Gujarat - Khabarchhe

ઓર્ગેનિકના દાવાઓ વચ્ચે હવે સવાલ પ્રૂફનો: COWBERRYએ શરૂ કરી નવી પહેલ
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: ભારતના ઓર્ગેનિક ફૂડ માર્કેટમાં “પ્રૂફ”નો નવો અધ્યાય: કેવી રીતે COWBERRY એ વચનથી આગળ વધીને વિશ્વાસની સિસ્ટમ બનાવી. 150,000+ Certified Organic Farmers, Triple Organic Certification અને દરેક Batch માટે Lab-Tested Transparency સાથે COWBERRY ભારતના Organic Ecosystem ને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતમાં "Organic Food Market" ઝડપથી વધી રહ્યું છે. ગ્રાહકો હવે પોતાના ઘરમાં પહોંચતા અનાજ, દાળ, મસાલા, તેલ અને રોજિંદા ખોરાકની ગુણવત્તા વિશે વધુ જાગૃત બન્યા છે. પરંતુ આ વધતી જાગૃતિ સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે — શું ઓર્ગેનિક તરીકે વેચાતું દરેક પ્રોડક્ટ ખરેખર ઓર્ગેનિક છે

વર્ષો સુધી આ Industry મુખ્યત્વે દાવાઓ પર ચાલી. બ્રાન્ડ્સ ઓર્ગેનિકનો  દાવો કરતી રહી, ગ્રાહકોએ દાવાઓ પર વિશ્વાસ રાખતા રહ્યા, અને ખેડૂતો, જેઓ આ સમગ્ર "Value Chain" ની મૂળ શક્તિ છે, તેઓ ઘણી વખત સૌથી ઓછું સાંભળવામાં આવ્યા. આવા સમયે, એપ્રિલ 2023માં એક વિચાર જન્મ્યો — "Organic" ને માત્ર Promise નહીં, પરંતુ Proof પર આધારિત બનાવવાનો. આ વિચારથી COWBERRYની શરૂઆત થઈ.

COWBERRYના પાછળ ત્રણ અલગ-અલગ પૃષ્ઠભૂમિવાળા લોકોનું vision જોડાયું — હરેશ પરવાડિયા, દર્શન પરવડિયા અને કૌશિક સોનાણી. હરેશ પરવડિયા સફળ Businessman અને Philanthropist તરીકે ઓળખાય છે, પરંતુ ખેતી તેમની Family Legacyનો અભિન્ન ભાગ રહી છે. દર્શન પરવાડિયા USAમાં Finance & Financial Engineeringનો અભ્યાસ કર્યા પછી New York અને Los Angelesની comfortable life છોડીને ભારત પરત ફર્યા. જ્યારે કૌશિક સોનાણી (Ex-IIM) આ Visionને સાકાર કરવા, અને Strategic Direction આપવા માટે તરીકે જોડાયા. “ત્રણે FOUNDERS” ને એક વાત સ્પષ્ટ દેખાતી હતી — ભારતના Organic Marketમાં સમસ્યા Supply ની નહોતી. સમસ્યા Trust ની હતી. એટલે શરૂઆત ખેતરમાંથી થઈ, Boardroomમાંથી નહીં.

એપ્રિલ 2023 અને તે પછીના મહિનાઓમાં Founders ગુજરાત અને અન્ય રાજ્યોના ગામોમાં પહોંચ્યા. ઉદ્દેશ ખેડૂતોને તરત જોડવાનો નહોતો, પરંતુ તેમને સાંભળવાનો હતો. ખેડૂતો સાથેની વાતચીતમાં એક કડવી હકીકત સામે આવી. જે ખેડૂતો Organic Farming & Natural Farming તરફ આગળ વધવા માંગતા હતા, તેઓ Certification નાં ખર્ચ, પેપરવર્ક, ટેકનીકલ ગાયડન્સનો અભાવ અને Conversion Period દરમિયાન આવકનાં ફર્ક જેવા પડકારો સામે એકલા ઊભા હતા. Organic Farming નો Risk ખેડૂત લેતો હતો, પરંતુ માર્કેટમાં બજાર-કિંમત બરોબર મળતી નહોતી. ખેડૂત મહેનત કરતો હતો, પરંતુ તેની વાત ગ્રાહક સુધી પહોંચતી નહોતી. આ જ Gap COWBERRY એ address કરવાનો નિર્ણય લીધો.

ખેડૂતો માટે SUPPORT, ગ્રાહકો માટે “PROOF”
COWBERRY નું મોડેલ બે છેડાઓને એક-બીજા સાથે જોડે છે — Farmer અને Customer. “Farmer Side” પર Company Fair અને Transparent Pricing, Organic Conversion Support, Agronomy Guidance, Assured Offtake અને Transition Period દરમિયાન long-term support આપવા પર કામ કરે છે. Organic Farming તરફ વળવા માંગતા ખેડૂત માટે સૌથી મોટો પ્રશ્ન માત્ર Cultivationનો નથી, પરંતુ Financial Survivalનો છે. COWBERRY એ આ પડકારને Organic Ecosystem નો મુખ્ય-મુદ્દો માનીને સરખો કર્યો.

“Customer side” પર COWBERRY એ Transparency ને Product Packaging સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો. Company ના દાવા અનુસાર, દરેક પ્રોડક્ટ બેચ “Internationally Accredited Laboratories” માં organic standards હેઠળ 252+ banned chemicals માટે test કરવામાં આવે છે. દરેક pack પર QR code આપવામાં આવે છે, જેના દ્વારા customer તે exact batchનો lab report જોઈ શકે છે. તથા, કાવબેરી ની મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓર્ગેનિક ગ્રોસરી ચાહકો ને, દ્વારા ઘરે બેસીને ૧૫૦+ ગ્રોસરી પ્રોડક્ટ્સ મળી શકે છે. COWBERRY ની Product Range ની વ્યાપકતા માત્ર એક મોટા Catalogueને દર્શાવતી નથી, પરંતુ આ Catalogue તૈયાર કરવા પાછળ અપનાવવામાં આવેલા Manufacturing-led Approach ને પણ દર્શાવે છે.

આ approach ને company એક સરળ lineમાં સમજાવે છે — “Proof, not Promise.” Triple Certification થી Global Credibility

COWBERRY આજે NPOP (India Organic), NOP (USDA Organic) અને EU Organic standards હેઠળ triple certification ધરાવે છે. આ combination Indian organic brands માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે domestic market સાથે American અને European markets માટે પણ credibility બનાવે છે. તેના Certification Framework વિશે વધુ માહિતી COWBERRY ની Certifications Page પર ઉપલબ્ધ છે. Company નું network હવે ભારતના “9” સે ભી ઝ્યાદા રાજ્યોમાં 1,50,000+ certified organic farmers સુધી વિસ્તર્યું છે. Product catalogue માં 25+ categories અને 150+ SKUs નો સમાવેશ થાય છે, જેમાં Staples, Pulses, Spices, Oils અને Specialty Foods જેવી રોજિંદી તથા Premium Food Categories સામેલ છે. પરંતુ COWBERRYનું સૌથી મોટું differentiation માત્ર Product Range નથી. તેનું Differentiation Traceability અને Batch-level Verification છે.

