Assembly Elections 2022 - Khabarchhe

શિક્ષણના મુદ્દા પછી હવે કેજરીવાલ ગુજરાતમાં આ મતદારોને ટાર્ગેટ કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ બધી પાર્ટીઓ કરી રહી છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસ પોતાના પરંપરાગત વોટબેંકને સાધવામાં લાગી ગઇ છે ત્યાં આમ આદમી પાર્ટી પોતાની નવી વોટબેંક ઊભી કરવામાં પ્રયત્નશીલ છે.

આમ આદમી પાર્ટીની હજુ કોઇ વોટબેંક ગુજરાતમાં નથી પરંતુ તેણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામે તમામ બેઠકો પર લડવાની જાહેરાત કરી છે. અગાઉ સુરતમાં પાલિકાની ચૂંટણીઓમાં 27 કોર્પોરેટરો ચૂંટાઇ આવતા પાર્ટીને મોટી આશા જાગી છે. એટલે પહેલા શિક્ષણનો મુદ્દો ઉચકીને કેજરીવાલે ગુજરાતના વાલીઓએ સાધવાનો પ્રયત્ન કર્યો હતો. દિલ્હીની શાળાઓ આખા દેશમાં એક મોડેલરૂપ છે તેવું જણાવીને ખાસ્સો પ્રચાર કર્યો હતો.

હવે પંજાબ જેવા કૃષિપ્રધાન રાજ્યમાં કેટલાક નિર્ણયો લીધા પછી હવે તેને ગુજરાતમાં પણ લાગુ કરવાની તૈયારી પાર્ટી કરી રહી છે. કારણ કે ખેડૂતોની વોટબેંક મોટી છે. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવી જેવા ખેડૂતોના મુદ્દાઓ ઉપાડનાર પત્રકારને પાર્ટીમાં શામેલ કર્યા છે. આ ઉપરાંત સાગર રબારી જેવા ખેડૂત નેતાને પણ શામેલ કર્યા છે.

આમ આદમી પક્ષ પંજાબના કૃષિ ક્ષેત્રને દેશ સમક્ષ એક મોડેલ તરીકે રજૂ કરશે. ગુજરાતની ચૂંટણીમાં પંજાબની સરકારે લીધેલા નિર્ણયોના આધારે પહેલું મોડેલ રજૂ કરશે.

કેજરીવાલે ખેડૂત હિતકારી નિર્ણયો લેવા બદલ મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારની પણ પ્રશંસા કરી હતી. કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ખેતી ખૂબ મોટો મુદ્દો છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે જે રીતે અમે દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય અને વીજળી ક્ષેત્રને મોડેલ તરીકે રજૂ કર્યા છે તે જ રીતે અમે પંજાબના કૃષિ ક્ષેત્રને દેશની સામે મોડેલ તરીકે રજૂ કરીશું.

કેજરીવાલ કેન્દ્ર સરકારના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે એક વર્ષ સુધી ચાલેલા આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભગવંત માન અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ હાજર હતા.

ખેડૂતોની આવક વધારવી એ મોડેલની પ્રાથમિકતા રહેશે. ખેડૂતો આત્મહત્યા અને દેવાની જાળમાં ફસાતા બચાવવા એ આવક વધારવી તે એકમાત્ર રસ્તો છે.

હવે 24 મે પછી ભાજપ વિધાનસભા ચૂંટણી માટે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવનારા પડકારો, રાજકીય અને સામાજીક સ્થિતિને પહોંચી વળવા માટે બે દિવસની ચિંતન શિબિરમાં તૈયાર થયેલો રિપોર્ટ પ્રમાણે સરકાર અને સંગઠને આવનારા છ મહિનામાં સંકલનથી કામ કરવાનું રહેશે. આ રિપોર્ટની ચર્ચા 24મી યોજનારી કારોબારીની બેઠકમાં કરવામાં આવશે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ગદર્શન આપ્યું છે અને તેમણે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન બનાવીને કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના કામમાં લાગી જવાનું છે.

24મીની કારોબારી પછી સરકાર અને સંગઠનને નવી દિશા મળશે. પાર્ટી ચૂંટણી જીતવા માટે નવા કાર્યક્રમો આપશે. આ માટે કારોબારીમાં વ્યાપક સ્તર પર ચર્ચા થવાની છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કારોબારીના તમામ સભ્યો હાજર રહેવાના છે. આ બેઠકમાં મોરચાના પદાધિકારીઓ પણ હશે.

ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના વિવિધ સમાજને આવરી લેતા કાર્યક્રમો કરવામાં આવશે જેમાં આદિવાસી, દલિત, ઓબીસી, ક્ષત્રિય, કોળી અને પાટીદાર સમાજનો સમાવેશ થાય છે. આ સમાજના આગેવાનોને ભાજપમાં સમાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. આ કારોબારીમાં ચોમાસા દરમ્યાન કરવાના થતાં કાર્યક્રમોની પણ ચર્ચા વિચારણા કરાશે.

