Loksabha Election 2019 - Khabarchhe

BJP પાસે મુખ્યાલય બનાવવા માટે 700 કરોડ ક્યાંથી આવ્યાં?: CM કમલનાથનો સવાલ
લોકસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. નેતાઓ પોતાની રેલીમાં વિરોધીઓ પર નિશાન તાકવાનો એક પણ મોકો જવા નથી દઇ રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહી છે. CM  કમલનાથે PM મોદી પર સામો વાર કરતા કહ્યું હતું કે વડાપ્રધાન બતાવે કે 700 કરોડમાં તૈયાર થયેલા BJP ના મુખ્યાલય માટે આટલા પૈસા ક્યાંથી આવ્યાં.

Madhya Pradesh CM Kamal Nath: Prime Minister should tell the nation who bears the expenses of his plane rides. He should reply from where did he get the money to construct a Rs 700 crore office of BJP in Delhi. Then only he should ask me questions pic.twitter.com/T6GI5FVwK3

— ANI (@ANI) April 27, 2019

મધ્ય પ્રદેશના CM કમલનાથ કહ્યું કે, PM મોદી પહેલા દેશને એક બતાવે કે વિમાન માટે થનારા ખર્ચના પૈસા કોણ આપે છે. તેમણે એ બતાવવું જોઇએ કે 700 કરોડના ખર્ચે તૈયાર થયેલા BJP ના મુખ્યાલય માટે પૈસા ક્યાંથી આવ્યાં હતા. આ બધા સવાલોના જવાબ આપ્યાં બાદ જ તેઓ મને સવાલ કરે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશમાં આવકવેરા વિભાગના દરોડાઓનો ઉલ્લેખ કરતા કમલનાથ પર નિશાન સાધ્યું હતું. શુક્રવારે જબલપુરમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, મધ્ય પ્રદેશ સરકાર સરકાર બનવના છ મહિનાની અંદર તુઘલક રોડ કૌભાંડ કરી નાંખ્યું છે જે પૈસાથી નામદાર પોતાનો પ્રચાર કરી રહ્યાં છે.

PM મોદીએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં નોટો ભરેલી થેલીઓ મળી આવી, બોક્સ મળી આવ્યાં અને આ બધું કોંગ્રેસે જમાત પાસેથી મળી રહ્યું છે.

પોસ્ટ વિભાગની એક ભૂલના લીધે રજનીકાંત ચૂંટણીમાં મત ન નાખી શક્યા
તમિલ સિનેમા ઇન્ડસ્ટ્રીઝના સૌથી ચર્ચિત એક્ટર્સ યુનિયનના ચૂંટણી નાડીગાર સંગમમાં રવિવારે ચેન્નઇમાં મતદાન થઇ રહ્યું છે, પરંતુ તમિલ સિનેમના સુપરસ્ટાર રજનીકાંત આ ચૂંટણીમાં મત આપી શક્યા ન હતા. તેની પાછળ પોસ્ટ વિભાગની આળસું કામગીરી કારણભૂત રહી હતી. પોસ્ટલ વોટ સમય પર નહીં પહોંચવાને કારણે મુંબઇમાં શૂટિંગમાં વ્યસ્ત રજનીકાંત મત આપી શક્યા ન હતા.

આ વાતનો ખુલાસો ખુદ રજનીકાંતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કર્યો છે. રજનીકાંતે લખ્યું કે, હું હાલમાં મુંબઇમાં શૂટિંગ કરી રહ્યો છું. મને આજે સાંજે 6.45 કલાકે નાડીગાર સંગમ ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ મળ્યો છે. ઘણી કોશીશ હોવા છચાં તે મને પહેલા મળી શક્યું નથી. મને દુખ છે મોડું થવાને લીધે હું મારો મત આપી શક્યો નથી. આ ઘણું અજીબ અને કમનસીબ છે. આવું થવું જોઇતું ન હતું.

યુનિયનની ચૂંટણીમાં તમિલનાડુ સરકારના હસ્તક્ષેપ બાદ આ ચૂંટણી ચર્ચાના કેન્દ્રમાં છે. જિલ્લા રજિસ્ટ્ર્રાર એન શેખરને મુદ્દાઓનું નિવારણણ ન થાય ત્યાં સુધી TFPC ના અધિકારી તરીકે નિમણુંક કરી દેવાઇ હતી. શેખર એ સમિતિની સભ્ય હતા જેમને TFPC માં અનિયમિતતાઓની તપાસ કરવા માટે સરકારને રિપોર્ટ સોંપી હતી. શેખર એક વર્ષ સુધી પદ પર રહેતા પરિષદ સંબંધિત બધી કાર્યવાહીના નિર્ણય લેતા હતા.

