તેને કલાકો સુધી ખુલ્લા રાખવાથી એક એવું વાતાવરણ બને છે જ્યાં સ્ટેફાયલોકોકસ ઓરિયસ, સાલ્મોનેલા એન્ટરિટિડિસ અને એસ્ચેરીચિયા કોલાઇ જેવા બેક્ટેરિયા પેદા થઇ શકે છે. આ બધા બેક્ટેરિયા અત્યંત ખતરનાક છે. જ્યારે કોઈ વ્યક્તિ આવા દૂષિત ખોરાકનું સેવન કરે છે, ત્યારે આ બેક્ટેરિયા પાચનતંત્રમાં પ્રવેશ કરે છે અને ફૂડ પોઈઝનિંગથી લઈને સેપ્સિસ સુધીની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

ફૂડ પોઇઝનિંગ જીવ જવાનું કારણ કેવી રીતે બની શકે છે?

સફદરજંગ હૉસ્પિટલના ભૂતપૂર્વ નિવાસી ડૉ. દીપક કુમાર કહે છે કે જ્યારે ફૂડ પોઇઝનિંગને સામાન્ય ઉલટી અને ઝાડા માનીએ છીએ, પરંતુ તે ચોક્કસ કિસ્સાઓમાં જીવલેણ સાબિત થઈ શકે છે. કેટલાક લોકોને જો વારંવાર ઉલટી થાય છે, તો તે શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે ય છે. તેની સાથે જ  ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઝડપથી ઘટી શકે છે. આ સ્તરોમાં ઘટાડાની સીધી અસર બ્લડ પ્રેશર પર પડી શકે છે; બ્લડ પ્રેશર ઝડપથી ઘટીને 50 થી નીચે આવી શકે છે. આ પરિસ્થિતિ આઘાત જેવી સ્થિતિ બનાવે છે, જે જીવલેણ બની શકે છે.

ડૉ. દીપક કહે છે કે ફૂડ પોઇઝનિંગ પણ સેપ્સિસનું કારણ બની શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા લોહીના પ્રવાહમાં ફેલાવા લાગે છે આબે લોહીમાં સેપ્ટિસ થઈ જાય છે. સેપ્સિસ એક અત્યંત ખતરનાક હોય છે. તે જીવ જવાનું કારણ પણ બની શકે છે.

eisamay.com

ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવાનું ટાળો

ડૉ. જૈન એવી સલાહ આપે છે કે, ક્યારેય પણ ખુલ્લામાં રાખેલો ખોરાક ન ખાઓ. ખાસ આ ઋતુ દરમિયાન તો જરાય નહીં. જો તમે ફળને કાપ્યા છે તો તેને તરત જ ખાઈ લો. તેવી જ રીતે, બિરયાની અથવા શાકભાજી અથવા ભાત જેવી વાનગીઓ રાંધ્યાના 30 મિનિટથી એક કલાકની અંદર ખાઈ લેવી જોઈએ. જો, કોઈપણ કારણોસર તમારે બે કલાકની અંદર ખાવો હોય તો તેને ઢાંકી દો. આ ખોરાકની વસ્તુઓમાં બેક્ટેરિયાના પ્રસારનું જોખમ ઘટાડે છે.

આ લક્ષણોને અવગણશો નહીં

સતત ઉલટી

ઝાડા

સખત તાવ

માથાનો દુઃખાવો.

સ્ટેમ સેલ થેરેપીથી ટાઇપ-2 ડાયાબિટીસ મટાડવાનો દાવો, જાણો શું છે ટ્રીટમેન્ટ
ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનો મટાડી નહીં શકાય, માત્ર નિયંત્રણ કરી શકાય છે. જો કે, ચીની વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ થેરાપી દ્વારા ટાઇપ-2 ડાયાબિટીસ મટાડવાનો દાવો કર્યો છે. તેને લઇ તેમણે એક સંશોધન કર્યું છે. આ સંશોધન ભવિષ્યમાં ડાયાબિટીસની સારવાર કરવાની રીત બદલી શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ આ થેરેપીથી 59 વર્ષીય ટાઇપ-2 દર્દીને મટાડવાનો દાવો કર્યો છે. ચીનની શાંઘાઈ શાંગઝેંગ હોસ્પિટલ અને પેકિંગ યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટેમ સેલનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ પેન્ક્રિયાટિક સેલ્સ (કૃત્રિમ સ્વાદુપિંડના કોષો) બનાવ્યા છે, જેનાથી ડાયાબિટીસની સારવાર થઇ છે.

વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ-આધારિત ટેક્નોલોજી વિકસાવી છે, જેથી સ્વસ્થ પેનક્રિએટિરઆઇલેટ સેલ્સ બનાવી શકે છે. આ સેલ્સ જ શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોની જેમ જ કાર્ય કરે છે. આ કોષો દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે અને તેનાથી સુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જોકે આ થેરેપી હાલમાં ડાયાબિટીસની સારવારના પ્રારંભિક તબક્કામાં છે, મોટા પાયે ટ્રાયલ બાદ જ તેને ડાયાબિટીસની સારવાર માટે પરફેક્ટ માનવામાં આવશે.

dryogish.com

સ્ટેમ સેલ થેરાપી કેવી રીતે કાર્ય કરે છે?

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેમ સેલ થેરાપી શરીરમાં નવા સેલ્સ બનાવે છે. આ સેલ્સને દર્દીમાં લોહી દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ કોષો સામાન્ય રીતે પેટની આસપાસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે આ લોહીના બ્લડ સપ્લાઇ સાથે જોડાઈને ઇન્સ્યૂલિન બનતું રહેશે તો ડાયાબિટિશ હંમેશાં કંટ્રોલ રહેશે. તેનાથી આ દર્દીની બાહ્ય ઇન્સ્યૂલિન ઇન્જેક્શન અથવા દવાઓ પરની નિર્ભરતા ઘટાડે છે.

શું આ ઉપચાર બધા ડાયાબિટીસના દર્દીઓ માટે કામ કરે છે?

દિલ્હીની GTB હોસ્પિટલના મેડિસિન વિભાગના ડૉ. અજીત કુમાર જણાવે છે કે આ પ્રકારની થેરેપી દરેક દર્દી પર આવું કાર્ય કરે એ જરૂરી નથી. એવું એટલા માટે કારણ કે એ જરૂરી નથી કે દરેક વ્યક્તિનું શરીર નવા કોષોને સ્વીકારી લે. જો શરીર તેને સ્વીકારતું નથી, તો આ થેરેપીની ખાસ અસર રહેતી નથી.

apmconline.org

આ થેરેપી હાલમાં શરૂઆતી તબક્કામાં છે અને સામાન્ય દર્દીઓ માટે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે તમારા સારી ડાઇટ, એક્સરસાઇઝ અને ડૉક્ટરની સલાહ મુજબ ખાનપાન કરવું જરૂરી છે. સ્ટેમ સેલ ઉપચાર હાલમાં પ્રારંભિક પરીક્ષણોમાં છે. જો તે મોટા પાયે સફળ થાય તો જ તેને અસરકારક માનવામાં આવશે.