ગુજરાત પ્રદેશના 40થી વધુ આગેવાનો ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યાં હતા જેમને અમિત શાહે માર્ગદર્શન આપ્યું છે. ભાજપે 150 પ્લસ બેઠકનો ટારગેટ રાખ્યો છે ત્યારે કોંગ્રેસના કબજામાં રહેલી 63 બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે. કારોબારીની બેઠકમાં આ બેઠકો અંગેની ચર્ચા થશે અને કોંગ્રેસના ચૂંટણી જીતી શકે તેવા ધારાસભ્યોને રાજીનામાં અપાવીને ભાજપમાં પ્રવેશ કરવા માટેની ઝૂંબેશ શરૂ કરાશે.

અહીં એક વસ્તુ ધ્યાન ખેંચે તેવી છે કે પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચૂંટણીની રણનીતિ ઘડવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. એમ કહેવાય છે કે હવે ચૂંટણી સુધી ગુજરાતમાં શાહ જ મુખ્ય સુકાની રહેશે. તેમના આદેશ પ્રમાણે હવે આગળના તમામ કાર્યક્રમો અને રેલીઓ નક્કી કરવામાં આવશે. ભાજપ જે બેઠકો પર જીતી નથી શકતું અને શક્યતા દેખાય છે ત્યાં ફોકસ કરવા માટેની રણનીતિ બનાવાઇ હોવાનું સૂત્રો જણાવે છે.

હવે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરબદલા જોવા મળે તો નવાઇ નહીં. હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે તે ભાજપમાં આવે તેવું કહેવાઇ રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પાટલી બદલે તેવા એંધાણ છે.

ભાજપ આવી ગયું છે ફૂલ ચૂંટણી મૂડમાં, સ્ટ્રેટેજી નક્કી કરવા 2 દિવસનું સઘન ચિંતન
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થવા લાગી છે. ભાજપના ટોચના 40થી વધુ આગેવાનો બે દિવસ સુધી ચૂંટણી ચિંતન કરશે. 15 અને 16 મે ના રોજ ભાજપની ચિંતન શિબિર યોજાઇ રહી છે જેમાં ચૂંટણી અંગેની સ્ટ્રેટેજી નક્કી કરાશે. આ બેઠકમાં પાર્ટીની કોર કમિટી તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ બેઠકમાં ભાજપના મહામંત્રી તેમજ સંગઠનના ટોચના આગેવાનો પણ હાજર રહેવાના છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી પાર્ટીની આ પ્રથમ ચિંતન શિબિર છે જેમાં તેઓ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહેવાના છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતોનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. ડિસેમ્બરમાં ગુજરાત તેમજ હિમાચલપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓનું ફોકસ માત્ર બે રાજ્યો છે. કેન્દ્રમાં ગુજરાતમાંથી કેબિનેટ મંત્રી બનેલા સાંસદો પણ ગુજરાતના પ્રવાસની તૈયારીઓ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે.

આ ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં આદિવાસી તેમજ પાટીદાર સમાજ અંગે ચર્ચા થવા સંભવ છે. છેલ્લી છ ટર્મથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર તેમજ મોંઘવારીના મુદ્દા સામે છે ત્યારે આ ચિંતન શિબિરમાં ભાજપના નેતાઓ જનતાની વચ્ચે જવાનો માર્ગ ખોળશે.

આ બેઠકમાં કેટલાક સેશન થવાના છે જેમાં સોશ્યલ મિડીયા, મિડીયા કમિટી, આઇટી સેલના સેશન પણ થશે. જિલ્લા, તાલુકા અને મહાનગરો દ્વારા થયેલા કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. સંગઠનાત્મક કાર્યક્રમો માટે પણ તૈયારી કરાશે. ઉલ્લેખનીય છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 20 અને 21 મે દરમ્યાન જયપુરમાં યોજાવાની છે ત્યારે તે પહેલાં ગુજરાતમાં મળનારી આ ચિંતન શિબિર મહત્વની બની રહેશે.

નરેશ પટેલ મામલે ભાજપની શું છે સ્ટ્રેટેજી
ગુજરાતના પાટીદાર સમાજના નેતા અને ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી નરેશ પટેલને રાજકારણમાં લાવવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઇ છે તેવા સંજોગોમાં તેઓ રાજનીતિમાં આવશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાયેલી જોવા મળે છે.

નરેશ પટેલને ભાજપમાં લઇ જવા માટે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત ભાજપના કેટલાક પાટીદાર વગદાર નેતાઓએ પ્રયાસ શરૂ કર્યા છે. એક ઓબીસી નેતા પણ તેમને ભાજપમાં જોડવા મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યાં છે.

તેમણે દિલ્હીમાં બે કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં અગાઉ તેઓ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળી ચૂક્યાં છે. ભાજપના સૂત્રો કહે છે કે તેમના પુત્ર શિવરાજ પટેલને ભાજપની ટિકીટ આપવાની અને મંત્રી બનાવવાની પણ ઓફર થઇ ચૂકી છે.

બીજીતરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તેવી અટકળો પણ વહેતી થઇ હતી. પોલિટીકલ સ્ટેટેજીક પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યાં છે તેવી ચર્ચાએ ગયા સપ્તાહે જોર પકડ્યું હતું પરંતુ ખુદ આ પાટીદાર નેતા ક્યાં જોડાવાના છે તેનો ફોડ પાડતા નથી. તેમના નિર્ણય અંગે પાટીદાર સમાજ પણ અવઢવમાં મૂકાયેલો છે.

અમિત શાહના મતે અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશને આ બાબતોમાં નંબર વન બનાવ્યું
અમિત શાહે ફરી એકવાર સમાજવાદી પાર્ટી અને બસપા પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશને માફિયા અને મસલમેનથી મુક્ત રાખવા માટે ભાજપ સરકાર જરૂરી છે. ગૃહમંત્રીએ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે અખિલેશે UPને ઘણી બાબતોમાં નંબર વન બનાવ્યું છે - ઉત્તર પ્રદેશ લૂંટમાં નંબર વન હતું. લૂંટમાં ઉત્તર પ્રદેશ નંબર વન હતું. હત્યામાં ઉત્તર પ્રદેશ નંબર વન હતું. બળાત્કારના મામલામાં ઉત્તર પ્રદેશ નંબર વન હતું. આ સાથે તેમણે કહ્યું કે આજે અતીક અહેમદ, મુખ્તાર અંસારી, આઝમ ખાન, આ બધા જેલમાં છે. ભૂલથી પણ સાયકલ ચલાવો તો જેલમાં હશે? જો ઉત્તર પ્રદેશને માફિયા-બાહુબલીઓથી મુક્ત કરાવવો હોય તો તે ભાજપનું જ છે.

શાહે કહ્યું કે અમે ઉત્તર પ્રદેશમાં 1.67 કરોડ ગરીબ માતાઓને મફત ગેસ કનેક્શન આપ્યા છે. 2.54 કરોડ ખેડૂતોને તેમના બેંક ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા મોકલવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું કે હું જે પણ જિલ્લામાં જતો હતો ત્યાંના લોકો કહેતા હતા કે અમે મચ્છરોથી પરેશાન છીએ અને માફિયાઓથી પણ પરેશાન છીએ. નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન ચલાવીને મચ્છરોથી છુટકારો મેળવ્યો અને શૌચાલય આપીને અને યોગી આદિત્યનાથે પૂર્વાંચલને માફિયાઓથી મુક્ત કરવાનું કામ કર્યું.

શાહે કહ્યું કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અમે કહ્યું હતું કે દરેક જિલ્લામાં જેણે પણ સરકારી અને ગરીબોની જમીન પર કબજો કર્યો છે તેને પરત લાવવા માટે કામ કરીશું. શિવપાલ યાદવ આ સાંભળીને હસતા હતા અને કહેતા હતા કે કબજે કરેલી જમીન પાછી નથી આવતી. યોગીજીએ 2000 કરોડ રૂપિયાની સરકારી જમીન પર અતિક્રમણ હટાવીને ગરીબો માટે ઘર બનાવ્યા છે. UPના બુંદેલખંડમાં અખિલેશના ગુંડાઓ ગોળીઓ, કટ્ટા બનાવતા હતા. કટ્ટા અને બુલેટ બનાવીને સપા સરકારે યુવાનોને ગુનાખોરીની દિશામાં લઈ જવાનું કામ કર્યું છે. આ બુંદેલખંડમાં નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ગોળીઓને બદલે ગોળીથી જવાબ આપવાની વ્યવસ્થા કરી છે.

બસપા અને ભાજપનો મેળ થઇ ગયો અને યુપીમાં મોટો ખેલ થઇ ગયો- ઓમ પ્રકાશ રાજભર
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 6 બેઠકો પર જીત મેળવનારી પાર્ટીએ આરોપ મુક્યો છે કે બસપાના ઉમેદવારોની યાદી ભાજપ ઓફિસમાં નક્કી થઇ હતી. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે યુપી વિધાનસભામાં ચૂંટણી હાર્યા પછી આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પૂર્વાંચલની 122 સીટ પર બસપાના ઉમેદવાર ભાજપે નક્કી કર્યા હતા જયારે તેમને પ્રતિક બસપાની ઓફિસમાં આપવામાં આવ્યા. રાજભરે દાવો કર્યો કે તેમની પાસે પુરાવા પણ છે.