નાડીગર સંગમ યુનિયન 1952માં ચેન્નઇમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં તમિલનાડુની ફિલ્મો, ટેલિવિઝન અને સ્ટેજ એક્ટર મળીને લગભગ 3000 સભ્યો છે. દર ત્રણ વર્ષે તેમના અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. 2015 થી અત્યાર સુધી નાસ્સર આના પ્રમુખ રહ્યાં છે.

સની દેઓલના સાંસદ પદ પર સંકટના વાદળ છવાયા
અભિનેતામાંથી સાંસદ બનેલા સની દેઓલના સાંસદ પદ પર ખતરાના વાદળ મંડાયા છે. પંજાબ કોંગ્રેસે 59 વર્ષીય સની દેઓલ પર હાલની લોકસભા ચૂંટણી દરમિયાન ગુરદાસપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે 70 લાખની ચૂંટણી ખર્ચ મર્યાદા વટાવી હોવાનો આરોપ લગાવ્યો છે. એક વરિષ્ઠ અધિકાપીએ બુધવારે કહ્યું કે કોંગ્રેસની ફરિયાદ પર ધ્યાન રાખીને સની દેઓલને નોટિસ આપીને જવાબ માગવામાં આવ્યો છે.

ચૂંટણી અધિકારી તરીકે નોટિસ આપનારા ડેપ્યુટી કમિશ્નર વિપુલ ઉજ્જવલ પ્રમાણે, હાલ સની દેઓલ તરફથી વધારે ખર્ચ થયો હોવાની જાણકારી મળી છે, પરંતુ તપાસ કરવાની બાકી છે. તેમણે સની દેઓલના વધારાના ચૂંટણી ખર્ચના આંકડા બતાવવાથી પણ ઇનકાર કરી દીધો હતો, જો કે સૂત્રો મુજબ, સની દેઓલે પ્રારંભિક રીતે 86 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની વાત સામે આવી છે.

ઉજ્જવલે કહ્યું કે, હાલ આ કેસમાં કશું કહી શકાય તેમ નથી. અમે ન માત્ર સની દેઓલ પરંતુ બધાં જ ઉમેદવારોને નોટિસ પાઠવી છે જે એક સામાન્ય પ્રક્રિયા છે. ઉમેદવારોએ કરેલા ખર્ચાઓની વિગતે ગણતરી બાદ જ ચૂંટણી ખર્ચના સાચાં આંકડા સામે આવશે. આ કામ 22 અને 23 જૂને કરવામાં આવશે. આરોપ જો સાચાં સાબિત થાય તો ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સની દેઓલ પરનો આ આરોપ સાચો સાબિત થયો તો તેમનું સાંસદ પદ પણ રદ કરી દેવામાં આવવાની સંભાવના રહેશે. સની દેઓલે ગુરદાસપુર બેઠક પરથી સુનીલ જાખડને 82,459 મતોથી હાર આપી હતી.

બાબા રામદેવના મતે આ કારણે કોંગ્રેસ ચૂંટણી હારી, કારણ જાણી તમે પણ હસી પડશો
યોગ ગુરુ બાબા રામદેવ આજકાલ પોતાના સ્ટેટમેન્ટ્સને કારણે ખાસ્સા ચર્ચામાં છે. અવારનવાર મોદી સરકારના વખાણ કરતા બાબા રામદેવે હવે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી કેમ હારી તેનું કારણ જણાવ્યું છે. બાબા રામદેવે બુધવારના રોજ કહ્યું હતું કે, જવાહર લાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીએ લોકોથી છૂપાઇને યોગ કર્યા, પરંતુ તેમના વંશજોએ આને સન્માન ન આપ્યું અને એટલા માટે સત્તાથી દૂર કોંગ્રેસ ચાલી ગઇ.

બાબા રામદેવે કહ્યું કે, જે યોગ કરે છે, તેને ભગવાન સીધા પોતાના આશિર્વાદ આપે છે. બાબા રામદેવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનુચ્છેદ 370 અને ટ્રીપલ તલાક જેવા મુદ્દાઓ પર મોટું કામ કરવામાં આવશે.