પાળતુ કૂતરાના ચાટવાથી આ મહિલાએ બે હાથ અને બે પગ ગુમાવ્યા; જાણો આ જીવલેણ રોગ વિશે
કૂતરાઓને માનવીના સૌથી વફાદાર સાથી માનવામાં આવે છે. પાલતુ પ્રાણીઓ સાથે રમવું, તેમને પાળવું અને તેમને તમારા ચહેરા અથવા હાથ ચાટવા દેવા સામાન્ય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક કુતરાના ફક્ત ચાટવાથી પણ જીવલેણ ચેપ લાગી શકે છે? UKની 52 વર્ષીય મહિલા મનજીત સંઘા સાથે કંઇક આવું જ બન્યું હતું. જુલાઈ 2025માં, એક દિવસ તે સામાન્ય દિવસની જેમ કામ પરથી ઘરે પછી ફરી, તે થોડી અસ્વસ્થતા અનુભવતી હતી. પરંતુ બીજા જ દિવસે, તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તે બેહોશ થઈ ગઈ. તેના હાથ અને પગ બરફ જેવા ઠંડા થઇ ગયા હતા, તેના હોઠ ભૂરા પડી ગયા હતા અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

newsbytesapp.com

તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડોકટરોએ તેને સેપ્સિસ હોવાનું નિદાન કર્યું, એક ખતરનાક સ્થિતિ જેમાં ચેપ પ્રત્યે શરીરની પ્રતિક્રિયા શરીરને નુકસાન પહોંચાડવા લાગે છે. સ્થિતિ એટલી ગંભીર હતી કે ડોકટરોએ તેના બંને પગ ઘૂંટણ નીચે અને બંને હાથ કાપી નાખવા પડ્યા. સારવાર દરમિયાન, તેને છ વખત કાર્ડિયાક અરેસ્ટ થયો અને અનેક ગૂંચવણોનો સામનો કરવો પડ્યો.

ડોક્ટરો માને છે કે ચેપ ત્યારે શરૂ થયો જ્યારે તેના પાલતુ કૂતરાએ તેના શરીર પર એક નાનો કટ અથવા શરીર પર પડેલા ઉઝરડાને ચાટ્યો હોય. કૂતરાની લાળમાં જોવા મળતું બેક્ટેરિયમ, કેપ્નોસાયટોફેગા કેનિમોરસસ, સામાન્ય રીતે કૂતરાઓ માટે હાનિકારક નથી હોતું, પરંતુ મનુષ્યો માટે તે ગંભીર ચેપ અને સેપ્સિસનું કારણ બની શકે છે.

સેપ્સિસ એક જીવલેણ સ્થિતિ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ચેપ પ્રત્યે વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા આખા શરીરમાં સોજા ચડી જાય છે અને સ્વસ્થ પેશીઓ અને અવયવોને નુકસાન પહોંચાડે છે.

linkedin.com

ગંભીર કિસ્સાઓમાં, તે સેપ્ટિક શોક, બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડા તરફ આગળ વધી શકે છે. આ સ્થિતિ અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનથી વંચિત રાખે છે અને મલ્ટી ઓર્ગન ફેલ્યોરનું જોખમ વધી શકે છે.

સેપ્સિસ કોઈપણ ચેપ દ્વારા થઈ શકે છે. સામાન્ય કારણોમાં શામેલ છે: ફેફસાંનો ચેપ (ન્યુમોનિયા), પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ, પેટ અથવા આંતરડાનો ચેપ, ત્વચા ચેપ, મગજ અથવા કરોડરજ્જુનો ચેપ.

મોટાભાગના કિસ્સાઓમાં, બેક્ટેરિયલ ચેપ કારણ છે, પરંતુ વાયરસ, ફૂગ અથવા બીજા જંતુઓ પણ તેના ફેલાવાને આગળ વધારી શકે છે.

સેપ્સિસ ઝડપથી વધી શકે છે. તેમાં કેટલાક સામાન્ય ચિહ્નો આ પ્રમાણે છે:- ખુબ વધારે તાવ અથવા શરીરનું તાપમાન ખૂબ ઓછું, હૃદયના ધબકારા ખુબ ઝડપી થવા, શ્વાસ ખુબ ઝડપી અથવા શ્વાસ લેવામાં ખુબ તકલીફ પડાવી, ખૂબ ઓછો પેશાબ થવો, ખુબ વધારે થાક લગાવો, ત્વચા પર લાલ અથવા ઊંડા ધબ્બાઓ પડવા, લૉ બ્લડ પ્રેશર, ઠંડી લગાવી અથવા ધ્રુજારી આવવી, તીવ્ર દુખાવો થવો અથવા શરીરમાં બેચેની જેવું લાગવું. જો આ લક્ષણો અચાનક દેખાય, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

english.mathrubhumi.com

સેપ્સિસની ગૂંચવણો: સેપ્ટિક શોક:- બ્લડ પ્રેશર ખતરનાક રીતે નીચા સ્તરે પહોંચી જાય છે. ARDS (તીવ્ર શ્વસન તકલીફ સિન્ડ્રોમ)-ફેફસામાં પ્રવાહી એકઠું થઇ જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. DIC-અસામાન્ય લોહી ગંઠાઈ જવું અને વધુ પડતું રક્તસ્ત્રાવ. કિડની ફેલ્યોર:- ડાયાલિસિસની જરૂર પડી શકે છે. પોસ્ટ-સેપ્સિસ સિન્ડ્રોમ:- લાંબા સમય સુધી થાક, નબળાઇ, માનસિક તાણ અને કાયમી ઓર્ગન ફેલ્યોર.

શું સાવચેતી રાખવી જોઈએ?: જો ત્વચા પર કાપો પડેલો હોય અથવા વધારે પડતી ખંજવાળ આવતી હોય, તો પાલતુ પ્રાણીઓને શરીરના તે ભાગને ચાટવા ન દો. કોઈપણ નાના ઘાને તાત્કાલિક સાફ કરો અને તેને ઢાંકી દો. તાવ, ઠંડી અથવા અચાનક નબળાઇને અવગણશો નહીં. પાલતુ પ્રાણીઓ સાથે સ્વચ્છતાનું ધ્યાન રાખો.

નોંધ: સલાહ સહિતની આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે માન્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધારે જાણકારી માટે હંમેશા નિષ્ણાત ડોક્ટર અથવા તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

પીવાનું પાણી કેટલો સમય ફ્રીજમાં રાખવું જોઈએ?
પહેલાના સમયમાં પાણી ઠંડુ રાખવા માટે માટીના ઘડાનો ઉપયોગ થતો હતો. પરંતુ બદલાતા સમય સાથે, લગભગ દરેક ઘરમાં ફ્રિજ છે. હવે મોટાભાગના લોકો ખાદ્ય પદાર્થોને ઠંડુ રાખવા અને તેને બગડતા અટકાવવા માટે વાસણોને બદલે ફ્રિજનો ઉપયોગ કરે છે. જો તમે પણ પીવાના પાણીને ઠંડુ કરવા માટે ફ્રિજનો ઉપયોગ કરો છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી મેળવવી જોઈએ.

24 કલાકમાં પાણી બદલવું જોઈએ

તમે પીવાના પાણીને 24 કલાક સુધી ફ્રીજમાં રાખી શકો છો. નિષ્ણાતોના મતે, તમારે 24 કલાક પછી પીવાનું પાણી બદલવું જોઈએ, એટલે કે, તમારે દર 24 કલાક પછી ફ્રીજમાં તાજું પાણી રાખવું જોઈએ. જો કે, જો તમે ઘરની બહાર જઈ રહ્યા છો, તો તમે બે થી ત્રણ દિવસ સુધી પીવાના પાણીને ફ્રીજમાં રાખી શકો છો.

onlymyhealth.com

શું છે આ પાછળનું કારણ?