ઓમ પ્રકાશ રાજભરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભલે બસપા હોય કે કોંગ્રેસ, 4 વખત સત્તામાં રહી ચૂકેલી પાર્ટીઓએ ભાજપને સમર્થન આપ્યું તેમના મત કયાં ગયા? તેમણે કહ્યું કે અમે વિધાનસભા વાઇસ રિવ્યૂ કરવાનો નિર્ણય કર્યો છે. એ રિપોર્ટમાં જે ખામી જણાશે તેને સુધારવાની અમે કોશિશ કરીશું. તેમણે કહ્યું કે, બસપા અને ભાજપનો મેળ થઇ ગયો અને યુપીમાં મોટો ખેલ થઇ ગયો.

તાજેતરની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ગઠબંધન સાથે ચૂંટણી લડનારી સુભાસપાને માત્ર 6 બેઠકો પર જીત મળી હતી. સુભાસપાએ 18 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા.

ઓમ પ્રકાશ રાજભર આ પહેલાં પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં તેમણે નિઃસહાય પશુઓના મુદ્દા પર કહ્યું હતું કે ભાજપવાળા દેખાઇ તો તેમને સાંઢ સાથે બાંધી દેજો. ઉપરાંત તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે યોગી આદિત્યનાથ તેમની હત્યા કરાવવા માંગે છે.

સુભાસપાના આ નેતાએ પોતાના ચૂંટણી પ્રચારમાં વાયદો કર્યો હતો કે જો ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર બનશે તો ત્રણ સવારી પર પોલીસ રસીદ નહીં ફાડશે. આના માટે તેમણે એવું લોજીક આપ્યું હતુ કે ટ્રેનમાં 70ની બેઠક પર 300થી વધારે મુસાફરો પ્રવાસ કરવા છતા તેમની સામે રસીદ નથી ફાટતી તો બાઇક પર 3 સવારી પર દંડ શું કામ ભરવો જોઇએ.

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ બહુમત સાથે જીતી ગઇ છે અને હવે થોડા દિવસોમા સત્તારૂઢ પણ થઇ જશે. ચૂંટણી હાર્યા પછી હવે કોઇ પણ આરોપ મુકવામાં આવે તો તેનો કોઇ મતલબ નથી. સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય ઉમેદવાર રચના સિંહે પણ EVM સાથે ચેડાં થયા હોવાનો આરોપ મુક્યો હતો.

સપાની હારથી નિરાશ નેતાએ આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાં દાખલ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી હતી. ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહુમતી મળી રહી હતી. સત્તાધારી પાર્ટી 274 સીટો પર આગળ હતી અને સમાજવાદી પાર્ટી (SP) 123 સીટો પર આગળ હતી. બસપા 4 સીટો પર, કોંગ્રેસ 2 અને અન્ય 1 સીટો પર આગળ હતી..

સપા એ ટ્વીટ કર્યું, "સમાજવાદી પાર્ટી ગઠબંધનના પદાધિકારીઓ અને નેતાઓએ સાવચેતી રાખવાથી અચકાવું જોઈએ નહીં કે 60% મતોની ગણતરી હજુ બાકી છે અને 100 સીટોમાં તફાવત હજુ 500 મતોની આસપાસ છે. આપ હજુ મક્કમ રહો. અને અંતિમ પરિણામ સુધી સાવચેત રહો."

આ સિવાય સપાએ ટ્વીટ કર્યું, "ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના વલણોમાં 100 સીટોનો તફાવત 500 મતોની નજીક છે. સમાજવાદી પાર્ટી ગઠબંધનના કાર્યકરો, પદાધિકારીઓ અને નેતાઓને તકેદારી રાખવાની અપીલ છે."

એટલું જ નહીં સપાનો આરોપ હતો કે સપા ગઠબંધનની આગેવાની હેઠળની બેઠકો પર મતગણતરી ધીમી ગતિએ થઈ રહી છે. સપાએ ટ્વીટ કર્યું, "ગોરખપુર ગ્રામીણમાં 1 લાખ 32 હજાર મતોની ગણતરી થઈ ગઈ છે, જ્યારે ગાઝીપુરમાં અત્યાર સુધી માત્ર 16 હજાર મતોની ગણતરી થઈ છે. સપા ગઠબંધનની આગેવાની હેઠળની બેઠકોની ગણતરી ધીમી ગતિએ કેમ થઈ રહી છે? ચૂંટણી પંચ જવાબ આપવો જોઈએ."

આ દરમિયાન કાનપુરના વરિષ્ઠ સપા નેતા નરેન્દ્ર સિંહ ઉર્ફે પિન્ટુએ ગુરુવારે બપોરે વિધાનસભા ભવન સામે આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપન માટે આગ લગાડતાની સાથે જ પોલીસે તેને જોયો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી(BJP)ની સરકાર બનવાથી દુઃખી થઈને આ પગલું ભર્યું છે.

ACP હઝરતગંજ અખિલેશ સિંહના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર સિંહ ઉર્ફે પિન્ટુ લગભગ ચાર વાગે વિધાનસભા ભવન સામે પહોંચ્યો હતો. અચાનક તેણે પોતાની જાત પર તેલ રેડ્યું. જે પછી આગ લાગી હતી. આ દરમિયાન પોલીસની નજર પડી હતી. તરત જ પોલીસ તેને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડોક્ટરો 40 ટકા દાઝી ગયા હોવાની વાત કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર કાનપુરમાં એસપીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ છે. હોસ્પિટલ જતા સમયે તેઓ ચીસો પાડી રહ્યા હતા કે ભાજપે ફરીથી સરકાર બનાવી હોવાથી તેઓ દુખી છે.