યોગગુરુ 21 જૂનના રોજ મહારાષ્ટ્રના નાંદેડમાં ઇન્ટરનેશનલ યોગ દિવસના કાર્યક્રમમાં શામેલ થવાના છે, જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ભાગ લેવાના છે. બાબા રામદેવે કહ્યું હતું કે, PM મોદી એવા પહેલા પ્રધાનમંત્રી છે, જે લોકોની વચ્ચે જઇને યોગ કરે છે. ભાજપના તમામ કેન્દ્રીયમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યો યોગ કરે છે, જેના કારણે તેમને ગૌરવ પ્રાપ્ત થયું છે.

વધુમાં બાબા રામદેવે કહ્યું હતું કે, આ પહેલા ઇન્દિરાજી અને નેહરુજી પણ છૂપાઇને યોગ કરતા, પરંતુ તેમના બાદની પેઢીઓએ યોગને સન્માન ન આપ્યું. એટલા માટે રાજયોગમાં પણ થોડી ગરબડ થઇ ગઇ હતી.

રિપોર્ટમાં દાવો: મતગણતરી પહેલા રાહુલ ગાંધીએ મંત્રીમંડળ નક્કી કરી લીધું હતું
હાલમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટી હારનો સમાનો કરવો પડ્યો હતો અને તેના ખાતામાં માત્ર 52 બેઠકો આવી છે. હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી.. પાર્ટીનો દાવો છે કે રાહુલ અધ્યક્ષ હતા અને રહેશે, તો બીજી તરફ એવા પણ અહેવાલ છે જે રાહુલ ગાંધી કોંગ્રેસની એક પણ બેઠકમાં હાજર નથી રહી રહ્યા.

આ દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે રાહુલ ગાંધીને તેમના નજીકના વ્યક્તિએ વિશ્વાસ અપાવ્યો હતો કે કોંગ્રેસ 184 બેઠકો જીતશે. દાવો કરવામાં આવ્યો હતો કે વધારે ફેરફાર થયો તો પણ 164 બેઠકો ચો મળશે જ. કહેવામાં આવે છે કે રાહુલ ગાંધી સામે આવો દાવો કોંગ્રેસના ડેટા એનાલિસ્ટ પ્રવીણ ચક્રવર્તીએ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, મતગણતરીના એક દિવસ પહેલા ચક્રવર્તી તરફથી આપવામાં આવેલા આ રિપોર્ટના આધારે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ સંભવિત સહયોગી અને પોતાની પાર્ટીના મોટા નેતાઓ સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ ફોન પર એમ કે. સ્ટાલિનને વાત કરી અને ગૃહમંત્રીના રૂપમાં પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપવાની પોતાની ઇચ્છા પણ જાહેર કરી હતી. જ્યારે શરદ પવારને આગ્રહ કરવામાં આવ્યો હતો કે તેઓ ડિસ્પેનસેશનનો ભાગ બને.

અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન કેટલી બેઠકો જીતશે, આ પૂછ્યા પછી અખિલેશ યાદવને મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક ઓફર કરવામાં આવી હતી. અખિલેશ યાદવે આ આંકડા 40-પ્લસ પર રાખ્યો અને રાજ્યમાં કોંગ્રેસની સંખ્યા માટે કહ્યું કે પાર્ટી નવ બેઠકો જીતી રહી છે, જેમાં રાયબરેલી અને અમેઠી ઉપરાંત કાનપુર, ઉન્નાવ, ફતેહપરી સિકરી વગેરે સામેલ હતી. આ ઉપરાંત તેજસ્વી યાદવે પણ દાવો કર્યો હતો કે બિહારમાં કોંગ્રેસ પાંચ બેઠકો જીતશે જ્યારે યુપીએને 20થી વધારે બેઠકો મળશે. નેશનલ કોન્ફરન્સે પણ વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ત્રણ બેઠકો જીતશે.

BJPના અધ્યક્ષપદ અંગે આવ્યા મોટા સમાચાર
લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન કરનારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષપદની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, નવા અધ્યક્ષ કોણ બનશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી જીત્યા બાદ તેમને હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. એટલે હવે ભાજપ અધ્યક્ષની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અમિત શાહ જ ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે.