જો તમે લાંબા સમય સુધી પીવાના પાણીને ફ્રીજમાં રાખો છો, તો બની શકે છે કે પાણીમાં બેક્ટેરિયા થઈ જાય. આનો અર્થ એ છે કે બેક્ટેરિયાની પ્રવૃત્તિને રોકવા માટે 24 કલાક પછી પીવાનું પાણી બદલવાની સલાહ આપવામાં આવે છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે તમારે પીવાના પાણીને સ્વચ્છ અને સીલબંધ કન્ટેનરમાં રાખવું જોઈએ.

istockphoto.com

નોંધનીય બાબત

જો તમે તમારા સ્વાસ્થ્યને મજબૂત રાખવા માંગતા હો, તો તમારે ચીલ્ડ ડ્રિંકિંગ વોટરને પીવાનું ટાળવું જોઈએ. ફ્રીજમાં રાખેલું પાણી થોડા સમય માટે બહાર કાઢ્યા પછી જ પીવું જોઈએ. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો થઈ શકે છે. જોકે, તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે નિષ્ણાતો ફ્રીજમાં રાખેલા પાણીને બદલે ઘડામાંથી પાણી પીવાની સલાહ આપે છે.

શું છે દવાની પટ્ટી પર બનેલી લાલ રંગની લાઇનનો અર્થ શું છે? માત્ર ડિઝાઇન કે છુપાયેલો છે કોઈ જરૂરી સંદેશ
તમે ધ્યાન આપ્યું હશે તો કેટલીક દવાઓની પટ્ટી પાછળ લાલ રંગની લાઇન હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે છે? આવું દરેક દવા પર આવું નથી હોતું, તો શું તે માત્ર પેકેજિંગ ડિઝાઇન છે કે આ લાલ લાઇનનો કોઇ અર્થ છે? વાસ્તવમાં દવાની પટ્ટી પાછળની લાલ રંગની લાઇન એક ખૂબ જ જરૂરી સંદેશ આપે છે, પરંતુ માહિતીના અભાવે લોકો ઘણીવાર તેને અવગણે છે. ચાલો જાણીએ કે દવાઓની પાછળની આ લાલ લાઇનનો અર્થ શું છે.

hindustantimes.com

લાલ લાઇનનો અર્થ શું છે?

આ લાલ લાઇનનો સીધો અર્થ એ છે કે, એ દવા માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ વેંચી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે. આ લાલ લાઇન ફાર્માસિસ્ટને સીધી ચેતવણી છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ ગ્રાહકને લાલ પટ્ટીવાળી દવાઓ વેચવી નહીં. તે સામાન્ય લોકોને ચેતવણી પણ આપે છે કે ડૉક્ટરની સલાહ અથવા નિર્દેશ વિના આ દવાઓ બીજા કોઈને ન લો અથવા ન આપો, ભલે લક્ષણો સમાન કેમ ન હોય. આમ કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

એન્ટિબાયોટિક્સ અને રેજિસ્ટેન્સ

લાલ લાઇન મુખ્યત્વે એન્ટિબાયોટિક્સ પર જોવા મળે છે. આ પાછળનું મુખ્ય કારણ એન્ટિમાઇક્રોબાયલ રેજિસ્ટેન્સનું જોખમ ઘટાડવાનું છે. લોકો ઘણીવાર ડૉક્ટરની સલાહ લીધા વિના તાવ કે શરદી જેવા નાના ઇન્ફેક્શનમાં પણ ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ ખરીદી લે છે, અથવા ડૉક્ટર દ્વારા બતાવેલો કોર્સ પૂર્ણ કરતા નથી.

indiatoday.in

જ્યારે એન્ટિબાયોટિક્સનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે શરીરની અંદરના બેક્ટેરિયા પૂરી રીતે ખતમ થતા નથી. જે ​​બાકી રહે છે તે એન્ટિબાયોટિક સામે રેજિસ્ટેન્ટ બની જાય છે. સમય સાથે આ રેજિસ્ટેંટ બેક્ટેરિયા મજબૂત થઈને ‘સુપરબગ્સ’નું રૂપ લઈ લે છે. ત્યારબાદ, સાધારણ એન્ટિબાયોટિક્સ એ ઇન્ફેક્શન પર કામ કરવાનું બંધ કરી દે છે, જેથી સારવાર મુશ્કેલ બની જાય છે અને ક્યારેક દર્દી માટે જીવલેણ પણ બની જાય છે. દવાઓની પાછળની આ લાલ લાઇન એક પ્રકારની ચેતવણી છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. દવાઓ પ્રત્યે બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

રાત્રે કેમ વધે છે શુગર? જાણો સૂતી વખતે કયા લક્ષણો દેખાય છે અને કેવી રીતે બચી શકાય?
શું તમને ડાયાબિટીસ છે? જો હા, તો તમે ઘણી વાર અનુભવ્યું હશે કે રાત્રે તમારા શુગરનું સ્તર વધી શકે છે. પરંતુ, વિચારવા જેવી વાત એ છે કે રાત્રે શુગર વધવાનું કારણ શું છે. શું ઊંઘ દરમિયાન શરીરમાં શુગર લેવલ વધે છે? તો, ચાલો આ આખી સ્થિતિ સમજીએ કે રાત્રે કેટલાક લોકોનું શુગર લેવલ કેમ વધે છે. જો આવું દરરોજ રાત્રે થતું હોય તો તેની શરીર પર શું અસર થઈ શકે? આવો, આ બધી બાબતો વિશે વિગતવાર જાણીએ.

etvbharat.com

રાત્રે શુગર લેવલ વધવાના કારણો

રાત્રે શુગર લેવલ વધવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં ઇન્સ્યુલિનનો અભાવ, રાત્રે ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ અને રાત્રે ઊંઘનો અભાવ શામેલ છે.

ઇન્સ્યુલિનનો અભાવ: જ્યારે આપણે સૂઈએ છીએ, ત્યારે શરીર ઓછું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે, જે રક્ત ખાંડને કોષોમાં ખસેડવા માટે મહત્વપૂર્ણ છે. જો શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકે, તો લોહીમાં શુગરનું લેવલ વધી શકે છે.

રાત્રે કાર્બોહાઇડ્રેટનું સેવન: રાત્રે વધુ માત્રામાં કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક ખાવાથી બ્લડ શુગરનું સ્તર વધી શકે છે. રાત્રે મેટાબોલિજ્મ ધીમો પડી જાય છે, તેથી ગ્લુકોઝ ઝડપથી બળતો નથી, અને કાર્બોહાઇડ્રેટ્સ ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે બ્લડ શુગરમાં અચાનક વધારો થાય છે.

livehindustan.com

ઊંઘનો અભાવ: ઊંઘનો અભાવ ઇન્સ્યુલિન સંવેદનશીલતા ઘટાડી શકે છે, જે લોહીમાં શર્કરાના સ્તરને વધારી શકે છે.

રાત્રે હોર્મોનલ ફેરફારો: રાત્રે, શરીરમાં કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સ્તર વધી શકે છે, જે બ્લડ શુગરનું સ્તર વધારી શકે છે.

રાત્રે શુગરના વધારાને કેવી રીતે અટકાવું?

રાત્રે શુગર લેવલ વધતું અટકાવવા માટે, તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જેમ કે સાંજે 7 વાગ્યા પછી ખાવું નહીં. રાત્રે કેલરી ઓછી કરો અને વધુ કેલરી અથવા કાર્બોહાઇડ્રેટ ખોરાક ખાવાનું ટાળો. રાત્રે સૂતા પહેલા અને પછી 30 મિનિટ ચાલો અને પછી સૂઈ જાઓ. તમારા રાત્રિભોજનને ખૂબ જ હળવું રાખવાનો પ્રયાસ કરો. તો, આ રીતે આ બધી ટિપ્સ રાત્રે ખાંડને સંતુલિત કરવામાં અસરકારક રીતે કામ કરી શકે છે.