ફરીથી સુરક્ષા પ્રશ્નો

ગુરુવારે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી. આ દરમિયાન ભાજપ સરકાર ફરી બનાવવાનો સંકેત મળવા લાગ્યો. ત્યાર પછી પોલીસે ભાજપ કાર્યાલય અને વિધાનસભા ભવનની આસપાસ સુરક્ષા વધારી દીધી હતી. ત્યારે આટલી મોટી સંખ્યામાં પોલીસની હાજરીમાં આત્મદાહનો પ્રયાસ પ્રશ્નના ઘેરામાં છે. જો કે, પોલીસ તેની પીઠ એ વાત પર થાબડી રહી છે કે તેણે નરેન્દ્રને બચાવી લીધો છે.

પંજાબમાં આમ આદમી પાર્ટી જીતવાની સાથે ઝેલેન્સ્કી કેમ ટ્રેન્ડ થવા માંડ્યા?
દેશની 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના 10 માર્ચે પરિણામ જાહેર થઇ ગયા તેમાં આમ તો 4 રાજ્યોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે, પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતીને આખો ઇતિહાસ નાંખ્યો છે. પંજાબ ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી એ વાત સ્પષ્ટ થઇ કે મુખ્યમત્રીની ખુરશી પર ભગવંત માન જ બેસવાના છે. જયારે પંજાબમાં ચૂંટણી પરિણામના શરૂઆતના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી તરફ જેવો ઝુકાવ જોવા મળ્યો કે તરત જ ટવીટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy ટ્રેન્ડ થવા માંડ્યા હતા. હવે તમને થશે કે પંજાબના ભગવંત માન અને જેલેન્સકીને શું લેવા દેવા? તો  યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ ટ્રેન્ડ થવાનું કારણ અમે તમને જણાવીશું.

Our own Indian Zelensky#Bhagwantmann #ElectionResults pic.twitter.com/1kBf72Cn11

— Free Guy (@TheFree_Guy) March 10, 2022

#Indian #Zelensky from #Punjab Mr. @BhagwantMann pic.twitter.com/uCW2TUdt0G

— Bishan Jamwal (@BishanJamwal) March 10, 2022

Both start with Comedy
Now delivering pure performance#Bhagwantmann#Zelensky #AAPRising pic.twitter.com/D4loecsWV5

— ?? Sachin Patel ?? (@Unfortunate_Er) March 10, 2022

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. જેવા ચૂંટણી પરિણામો જાહેર થવા માંડ્યા અને આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ જોવા મળ્યો કે તરત સોશિયલ મીડિયા પર યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ ટ્રેન્ડ થવા માંડ્યુ હતું. હકિકતમાં, સોશિયલ મીડિયા યૂઝર્સ ભગવંત માનની સરખામણી Volodymyr Zelenskyy થી કરવા માંડ્યા હતા. આવું કરવા પાછળનું કારણ એવું હતું કે જેલેન્સકી પણ ભગવંત માનની જેમ  એક જમાનામાં કોમેડિયન હતા.

જેલેન્સકી યુક્રેનના મશહુર  કોમેડી શો KVNમાં પરફોર્મન્સ આપતા હતા. તેઓ વર્ષ 2003 સુધી આ શોમાં રહ્યા હતા. ટેલિવિઝન ઉપરાંત જેલેન્સકીએ  Rzhevskiy Versus Napoleon (2012)  અને રોમેન્ટિક ફિલ્મ 8 First Dates (2012) અને 8 New Dates (2015) માં

પણ તેમણે કામ કર્યું હતું. તો, ભગવંત માનની વાત કરીએ તો તેઓ રાજકારણમાં આવતા પહેલાં નેશનલ ટેલીવિઝન સહિત અનેક પંજાબી કોમેડી શોમાં કામ કરી ચૂક્યા છે. તેમનો શો જુગ્નૂ મસ્ત મસ્ત ખાસ્સો લોકપ્રિય થયો હતો.

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર  માટે ભગવંત માનનું નામ પસંદ કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના ‘जनता चुनेगी अपना सीएम’ કાર્યક્રમ હેઠળ ભગવંત માનનું નામ પસંદ કરવામાં આવ્યું હતું. લોકોએ વ્હોટસએપ, ફોન કોલ્સ અને એસએમએસ કર્યા હતા.

જો કે ભગવંત માન સત્તા મેળવી રહ્યા છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ દેશ બચાવવા માટે રશિયા સામે લડત  આપી રહ્યા છે.