Organic Industry માટે Benchmark?
Organic food industry માં મોટાભાગે trust packaging, branding અને certification logo સુધી મર્યાદિત રહે છે. COWBERRY આ trustને એક ડગલું આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે — Consumer ને Direct Lab Report Access આપીને. આ Model Organic Category માં accountability નું નવું માપદંડ ઊભું કરી શકે છે. કારણ કે જ્યારે Customer Product ખરીદે છે, ત્યારે તે માત્ર Brand Claim પર આધારિત નથી રહેતો. તે QR Code Scan કરીને પોતે “Lab Report” જોઈ શકે છે. આથી COWBERRY organic food ને emotional promise થી scientific verification તરફ લઈ જતી brand તરીકે ઉભરી રહી છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન મેળવનારી વડોદરાની પ્રથમ અને ગુજરાતમાં બીજી હોસ્પિટલ બની
પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ સાથે જોડાણમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ગુણવત્તાયુક્ત હેલ્થકેર આપવા સતત કામ કરે છે, જેણે એક નવું સીમાચિહ્ન સર કર્યું છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલે પ્રતિષ્ઠિત NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન મેળવ્યું છે. આ સર્ટિફિકેશન મેળવનારી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં ફક્ત બીજી હોસ્પિટલ છે. આ સફળતાએ હોસ્પિટલની અત્યાધુનિક નર્સિંગ સિસ્ટમ, દર્દીની સલામતી, નૈદાનિક ગુણવત્તા અને દર્દી-કેન્દ્રીત હેલ્થકેર સેવાઓ આપવાની કટિબદ્ધતાની વધુ પુષ્ટિ કરી છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ એક ટીચિંગ હોસ્પિટલ છે, જે 1100 બેડની મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી સેવાઓ આપે છે. હોસ્પિટલ પોતાની હેલ્થકેર સેવાઓ આપવાના ભાગરૂપે નર્સિંગ કુશળતા સાથે પોતાની નૈદાનિક અને ગુણવત્તાયુક્ત માળખાને મજબૂત કરી રહી છે. નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન એવી હોસ્પિટલોને જ મળે છે, જે દર્દીની સારવાર, નૈદાનિક અને સારવારમાં સલામતી, ઇન્ફેક્શન નિવારણ અને નિયંત્રણ, નર્સિંગ લીડરશિપ અને પરિણામોનાં મૂલ્યાંકન જેવા મુખ્ય ક્ષેત્રોમાં સતત અને શ્રેષ્ઠ નર્સિંગ રીતો ધરાવે છે.

આ સર્ટિફિકેશન નર્સિંગ કેરમાં સાતત્યતા અને જવાબદારી તરફ મહત્વપૂર્ણ પગલું છે. પ્રમાણભૂત નર્સિંગ આચારસંહિતા અને વ્યવસ્થિત નૈદાનિક રીતો એ સલામત સારવાર, ઇન્ફેક્શન નિવારણ અને હાનિકારક ઘટનાઓ ઘટાડવાનો આધાર છે. દર્દીઓને માળખાબદ્ધ જાણકારી, અસરકારક સંચાર અને સારવારની સાતત્યતા એ વધારે શ્રેષ્ઠ, સુમાહિતગાર રીતે દર્દીને સારો અનુભવ આપે છે. આ સર્ટિફિકેશન સ્વતંત્ર, રાષ્ટ્રીય માન્યતા પણ પ્રદાન કરે છે કે હોસ્પિટલની નર્સિંગ સિસ્ટમ અને રીતો ગુણવત્તાના સુપરિભાષિત ધારાધોરણો પૂર્ણ કરે છે.

નર્સિંગ કોઈ પણ હેલ્થકેર સંસ્થાનું હાર્દ છે, જેમાં નર્સો પ્રવેશથી લઈને નૈદાનિક નિરીક્ષણથી સારવારમાં ટેકો આપવા, તેની જાણકારી આપવા અને રિકવરી સુધી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એટલે NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન સંસ્થાગત વ્યવસ્થાઓની સાથે રોજિંદી કામગીરીમાં શિસ્ત, નૈદાનિક ક્ષમતા અને દર્દી-કેન્દ્રીત અભિગમને પણ દર્શાવે છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સીઓઓ એકતા મોદીએ આ સીમાચિહ્નરૂપ સર્ટિફિકેશન પર કહ્યું હતું, “આ સર્ટિફિકેશન અમારા માટે માન્યતાની સાથે અમારી નર્સોની કટિબદ્ધતા, શિસ્ત અને સંવેદનાનું પ્રતીક છે. અમને લાગે છે કે, આ સફળતા અમારી નર્સિંગ ટીમને શીખવા, સુધરવા અને સારસંભાળના માપદંડોને વધારવા પ્રેરિત કરશે. અમારું ધ્યાન દ્રઢતા સાથે એ સુનિશ્ચિત કરવા પર છે કે, અમારે ત્યાં આવતા તમામ દર્દીઓને નૈદાનિક ઉત્કૃષ્ટતાના સર્વોચ્ચ ધારાધોરણો સાથે સલામત, સંવેદનશીલ, પુરાવા પર આધારિત અને સાતત્યપૂર્ણ સારવાર મળે.”

NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન એ પારુલ સેવાશ્રમ હોસ્પિટલની હાલ ચાલુ ગુણવત્તાની સફરમાં એક વધારો છે, જેમાં NABH ફૂલ એક્રેડિટેશન, NABH સ્ટ્રોક સર્ટિફિકેશન, NABH સર્ટિફાઇડ બ્લડ બેંક અને NABL સર્ટિફાઇડ લેબોરેટરી શામેલ છે. આ તમામ એવોર્ડ સંયુક્તપણે હોસ્પિટલની હેલ્થકેરના તમામ પાસાંમાં ગુણવત્તા અને સલામતી પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.

આ સીમાચિહ્ન હોસ્પિટલના હેલ્થકેર વાતાવરણ ઊભું કરવાના બૃહદ્ વિઝન પર પણ ભાર મૂકે છે, જ્યાં ગુણવત્તા સર્ટિફિકેશનની સાથે રોજિંદી કામગીરીમાં વણાયેલી છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દર્દીની સલામતી, નૈદાનિક પરિણામો અને સંવેદનશીલ સારસંભાળ સાથે હેલ્થકેર સેવાની આતુરતા દર્શાવે છે, જે નર્સિંગ લીડરશિપને મજબૂત કરવાનું, નૈદાનિક પ્રક્રિયાના પ્રમાણીકરણ અને સતત સુધારાની શૈલીને પ્રોત્સાહન આપવાનું હાર્દ છે.

આ નવી માન્યતા હોસ્પિટલની નર્સિંગ ટીમની વ્યાવસાયિક રીતોના ધારાધોરણો વધારવા અને હેલ્થકેરની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસવા પ્રોત્સાહન આપે છે. આ સર્ટિફિકેશન પારુલ સેવાશ્રમ હોસ્પિટલની ગુણવત્તાની કામગીરીની સફરમાં એક વધુ પગલું છે, જે દરેક પ્રક્રિયા, દરેક સંવાદ અને દરેક દર્દીના અનુભવમાં છે.

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા છતા 5થી વધુ દેશ ફરી આવ્યો
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નકલી પાસપોર્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ગંભીર કેસમાં અદાલતમાં મૂળ પાસપોર્ટ જમા હોવા છતાં, આરોપીએ અન્ય રાજ્યમાંથી કૂટલેખિત દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવી પાંચથી વધુ દેશોનો વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા મીરાપાર્ક સોસાયટીના ઊર્મિ બંગલોઝ ખાતે રહેતો હરિકેશ પ્રણવ પટેલ ગેરકાયદેસર રીતે બનાવેલા બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ATSની ટીમે સાયન્સ સિટી વિસ્તારમાંથી દરોડો પાડી તેની અટકાયત કરી હતી.

સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી હરિકેશ વર્ષ 2023માં ED દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલો હતો. આ કાનૂની કાર્યવાહીના ભાગરૂપે અદાલતની શરતો મુજબ તેનો મૂળ પાસપોર્ટ કોર્ટ જમા લઈ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે અદાલતમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા, પરંતુ ED દ્વારા આ જામીન રદ કરાવવામાં આવ્યા હતા. પાસપોર્ટ જમા હોવાથી દેશ બહાર જઈ શકાય તેમ ન હોઈ, તેણે નકલી પાસપોર્ટ બનાવવાનું કાવતરું રચ્યું હતું.

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હરિકેશ પટેલે દુબઈ સ્થિત પોતાના એક મિત્ર મારફતે દિલ્હીના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટને ₹25 લાખ આપીને આગ્રામાં પોતે ભાડે રહેતો હોવાનો બનાવટી રેન્ટ એગ્રીમેન્ટ (ભાડા કરાર) તૈયાર કરાવ્યો હતો.