નોંધઃ આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ સંબંધિત કોઈપણ ઉપાય લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.

તમારી થાળીમાં પીરસવામાં આવતી ખાવાની આ વસ્તુ હાર્ટ બ્લોકેજનું જોખમ વધારી રહી છે! જાણો તેનું કારણ શું છે
તમે શાકભાજી અને ફળો ખુબ વધારે ખાતા હશો, એવું વિચારીને કે તે તેનાથી તમને ખુબ પોષણ મળી રહ્યું છે, તમે એકદમ સ્વસ્થ રહેશો અને તમે ક્યારેય બીમાર નહીં પડો. હવે, જો અમે તમને કહીએ કે આ જ ફળો અને શાકભાજી તમારા હૃદયને નુકસાન પહોંચાડી રહ્યા છે અને હૃદયરોગનો હુમલો પણ લાવી શકે છે, તો શું તમે અમારી વાત માનશો ખરા? નહીં ને? પણ એ સાચું છે કે તમે જે શાકભાજી અને ફળો ખાઓ છો તેમાં પેસ્ટીસાઇડ નાંખેલા હોય છે. પેસ્ટીસાઇડ એટલે જંતુનાશક દવા જે તમારા હૃદય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
nlymyhealth.com
તેથી જ, ડૉક્ટર પાસેથી જાણી લો કે જંતુનાશક દવા હૃદયને શું નુકસાન પહોંચાડે છે. કઈ શાકભાજી અને કયા ફળોમાં જંતુનાશક દવાનો ઉપયોગ સૌથી વધુ થાય છે? ફળો અને શાકભાજીમાંથી જંતુનાશક દવા દૂર કરવાની સાચી રીત કઈ છે?
onlymyhealth.com
જંતુનાશક દવા હૃદયને શું નુકસાન પહોંચાડે છે? તે ડૉ. મનીષ બંસલે અમને જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું કે, આજકાલ જંતુનાશક દવાનો ઉપયોગ ખુબ વધારે વધી ગયો છે. જંતુનાશક દવા ખેડૂતો માટે ખેતી કરવી સરળ બનાવે છે અને પાકનું રક્ષણ કરે છે. પરંતુ તે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. જ્યારે જંતુનાશક દવા લોહીના સંપર્કમાં આવે છે, ત્યારે તે રક્તવાહિનીઓને અંદરથી નુકસાન પહોંચાડે છે. જંતુનાશક દવા શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે છે, જે ધમનીઓને નુકસાન પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ તેમાં જમા થવા લાગે છે. કોલેસ્ટ્રોલના કારણે હાર્ટમાં બ્લોકેજ પેદા થાય છે, જેનાથી હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે. હૃદયરોગના હુમલાના ઘણા કારણો હોય છે, તેથી જંતુનાશક દવાને તેનું બીજું કારણ બનવા ન દેવું જોઈએ.
onlymyhealth.com
પાલક અને બટાકા જેવા લીલા શાકભાજીમાં જંતુનાશક દવાનું પ્રમાણ વધુ હોય છે. સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સફરજન, પીચ અને ચેરી જેવા ફળોમાં જંતુનાશક દવાનો ઉપયોગ વધુ થતો હોય છે. આના ઘણા કારણો છે.

પહેલું કારણ: આ ફળો અને શાકભાજી ઝડપથી બગડે છે. બીજું કારણ: તેની સડવાની શક્યતા વધુ હોય છે.
nari.punjabkesari.in
પરંતુ આનો અર્થ એ નથી કે, અન્ય ફળો અને શાકભાજી પર જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. જંતુનાશક દવાનો ઉપયોગ લગભગ તમામ ખાવાની વસ્તુઓ પર થતો હોય છે.
nari.punjabkesari.in
ફળો અને શાકભાજીને ફક્ત પાણીથી ધોવા પૂરતા નથી. આના માટે કંઇક અલગ પદ્ધતિઓની જરૂર પડશે. સૌથી અસરકારક રીત એ છે કે, શાકભાજી અને ફળોને બેકિંગ સોડાના દ્રાવણમાં પલાળી રાખો. અડધા લિટર પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. તેમાં શાકભાજી અને ફળોને 10-15 મિનિટ માટે પલાળી રાખો. પછી તેમને વહેતા પાણીની નીચે ધોઈ લો. જો બેકિંગ સોડા ઉપલબ્ધ ન હોય, તો તમે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. સરકોનો પણ ઉપયોગ કરી શકાય છે.
nari.punjabkesari.in
પાણીથી ભરેલા વાસણમાં શાકભાજી અને ફળો ન ધોવો. તેને ધોયા પણ તેમાં જંતુનાશક દવા રહી શકે છે. ફળો અને શાકભાજીને વહેતા પાણીની નીચે ધોવા જોઈએ.

કાકડી અને ગાજર જેવા કેટલાક ફળોની ત્વચા ખૂબ જ કડક હોય છે. જંતુનાશક દવા દૂર કરવા માટે તેમને નરમ બ્રશથી ઘસો. જે ફળો અને શાકભાજીના છોતરા છોલીને ખાઈ શકાય છે, તેમને છાલ વગર ખાવાનું રાખો, જેથી જંતુનાશક દવા શરીરમાં જવાનું જોખમ ઓછું થાય છે.
nari.punjabkesari.in
નોંધ: અહીં આપેલી માહિતી, સારવાર પદ્ધતિઓ અને પ્રમાણ, ભલામણો સહિત, નિષ્ણાતોના પોતાના અનુભવ પર આધારિત હોય છે. અહીંની કોઈપણ સલાહ લાગુ કરતા પહેલા તમારે હંમેશા તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ 3 લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ મખાના, થઈ શકે છે ગંભીર નુકસાન
જ્યારે ચાનો સમય થાય છે, ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો એવા પરફેક્ટ નાસ્તાની શોધમાં હોય છે જે હળવો, ક્રિસ્પી અને ગિલ્ટ ફ્રી હોય. ઘણી વખત, આપણે એ જ જૂના નટ્સ, બિસ્કિટ અને ના જાણે બીજું શું ખાતા રહીએ છીએ. પરંતુ તેને સ્વસ્થ ખોરાકમાં ગણવામાં આવતા નથી. આવી સ્થિતિમાં, મખાનાને સ્વસ્થ નાસ્તા તરીકે ખાઈ શકાય છે, ચાલો તમને જણાવી દઈએ કે મખાના સ્વાસ્થ્યની દુનિયામાં સુપર ટ્રેન્ડી બની ગયા છે. આ પફ્ડ મખાના આપણા નાસ્તાની બરણીમાં અને આપણા ડાયટ ચાર્ટમાં પણ મળી શકે છે. તે શેકેલા અને મસાલેદાર હોય છે અને શ્રેષ્ઠ નાસ્તા તરીકે ઓળખાય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક વ્યક્તિએ આ ટ્રેન્ડમાં ન આવવું જોઈએ? હા, તમે સાચું વાંચ્યું! જ્યારે મખાના અત્યંત પૌષ્ટિક હોઈ શકે છે, ત્યારે કેટલાક લોકો માટે, તે ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે કોણે મખાનાનું સેવન ન કરવું જોઈએ.

cookwithkushi.com

મખાના બધા માટે શ્રેષ્ઠ નાસ્તો કેમ નથી?