UPમા યોગીની જીતથી પાકિસ્તાનને મરચા લાગ્યા, કહ્યું- હવે સ્થિતિ વધુ ખરાબ થશે
યુપીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા, આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં BJP ભારે મતોથી બહુમતી સાથે સરકાર બનાવે છે. CM યોગી આદિત્યનાથ ફરી એક વાર પાંચ વર્ષ સુધી સત્તા ભોગવવાના છે. UPની ચૂંટણીના પરિણામની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. સાથે સાથે પાકિસ્તાનમાં પણ આની અસર જોઈ શકાઇ છે.

ચૂંટણીના પરિણામોના તારણમાં UPમાં યોગી આદિત્ય ફરી સત્તા પર આવતા પાકિસ્તાનથી પણ ઘણી પ્રતfક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાનના રાજકિય વિશ્લેષણ મુશરફ જૈદીએ કહ્યું છે કે, UPમાં યોગી આદિત્યનાથ ફરી ચૂંટાવવાથી હવે એ વાત નક્કી છે કે, ભારતની દિશા હવે બદલાવાની નથી.

તેમણે તેમના ટ્વીટર એકાઉન્ટથી કરેલી ટ્વીટમાં લખ્યું છે કે, UPમાં યોગી આદિત્યનાથની જીતથી એક વાત નક્કી છે કે, ભારત હવે તેમનો હિન્દુત્વવાદીનો રસ્તો બદલવાનું નથી. આગામી દિવસોમાં સ્થિતિ વધારે ખરાબ થશે. ઘણાં લોકો આ વિશે પહેલેથી ચેતવણી આપી રહ્યા છે. પાકિસ્તાને 2019 પછીના ભારતની સરખામણીએ વધુ દુસાહસી ભારત સાથે લડવા માટે તૈયાર રહેવું જોઈએ.

Yogi Adityanath's victory in UP is another confirmation of what many have been warning about: India's trajectory is not going to change. It is only going to get worse.

Pakistan must be prepared to deal with an even more audacious and combative India than the post 2019 India.

— Mosharraf Zaidi (@mosharrafzaidi) March 10, 2022

ત્યારે વકાસ એહમદ નામના એક યુઝરે લખ્યું છે કે, વધુ એક સમસ્યા છે. જો જાતિવાદ વધશે તો તે દક્ષિણ એશિયાના બાકીના ભાગોમાં ફેલાશે. અમે તાજેતરમાં જ જોયુ છે કે, કેવી રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કેસ ચાલ્યો હતો. આ બધી જગ્યાએ ફેલાઈ જશે અને નાની વસ્તીવાળા દેશોને તેનો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Yogi Adityanath's victory in UP is another confirmation of what many have been warning about: India's trajectory is not going to change. It is only going to get worse.

Pakistan must be prepared to deal with an even more audacious and combative India than the post 2019 India.

— Mosharraf Zaidi (@mosharrafzaidi) March 10, 2022

હમ નામના પાકિસ્તાનના એક ટ્વીટર એકાઉન્ટ પર જાહેરાત કરવામાં આવી છે કે, ફાસીવાદનું જીવન વધારે સમય સુધી નથી હોતું. શાવૈજ ખાન નામના એક યુઝરે લખ્યું છે કે, એ ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે કે, મોહમ્મદ અલી ઝીના એક દૂરદર્શી નેતા હતા. તેઓ આ બધુ જોઈ શકતા હતા. અલ્લાહનો આભાર કે અમારી પાસે પાકિસ્તાન છે અને અમારે આ લોકોના શાસનમાં નથી રહેવું પડતું.

The anti Muslim priest, Yogi Adityanth, has cemented his position as the likely successor of Narendra Modi after BJP's landsliding victory in UP elections. #UttarPradeshElections2022

— Fidato (@tequieremos) March 10, 2022

Fitado નામના પાકિસ્તાની ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, UPની ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત પછી મુસ્લીમોના  વિરોધી યોગી આદિત્યનાથે PM મોદીના સંભવિત ઉત્તરાધિકારી તરીકે તેમની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

PM મોદીએ આખા દેશની રાજનીતિ બદલી નાંખી છે: ઓમ માથુર
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બીજી વખત જીતનો પરચમ લહેરાવ્યો છે અને બહુમતી સાથે વિજય મેળવીને ભલભલાની બોલતી બંધ કરી દીધી છે. યૂપીની ચૂંટણી પહેલાં ભાજપ ફરી સત્તા હાંસલ કરી શકે એ વાતની લોકોને શંકા હતી કારણ કે ખેડુત આંદોલન, લોકોની નારાજગી, નેતાઓની નારાજગી આ બધું સામે આવી રહ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ બધાની ગણતરી ખોટી પાડીને ઉત્તર પ્રદેશની સત્તા ફરી હાંસલ કરી છે. ચૂંટણી જીત્યા પછી ભાજપના સિનિયર નેતા અને રાજ્યસભા સાંસદ ઓમ પ્રકાશ માથુરે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે PM મોદીએ આખા દેશની રાજનીતિ બદલી છે.