ત્યારબાદ, તેણે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં પોતાનો જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી પોલીસ ફરિયાદ (NC) નોંધાવી હતી. આ ખોટી પોલીસ ફરિયાદ અને આગ્રાના બોગસ ભાડા કરારના આધારે ગાઝિયાબાદ રીજનલ પાસપોર્ટ ઓફિસ (RPO)માં નવી અરજી કરી હતી અને વર્ષ 2024માં સફળતાપૂર્વક બીજો પાસપોર્ટ મેળવી લીધો હતો.

નવો પાસપોર્ટ હાથમાં આવ્યા બાદ આરોપી હરિકેશ અવારનવાર વિદેશ પ્રવાસે જતો હતો. તે ભારતીય એજન્સીઓની નજરમાંથી બચવા માટે પહેલા રસ્તા માર્ગે કે કનેક્ટિંગ રૂટથી ભૂતાન અને નેપાળ જતો હતો અને ત્યાંથી બેંગકોક, દુબઈ તથા સિંગાપોર જેવા દેશોમાં પ્રવાસ કરતો હતો. તે લાંબા સમય સુધી દુબઈમાં રોકાયો હોવાનું પણ ખુલ્લું પડ્યું છે. ATSએ તેની ધરપકડ કરીને તે ફરી કોઈ મોટું નાણાકીય ફ્રોડ આચરે તે પહેલાં જ તેની યોજના પર પાણી ફેરવી દીધું છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ATS દ્વારા EDને પણ સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે.

પોલીસ તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે હરિકેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલાં પણ તેની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં તેની ધરપકડ પણ થઈ હતી. આરોપી શાહીબાગ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં પણ મકાન ધરાવે છે. તેના નામે અનેક કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી ઘણી બોગસ  કંપનીઓ હોવાનું સામે આવ્યું છે, જેના ઉપયોગથી કરોડો રૂપિયાનું નાણાકીય ફ્રોડ આચરવામાં આવતું હતું. ઉપરાંત, આ કૌભાંડમાં તેના દ્વારા ચલાવવામાં આવતા મ્યુલ એકાઉન્ટ્સ (બીજાના નામે ખોલાવેલા બેંક ખાતા)નો ઉપયોગ થયો હોવાની માહિતી મળતા ATS અને અન્ય તપાસ એજન્સીઓએ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બેંકના લોકરમાં મૂકેલા 40 લાખના સોનાના દાગીના નકલી થઇ ગયા! જાણો બંધ લોકરમાં કેવી રીતે થયો ખેલ
ધારો કે તમે ગોલ્ડ લોન માટે બેંકના લોકરમાં તમારું સોનું ગીરવે મૂક્યું. તપાસ કરતાં, સોનું તેની જગ્યાએ મળ્યું તો ખરું, પણ નકલી, અસલી નહીં. કલ્પના કરો કે જો આવું કંઈક બને તો તમે શું કરશો? ગુજરાતમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, પોલીસે ચોરને પકડી લીધો છે અને સોનું પાછું મેળવ્યું છે. પણ આ બધું કેવી રીતે બન્યું? ચાલો આ વિશે તમને વિગતવાર જણાવી દઈએ...

ndtv.in

આ વાર્તા ગુજરાતના જામનગર જિલ્લામાં બની છે. 3 સપ્ટેમ્બરના રોજ, પોલીસે ઇન્ડિયન બેંકની રણજીતસાગર શાખાને જાણ કરી કે તમારા લોકરમાંથી આશરે 40 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરાઈ ગયા છે. બેંક અધિકારીઓને વિશ્વાસ જ ન થયો કે આવું કંઈ થઈ શકે છે. દરેક લોકર ખોલવા માટે બે ચાવીઓની જરૂર પડે છે, અને આ ચાવીઓ બે અલગ અલગ બેંક કર્મચારીઓ પાસે હોય છે.

આ પછી, તેઓએ લોકર ખોલ્યું અને દાગીનાની તપાસ કરી. તેની તપાસ કરવા માટે એક સોનીને બોલાવવામાં આવ્યો. તો મંગળસૂત્ર, ગળાનો હાર, વીંટી, કાનની બુટ્ટી અને પેન્ડન્ટ બધા નકલી નીકળ્યા. મતલબ એ કે, ખરેખર અસલી સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. લોકરમાં 342.10 ગ્રામ સોનું રાખવામાં આવ્યું હતું, જેની કિંમત રૂ. 39.48 લાખ હતી. અસલી દાગીનાને નકલી દાગીનાથી બદલવામાં આવ્યા હતા, અને બેંક અધિકારીઓને ખબર પણ ન પડી.

divyabhaskar.co.in

તો ચાલો હવે જણાવીએ કે, ચોરી કેવી રીતે થઈ અને ચોર કેવી રીતે પકડાયો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે, રક્ષાબંધનના એક દિવસ પહેલા, 27 ઓગસ્ટના રોજ, બેંકના પટાવાળા, હંસમુખભાઈએ લોકરમાંથી સોનાના દાગીના ચોરી લીધા હતા અને વિજયભાઈ આલાભાઈ વાઘોરાને વેચવા માટે આપ્યા હતા. વિજયભાઈ આ અગાઉ પણ ચોરેલું સોનું વેચવાનું કામ કરતા હતા. 5 જિલ્લામાં તેમની સામે 7 FIR દાખલ કરવામાં આવી છે. પોલીસને માહિતી મળી હતી કે તે રસીદ વગર એક સોનીને ચોરેલું સોનું વેચવા જઈ રહ્યો છે.

પોલીસે સોનું વેચવા આવેલા વિજયભાઈ આલાભાઈ વાઘોરાની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતાં તેણે બેંકમાંથી સોનાના દાગીના ચોર્યાની કબૂલાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે, પોલીસે ચોરાયેલા સોના કરતાં 3-4 ગ્રામ વધુ સોનું જપ્ત કર્યું હતું.

instagram.com

પોલીસ પાસેથી માહિતી મેળવ્યા પછી, બેંક મેનેજર હેમરાજે FIR દાખલ કરાવી હતી. FIRમાં જણાવાયું છે કે, પટાવાળા હસમુખ દિનેશભાઈ પરિયાએ 27મી તારીખે સવારે 10થી સાંજે 6 વાગ્યાની વચ્ચે ચોરી કરી હતી અને અસલી દાગીના બદલીને નકલી દાગીના મૂકી દીધા હતા.

રિપોર્ટ મુજબ, એક ચાવી બેંક મેનેજર પાસે હતી અને બીજી તેના ડેપ્યુટી બેંક મેનેજર પાસે હતી. ડેપ્યુટી બેંક મેનેજર રજા પર હતા, તેથી બેંક મેનેજર પાસે તે દિવસે બંને ચાવીઓ હતી. હસમુખ લાંબા સમયથી બેંકમાં પટાવાળા તરીકે કામ કરતો હોવાથી તેને આ ખબર હતી અને તેણે તેનો ફાયદો ઉઠાવ્યો. તેણે પહેલા ચાવીઓ ચોરી અને પછી લોકરમાં રહેલું સોનું ચોરી લીધું.

divyabhaskar.co.in

હવે પોલીસ ત્રીજા આરોપી રમેશ પરિયાની શોધ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે શું બેંકના બીજા લોકરમાંથી પણ આ રીતે સોનાના દાગીના તો નથી ચોરાઈ ગયા ને?