મખાના ઘણા લોકો માટે લોકપ્રિય નાસ્તો છે. આ નાના બીજને ઘણીવાર સ્વસ્થ નાસ્તા તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોએ મખાના ખાવાથી બચવું જોઈએ:

૧. કબજિયાત ધરાવતા લોકો: કબજિયાત અથવા આંતરડાની સમસ્યાઓ ધરાવતા લોકોએ મખાના ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં બંધનકર્તા ગુણધર્મો હોય છે. તે મળને બાંધી શકે છે જેનાથી મળને બહાર નીકાળવામાં મુશ્કેલી પડે છે. તેથી, જો તમને કબજિયાતની સમસ્યા હોય તો મખાનાને ટાળવું શ્રેષ્ઠ છે.

૨. એસિડિટી ધરાવતા લોકો: જો તમને નિયમિતપણે એસિડિટીની સમસ્યા હોય, તો વધુ પડતા મખાના ખાવાનું ટાળો. આનું કારણ એ છે કે મખાનામાં હાજર ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સ પાચનતંત્રમાં આથો લાવી શકે છે જેનાથી ઘણી અગવડતા થાય છે.

૩. કફ પ્રકૃતિ ધરાવતા લોકો: કફ પ્રકૃતિ ધરાવતા વ્યક્તિના શરીરમાં લાળનો સંચય થઈ શકે છે અને ગળાના નીચેના ભાગમાં પણ લાળ એકઠી થઈ શકે છે, જેના કારણે ખોરાક ગળી જવામાં ખૂબ મુશ્કેલી પડે છે. નિષ્ણાતે દરેકને વિનંતી કરી કે ખોરાક લીધા પછી તેમના શરીરનું વિશ્લેષણ કરે જેથી તે જાણી શકાય કે તેમના માટે શું યોગ્ય છે.

cookwithkushi.com

મખાના ખાવાના સ્વાસ્થ્ય લાભો

૧. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે.

૨. હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે.

૩. વજન ઘટાડવામાં મદદ કરે છે.

૪. હાડકાં મજબૂત બનાવે છે.

૫. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

નોધ: સલાહ સહિતની આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.

બોડી બિલ્ડર વરિન્દરનું હાર્ટ એટેકથી નિધન! મજબૂત શરીર છતા કેમ જાય છે જીવ, ડૉક્ટરે સમજાવ્યું
પ્રોફેશનલ બોડીબિલ્ડર અને અભિનેતા વરિન્દર સિંહ ઘુમ્મનનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતા અને તેઓ ભારતના પ્રથમ શાકાહારી બોડી બિલ્ડર માનવામાં આવતા હતા. તેઓ સલમાન ખાન સાથે ફિલ્મોમાં પણ દેખાયા હતા.

ફિટનેસ ઇન્ફ્લુઅન્સર અને કન્ટેન્ટ ક્રિએટર રૂબલ ધનકરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું કે, વરિન્દર સિંહ ઘુમ્મનને ખભાની સર્જરી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે મીડિયા સૂત્રએ તેમની સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, 'વરિન્દર ઘુમ્મન મારા સિનિયર છે, અને મારી તેમની સાથે નિયમિતપણે વાત થતી હતી. તેમના અને મારા મેનેજર એક જ છે. તેમને ખભામાં ઈજા થઈ હતી અને અમૃતસરની એક હોસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી હતી. સર્જરી દરમિયાન તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા. પહેલા એટેકમાં તો તેમણે બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ બીજા એટેક દરમિયાન તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.'

amarujala.com

જ્યારે કોઈની સર્જરી કરવામાં આવે છે, ત્યારે મોટાભાગના લોકો માને છે કે, વાસ્તવિક જોખમ સર્જરીથી જ છે, પરંતુ ક્યારેક સૌથી મોટું જોખમ હાર્ટ એટેકનું પણ હોય છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં લોકોને હાર્ટ એટેક આવ્યો હોય અને સર્જરી દરમિયાન તેમનું મૃત્યુ થયું હોય. આ ઘટનાથી મહત્વપૂર્ણ સવાલો ઉભા થયા છે કે, સર્જરી દરમિયાન હાર્ટ એટેકનું જોખમ કેમ વધી જાય છે, અને શું તેને અટકાવી શકાય છે? મીડિયા સૂત્રએ આ વિશે હૃદય નિષ્ણાત ડોકટરો સાથે વાત કરી અને જાણવા મળ્યું કે છેવટે આવું કેમ થાય છે.

એનેસ્થેસિયોલોજી મેગેઝિનમાં પ્રકાશિત સંશોધન મુજબ, દર વર્ષે વિશ્વભરમાં 80 લાખથી વધુ પુખ્ત વયના લોકો સર્જરી પછી હાર્ટ એટેકનો ભોગ બને છે, અને તેમાંથી 10 ટકાનું તો 30 દિવસની અંદર અવસાન થતું હોય છે. સંશોધકો કહે છે કે, આ હાર્ટ એટેકમાંથી 85 ટકાને તો તેના લક્ષણો ખબર ન હોવાને કારણે તેનું કારણ શોધી શકાતું નથી.

thehealthsite.com

દિલ્હીમાં શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટરવેન્શનલ ક્લિનિકલ એન્ડ ક્રિટિકલ કાર્ડિયોલોજી અને ઇલેક્ટ્રોફિઝિયોલોજીના ડિરેક્ટર ડૉ. અમર સિંઘલે મીડિયા સૂત્રને જણાવ્યું, 'કોઈપણ સર્જરી દરમિયાન હાર્ટ એટેક આવવાના ઘણા કારણો હોય છે. સર્જરી દરમિયાન શરીર પર ઘણું બધું શારીરિક અને માનસિક પ્રેશર હોય છે, જેના કારણે હૃદય પર દબાણ વધે છે. ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતી એનેસ્થેસિયા અને પેઇનકિલર્સ હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને ઓક્સિજનના સ્તરને અસર કરી શકે છે.'

'જો દર્દીને પહેલાથી જ હૃદય સબંધિત કોઈ સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવી બીમારી હોય, તો જોખમ વધુ વધી જાય છે. કેટલીકવાર, બોડીબિલ્ડર્સ અથવા દરેક રીતે સ્વસ્થ વ્યક્તિઓને પણ હૃદયના સ્નાયુઓ પર વધારાનો બોજ પડે છે, ખાસ કરીને જો તેઓએ લાંબા સમયથી પૂરક દવા અથવા સ્ટેરોઇડ્સ લીધા હોય. આવા કિસ્સાઓમાં, તે હૃદય માટે શસ્ત્રક્રિયાનો સામનો કરવો મુશ્કેલ બનાવી શકે છે.'

