Opinion - Khabarchhe

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ
(ઉત્કર્ષ પટેલ)

કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના આવશ્યકતાઓની ખોટ વાળા ઘરો પરિવારો સુધી શિક્ષણ, આરોગ્ય, અન્ન અને આશાનો સહયોગ પહોંચે ત્યારે ઉજવણી માનવતાનો મહાયજ્ઞ બની જાય છે.

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા 17 સપ્ટેમ્બર 2026ના ગુરુવારે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી મોટાવરાછાના શમથોડ ખાતે કિરણ હોસ્પિટલ - 2 ના ગ્રાઉન્ડ પર યોજાનાર "નમો સંવેદના દિવસ" ઉપલક્ષ કાર્યક્રમ એક પ્રેરક પ્રયત્ન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવાદિવસ તરીકે જીવંત કરવાનો આ સંકલ્પ સમાજને સ્મરણ કરાવે છે કે સાચું સન્માન વાતોમાં નહીં પરંતુ યોગ્ય પરિવારોની સેવામાં છે.

આ કાર્યક્રમનું હૃદય એક સરળ મંત્ર કહી શકાય જે છે “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ.” વિકાસ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે તે છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે જે સાચો અંત્યોદય કહેવાય. આપણું સુરત હીરા અને વેપારથી ચમકે તો છે પરંતુ તે જ નગરીના નગરશેઠો જ્યારે અન્ન, ટિફિન, દવા અને શિક્ષણની સહાયને એકસાથે સેવામાં જોડે છે ત્યારે સમજાય છે કે સમૃદ્ધિનું સાચું માપ ખિસ્સામાં નહીં પણ સંવેદનામાં છે. નમો સંવેદના દિવસ માત્ર એક દિવસની ઉજવણી થઈ વધુ, એ વિચારનું વ્યવહારમાં રૂપાંતર છે કે રાષ્ટ્રનું કલ્યાણ સરકારી યોજનાઓથી જ નહીં પણ નાગરિકોની સ્વૈચ્છિક ભાગીદારીથી પણ થાય છે.

કાર્યક્રમની સેવાપ્રવૃત્તિઓ તેની આત્મા હોય છે. શિક્ષણ સહાય એટલે માત્ર ફીની રકમ નહીં એક બાળકના ભવિષ્યને અટકી જતું અટકાવવાનો પ્રયાસ છે. ગંગા સ્વરૂપ સહાય માતૃશક્તિને સન્માન આપે છે અને સાકસત્કાર કરાવે છે કે સમાજની પ્રગતિ નારીના સન્માન વગર અધૂરી છે. ટિફિન સેવા સામાન્ય લાગે પણ ભૂખ્યાની ભૂખ ઠરે ત્યારે એ વ્યક્તિની આખા દિવસની નિરાશાને તોડી નાખે છે. અન્ન સહાય ઘરના ચૂલાને જીવંત રાખે છે. આ બધું સાથે મળીને મૌન સંદેશ આપે છે કે સેવા મોટા ભાષણથી નહીં પરંતુ સમાજમાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા અને ખોટ પૂર્તિથી થાય છે.

આરોગ્યની સેવા આ સેવાયજ્ઞને વધુ સંવેદનશીલ બનાવે છે. મેડિકલ સહાય અને કેન્સર નિદાન કેમ્પ એ યાદ અપાવે છે કે બીમારી કોઈને પૂછીને આવતી નથી. ડાયમંડ હોસ્પિટલ દ્વારા OPD અને ડિલિવરી ફીમાં આપવામાં આવતી રાહત સીધી માતા અને નવજાતના જીવનને સ્પર્શે છે. મોટાવરાછાના આશાદીપ પેલિએટિવ કેર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ માટેની સેવાએક સાચો સેવાભાવ પણ છે. જ્યારે ઈલાજની પ્રક્રિયા પૂરી થાય છે દર્દીના પરિવારને લાગણીમય સહારો આપવો એ પણ સારવાર છે. આ કાર્યક્રમ માત્ર આનંદ અનુભૂતિ પૂરતો મર્યાદિત નથી પણ પીડિતને સાથ આપવાનો સંકલ્પ પણ છે.

રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)નું આશીર્વચન આ સેવાને આધ્યાત્મિક વિચારોની ઊર્જા પણ આપશે. કેન્દ્રીય મંત્રી ચંદ્રકાંતભાઈ પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ, વલ્લભભાઈ લખાણી, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને રાજકીય મંચ નહીં પણ સામૂહિક જવાબદારીનું કેન્દ્ર બનાવે છે. નેતા આવે તો પ્રેરણા મળે પણ સેવા ત્યારે જ સફળ થાય જ્યારે સામાન્ય નાગરિક, દાતા, સ્વયંસેવક અને સંસ્થાઓ એક સમુહમાં હાજર હોય.

facebook.com/narendramodi

આ આયોજનની સાચી સફળતા મુખ્ય મહેમાનની ગાડીઓના કાફલાની સંખ્યામાં નહીં પણ એ વિદ્યાર્થીમાં છે જેની ફી ભરાઈ, એ માતામાં છે જે પૂર્ણ વિશ્વાસે પ્રસૂતિ કરાવી શકે, એ દર્દીમાં છે જેનો કાળજીપૂર્વક ઈલાજ થયો અને એ પરિવારમાં છે જેના ચૂલામાં એ દિવસે અન્ન પહોંચ્યું. સેવા જ્યારે દેખાડો બને છે ત્યારે તેનો ભાવ નથી જળવાતો પણ સેવા જ્યારે નિષ્ઠા બને છે ત્યારે તે સમાજની માનવસહજ ભાવના બની જાય છે.

સર્વે ભવન્તુ સુખિનઃ... બધા સુખી થાઓ, બધા નીરોગી રહો. આ ભાવનાનો સાક્ષાત્કાર કરવા માટે 17 સપ્ટેમ્બરે સુરત પાસે એક અવસર છે... વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને માત્ર અભિનંદનમાં નહીં પણ સેવામાં ફેરવવાનો. જે હાજર રહે, જે સહાય આપે, જે સમયદાન આપી સ્વયંસેવા કરે કે જે માત્ર હૃદયથી આ સેવાભાવને અપનાવે તે સૌ આ યજ્ઞના યજમાન કહી શકાય.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો
(ઉત્કર્ષ પટેલ)

આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ પર ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ અને લાઇક્સ, વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાઓ આ બધું એટલું સામાન્ય બની ગયું છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણો સમય ક્યાં જઈ રહ્યો છે. રાજકારણીઓ દેશ દુનિયાની સમાજવ્યવસ્થાની ઘટના સાથે સંકળાયેલા છે પરંતુ પોતાના પરિવારને સમય આપવો એ વાસ્તવિક જીવનનું અગત્યનું કામ છે.

સમય જીવનમાં મળેલી એવી ભેટ છે જે પાછી મળતી નથી. એક વર્ષ પહેલાં જે બાળક ઘૂંટણિયે ચાલતું હતું આજે તે દોડે છે. વયસ્ક માતા પિતાના હાથ જે કાલે મજબૂત હતા એ આજે ધ્રૂજે છે. આ ફેરફારો ધીમે ધીમે થાય છે. જો આપણે તેમને જોવાનો સમય ન કાઢીએ તો એક દિવસ અચાનક ધ્યાને આવે છે કે બધું વહી ગયું. નીત નવીન રાજકીય ચર્ચા આવે છે અને જાય છે. સરકારો બદલાય છે, નેતાઓ બદલાય છે, વચનો બદલાય છે. પણ પરિવારની યાદો ત્યાંની ત્યાં રહી જાય છે. જે બાળક સાથે આપણે રમ્યા, જે માતા પિતા વડીલો સાથે આપણે વાત કરી, જે પતિ કે પત્ની સાથે બેઠા, જે મિત્રો સાથે નિર્દોષ મસ્તી કરી એ જ ક્ષણો જીવનને વાસ્તવિક સુખ આપે છે.

ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે રાજકારણમાં રસ લેવો એ જાગૃત નાગરિકની ફરજ છે. આ વાતમાં સત્ય છે. દેશના અગત્યના વિષયો ઘટનાઓથી અજાણ રહેવું યોગ્ય નથી. પણ જાગૃતિ અને વ્યસન વચ્ચે ફરક છે. જ્યારે આપણે કલાકો સુધી એક જ વિષય પર આક્રોશ વ્યક્ત કરીએ, અજાણ્યા લોકો સાથે દલીલો કરીએ અને ઘરમાં બેઠેલા પોતાના લોકોને સમય ન આપીએ ત્યારે તે જાગૃતિ નહીં ખલેલ બની જાય છે. રાજકારણીઓનું જીવન આપણા હાથમાં નથી. તેમના નિર્ણયો પર આપણો પ્રભાવ ખુબ જ મર્યાદિત હોય છે. પણ પોતાના ઘરના વાતાવરણ પર આપણો સીધો પ્રભાવ પડે છે. બાળકને સાંભળવું, વયસ્ક માતાપિતાની સેવા કરવી, પતિ કે પત્ની સાથે શાંતિથી વાત કરવી આ બધું આપણા હાથમાં છે.