અમદાવાદમાં 'પોલીસ' લખેલી કારે 6 વાહનોને મારી ટક્કર, નશામાં ઘૂત હતો કારચાલક
અમદાવાદમાં ફરી એકવાર બેફામ રફતાર અને નશાખોરીનો કહેર જોવા મળ્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સરકારી ટ્યુબવેલ રોડ પર મોડી રાત્રે અંદાજિત 11:30 વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હ્યુન્ડાઈ i10 કારના ચાલકે ચિક્કાર દારૂના નશામાં બેફામ વાહન ચલાવીને રસ્તા પર પાર્ક કરેલા તેમજ પસાર થઈ રહેલા એકસાથે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 3 ટુ-વ્હીલર અને ૨ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ ઘટનાસ્થળે હાજર લોકો જણાવી રહ્યા છે કે, આ ચાલકે નશામાં ધૂત થઈને કારથી રસ્તામાં ચાર ગાડીઓ, બાઈક અને એક્ટિવા સહિતને અડફેટે લીધાં છે. લોકો સ્થાનિક વિસ્તારની વિગતો આપતાં પોલીસ કંટ્રોલ રૂમ (112) ને જાણ કરે છે અને ચાલકની ગાડીની ચાવી કબ્જે કરી લે છે. કાર ચાલક એટલો બધો નશામાં ચૂર જોવા મળે છે કે તેનામાં ઊભા રહેવાના પણ હોશ હોતા નથી. બીજી બાજુ, લોકો ગાડીની ડિકી અને અંદરની તપાસ કરીને દારૂની બોટલ કે અન્ય કોઈ સામગ્રી શોધવાનો પ્રયાસ કરે છે.

https://twitter.com/Jamawat3/status/2099368583268897177?s=20

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદના બોપલમાં મોડી રાતે એક કારે આડેધડ 6 વાહનોને ટક્કર મારી હતી. આ કાર પર આગળ પોલીસ લખેલી પ્લેટ જોવા મળી હતી. સ્થાનિકોએ કાર ચાલકને રોક્યો ત્યારે ચાલક નશામાં ધૂત જોવા મળ્યો હતો. કાર ચાલકને કોઈ ભાન જ નહોતું. સ્થાનિકોએ કારનો વીડિયો ઉતારી બોપલ પોલીસને જાણ કરતા ચાલકની અટકાયત કરી ગુનો નોધી તપાસ હાથ ધરી છે. નશામાં ધૂત વ્યક્તિ પોલીસ કર્મચારી છે કે કેમ તેની પણ તપાસ ચાલું છે.

બોપલમાં રહેતા નિશિથ શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના અક્ષરધામ બંગલોઝના નિવાસ્થાને હતા. આ દરમિયાન ઘરની બહાર સાંજના 8:30 વાગ્યાની આસપાસ જોરથી અવાજ આવતા તેઓ બહાર ગયા ત્યારે એક ગ્રે કલરની i10 ગાડીનો ચાલક બેદરકારી રીતે ગાડી ચલાવી તેમની ડસ્ટર ગાડીને અથડાવી આગળ જઈ રહ્યો હતો. i10 ગાડીનો ચાલક થોડી આગળ જઈને ઉભો રહી ગયો હતો. i10 ગાડીના ચાલકે એક વાહન નહીં પરંતુ બે ફોર વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને પણ ટક્કર મારી હતી.

divyabhaskar.co.in

અકસ્માત થતા આસપાસના લોકો એકઠાં થયા હતા. જ્યારે અકસ્માત કરનાર i10 પર પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી. જ્યારે સ્થાનિકોએ આ પોલીસ લખેલી કારમાં બેઠેલા વ્યક્તિને રોક્યો ત્યારે કારચાલકને કોઈ હોશ જ ન્હોતા. કારચાલક સંપૂર્ણ દારૂના નશામાં હોય તેમ લાગી રહ્યું હતું. સ્થાનિકોએ કારચાલકનો વીડીયો ઉતારીને પોલીસને જાણ કરતા બોપલ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરી અકસ્માત કરનાર પ્રદ્યુમનસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી.

આ સમગ્ર પ્રકરણનો વીડિયો વાયરલ થયો તેમાં અકસ્માત કરનાર કારમાં આગળ પોલીસ લખેલી પ્લેટ હતી તે સ્પષ્ટ દેખાય છે અને કારનો ચાલક પણ નશામાં ધૂત હોવાનો દેખાઈ રહ્યું છે. છતાં પોલીસ દ્વારા ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પડી હોવાનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કસ્માત કરનાર પોલીસ કર્મચારી છે કે કેમ તેનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

12 જુલાઈ, 2026ના અમદાવાદના સી.જી. રોડ પર મોડી રાત્રે એક બેફામ સ્પીડે આવી રહેલી કારે વળાંક પર ટુ-વ્હીલર ચાલક દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. લોકોએ જ્યારે અકસ્માત સર્જનાર કારની તપાસ કરી, ત્યારે કારના આગળના ભાગે 'પોલીસ' લખેલી પ્લેટ મળી આવી હતી, તેમજ ગાડીની અંદરથી પોલીસની વર્ધી પણ મળી આવતા સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો.

આ મામલે બોપલ પોલીસની તપાસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોમાં કાર પર સ્પષ્ટપણે 'પોલીસ' લખેલું દેખાતું હોવા છતા, પ્રાથમિક વિગતો મુજબ પોલીસ ફરિયાદમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કારચાલક પોતે પોલીસ કર્મચારી છે કે અન્ય કોઈ વ્યક્તિ, તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ ન થતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

બૂટલેગરો બેફામ... ભાવનગરમાં સરકારી ક્વાર્ટરમાં જ દારૂ બનાવતા હતા અને એ પણ નકલી
ભાવનગરમાં લઠ્ઠાકાંડને હજુ મહિનો પણ થયો નથી ત્યાં હાદાનગર વિસ્તારમાં રેલવે કોલોનીના એક સરકારી ક્વાર્ટરમાંથી નકલી રોયલ સ્ટેગ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બોરતળાવ પોલીસે સંયુક્ત દરોડો પાડીને ઘટનાસ્થળેથી રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ, તેના ભાગીદાર વિજય ઉર્ફે મયંક મકવાણા અને તેમના પગારદાર કર્મચારી જીતેન્દ્ર ખાવડીયાને ઝડપી લીધા હતા. સાથે જ ફેક્ટરીમાંથી નકલી દારૂ ભરેલી રોયલ સ્ટેગની 17 બોટલ, સ્ટીકરો, કેમિકલના કેરબા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, LCB પોલીસે રેલવે કર્મચારી અક્ષયરાજસિંહના સરકારી ક્વાર્ટર પર રેડ કરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂના ચપટા, Imperial Blueની બોટલના સ્ટીકરો તેમજ બોટલોને સીલ-પેક કરવા માટેના મશીનો મળી આવ્યા હતા. આ ઉપરાંત દારૂ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું હોવાનું જણાવાયેલું કેમિકલ પણ સ્થળ પરથી મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સરકારી ક્વાર્ટરમાંથી જ ડુપ્લિકેટ વિદેશી દારૂ તૈયાર કરી તેને બોટલમાં ભરીને પેક કરવાની કામગીરી થતી હોવાની વિગતો સામે આવી છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, LCBની તપાસમાં અક્ષયરાજસિંહ અને વિજય ઉર્ફે મયંક ભાગીદારીમાં દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે જીતેન્દ્ર ખાવડીયાને પગારદાર કર્મચારી તરીકે રાખવામાં આવ્યો હતો.

gujarati.news18.com

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા આરોપી અક્ષયરાજસિંહે ખુલાસો કર્યો હતો કે, તેના બનેવી રામદેવસિંહ ઝાલા (રહે. મોરબી) માર્ફતે રાજસ્થાનના અર્જૂનસિંહ સોઢા અને સૂર્યપ્રતાપસિંગ રાઠોડ (રહે. બ્યાવર, રાજસ્થાન) સાથે સંપર્ક થયો હતો. રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્ના રાઠોડે પાર્સલ માર્ફતે દારૂ બનાવવાની સામગ્રી મોકલી આપી હતી અને સૂર્યપ્રતાપસિંગે ભાવનગર આવીને બનાવટી દારૂ બનાવી બોટલિંગ કરી આપ્યું હતું. તૈયાર થયેલ દારૂનું વેચાણ વિજય ઉર્ફે મયંક મારફતે સ્થાનિક બુટલેગરોને કરવામાં આવતું હતું.