'કોઈપણ શસ્ત્રક્રિયા પહેલાં દર્દીનું સંપૂર્ણ કાર્ડિયાક નિરીક્ષણ જરૂરી છે. બ્લડ પ્રેશર, ઓક્સિજન સ્તર અને હૃદયના ધબકારામાં અચાનક થતા કોઈપણ ફેરફારોને તાત્કાલિક સંભાળી શકાય તે માટે શસ્ત્રક્રિયા દરમિયાન અને પછી દેખરેખ મહત્વપૂર્ણ છે.'

medtalks.in

દિલ્હીની એપોલો હોસ્પિટલ્સ ખાતે હૃદય અને લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અને કાર્ડિયોથોરાસિક અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મુકેશ ગોયલે મીડિયા સૂત્રને જણાવ્યું, 'શસ્ત્રક્રિયા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ સામાન્ય રીતે ઓછું હોય છે, પરંતુ હૃદય સબંધિત કોઈ સમસ્યાઓ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન, સ્થૂળતા અથવા વૃદ્ધાવસ્થા જેવા અન્ય જોખમી પરિબળો ધરાવતા દર્દીઓમાં આ જોખમ વધી જાય છે. ક્લિનિકલી, સૌથી મહત્વપૂર્ણ પગલું શસ્ત્રક્રિયા પહેલાં નિરીક્ષણ છે. આમાં સામાન્ય રીતે ECG, ઇકોકાર્ડિયોગ્રામ, તણાવ પરીક્ષણ (જો જરૂરી હોય તો), અને દર્દીના ઇતિહાસની સમીક્ષાનો સમાવેશ થાય છે. જો કોઈ ચિંતાજનક સ્થિતિ જોવા મળે, તો શસ્ત્રક્રિયા બંધ કરવી અથવા મુલતવી રાખવી સહિત વધારાની સાવચેતીઓ લઈ શકાય છે.'

શસ્ત્રક્રિયાનો તણાવ: શસ્ત્રક્રિયા દરમિયાન શરીર તીવ્ર શારીરિક અને ભાવનાત્મક તાણમાંથી પસાર થતું હોય છે. આ એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા તણાવ હોર્મોન્સનું ઉત્પાદન વધારે છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, અને જો તે પહેલાથી જ નબળું હોય અથવા ધમનીઓ બ્લોક થઈ ગઈ હોય, તો આ વધારાનો તાણ હૃદયરોગનો હુમલો લાવી શકે છે.

yashodahealthcare.com

એનેસ્થેસિયા અને દવાઓ: કેટલીક એનેસ્થેસિયા બ્લડ પ્રેશર ઘટાડી શકે છે અથવા હૃદયના ધબકારાને અસર કરી શકે છે, હૃદયના સ્નાયુમાં રક્ત પ્રવાહ ઘટાડે છે, જે હૃદયરોગનો હુમલો લાવી શકે છે.

લોહીનું વધારે વહી જવું અને ઓક્સિજનનો અભાવ: શસ્ત્રક્રિયા દરમિયાન, વધુ પડતું લોહીનું નુકસાન અથવા ઓક્સિજનના સ્તરમાં ફેરફાર હૃદયને વધુ સખત કામ કરવા માટે પ્રેરિત કરી શકે છે, જેના કારણે હૃદયના પેશીઓમાં ઓક્સિજનની કમી થવાથી હૃદયરોગનો હુમલો થવાનું જોખમ રહેલું છે.

લોહીનું ગંઠાઈ જવું: કેટલાક કિસ્સાઓમાં, શસ્ત્રક્રિયા રક્ત વાહિનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે, હૃદયમાં જતો લોહીનો પુરવઠો બંધ થઇ શકે છે, જે હૃદયરોગના હુમલાનું કારણ બને છે.

apollosage.in

હાલના હૃદય રોગ: સંકોચાઈ ગયેલી ધમનીઓ (કોરોનરી ધમની રોગ) ધરાવતા લોકો વધુ જોખમમાં હોય છે, કારણ કે તેમના હૃદયને પહેલાથી જ ઓછો ઓક્સિજન મળતો હોય છે. અને આ પરિસ્થિતિમાં સર્જરી કરવામાં આવે તો જોખમ વધી શકે છે.

ઘણી સર્જરી સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ તેમાં પણ જોખમ તો રહેલું જ છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC) અને અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) જેવી સંસ્થાઓ નિયમિતપણે માર્ગદર્શિકા બહાર પાડતા રહે છે, જેથી કરીને ડોકટરોને તે નક્કી કરવામાં મદદ મળે છે કે, વ્યક્તિ હૃદયની સર્જરી ઉપરાંત કોઈ બીજી શસ્ત્રક્રિયા માટે તૈયાર છે કે નહીં.

storymd.com

અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી કહે છે, 'મોટાભાગના દર્દીઓ જેમને શસ્ત્રક્રિયાની જરૂર હોય છે તેમનું પ્રાથમિક મૂલ્યાંકન નિષ્ણાત પાસે કરાવવું જોઈએ. જો તમારા ડૉક્ટરને કોઈ સમસ્યા લાગે છે અથવા હાલના હૃદય રોગ માટે વધેલા જોખમના પરિબળની ખબર પડે છે, તો તેમણે દર્દીને કોઈ હૃદય નિષ્ણાત પાસે મોકલવો જોઈએ. જો તમારા હૃદયને કોઈ જોખમ હોય, તો તમારા ડૉક્ટર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) કરવાનું કહેશે, જે હૃદયના વિદ્યુત તરંગો અને સંકેતોની જીણવટભરી તપાસ કરે છે.'

'જો તમને હૃદયની કોઈ જાણીતી સ્થિતિ, જેમ કે કોરોનરી ધમની રોગ (CAD), હૃદયના વાલ્વ રોગ, અથવા કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર, અથવા જો તમને એવા નવા લક્ષણોનો અનુભવ થાય કે જે હૃદય રોગનો સંકેત આપતું હોય, તો તમારા ડૉક્ટરે તમને આગળની વધારાની તપાસ માટે હૃદય નિષ્ણાત પાસે મોકલવા જોઈએ.'

વજન ઘટાડવાની દવા ઓઝેમ્પિકને ભારતમાં મળી મંજૂરી, શું આ દવા લેવી જોઈએ, કેટલી કિંમત છે
વિશ્વભરમાં સ્થૂળતા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, ઘણી કંપનીઓએ GLP-1 અને સેમેગ્લુટાઇડ દવાઓ વિકસાવી છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને વધુ વજનવાળા વ્યક્તિઓને વજન ઘટાડવામાં મદદ કરે છે. ભારતમાં અત્યાર સુધી મોન્જારો અને વેગોવીને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હવે એવા અહેવાલ આવ્યા છે કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ નોવો નોર્ડિસ્કની બ્લોકબસ્ટર દવા, ઓઝેમ્પિક (સેમેગ્લુટાઇડ ઇન્જેક્શન)ને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ મંજૂરી, જે 26 સપ્ટેમ્બર, 2025ના રોજ મળી હતી, તે ટાઇપ 2 ડાયાબિટીસ માટે ખાવાનું અને કસરત કરવાની સાથે ઓઝેમ્પિકનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

navbharattimes.indiatimes.com

ભારતમાં ડાયાબિટીસ અને સ્થૂળતાની વધતી જતી સમસ્યાને ઓળખીને, જે ઓઝેમ્પિક ઇન્જેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે તે અઠવાડિયામાં એકવાર લેવામાં આવશે. કંપની કહે છે કે, ઓઝેમ્પિક બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, અને ક્લિનિકલ અભ્યાસોમાં એ પણ સાબિત થયું છે કે, તે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. જો કે હાલમાં, ઓઝેમ્પિકને સ્થૂળતાની સારવાર માટે માન્યતા નથી મળી.