સૂત્રો અનુસાર ભાજપના સંગઠનની ચૂંટણી ડિસેમ્બરમાં પૂરી થશે, એટલે ત્યાં સુધી પાર્ટીની કમાન અમિત શાહના હાથમાં રહેશે. એવામાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમિત શાહની અધ્યક્ષતામાં થશે. નવા વર્ષ એટલે કે 2020મા ભારતીય જનતા પાર્ટીને તેમના નવા અધ્યક્ષ મળી જશે.

ગુરુવારના રોજ અમિત શાહની અધ્યક્ષતામાં રાજ્યોના પ્રમુખો સહિત પાર્ટીના ટોચના નેતાઓની એક બેઠક થઇ હતી. આ બેઠકમાં સંગઠનની ચૂંટણી, સભ્યપદ અભિયાન અને અન્ય સંબંધિત મુદ્દાઓ જેવા કે તેમના ઉત્તરાધિકારી શોધવાને લઇને ચર્ચા થઇ હતી.

આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રમણ સિંહ, વસૂંધરા રાજે, મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, ભૂપેન્દ્ર યાદવ અને જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટીના વિવિધ પદો ભરવા માટે નવા નેતાઓની પસંદગી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠક પર એ સવાલ પર પણ ચર્ચા થઇ હતી કે, હવે અમિત શાહ જ્યારે ગૃહમંત્રી બની ગયા છે, ત્યારે શું પાર્ટીનો કાર્યભાર સંભાળશે.

BJPના ત્રણ મોટા મંત્રી કેમ સોનિયા ગાંધીને મળવા ગયા, જાણો
કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ શુક્રવારના રોજ કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. સોનિયા ગાંધીને મળનારા આ મંત્રીઓમાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર શામેલ હતા.

રિપોર્ટ મુજબ આ મંત્રીઓએ સોનિયા ગાંધી સાથે 17 જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર અંગે ચર્ચા કરી હતી. 17મી લોકસભાનું પહેલું સત્ર 26 જુલાઈના રોજ પૂરું થવાનું છે અને બજેટ 5 જુલાઈના રોજ રજૂ થવાનું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, BJP મંત્રીઓનું સોનિયા ગાંધીના ઘરે જવું વિપક્ષ સાથે તાલમેલ બેસાડવાની સરકારની કવાયદનો હિસ્સો છે. આ બેઠક 15 મિનિટ સુધી ચાલી હતી.

Delhi: Union Parliamentary Affairs Minister Prahlad Joshi, MoS Parliamentary Affairs Arjun Ram Meghwal and Minister of Agriculture and Farmers Welfare Narendra Singh Tomar, met UPA Chairperson Sonia Gandhi at her residence ahead of upcoming parliament session pic.twitter.com/V122PcEP8C

— ANI (@ANI) June 7, 2019

જોશીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભા દ્રમુકના નેતા ટી.આર.બાલુ સાથે પણ મુલાકાત કરી હતી. સરકાર બજેટ રજૂ કરવા સિવાય ટ્રીપલ તલાક પર પ્રતિબંધ સહિત 10 નવા અધ્યાદેશોના કાયદામાં બદલાવની પણ યોજના બનાવી રહી છે. પહેલા બે દિવસ નવા સાંસદ શપથ ગ્રહણ કરશે. લોકસભા અધ્યક્ષની પસંદગી 19 જૂનના રોજ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને સદનના સંયુક્ત સત્રને 20 જૂનના રોજ સંબોધિત કરશે.

PM મોદીનું ન્યૂ ઇન્ડિયાઃ કન્હૈયાને રીજેક્ટ અને તેજસ્વી કેમ એક્સેપ્ટ કરે છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂ ઇન્ડિયાની વાત કરે છે. આ ન્યૂ ઇન્ડિયા એટલે દેશનું યુવાધન કેવી રીતે વિચારે છે, કેવી રીતે વર્તે છે. કોને પસંદ કરે છે, કોને નાપંસદ કરે છે. લોકસભાની ચૂંટણીના પરિણામોએ બતાવ્યું કે ન્યૂ ઇન્ડિયાનો મતલબ શું છે. આ માટે આપણે બે યુવા ઉમેદવારોની સરખામણી કરીએ. આ ઉમેદવારોમાં એક છે ઉત્તરભારતના બિહાર રાજ્યના બેંગુસરાયથી કન્હૈયા કુમાર. આ વિસ્તાર એટલો વિકસિત નથી. બીજો ઉમેદવાર છે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બેંગાલુરૂ સાઉથથી ચૂંટણી લડેલો તેજસ્વી સૂર્યા. આ દેશના આઇટી હબમાંથી ઊભો થયેલો ઉમેદવાર હતો. આ બન્ને ઉમેદવારોમાંથી ન્યૂ ઇન્ડિયાએ તેજસ્વીને જ કેમ પસંદ કર્યો?