માહિતી પણ સામે આવી છે કે, પૂછપરછ દરમિયાન આરોપીઓએ કેરબામાં રહેલું કેમિકલ ઢોળી નાખ્યું હોવાનું સ્વીકાર્યું હતું. જોકે, કેમિકલ સહિત કબજે કરાયેલા તમામ મુદ્દામાલની તપાસ બાદ ડુપ્લિકેટ દારૂ બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે વધુ વિગતો બહાર આવી શકે છે. LCB પોલીસે રેલવે કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મળેલા મુદ્દામાલના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ બોરતળાવ પોલીસ મથકમાં આ ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દારૂ કેટલા સમયથી બનાવવામાં આવતો હતો અને બજારમાં કેટલો માલ વેચાયો છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.

gujarati.news18.com

આ કેસમાં 7 શખ્સો હજુ પણ ફરાર છે. પકડાયેલા વિજય ઉર્ફે મયંક નામના શખસે ખાટડીના બુટલેગર શક્તિસિંહ અને મંત્રેશ કોમ્પલેક્સ પાસે રહેતા ભાવેશ સોલંકી અને ચિત્રાના શરદ લીંબા ચાવડાને દારૂની બોટલો વેચાણ માટે આપી હતી. પકડાયેલો જીતેન્દ્ર ખાવડીયા ઈંગ્લિશ દારૂ બનાવવા અને તેના સાધનો અને સામગ્રી માટે દેખરેખ કરતો હતો. આ મામલે રાજસ્થાન, મોરબી, ભાવનગર શહેર અને જિલ્લાના મળી કુલ 10 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે.

gujarati.news18.com

ઉલ્લેખનીય છે કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોત બાદ પણ બુટલેગરો સુધરવાનું નામ નથી લેતા. ભાવનગરમાં અગાઉ લઠ્ઠાકાંડ બાદ દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની કામગીરી ચર્ચામાં રહી હતી. ત્યારે ફરી એક વખત સરકારી ક્વાર્ટરમાંથી જ ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાનું યુનિટ ઝડપાતા પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. હવે તપાસમાં આ દારૂ ક્યાં સપ્લાય થતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે જોવું મહત્ત્વનું રહેશે.

મેઘરાજાની પુનઃ પધરામણીથી ધરતીપુત્રોને રાહત, આજે ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ
ભારે ગરમી અને બફારા બાદ ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ છે, જેને કારણે ધરતીપુત્રોને રાહત મળી છે. ગુજરાતમાં શનિવારથી મેઘરાજાએ ફરી રંગ જમાવ્યો છે. ગત 24 કલાકમાં 13 સપ્ટેમ્બરના સવારે 6.30 કલાક સુધી 193 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં 11 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. આ સાથે આજે સવારે બે કલાકમાં (સવારે 4:00 થી 6:00 વાગ્યા સુધીમાં) 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે

12 સપ્ટેમ્બરે સવારે 6થી આજે 13 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં 12 ઈંચ, સુરતના ઉંમરપાડામાં 8.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે આજે 13 સપ્ટેમ્બરે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડેડીયાપાડા અને વાગરા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 18 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

24 કલાકના વરસાદી આંકડા જોઈએ તો, સુરતના ચોર્યાસીમાં 4.41, ડાંગ આહવામાં 4.37 ઇંચ, દેડિયાપાડામાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ત્રણ ઇંચથી વધારે વરસાદની વાત કરીએ તો, તિલકવાડા, ધોધા, અંકલેશ્વર, નર્મદાના ચીખલી અને ઉચ્છલમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

divyabhaskar.co.in

શનિવારે લાંબા સમય બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 100થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ હજી પણ કોરાધાકોડ હોય ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે 2 જિલ્લામાં રેડ, 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં સીઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.

આજે અને આવતીકાલે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે તે અંગેની આગાહી જોઈએ.

gujaratsamachar.com

હવામાન વિભાગની આગાહી મુજબ ભાદરવાના પ્રારંભે જ રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે.  હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આજે 13મી સપ્ટેમ્બર બપોરે 1:00 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દક્ષિણ અને પૂર્વ-મધ્ય ભાગોમાં અત્યંત ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ વધવાની શક્યતા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.આજે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

gujaratsamachar.com

આવતીકાલે એટલે સપ્તાહની શરૂઆત અને સોમવારે 14 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી રાઉન્ડ સક્રિય રહેવાની આગાહી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, મહારાષ્ટ્ર પરત ફરશે
એડવાન્સ્ડ આર્થરાઇટિસ, ક્રોનિક ફૂટ રોટ, ગંભીર હલનચલનની સમસ્યાઓ અને ભારે આઘાતમાંથી સાજી થયા બાદ માધુરી કોલ્હાપુર પરત ફરી રહી છે, જ્યાં તે ત્રણ દાયકાથી વધુ સમયથી રહે છે. માધુરી,જે હાથીણને વનતારા દ્વારા બચાવ્યા બાદ વિશેષ તબીબી સારવાર માટે જામનગર સ્થિત વન્યજીવ પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારા ખાતે લાવવામાં આવી હતી, તેણે એક વર્ષથી વધુ સમયની સારવાર અને પુનર્વસન પૂર્ણ કર્યું છે અને હવે તે મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત નંદાની મઠ પરત ફરવા માટે તૈયાર છે.

જ્યારે માધુરી વનતારા ખાતે આવી હતી, ત્યારે તે એડવાન્સ્ડ આર્થરાઇટિસ,ક્રોનિક ફૂટ રોટ અને હલનચલન સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાતી હતી. વર્ષો સુધી મર્યાદિત હલનચલન અને લાંબા સમય સુધી કઠોર કોંક્રિટની સપાટી પર રહેવાને કારણે આ સમસ્યાઓ વિકસિત થઈ હતી. લાંબા સમય સુધી સાંકળોથી બાંધી રાખવામાં આવવાથી તેની કુદરતી હલનચલન વધુ મર્યાદિત થઈ હતી અને તેના સાંધાની જકડન તથા હલનચલન સંબંધિત સમસ્યાઓ વધુ ગંભીર બની હતી. તેની સ્થિતિ હોવા છતાં, તેને તહેવારો અને જાહેર સરઘસોમાં સતત ઉપયોગમાં લેવામાં આવતી હતી. તેમાં દોરડાથી બાંધેલી સ્થિતિમાં ગરમ ડામરના રસ્તાઓ પર લાંબા અંતર સુધી ચાલવા માટે મજબૂર કરવામાં આવવાનો પણ સમાવેશ થાય છે.

અનંત અંબાણીના માર્ગદર્શન હેઠળ વનતારા ખાતે માધુરીને બહુપક્ષીય નિષ્ણાતોની ટીમ દ્વારા વ્યાપકઅને વિશેષ સંભાળ આપવામાં આવી હતી. તેના શારીરિક સ્વાસ્થ્ય, હલનચલનની ક્ષમતા અને ભાવનાત્મક સુખાકારીને પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વનતારાખાતે છેલ્લા એક વર્ષ દરમિયાન માધુરીએ પશુચિકિત્સકો, સંભાળ રાખનારાઓ, પોષણ નિષ્ણાતો અને વર્તણૂક નિષ્ણાતોની બહુપક્ષીય ટીમના નેતૃત્વ હેઠળ સઘન પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થઈ હતી.તેની સારવારમાં હાઇડ્રોથેરાપી, લેસર થેરાપી, લક્ષિતપોષણ, વિશેષ પગની સંભાળ અને સતત દેખરેખનો સમાવેશ થતો હતો. તેની હલનચલનમાં સુધારો કરવો, તેની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું સંચાલન કરવું અને તેના સમગ્ર સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવું એ સારવારનો મુખ્ય હેતુ હતો.