1ST ઇન્ડિયા ચેનલની પત્રકાર અદિતી નાગરે ઓમ માથુરને સવાલ પુછ્યો હતો કે, સુશાસનની એ વાત જણાવો જેના આંકડા આજે જોવા મળ્યા? જેના જવાબમાં ઓમ માથુરે કહ્યું હતું કે હું 2014થી કહેતો આવ્યો છું કે, આઝાદી પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીએ આખા દેશની રાજનીતિ બદલી નાંખી છે. આમ નાગરિક, આમ મતદાતાના મનમાં એ વાત હતી કે મારા ગામ, મારા પરિવારમાં વિકાસ થવો જોઇએ.

અત્યાર સુધી રાજનીતિ જાતિના આધારે, પાર્ટીના આધારે, ધર્મના કે પ્રદેશના આધારે થતી હતી તે હવે વિકાસના આધાર પર થઇ રહી છે. સરવાળે છેલ્લાં 5 વર્ષમાં જે પ્રકારે ભલે તમે ડબલ એન્જિન કહો,PM મોદીની જન કલ્યાણ યોજના છે. દેશમાં એક પણ એવો પરિવાર ન હોય જેમણે PM મોદીની યોજનાનો લાભ લીધો ન હોય. સાથે મહત્ત્વની વાત એ છે કે યોગીએ આ યોજનાઓને ગામના નીચલા સ્તર સુધી પહોંચાડી એવું દરેક વ્યકિતના મનમાં લાગ્યું.

ઓમ માથુરે કહ્યું કે મેં ચૂંટણી પહેલાં કહેલું કે, પૂર્ણ બહુમતીથી સરકાર બનશે. શક્ય છે કે લોકોને ભ્રમ થયો હોય.પણ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં દેશના 5 રાજ્યોમાંથી 4 રાજ્યોએ મહોર લગાવી દીધી કે મોદી હૈ તો મુનકીન હૈ. મતલબ કે મોદી છે તો બધું શક્ય છે. પ્રધાનમંત્રી મોદીના કામને લોકોએ પસંદ કર્યા છે. જે યુપીમાં એક સમયે ગુંડા રાજ હતું, મહિલાઓ ઘરની બહાર નિકળી શકતી નહોતી.. પરંતુ  મહિલાઓ, બહેનો, દિકરીઓ, બાળકોના મનમાં વિશ્વાસ પેદા થયો છે. પ્રદેશ સુરક્ષિત થયો હતો અને  અડધી રાત્રે ગમે ત્યારે નિકળી શકતા હતા. એક સુશાસન, એક ગરીબ સુધી યોજના પહોંચાડવાનો આ Verdict છે.

પત્રકારે ઓમ માથુરને સવાલ પુછ્યો હતો કે ગ્રાઉન્ડ લેવલે ધારાસભ્યોની નારાજગી દેખાતી હતી. દેશની ચૂંટણીમાં PM મોદીનો ચહેરો હોય તે વાત બરાબર છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં તો સ્થાનિકનો ચહેરો જોવામાં આવે છે છતા અહીં પણ ઓવર રૂલ જોવા મળ્યું? જેના જવાબમાં ભાજપ નેતા ઓમ માથુરે કહ્યું કે, ઘણો ભ્રમ ફેલાવવામાં આવ્યો, બધા પ્રકારના.

એકાદની નારાજગી હોય તો તે એક અલગ વિષય છે. સૌથી મોટો વિષય તમે ખેડુત આંદોલનનો જોયો. બધાએ કહ્યું કે જાટ નારાજ છે. આખા પશ્ચિમમાં જુઓ, પૂર્વાચંલમાં જુઓ, અવધ જુઓ, બુંદેલખંડ જુઓ કશું નજરે ન પડ્યું. શક્ય છે કે પરિવારના એકાદ સભ્યને પ્રોબ્લેમ હોય શકે છે, પરંતુ સંપૂર્ણ પરિવારના વ્યકિતઓએ બિલકુલ  ડંકાની ચોટ પર કમળ પર મહોર લગાવી છે. એટલે શુદ્ધ રૂપે વિકાસ , લો એન્ડ ઓર્ડર અને યોજનાઓના આ ચુકાદો છે.

પત્રકારે ઓમ માથુરને સવાલ પુછ્યો હતો કે ભાજપે ઉત્તર પ્રદેશમા  ઇતિહાસ રચ્યો તે જ રીતે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં ઇતિહાસ રચ્યો છે  શું આને કારણે ભાજપને નોર્થના રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં પડકાર ઉભો થશે? ઓમ માથુરે જવાબ આપતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીને પડકાર માનીને જ લડે છે. તમે જે રાજ્યનું નામ લઇ રહ્યા છો ત્યાં પ્રધાનમંત્રી પોતે ગુજરાત જવાના છે.