બેગુસરાયથી યુવા ઉમેદવાર હતો કન્હૈયા કુમાર. તેની ઊંમર 32 વર્ષની છે. હાલ સુધી ડાબેરીઓનું ગઢ ગણાતા જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ. તે ડાબેરી વિચારધારામાં માને છે. ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શા અલ્લા, ઇન્શા અલ્લા. જેવા નારા લગાવવાના આરોપસર તેની ઉપર કેસ ચાલી રહ્યો છે. તે તેના જન્મસ્થાન બેગુસરાયથી ચૂંટણી લડી રહ્યો હતો. બિહારનું બેગુસરાય પણ ડાબેરીઓનો ગઢ મનાય છે. કન્હૈયા કુમાર માટે પ્રચાર કરવા બોલીવુડમાંથી સ્વરા ભાસ્કરથી લઇને જાવેદ અખ્તર અને બીજી સેલિબ્રિટિઝ ગઇ હતી. આપણે ત્યાંથી હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ પણ ત્યાં જઇને કન્હૈયાને જીતાડવા જોર લગાવ્યું હતું. મીડિયાએ પણ કન્હૈયાને ભારે પબ્લિસિટી આપી હતી. પરંતુ તે 4 લાખ જેટલા મતોથી હારી ગયો. તેને હાલ કેન્દ્રમાં મંત્રી બનેલા અને પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેતા ગિરિરાજસિંહે હરાવ્યો. ગિરિરાસિંહની ઉંમર કન્હૈયાના દાદા જેટલી છે પરંતુ તેમની સામે કન્હૈયા હારી ગયો. આમ, ન્યૂ ઇન્ડિયા કન્હૈયાની કહેવાતી બિનસાંપ્રદાયિકતા અને ડાબેરી વિચારધારાની રીજેક્ટ કરે છે.

ત્યારે બીજી બાજુ છે તેજસ્વી સૂર્યા. તે 28 વર્ષનો છે અને વકીલાત કરે છે. બેંગાલુરૂ સાઉથ પરથી ભાજપના દિગ્ગજ નેતા અનંથ કુમારના નિધન પછી એવું મનાતું હતું કે તેમની પત્નીને ટિકિટ અપાશે. પરંતુ તેમને બદલે ભાજપે યુવા વકીલ અને ટીવી ડીબેટમાં ઘણીવાર દેખાતા તેજસ્વી સૂર્યાને ટિકિટ આપી. તેજસ્વીએ તેના હરીફ ઉમેદવારને 3 લાખથી વધુ મતોની હરાવી સૌથી યંગેસ્ટ એમપી બનવાનું બિરૂદ મેળવ્યું. તેજસ્વી માને છે કે દેશની સમસ્યાઓનો ઉકેલ ડાબેરી વિચારધારાથી નહીં આવે. તેને ન્યૂ ઇન્ડિયામાં ભરોસો છે જે પોતાના બળે આગળ આવે છે. સરકાર પાસે સુવિધાઓ જરૂર માગે પરંતુ તેની ઉપર આધારિત નથી રહેતો. તેનામાં કંઇક કરી છૂટવાની ધગશ છે. તેની પાસે ભારતના ભવિષ્ય અને પોતાના ભવિષ્ય માટેનું વિઝન છે. તેની સામે કન્હૈયા કુમાર વિરોધ કરી જાણે છે. તેને આઝાદી જોઇએ છે પરંતુ તે આઝાદીનું શું કરશે, તેનો જવાબ નથી. તેની પાસે દેશનો વિકાસ કેવી રીતે થશે, તેનો જવાબ નથી. એટલે લોકોએ આવી વિચારધારાને રીજેક્ટ કરી.

સોનિયા ગાંધી સંસદીય દળના નેતા ચૂંટાયા, રાહુલ હાર બાદ પહેલીવાર ગર્જ્યા
કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ફરીએકવાર સોનિયા ગાંધીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓમાં પ્રાણ ફૂંકતા તેમને આક્રામક અને મજબૂત બન્યા રહેવા માટે કહ્યું હતું. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે 52 સાંસદ જ BJP સામે લડવા માટે કાફી છીએ.