તેના શારીરિક સ્વાસ્થ્યમાં સુધારાની સાથે, માધુરીએ ભાવનાત્મક પુનર્વસનની એક મહત્વપૂર્ણ પ્રક્રિયાપણ પસાર કરી. વનતારાખાતે તેને સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણમાં અન્ય હાથીઓ સાથેવાતચીત કરવાની અને તેમની સાથેસંબંધો વિકસાવવાની તક આપવામાં આવીહતી. વર્ષો સુધી મર્યાદિત હલનચલન અને કેદમાં રહ્યા બાદ ભાવનાત્મક સ્થિરતા અને સુરક્ષાની ભાવના ફરી પ્રાપ્ત કરવામાંઆ સામાજિક સાથએ મહત્વની ભૂમિકાભજવી હતી. તેની વાપસી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત હાઇ પાવર્ડ કમિટી(HPC) દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન બાદ થઈ રહીછે, જેમાં માધુરીના સુધારેલા સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવી હતી. આ મૂલ્યાંકન બાદ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તેના સ્થળાંતર માટે જરૂરી મંજૂરીઓ અને ટ્રાન્ઝિટ પરમિટ આપવામાં આવ્યા છે. માધુરી વનતારાથી ખાસ રીતે સજ્જહાથી એમ્બ્યુલન્સમાં પોતાની મુસાફરી શરૂ કરશે.

સમગ્ર મુસાફરી દરમિયાન તેના આરામ, સુરક્ષા અને સતત તબીબી દેખરેખ સુનિશ્ચિત કરવા માટે વનતારાની પશુચિકિત્સા અને સંભાળ ટીમના સભ્યો તેની સાથે રહેશે.માધુરીની વાપસી માત્ર એક વર્ષથી વધુ સમયની તબીબી સારવાર અને સાજા થવાની યાત્રાના પૂર્ણ થવાનું પ્રતીક નથી. માધુરીનું કોલ્હાપુરપરત ફરવું વનતારાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.માધુરીના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા મુજબ, અનંત અંબાણીએ ખાતરી કરી કે વનતારા ખાતે તેને વ્યાપક તબીબી સારવાર અને પુનર્વસન મળે. તેના સ્વાસ્થ્ય અને સુધારાની સંપૂર્ણ સમીક્ષા બાદ, માધુરીને હવે મુસાફરી માટે ફિટ જાહેર કરવામાં આવી છે અને તે કોલ્હાપુર પરત ફરવા માટે તૈયાર છે.

જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં VVIPઓને 6 કિમી લઈ જવાના 20 લાખ ચૂકવી દેવાયા, જેમાં રીક્ષાવાળાને જ 7 લાખ અપાયા
થોડા દિવસો અગાઉ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રી મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમોના ખર્ચને લઈને હવે સવાલો ઉઠ્યા હતા. RTIથી મળેલી વિગતોના આધારે 2025માં કલાકારો પાછળ આશરે ₹7 લાખ, જ્યારે 2026માં આ ખર્ચ ₹1 કરોડને પાર પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક જ વર્ષમાં કલાકારોના મહેનતાણામાં થયેલા મોટા વધારાને લઈને પારદર્શિતા સામે સવાલો ઉભા થયા હતા. મહેતાણાના વિવાદ બાદ હવે મેળામાં VVIP લોકોને સ્થળ સુધી લઈ જવા માટે વાહનો પાછળ 20 લાખ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરાયો હોવાની વિગતો સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, કયા VIPએ કયા વાહનમાં મુસાફરી કરી તેની કોઈ લોગબુક જ તૈયાર કરવામાં ન આવી. ખર્ચની જે રીતે ચૂકવણી કરવામાં આવી છે તે પણ શંકાસ્પદ લાગી રહી છે ત્યારે વિપક્ષે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ​જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા જૂનાગઢ RTO કચેરી પાસે RTI હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જૂનાગઢની RTO કચેરી દ્વારા શિવરાત્રી મેળા 2026 દરમિયાન VVIP લોકો તેમજ સામાન્ય નાગરિકો માટે લક્ઝુરિયસ વાહન સેવાઓ ભાડે રાખવામાં આવી હતી, જેનો કુલ ખર્ચ 35,58,044 રૂપિયા થયો છે.

જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપો કરતા કહ્યું કે, જ્યારે મેળા અંગે માહિતી માંગવામાં આવી ત્યારે તંત્ર દ્વારા અલગ-અલગ અને શંકાસ્પદ જવાબો આપવામાં આવ્યા. RTO કચેરી દ્વારા કરવામાં આવેલા કુલ 35,58,044 રૂપિયાના વાહન ખર્ચમાંથી માત્ર VVIP લોકો માટે જ અર્બનિયા અને અન્ય લક્ઝરી ગાડીઓ પાછળ 20,00,000 રૂપિયાથી વધુનો માતબર ખર્ચ વેડફી નાખવામાં આવ્યો છે. લલિત પરસાણાએ સવાલ કરતા કહ્યું કે, શિવરાત્રીના મેળામાં જે નેતાઓ અને VVIP લોકો આવ્યા હતા તે જો પગપાળા પહોંચ્યા હતા, તો પછી વાહનોમાં આટલો મોટો ખર્ચ કઈ રીતે થયો?

bhaskarenglish.in

એક બાજુ રાજ્ય સરકાર એવા મોટા દાવો કરતી હતી કે, મેળામાં VVIP કલ્ચર નાબૂદ કરવામાં આવશે અને મેળો સામાન્ય જનતા માટે યોજાશે. પરંતુ વાસ્તવિકતામાં VVIP લોકો માટે અર્બનિયા ગાડીઓ ભાડે રાખીને 20,00,000 રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો, જ્યારે બીજી તરફ કડકડતી ઠંડીમાં દૂર-દૂરથી આવેલા સામાન્ય શ્રદ્ધાળુઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે યોગ્ય વાહન સુવિધા ન હોવાથી તેઓ ચાલીને જવા મજબૂર બન્યા હતા અને રઝળી પડીને ભારે હેરાન-પરેશાન થયા હતા. નાના અન્નક્ષેત્રો અને જનસુવિધા પાછળ જે ખર્ચ થવો જોઈતો હતો તે કરવામાં આવ્યો નથી અને VIP લોકોની સરભરા પાછળ સરકારી નાણાંનો વેડફાટ કરાયો છે.

​વાહનોના બિલોમાં જ મોટું કૌભાંડ છતું થાય છે. એક અર્બનિયા ગાડીના એક દિવસના અને પાંચ દિવસના ભાડાના બિલોમાં ગરબડ અને મોટો તફાવત દર્શાવવામાં આવ્યો છે. કોઈ પણ સરકારી કે ભાડાના વાહનો માટે લોગબુક અને રજિસ્ટર નિભાવવું કાયદાકીય રીતે ફરજિયાત હોય છે, તેમ છતા કચેરી દ્વારા લોગબુક નિભાવવામાં આવી નથી.

VVIP લોકો માટે લકઝુરિયસ સુવિધા માટે કરેલો ખર્ચ

સરસ્વતી અશ્વ ફાર્મને જાગી ગયો સેવા બદલ પ્રતિ બગિના 20 હજાર અને કુલ ખર્ચ 8,00,000 લાખ ચૂકવાયો, જ્યારે સાંઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને ટેમ્પો ટ્રાવેલર્સ સેવા માટે 3,37,894 રૂપિયા, આશુતોષ ટ્રાવેલ્સને 15 અર્બેનિયા/17 ટેમ્પો ટ્રાવેલર માટે 17,17,650 રૂપિયા, કેશુભાઈ ભારાઈને 50 રિક્ષાના  7,12,500 રૂપિયા આમ કુલ RTO ઓફિસ દ્વારા 35,68,044 રૂપિયાનો ખર્ચ લક્ઝુરિયસ સુવિધા માટે કરવામાં આવ્યો હતો

જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વ પર યોજાતા શિવરાત્રિ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ સરકારે કરેલા લખલૂંટ ખર્ચને લઈ વિવાદ વકર્યો છે. આ ખર્ચમાં કેટલાક કલાકારોના મહેનતાણામાં એક જ વર્ષમાં અનેક ગણો વધારો થયાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ABP અસ્મિતાના અહેવાલ મુજબ, 2025 અને 2026 બંને વર્ષમાં કાર્યક્રમોમાં ભાગ લેનારા 6 કલાકારોને અગાઉની સરખામણીએ 2026માં 3થી 20 ગણું વધુ મહેનતાણું ચૂકવવામાં આવ્યું હોવાનું RTIની વિગતોમાં સામે આવ્યું છે. કેટલાક કલાકારોને અગાઉ 5 હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી હતી, જે એક વર્ષ બાદ વધીને 1 લાખ રૂપિયા સુધી પહોંચી હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત 2025માં અઘોરી ગ્રુપને આશરે 1.50 લાખ રૂપિયા ચૂકવાયા હતા, જ્યારે 2026માં આ રકમ 10 લાખ રૂપિયા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મોટા કલાકારોમાંથી એક કલાકારને 24 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.