જ્યારે તમે ખાવાનું ખાવ છો અને તમારું બ્લડ સુગર વધે છે, ત્યારે ઓઝેમ્પિક શરીરને વધુ ઇન્સ્યુલિન છોડવાનો સંકેત આપે છે, જેનાથી બ્લડ સુગરનું સ્તર ઓછું થાય છે. આ સાથે ઓઝેમ્પિક ખાધેલા ખોરાકને ધીમે ધીમે પચાવવાની મંજૂરી આપે છે, જેના કારણે શુગર લેવલ અચાનક નથી વધતું અને તમને લાંબા સમય સુધી પેટ ભરાયેલું હોય એવું લાગે છે. આ જ કારણ છે કે, ઘણા લોકો વજન ઘટતું હોય એવો અનુભવ કરે છે.

navbharattimes.indiatimes.com

ઓઝેમ્પિક (સેમાગ્લુટાઇડ) ઇન્જેક્શન (0.5 મિલિગ્રામ, 1 મિલિગ્રામ, અથવા 2 મિલિગ્રામ)એ એક ઇન્જેક્ટેબલ પ્રિસ્ક્રિપ્શન દવા છે, જેનો ઉપયોગ ટાઇપ 2 ડાયાબિટીસ અને હાઈ બ્લડ સુગર (ગ્લુકોઝ) સુધારવા માટે આહાર અને કસરત કરવાની સાથે થાય છે.

નોવો નોર્ડિસ્ક કંપનીની દવા વેગોવી પણ થોડા મહિના પહેલા જ ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને તેને સ્થૂળતાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ, માર્ચ 2025માં લોન્ચ કરાયેલ એલી લિલીનું મોન્જારો ઇન્જેક્શન, ડાયાબિટીસ અને સ્થૂળતા બંનેની સારવાર માટે વાપરી શકાય છે.

નોવો નોર્ડિસ્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રાંત શ્રોત્રિયાએ જણાવ્યું હતું કે, 'ઓઝેમ્પિકથી શુગરના સ્તરને નિયંત્રિત કરવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને હૃદય અને કિડનીના જોખમોને પણ ઘટાડે છે. આનો અર્થ એ છે કે તે દર્દીઓને અનેક પ્રકારના ફાયદાઓ પહોંચાડી શકે છે.' તેમણે બતાવ્યું કે, 'ભારતમાં આશરે 10 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, જ્યારે 25 કરોડથી વધુ લોકો મેદસ્વી અથવા વધુ વજનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હૃદય રોગ દેશમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. આના કારણે ગુણવત્તાયુક્ત દવાઓની જરૂરિયાત આમ પણ વધી જાય છે.'

indiatv.in

કંપની પહેલાથી જ રાયબેલ્સસ (સેમાગ્લુટાઇડનું મૌખિક સ્વરૂપ) અને વેગોવીનું બજારમાં વેચાણ કરી રહી છે. કંપની કહે છે કે, ઓઝેમ્પિકનો ઉમેરો નોવો નોર્ડિસ્કના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. શુગરનું નિયંત્રણ, વજન ઘટાડવું અને હૃદય અને કિડનીના ફાયદા સહિતના તેના ઘણા ફાયદાઓ તેને ડોકટરોમાં પસંદગીની દવા બનાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, DPP-4 ઇન્હિબિટર્સ, SGLT-2 ઇન્હિબિટર્સ અને ઇન્સ્યુલિન જેવી જૂની સારવારનો ઉપયોગ ચાલુ રહેશે, પરંતુ GLP-1 વર્ગની દવાઓને પણ એટલું જ મહત્વ મળી રહ્યું છે.

કંપનીનો દાવો છે કે, ઓઝેમ્પિકનો ઉપયોગ વિશ્વભરમાં 72 લાખથી વધુ લોકો દ્વારા પહેલાથી જ કરવામાં આવે છે. કંપની માને છે કે ડોકટરો અને દર્દીઓમાં જાગૃતિ વધતાં ભારતમાં તેનો ઉપયોગ ઝડપથી વધશે. ભારતમાં પુરવઠાની કોઈ સમસ્યા રહેશે નહીં, અને કંપની ટૂંક સમયમાં હૃદય, કિડની, અલ્ઝાઇમર અને લીવર રોગ (MASH) જેવા નવા રોગો માટે દવાઓ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

ભારતમાં આની પ્રાઇઝની જાહેરાત હજુ નથી થઈ પરંતુ અમેરિકામાં આ દવા 1000 ડોલરમાં વેચાય છે. એક્સપર્ટ્સ કહે છે આ ઈન્જેક્શનો ભાવ 17થી 26 હજારની વચ્ચે હોય શકે છે.

ટાયલેનોલ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવા અંગે તબીબી નિષ્ણાતો શું કહે છે?
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સગર્ભા સ્ત્રીઓને પેઇનકિલર ટાયલેનોલ ટાળવાની સલાહ આપી છે. તેમણે રસીઓ અને ઓટીઝમ વચ્ચેના જોડાણ અંગેના અગાઉના દાવાઓને ફરી વખત ઉભો કરીને વિવાદને હવા આપી છે. તેમની ટિપ્પણીઓ US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના તાજેતરના નિવેદનથી ઘણી આગળ વધી ગઈ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોકટરોએ ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેનનો ઉપયોગ ઘટાડવાનું વિચારવું જોઈએ, કારણ કે સંશોધન હજુ પણ અસ્પષ્ટ છે. ટાયલેનોલ, જેને એસિટામિનોફેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગર્ભવતી સ્ત્રીઓને સૂચવવામાં આવતી પેઇનકિલર છે.

rte.ie

ટ્રમ્પના નિવેદન પછી, તબીબી નિષ્ણાતોએ તરત જ ચિંતા વ્યક્ત કરી કે, રાષ્ટ્રપતિની ટિપ્પણીઓ ગર્ભવતી માતાઓમાં ગભરાટ ફેલાવશે. અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સના પ્રમુખ ડૉ. સ્ટીવન ફ્લીશમેનએ ભાર મૂક્યો કે, સ્ત્રીઓએ ઓટીઝમ માટે પોતાને દોષ ન આપવો જોઈએ. તેમણે ભાર મૂક્યો કે, ગર્ભાવસ્થા દરમિયાન સારવાર ન કરાયેલ તાવ ક્યારેક એસિટામિનોફેનના ઉપયોગ કરતાં વધુ નુકસાનકારક છે. તેવી જ રીતે, અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના ડૉ. સુસાન ક્રેસ્લીએ પુનરોચ્ચાર કર્યો કે વ્યાપક અભ્યાસો રસીઓ અને ઓટીઝમ વચ્ચે કોઈ વિશ્વસનીય જોડાણ બતાવતા નથી.

rte.ie

ટ્રમ્પની આ ટિપ્પણીઓ તેમના વહીવટીતંત્ર દ્વારા સંભવિત ઓટીઝમ ઉપચારની પહોંચ વધારવા અને નવા સંશોધનની જાહેરાત કરવાના પ્રયાસો સાથે સુસંગત છે. જોકે, આરોગ્ય સચિવ રોબર્ટ F. કેનેડી જુનિયરે સપ્ટેમ્બર સુધીમાં ઓટીઝમના એક જ કારણને ઓળખવાનું વચન આપ્યું હતું, જેણે નિષ્ણાતોને મૂંઝવણમાં મૂક્યા છે, કારણ કે તેઓ માને છે કે, ઓટીઝમનું કોઈ એક કારણ નથી પરંતુ આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોના સંયોજનથી પરિણમે છે.

youtube.com

ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD)એ કોઈ રોગ નથી, પરંતુ તીવ્રતામાં વ્યાપક ભિન્નતા સાથે વિકાસશીલ સ્થિતિ છે. તાજેતરના દાયકાઓમાં તેના દરમાં વધારો થયો છે, જે મુખ્યત્વે વ્યાપક નિદાન માપદંડો, વધેલી જાગૃતિ અને સુધારેલ સ્ક્રીનીંગને કારણે છે. 1990ના દાયકામાં, આશરે 150માંથી 1 બાળકને ઓટીઝમ હોવાનું નિદાન થતું હતું; આજે, તે લગભગ 31માંથી 1 છે, જેમાં મોટાભાગના વધારો હળવા કેસોમાં થાય છે. વિજ્ઞાને મુખ્યત્વે ઓટીઝમને આનુવંશિકતા સાથે જોડ્યું છે, જેમાં સેંકડો સંબંધિત જનીનો ઓળખવામાં આવ્યા છે. માતાપિતાની ઉંમર, ગર્ભાવસ્થા દરમિયાન માતાના સ્વાસ્થ્ય, સમય પહેલા જન્મ અથવા ચેપ દ્વારા પણ જોખમ ઉભું થઇ શકે છે.