Smt. Sonia Gandhi addresses the Congress Parliamentary Party after being elected. pic.twitter.com/hgnfIoIu2U

— Congress (@INCIndia) June 1, 2019

શનિવારના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તમામ કોંગ્રેસના સભ્યોને યાદ રાખવું પડશે કે, આપણે બધા સંવિધાન માટે લડી રહ્યા છીએ અને કોઇપણ ભેદભાવ વગર દરેક દેશવાસી માટે લડી રહ્યા છીએ.

વધુમાં રાહુલે કહ્યું હતું કે, આપણે મજબૂત અને આક્રામક રહેવું પડશે. લોકસભા ચૂંટણીમાં ઓછી સીટ જીતવા છતા રાહુલે તાકતવર હોવાનો એહસાસ કરાવ્યો હતો અને કહ્યું હતું કે, આપણે 52 સાંસદો છીએ અને હું ગેરન્ટી આપું છું કે, 52 જ BJPથી ઇંચ-ઇંચ લડવા માટે કાફી છે.

શપથવિધિમાં મનસુખ માંડવીયા 'મેં' શબ્દનું ઉચ્ચારણ કરતા ભૂલી ગયા, પછી...
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મંત્રીઓનો શપથ સમારોહ દિલ્હી ખાતે યોજાયો હતો. આ શપથ સમારોહમાં સળંગ બીજી વખત રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા શપથ લેવામાં ઉતાવળ કરી ગયા હતા. રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાએ 'મેં' શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર જ પોતાના નામથી શપથ લેવાનું શરૂ કરતા મંત્રી મનસુખ માંડવીયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટપાર્યા હતા.

એક રીપોર્ટ અનુસાર, શપથવિધીના પ્રોટોકોલ અનુસાર શપથ લેનાર તમામ મંત્રીઓએ હિન્દી ભાષામાં શપથ લેવાના હોય છે. શપથ લેતી વખતે રાષ્ટ્રપતિ પહેલા 'મેં' શબ્દનું ઉચ્ચારણ કરે છે અને પછી શપથ લેનાર મંત્રી દ્વારા 'મેં' શબ્દનું ઉચ્ચારણ કરીને શપથ લેવાના હોય છે.

મંત્રી મનસુખ માંડવીયા જ્યારે શપથ લેતા હતા. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 'મેં' શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. પણ ઉતાવળમાં મંત્રી મનસુખ માંડવીયાએ 'મેં' શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર શપથ લેવાની શરૂ કર્યુ હતું કે, મનસુખ લક્ષ્મણભાઈ માંડવીયા ઈશ્વર કી શપથ લેતા હું કી 'મેં' વિધિ દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રધ્ધા ઓર નિષ્ઠા રખૂંગા... આમ તેઓએ શપથ લીધા હતા.

ત્યારબાદ જ્યારે ફરી એક વાર મંત્રી મનસુખ મંડવીયા 'મેં' બોલતા ભૂલી ગયા ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને કહ્યું કે, 'મેં' ભી બોલીએ મંત્રીજી 'મેં' ભી બોલીએ. ત્યારબાદ તેમણે 'મેં' મનસુખ લક્ષ્મણભાઈ માંડવીયા... આમ 'મેં' શબ્દનું ઉચ્ચારણ કરીને શપથ પૂર્ણ કર્યા હતા.

અમિત શાહને ગૃહમંત્રી બનાવવા પર જિગ્નેશ મેવાણીએ કરી ટ્વીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધાં છે જેમાં સૌથી મહત્ત્વનો નિર્ણય અમિત શાહને ગૃહમંત્રી બનાવવાનો છે. અમિત શાહને ગૃહમંત્રી બનાવ્યાં બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ છે. ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ અમિત શાહ પર કટાક્ષ કરતું ટ્વીટ રિટ્વીટ કરીને તેમના પર નિશાન તાક્યું છે.

પ્રતીક સિન્હા નામના એક યુઝર્સે ટ્વીટ કરીને લખ્યું કે, થોડા વર્ષો પહેલા એક ટેપ સાર્વજનિક થઇ હતી, જેમાં એક વ્યક્તિ ગુજરાત પોલીસને એક મહિલા પર નજર રાખવાં માટે આદેશ આપી રહ્યો હતો, એ વ્યક્તિ હવે કેન્દ્રીય ગૃહમંત્રી બની રહ્યો છે. આ ટ્વીટને રિટ્વીટ કરતા જિગ્નેશ મેવાણીએ લખ્યું કે, તે વ્યક્તિ હવે ભારતના ગૃહમંત્રી છે. મહિલા સુરક્ષા અને પ્રાઇવેસીના સારા દિવસો આવી રહ્યાં છે. જો કે કેટલાક યુઝર્સ જિગ્નેશ મેવાણીને ટ્રોલ કરી રહ્યાં છે અને કેટલાક મેવાણીના આ વાતનું સમર્થન પણ કરી રહ્યાં છે.