આ વધારાને લઈ જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારીને સવાલ કર્યો તો કમિટીએ અને વડી કચેરીએ નક્કી કર્યાનો જવાબ આપી જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કર્યો. આ જ મેળામાં ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયા જેવી માતબર રકમ ચૂકવવામાં આવી હતી.

divyabhaskar.co.in

આ સમગ્ર મામલે જૂનાગઢ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ સરકાર પાસે શ્વેતપત્ર જાહેર કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે ભવનાથ અને ગિરનાર પૈસા કમાવવાનું સાધન નહીં પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પવિત્ર ધામ છે. અગાઉના વર્ષોની સરખામણીમાં કલાકારોને ચૂકવવામાં આવેલી રકમમાં આટલો મોટો તફાવત કેમ આવ્યો તે અંગે સરકાર સ્પષ્ટતા કરે તેવી તેમણે માગ કરી છે.

ભાવેશ વેકરિયાએ સમગ્ર મામલાની તપાસ કરીને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની પણ માગ કરી છે.

બીજી તરફ, જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાના જણાવ્યા મુજબ 2026ના મિની કુંભ અને મહાશિવરાત્રી મેળા દરમિયાન સ્થાનિક કલાકારોની પસંદગી સ્થાનિક સાંસ્કૃતિક કમિટી દ્વારા નિયમ મુજબ કરવામાં આવી હતી અને કમિટીએ નક્કી કરેલી રકમ પ્રમાણે જ ચૂકવણી કરવામાં આવી છે.

મોટા કલાકારોની પસંદગી અને તેમને કરવામાં આવેલી લાખોની ચૂકવણી અંગે અધિકારીએ જણાવ્યું કે આ પ્રક્રિયા વડી કચેરી સ્તરેથી કરવામાં આવી હતી અને તેમાં સ્થાનિક કચેરીની કોઈ ભૂમિકા નહોતી. તેમના જણાવ્યા મુજબ GeM પોર્ટલ મારફતે બે એજન્સીઓની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બહારથી આવતા અધિકારીઓ, મહેમાનો અને અન્ય વ્યવસ્થાઓ માટે પણ ખર્ચ થયો હોવાનું તેમણે જણાવ્યું છે.

હવે સવાલ એ છે કે એક જ વર્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના ખર્ચમાં આટલો મોટો વધારો શા માટે થયો? કલાકારોના મહેનતાણામાં થયેલા મોટા ફેરફાર પાછળનું કારણ શું છે? અને RTIમાં સામે આવેલી વિગતો અંગે સરકાર સત્તાવાર રીતે શું સ્પષ્ટતા કરે છે, તેના પર સૌની નજર રહેશે.

પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’
સુરત જેવા શહેરમાં આજકાલ વાઇફ સ્વેપિંગનું દુષણ વધ્યું છે, ઉત્રાણ વિસ્તારમાંથી પરિણીતા પર પતિ દ્વારા વાઇફ સ્વેપિંગ માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે લાંબી રસાકસી બાદ આખરે પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો છે.

justdial.com

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા સંદીપ સાથે થયા હતા. લગ્નજીવનની શરૂઆત બાદ તેમને 4 વર્ષનો એક પુત્ર પણ છે. જોકે, લગ્નનાં થોડા જ સમય બાદ પરિણીતાને જાણ થઈ હતી કે તેનો પતિ સંદીપ ચારિત્ર્યહીન છે અને તેના એક-બે નહીં પરંતુ 5-6 જેટલી અલગ-અલગ યુવતીઓ સાથે અનૈતિક સંબંધો છે. આ બાબતની જાણ થતાં જ ઘરમાં અવારનવાર કંકાસ શરૂ થયો હતો. દરમિયાન, પરિણીતાના હાથે પતિ સંદીપના કેટલાક આપત્તિજનક વીડિયો પણ લાગી ગયા હતા, જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો.

justdial.com

પતિના અનૈતિક સંબંધોનો વિરોધ કરવાને બદલે સંદીપે પોતાની તમામ હદો વટાવી દીધી હતી અને પત્ની પર વાઇફ સ્વેપિંગ માટે અકુદરતી સંબંધ બાંધવો અને અમાનવીય દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પતિના મોઢેથી આવી ગંદી ઓફર સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયેલી પરિણીતાએ તેનો ભારે વિરોધ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિ સંદીપે તેને માર માર્યો હતો. આ સમગ્ર અત્યાચાર અંગે પરિણીતાએ પોતાના સાસુ, સાસરા અને દેરાણીને પણ જાણ કરી હતી અને ન્યાયની આશા રાખી હતી. પરંતુ, આશ્ચર્યજનક રીતે દેરાણીએ પોતાના જેઠનો પક્ષ લઈને એવું નિવેદન આપ્યું હતું કે આધુનિક સમયમાં આવી પાર્ટીઓ અને વાઇફ સ્વેપિંગ હવે કોમન બાબત છે, અને વાતને ટાળી દીધી હતી.

indiatoday.in

સંબંધોની તમામ મર્યાદાઓ અને ગરિમાને લજવનારી આ ઘટનાથી કંટાળીને આખરે પરિણીતાએ લગ્નના દોઢ વર્ષ જેવા લાંબા સમય બાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના પતિ સહિત કુલ 5 જેટલા લોકો વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા દ્વારા કરવામાં આવેલા આ ગંભીર આક્ષેપો અને ફરિયાદના આધારે કતારગામ પોલીસે ગુનો નોંધીને આગળની સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર યોજાયો
સુરત સ્થિત વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગેની સભાનતા માટેના ઉદ્દેશથી તા. 12 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે "Sleep and Food... The Main Pillars of Health" (ઊંઘ અને આહાર... આરોગ્યના મુખ્ય આધારસ્તંભો) વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વિદ્વાન એડવોકેટ શ્રેયસ દેસાઈ (ચેરમેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટી, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત)ની પ્રેરણા અને માર્ગદર્શનમાં તથા ડૉ. ઇરમલા દયાલ (ઇન્ચાર્જ આચાર્ય, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત) સુચારુ સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

સેમિનારમાં રિસોર્સ પર્સન તરીકે ડૉ. કરસન વી. નંદાણિયા (M.D. Physician, ICU In-Charge, Mahavir Hospital, Surat તથા SIDS Hospital, Surat) અને ડૉ. મંથન શેઠ (M.B.B.S., Diabetes Specialist; વિશેષ રુચિ—સ્થૂળતા અને થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્વાન એડવોકેટ શ્રેયસ દેસાઈએ ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી વિવિધ બીમારીઓનો ઊંઘ તથા આહાર સાથેનો સંબંધ સમજાવી આ વિષય અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડૉ. કરસન વી. નંદાણિયાએ સ્વસ્થ જીવન માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે અનિયમિત ઊંઘ, તણાવ અને અસંતુલિત જીવનશૈલીને કારણે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું. નિયમિત ઊંઘ, સમયબદ્ધ દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

ડૉ. મંથન શેઠે સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્ત્વ અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓને નિયંત્રિત કરવામાં યોગ્ય આહાર, નિયમિત કસરત અને સમયસર આરોગ્ય તપાસની ભૂમિકા સમજાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જંક ફૂડ અને અતિશય ખાંડયુક્ત ખોરાકથી દૂર રહીને સ્વાસ્થ્યપ્રદ આહાર અપનાવવા પ્રેરિત કર્યા હતા.