rte.ie

એસિટામિનોફેનની ભૂમિકા, જેને ટાયલેનોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનિશ્ચિત રહે છે. કેટલાક સંશોધનો ઓટીઝમ સાથે સંભવિત જોડાણ સૂચવે છે, જ્યારે અન્ય નથી. મહત્વનું છે કે, ઓટીઝમ નિદાનના સંબંધમાં એસિટામિનોફેનનો ઉપયોગ વધ્યો નથી. FDAએ તારણ કાઢ્યું કે કોઈ સાબિત કારણભૂત કડી નથી, જોકે તેમણે જ્યાં સુધી શક્ય ત્યાં સુધી તેનો ઉપયોગ ઓછો કરવાની ભલામણ કરી છે.

https://twitter.com/CollinRugg/status/1970231028523630758

US વહીવટીતંત્રે ફોલિક એસિડ મેટાબોલાઇટ, લ્યુકોવોરિનને ઓટીઝમ માટે સંભવિત સારવાર તરીકે મંજૂરી આપવા તરફ પગલાં લેવાની પણ જાહેરાત કરી, જોકે નિષ્ણાતો ચેતવણી આપે છે કે, આના પર હજુ વધારે અભ્યાસોની જરૂર છે. આ દરમિયાન, વૈજ્ઞાનિક સર્વસંમતિ એ બાબતે મજબૂત રહે છે કે, રસીઓ સલામત છે અને ઓટીઝમ સાથે એનું કોઈ જોડાણ નથી.

rte.ie

ઘણા અભ્યાસો સૂચવે છે કે, ઓટીઝમ મુખ્યત્વે આનુવંશિક હોય છે, અને કેટલાક કિસ્સાઓમાં, પર્યાવરણીય પરિબળો (જેમ કે પિતાની વધુ ઉમર, સમય પહેલા જન્મ, અથવા માતાની બીમારી) પણ ફાળો આપે છે. જો કે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે કોઈ એક કારણ નથી.

ટાયલેનોલ (એસિટામિનોફેન)ના કેટલાક નિરીક્ષણ અભ્યાસો પ્રિનેટલ એસિટામિનોફેન એક્સપોઝર અને ઓટીઝમ વચ્ચે સંભવિત કડી સૂચવે છે, પરંતુ પુરાવા તેની સાથે બંધબેસતા નથી અને કોઈ કડી સાબિત કરતા નથી. અન્ય ઘણા અભ્યાસોમાં કોઈ કડી મળી નથી.

timesofindia.indiatimes.com

FDA અને મુખ્ય તબીબી જૂથો સંમત છે કે, ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેન સામાન્ય રીતે સલામત છે જ્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને કારણ કે, સારવાર ન કરાતા આવેલો તાવ પોતે જ નોંધપાત્ર જોખમ ઊભું કરે છે. આ સાથે, રસીઓ અને ઓટીઝમ વચ્ચેના જોડાણને પહેલાથી જ સંપૂર્ણપણે ખોટું ઠેરવવામાં આવી ચૂક્યું છે.

રશિયાએ બનાવી લીધી કેન્સરની રસી, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, રસી તમામ ટ્રાયલ્સમાં સફળ રહી છે
રશિયાએ કેન્સર સામેની લડાઈમાં નવી સફળતા મેળવી છે. ત્યાંની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સી (FMBA)એ કેન્સરની રસી વિકસાવી છે.

FMBDના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવાએ જણાવ્યું હતું કે, રશિયન એન્ટરમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર છે. આ mRNA-આધારિત રસીએ તેની સલામતી અને અસરકારકતા સાબિત કરીને તમામ પ્રીક્લિનિકલ પરીક્ષણો સફળતાપૂર્વક પાસ કર્યા છે. આ રસીનું પ્રારંભિક લક્ષ્ય કોલોરેક્ટલ કેન્સર (કોલોન કેન્સર) હશે.

રશિયન સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, રશિયાની કેન્સર રસીએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને FMBAના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવાએ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF) ખાતે આની જાહેરાત કરી છે.

thejbt.com

સ્કવોર્ટ્સોવાએ કહ્યું, 'આ સંશોધન ઘણા વર્ષો સુધી ચાલ્યું, જેમાંથી છેલ્લા ત્રણ વર્ષ ફક્ત ફરજિયાત પ્રીક્લિનિકલ અભ્યાસો માટે સમર્પિત હતા. રસી હવે ઉપયોગ માટે તૈયાર છે. અમે સત્તાવાર મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.'

તેમણે કહ્યું કે, પ્રીક્લિનિકલ ટ્રાયલ રસીની સલામતી, વારંવાર ઉપયોગ છતાં તેની અસરકારકતાની પુષ્ટિ કરે છે. સંશોધકોએ આ સમયગાળા દરમિયાન ગાંઠના કદમાં ઘટાડો અને ગાંઠના વિકાસમાં ઘટાડો જોયો. આ ઉપરાંત, અભ્યાસોએ રસીને કારણે દર્દીના જીવિત રહેવાના દરમાં વધારો પણ દર્શાવ્યો છે.

વૈજ્ઞાનિકોના મતે, આ રસી ગાંઠોના કદમાં 60થી 80 ટકાનો ઘટાડો કરવામાં અને તેમની વૃદ્ધિ ધીમી કરવામાં સફળ રહી છે. વારંવાર ઉપયોગ કરવામાં આવે ત્યારે તે સલામત પણ હોવાનું જાણવા મળ્યું છે. સ્કોર્ટ્સોવાએ કહ્યું કે, આ રસી દરેક દર્દી માટે તેમના વ્યક્તિગત RNA પ્રોફાઇલ અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવશે, જે સારવારને વધુ અસરકારક બનાવશે.

hindi.news24online.com

રશિયન વૈજ્ઞાનિકો કહે છે કે, આ રસી કેન્સર સારવારના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું હોઈ શકે છે. જો તેને મંજૂરી મળે છે, તો તે માત્ર રશિયા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે કેન્સર સામેની લડાઈમાં એક નવી આશા સાબિત થશે.

આ રસીનું પ્રારંભિક લક્ષ્ય કોલોરેક્ટલ કેન્સર હશે. વધુમાં, ગ્લિઓબ્લાસ્ટોમા (મગજનું કેન્સર) અને ઓક્યુલર મેલાનોમા (આંખના કેન્સરનો એક પ્રકાર) સહિત ચોક્કસ પ્રકારના મેલાનોમા માટે રસીઓ વિકસાવવામાં આશાસ્પદ પ્રગતિ થઈ છે જે હાલમાં તેમના અદ્યતન તબક્કામાં છે.

10મું પૂર્વીય આર્થિક મંચ 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન વ્લાદિવોસ્તોકમાં 'દૂર પૂર્વ: શાંતિ અને સમૃદ્ધિ માટે સહકાર' થીમ પર યોજાયું હતું. આ મંચમાં 75થી વધુ દેશો અને પ્રદેશોના 8,400થી વધુ લોકોએ ભાગ લીધો હતો.