That man is now the Home Minister of India. Achhe Din ahead for women safety and privacy. https://t.co/qrQHnq4uJU

— Jignesh Mevani (@jigneshmevani80) May 31, 2019

ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટે ગુરૂવારે સાંજ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ પછી શપથ લીધાં હતા, ત્યારથી જ એવી અટકળો હતી કે અમિત શાહને કોઇ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવશે. ઉલ્લેખનીય એ પણ છે કે આ પહેલા અમિત શાહ ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રીના પદે રહી ચૂક્યાં છે જ્યારે PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યાં હતા. અમિત શાહના કાર્યકાળ દરમિયાન જ ગુજરાતમાં એન્કાઉન્ટર વધ્યાં હતા અને તેમના પર કેસ પણ દાખલ થયો હતો.

ગુજરાતમાંથી ત્રણ મંત્રી, જાણો અન્ય રાજ્યોમાંથી કેટલા અને કોણ-કોણ મંત્રી બન્યા?
સંસદમાં જુદા જુદા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરનાર મંત્રીઓની સંપૂર્ણ યાદી:

ઉત્તર પ્રદેશ (9): નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, મહેન્દ્ર નાથ પાન્ડે, સંતોષ ગંગવાર, હરદીપ સિંહ પુરી, વીકે સિંહ, સાધ્વી નિરંજન જ્યોતિ અને સંજીવ બાલિયન

મહારાષ્ટ્ર (8): નિતિન ગડકરી, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, અરવિંદ સાવંત, રાવસાહેબ દાનવે, સંજય ધોત્રે, રામદાસ આઠવલે અને વી. મુરલીધરન

બિહાર (6): રવિશંકર પ્રસાદ, રામ વિલાસ પાસવાન, ગિરિરાજ સિંહ, આર કે સિંહ, અશ્વિની ચૌબે અને નિત્યાનંદ રાય

મધ્યપ્રદેશ (5): નરેન્દ્ર સિંહ તોમર, થાવર ચંદ ગહલોત, ધમેન્દ્ર પ્રધાન, ફગગન સિંહ કુલસ્તે અને પ્રહલાદ પટેલ

કર્ણાટક (4): સદાનંદ ગૌડા, નિર્મલા સીતારમન, પ્રહલાદ જોશી અને સુરેશ અંગાદિ

રાજસ્થાન (3): ગજેન્દ્ર શેખાવત, અર્જુન મેઘવાલ અને કૈલાશ ચૌધરી

ગુજરાત (3): અમિત શાહ, પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા

હરિયાણા (3): રાવ ઇન્દ્રજીત સિંહ, કૃષ્ણપાલ ગુર્જર અને રતનલાલ કટારિયા

પંજાબ (2): હરસિમરત કૌર બાદલ અને સોમ પ્રકાશ

ઝારખંડ (2): અર્જુન મુંડા અને મુખ્તાર અબ્બાસ નકવી

પશ્ચિમ બંગાળ (2): બાબુલ સુપ્રિયો અને દેબશ્રી ચૌધરી

છત્તીસગઢ (1): રેણુકા સિંહ

દિલ્હી (1): હર્ષવર્ધન

ઉત્તખંડ (1): રમેશ પોખરિયાલ

જમ્મુ-કેશ્મીર (1): જિતેન્દ્ર સિંહ

તેલંગણા (1): જી કિશન રેડ્ડી

ગોવા (1): શ્રીપદ નાઇક

ઓદશા (1): પ્રતાપ ચંદ્ર સારંગી

અસમ (1): રામેશ્વર તેલ

અરુણાચલ પ્રદેશ (1): કિરણ રિજિજુ

હિમાચ પ્રદેશ (1): અનુરાગ ઠાકુર

આ યાદીમાં વિદેશ મંત્રી એસ. જયશંકરનું નામ સામેલ નથી કારણ કે તેઓને ક્યાંથી રાજ્યસભા સાંસદ બનશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.