સેમિનારના અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઊંઘ, આહાર, ડાયાબિટીસ, સ્થૂળતા અને થાઇરોઇડ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા, જેના બંને નિષ્ણાતોએ સરળ અને માર્ગદર્શક રીતે જવાબ આપ્યા હતા.

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજના 164થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિ અને સક્રિય સહભાગિતાને કારણે કાર્યક્રમ સફળ અને અસરકારક બન્યો હતો.

સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક...’, જાણો શું છે આખો મામલો
સુરત જિલ્લામાં ડાઇંગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ઝરી અને લૂમ્સ સહિતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા 10 લાખથી વધુ કામદારોના થઈ રહેલા શોષણ સામે મજદૂર યુનિયન દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે સુરતમાં એમ્બ્રોડરી ફેક્ટરીઓમાં કામ શ્રમિકો કરતા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો છે. તેમની માગ છે કે, રવિવારની રજા અને 8 કલાકની નિશ્ચિત નોકરીના સમય કરવામાં આવે. જ્યાં સુધી આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરી ન છોડવાનો મક્કમ નિર્ણય શ્રમિકોએ કર્યો છે. એક મજૂરે આક્ષેપ લગાવ્યો પોલીસવાળા અમારો ફોટો પાડીને ધમકીઓ આપી રહ્યા છે શા માટે અમારા ફોટાઓ પાડી રહ્યા છે. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે કે સોમવારે કલેકટર મળશે. પરંતુ મજૂરો કહી રહ્યા છે કે સોમવાર સુધી અમે અહીંયા બેસશું.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, એક સમયે પોલીસને શંકા ગઈ કે એક મજૂર ખિસ્સામાં પથ્થર લઈને પહોંચ્યો છે, ત્યારે તેને ચેક કરવા માટે કહ્યું ત્યારે સામે મજૂરોએ હાથ જોડીને કહ્યું અમે તમારા હક માટે આવ્યા છીએ, કોઈ તમાશો કરવા માટે આવ્યા નથી. મજૂર સંઘના આગેવાનો મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એક મોકો આપો પરંતુ મજૂરો માનવા તૈયાર નથી અને સૂત્રોચ્ચા ચાલુ કરી દીધી છે તેઓ તેમના આગેવાનનું પણ માનવા તૈયાર નથી તેમણે તેમની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે.

શ્રમિકોએ કહ્યું કે, તારીખ પર તારીખ નથી જોઈતી અમારે હિસાબ જોઈએ છે અમે અમારો હક માંગીએ છીએ અમે નથી ભીખ માંગતા નારા સાથે મજૂરોનો ઉગ્ર વિરોધ કરી રહેલા મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ સમજવા તૈયાર નથી અને એક જ માંગ સાથે અટક છે કે અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ક્યાંય જઈશું નહીં. અમને રવિવારની રજા અને પૂરો પગાર મળવો જોઈએ'

અરવિંદ રાજ વિશ્વકર્માએ જણાવ્યું કે, એક જ માગ છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. અમે પણ માણસ છીએ અને રોજના 12-12 કલાક કામ કરીએ છીએ. તેથી રવિવારની રજા મળવી જોઈએ અને પૂરો પગાર પણ મળવો જોઈએ. હાલમાં ખાવા-પીવાનો કે રસોઈ બનાવવાનો પણ સમય નથી મળતો અને ઊંઘ પણ પૂરી થતી નથી. અમને અઠવાડિયામાં એક દિવસ એટલે કે રવિવારે રજા મળવી જ જોઈએ.

divyabhaskar.co.in

આ ઉપરાંત તેમણે કહ્યું કે, પ્રશાસન તરફથી માત્ર તારીખ પર તારીખ જ મળી રહી છે, જેવી રીતે અદાલતમાં સની દેઓલનો ડાયલોગ છે; બીજું કશું જ થઈ રહ્યું નથી. તેમને તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા જોઈએ છે. છેલ્લા એક મહિનાથી આવું જ ચાલી રહ્યું છે અને કોઈ તેમની વાત સાંભળતું નથી, સામાન્ય જનતાની કોઈને પડી નથી. જો તેમની આ માગણી સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગળ વધીને રસ્તા રોકી દેશે, ચક્કાજામ કરશે અને જે કંઈ પણ કરવું પડશે તે તમામ આંદોલન કરશે. મજૂરોનો ઉગ્ર વિરોધ મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ સમજતા નથી અને એક જ માંગ સાથે અટક છે કે અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ક્યાંય જઈશું નહીં.

અગાઉ આપવામાં આવેલી આવેદનપત્રની મુદત પૂરી થવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કે પ્રત્યુત્તર ન મળતા શ્રમિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું હતું કે, જો આગામી 30 તારીખ સુધી અમારી માંગણીઓ અને ન્યાયી હકોનું નિરાકરણ નહીં લાવવામાં આવે, તો અમે અમારા વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને ભૂખ હડતાલ અને ધરણા પર બેસવાની ફરજ પડીશું. સરકારી કાયદાઓનો અમલ સંબંધિત વિભાગો દ્વારા કરાવવામાં આવે અને કામદારોને ન્યાય મળે તે માટે યુનિયન ઉગ્ર આંદોલન કરશે.

divyabhaskar.co.in

કલેક્ટરે સોમવારે ચર્ચા માટે બોલાવ્યા હોવા છતા શ્રમિકો જવા માટે તૈયાર ન થયા, ત્યારે SP વિજય મલ્હોત્રાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જે શ્રમિકોને સોમવારે મીટિંગમાં આવવું હોય તેઓ અત્યારે જ નીકળી જાય, પરંતુ જેમને પોલીસ કે વહીવટી તંત્ર સાથે ઘર્ષણ કે સંઘર્ષ જ કરવો છે તેઓ પોતાના સ્થાને જ રોકાઈ રહે.

DCP નકુમે કહ્યું કે, જો અમારું ના માન્યા તો અમારી સાથે ઘર્ષણ થશે, એફઆઈઆર દાખલ થશે. એસીપી વિજય મલ્હોત્રાએ કહ્યું, તમારી માગણીઓને તમારા આગેવાને કલેક્ટર સમક્ષ રજૂ કરી દીધી છે. તમે અહીંથી સ્થળ ખાલી કરો.

મજૂરોએ કહ્યું કે, તારીખ પર તારીખ, તારીખ પછી તારીખ... કેટલી વાર આવશે? આ તો સની દેઓલનો પ્રખ્યાત ડાયલોગ જ બની ગયો છે! છેલ્લી વખતે પણ સુનાવણી માટે મંગળવારનો સમય આપ્યો હતો, પરંતુ કશું જ પરિણામ આવ્યું નહીં. આ દરમિયાન વેપારીઓની મીટિંગો યોજાઈ અને કેટલીય બેઠકો પણ થઈ, છતા કશું જ સાંભળવા મળ્યું નથી. શું ભારતમાં કોઈ કાયદો જ નથી? હવે 30 તારીખનો નવો સમય આપવાની વાત થઈ રહી છે, પણ છેલ્લી વખતે મંગળવારની તારીખ આપ્યા છતા કંઈ જ ન થતા હવે લોકોને આ તારીખો પર વિશ્વાસ રહ્યો નથી. અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આજે જ સુનાવણી થશે, પરંતુ જો ઉકેલ નહીં આવે તો લોકો ભૂખ હડતાળ પર બેસશે અને વિશાળ રેલી પણ યોજશે.