ઘણા લોકોની સમજ છે કે પરિવાર તો હંમેશા રહેશે રાજકારણની ઘટના હમણાં જ ચાલી રહી છે. આ વિચાર કે સમજમાં ભૂલ છે. પરિવાર હંમેશા રહેતો નથી. લોકો જતા રહે છે. તકો જતી રહે છે. જે બાળક આજે તમારી સાથે વાત કરવા ઈચ્છે છે કાલે તે પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જશે. જે માતા પિતા વડીલો આજે તમારું સુખ જોઈ આશીર્વાદ આપે છે, કાલે કદાચ તેઓ આ સંસારમાં નહીં હોય. રાજકીય ચર્ચાઓ આજે કાલે અને પછી પણ ચાલશે. નવા મુદ્દા આવશે, નવા નેતા આવશે. પણ આજનો દિવસ અને સમય પાછી નહીં આવે.

પોતાને પ્રેરણા આપવાની શરૂઆત નાના નિર્ણયોથી થતી હોય છે. મોબાઇલ લેપટોપ બાજુમાં મૂકીને ઘરના લોકો સાથે જમવું એ એક નાનો નિર્ણય છે પણ તેની અસર મોટી છે. બાળકના હોમવર્કમાં બેસવું, માતાપિતાને ફોન કરવો, પત્ની કે પતિ સાથે થોડી વાર ફરવા જવું, હળવાશથી બેસવું આ બધું હમણાં તો સૌને રાજકારણની ચર્ચા કરતાં વધુ અગરું લાગે છે કારણ કે તેમાં ધ્યાન અને હાજરી જોઈએ છે. રાજકારણની ચર્ચામાં આપણે પ્રેક્ષક બની શકીએ છીએ. પરિવારમાં આપણે સહભાગી બનવું પડે છે અને સહભાગી બનવું એ જ સાચું જીવન છે.

જીવનમાં શાંતિ ક્યાંથી આવે છે? ટીવી પર ચાલતી ઉગ્ર ગરમ ચર્ચાથી તો નહીં જ આવે. શાંતિ ત્યાંથી આવે છે જ્યાં આપણે પોતાને નીરખીને જોઈ શકીએ. જ્યારે સંતાન બાળક ખિલખિલાટ હસતું હોય, જ્યારે વયસ્ક માતાપિતા સંતોષથી વાત કરે છે, જ્યારે ઘરમાં એક શાંતિ હોય છે ત્યારે જ મન હળવું થાય છે. રાજકારણીઓની સફળતા કે નિષ્ફળતાની ચર્ચાઓ આપણા અંદરના અસંતોષને ઠારી શકતી નથી. પરિવાર સાથે વિતાવેલો સમય તમને અસંતોષ આપશે.

આ વાતનો અર્થ એ નથી કે દેશના અગત્યના વિષયો પ્રત્યે આંખ બંધ કરી દેવી. મત આપવો, ઘટનાઓ અને સમાચાર જાણવા, જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવો આ બધું જરૂરી છે. પણ તેને જીવનનું અગત્યનું કેન્દ્ર બનાવી દેવું આખરે તો નુકસાનકારકજ છે. જીવનનું કેન્દ્ર તો એ લોકો હોવા જોઈએ જેઓ આપણી સાથે ખરેખર જીવે છે. જેમની સાથે આપણને જીવવાનું ગમે છે. જેઓ આપણી સફળતામાં ખુશ થાય છે અને નિષ્ફળતામાં સાથ આપે છે.

સામાન્યતઃ રાજકારણીઓ આપણા દુઃખમાં આવીને બેસતા નથી આપણું પરિવાર અને મિત્રો જ બેસે છે. આજે જો કોઈ વ્યક્તિ સ્વયંને પૂછે કે છેલ્લા એક મહિનામાં મે કેટલો સમય રાજકીય ચર્ચામાં વિતાવ્યો અને કેટલો સમય પરિવાર સાથે સાચી રીતે વિતાવ્યો તો જવાબ ઘણી વાર દુઃખદ કરે તેવો આવે. આ પ્રશ્ન પૂછવો જ સ્વયંને સચેત કરવાની શરૂઆત છે. આજની સાંજથી મોબાઇલ ઓછો ચાલુ રાખી શકાય. આજની રાતથી ઘરના લોકો સાથે થોડી વધુ વાત કરી શકાય. આ નાના નિર્ણયો પ્રયત્નો જ ધીમે ધીમે જીવનની દિશા બદલે છે.