અમે ચૂંટણીની પહેલાં તૈયારીઓ કરીએ છીએ. ગુજરાતમાં પણ અત્યારથી ધ્યાનમાં રાખીને અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તૈયારી કરી રહ્યા છે. ઓમ માથુરે કહ્યું કે તેમણે પંજાબાં ઇતિહાસ રચ્યો છે તે સારી વાત છે અને અમે તેને એ વાત માટે ધન્યવાદ આપીએ છીએ. પરંતુ અમ ચૂંટણીને પડકાર માનીને જ આગળ વધીએ છીએ.

LIVE: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામની પળેપળની માહિતી
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સવારે સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ EVM પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. દરેક ચૂંટણી વાળા રાજ્યમાં મતગણતરીને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉમેદવારો વહેલી સવારથી મતગણતરી બૂથ પર પોતાના સમર્થકો સાથે પહોંચી ગયા હતા. આજે ઉત્તર પ્રદેશની 403 બેઠક, પંજાબની 117 બેઠક, ઉત્તરાખંડની 70 બેઠક, ગોવાની 40 બેઠક અને મણીપુરની 60 બેઠક પર થયેલા મતદાનથી ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. બધાની નજર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર છે, જ્યાં PM મોદી, અમિત શાહ સહિત આખી ભાજપ સરકારે ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું હતું.

ભાજપ 80 ટકા બેઠકો જીતીને રેકોર્ડ બનાવશેઃ યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તમામ મતદારોને મારી અપીલ છે કે ભાજપને મત આપો. અમે 80 ટકાથી વધુ બેઠકો જીતીશું અને ભાજપ રેકોર્ડ બનાવશે. બૂથ પર પહોંચેલા મુખ્યમંત્રી પણ તેમના બૂથના પ્રથમ મતદાર બન્યા હતા. મત આપ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી અને પછી ગોરખનાથ મંદિર પહોંચીને નાસ્તો કર્યો. તેમણે કહ્યું કે અમે 80 ટકાથી વધુ બેઠકો જીતીશું અને ભાજપ રેકોર્ડ બનાવશે.

મતદાન બાદ પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ‘લોકોમાં તેમના બંધારણીય અધિકારો અને ફરજો પ્રત્યે ભારે ઉત્સાહ છે. ખાસ કરીને માતાઓ અને બહેનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે લોકશાહી માટે છે. ખૂબ જ સારી વાત છે. ’સીએમ યોગીએ કહ્યું કે છઠ્ઠા તબક્કામાં જ્યાં મતદાન થઈ રહ્યું છે તેવા 9 જિલ્લાના મતદારોને અપીલ છે કે તેઓ સારી સરકાર, સુશાસન અને તેમની આકાંક્ષાઓ અનુસાર વિકાસના કાર્યોને આગળ વધારવા માટે મતદાન કરે.

તેમણે કહ્યું કે પાંચ તબક્કાની ચૂંટણીમાં રાજ્યની જનતાએ તેમના ઉત્સાહ સાથે સારી સરકારને ચૂંટવાની વાત સાબિત કરી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીના વલણોએ બતાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતથી ઘણી આગળ છે. અમે ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં જીતનો જંગી છગ્ગો ફટકારીને 300નો લક્ષ્યાંક હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. સાતમા તબક્કામાં તે 2017 કરતા પણ મોટી જીતનો નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારે PM મોદીના માર્ગદર્શન હેઠળ લોકોના વિશ્વાસને જાળવીને પ્રામાણિકતા, આદર અને પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે. જેનાથી લોકોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. યોગી આદિત્યનાથે જનતાને સરકાર પસંદ કરવામાં યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે તેમની સરકારે મહિલાઓ, પછાત, દલિતો, ગરીબો અને સમાજના તમામ વર્ગો માટે અભૂતપૂર્વ કામ કરવાનો પ્રયાસ કર્યો છે. તે પણ જોઈ શકાય છે. આજે નક્કી કરવાનો સમય આવી ગયો છે કે આપણે કેવા પ્રકારની સરકાર ઈચ્છીએ છીએ. માફિયાઓ, તોફાનીઓને ટેકો આપતા લોકોની સરકાર અથવા એવી સરકાર કે જેણે સુરક્ષા, વિકાસ, રોજગાર અને સુશાસનની ગેરંટી આપી હોય. જો નિર્ણયની આ ક્ષણે આપણે ચૂકી જઈશું તો 5 વર્ષની મહેનત ધોવાઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તમે બધાએ પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને પૂર્વ ઉત્તર પ્રદેશના વિકાસ કાર્યો જોયા અને સાંભળ્યા છે. આ 5 વર્ષમાં વિકાસના ઘણા કામો થયા છે. ખાતરની ફેક્ટરી શરૂ થઈ, એઈમ્સ પણ બની, કુશીનગરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો ખોલવામાં આવી. એટલું જ નહીં, 40 વર્ષથી અકાળે હજારો બાળકોને અસર કરતી એન્સેફાલીટીસની સમસ્યાને અમે 4 વર્ષમાં હલ કરી છે.