અંતે એક સાદી સત્ય વાત કહીશ... રાજકારણીઓનું કામ ગામ, શહેર, રાજ્ય કે પછી દેશ ચલાવવાનું છે. આપણું કામ પોતાનું જીવન સારી રીતે જીવવાનું છે અને સારું જીવન તે છે જેમાં કુટુંબી સ્વજનો મિત્રો સાથે વિતાવેલો સમય વધુ અગત્યનો હોય. બિનજરૂરી ચર્ચાઓ ઓછી હોય. પરિવારને સમય આપવો અને પરિવાર વચ્ચે જ જીવવું તે જવાબદારી છે, પ્રેમ છે, ફરજ છે અને સૌથી અગત્યનું છે અને એજ સાચી સમૃદ્ધિ પણ છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

સમય આવ્યો છે ગુજરાતની રાજનીતિમાં Gen Z ધારાસભ્ય હોય
(ઉત્કર્ષ પટેલ)

જંતરમંતર અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના યુવાનોએ કરેલ ધરણા પ્રદર્શન આંદોલનની સફળતા પછી દેશભરમાં યુવાનો ઉત્સાહમાં છે અને દેશના Gen Z યુવાનો દેશની રાજનીતિમાં પોતાની નોંધનીય હાજરી નોંધવા ઉત્સુક જણાઈ રહ્યા છે.

દેશની રાજ્ય વિધાનસભાઓમાં કુલ લગભગ 4,131 ધારાસભ્યોમાં કુલ 20 Gen Z ધારાસભ્યો છે (આ આંકડો ઓગસ્ટ 2026ના The Indian Express અને ADR ડેટા મુજબ છે.) Gen Z એ 1997 થી 2012 વચ્ચે જન્મેલા લોકો છે જે હાલમાં લગભગ 14 થી 29 વર્ષના છે પરંતુ MLA બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર જરૂરી હોવાથી આ સંખ્યા ઘણી ઓછી છે. જેમાં ભાજપ: 5, કોંગ્રેસ: 4, TVK (તમિલનાડુ): 3 અને બાકી અન્ય પક્ષોમાંથી છે.

ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપના કુલ 5 Gen Z ધારાસભ્યો છે. ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતની જનતાએ PM મોદી અને ભાજપ પર વિશ્વાસ મૂકવામાં ક્યારેય કોઈ કચાશ રાખી નથી. આશા રાખીએ આવનારા સમયમાં ગુજરાતમાં પણ Gen Z ધારાસભ્યો હોય અને નવયુવાનોને પણ તક મળે.

હવે પ્રશ્ન એ થાય છે કે આખરે ગુજરાતની રાજનીતિમાં Gen Z ધારાસભ્યોની જરૂરિયાત શા માટે ઉભી થઈ છે? Gen Z એ ડિજિટલ નેટિવ્ઝ એટલે કે ટેકનોલોજી સાથે જન્મેલી પેઢી છે. આ યુવાનો માત્ર સોશિયલ મીડિયા પુરતા જ સીમિત નથી પરંતુ તેઓ ડેટા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ગ્લોબલ ટ્રેન્ડ્સને ખૂબ જ સારી રીતે સમજે છે. જો આ જનરેશન વિધાનસભામાં પહોંચશે તો નીતિ ઘડવાની પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, ગ્રીન એનર્જી, ક્લાયમેટ ચેન્જ અને આધુનિક શિક્ષણ પદ્ધતિ જેવા મુદ્દાઓને સીધી પ્રાથમિકતા મળશે. તેઓ પારદર્શિતા અને ઈ-ગવર્નન્સ પર વધુ ભાર મૂકી શકશે જે ગુજરાતની ડબલ એન્જિન સરકારના ડિજિટલ અને વિકાસના સપનાને વધુ વેગ આપી શકે.

ગુજરાત હાલમાં GIFT City, સ્માર્ટ સિટીઝ, સેમિકન્ડક્ટર હબ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે દેશમાં અગ્રેસર છે. અહીંના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારી અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે નામ કમાઈ રહ્યા છે. પરંતુ નીતિ નિર્માણના સ્તરે જૂની વિચારસરણી અને નવા યુગની માંગ વચ્ચે એક સેતુની જરૂર છે. Gen Z ધારાસભ્યો આ કામ કરી શકે છે. તેઓ જાણે છે કે આજનો યુવાન શું ઈચ્છે છે. તે મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થ્ય) ને લગતા નિયમો હોય, ગીગ ઈકોનોમી (Gig Economy) અને ફ્રીલાન્સર્સ માટે સામાજિક સુરક્ષા કવચ હોય કે પછી ડિજિટલ પ્રાઈવસીના મુદ્દા હોય. આ બધા જ આધુનિક મુદ્દાઓ છે જેના પર Gen Z ધારાસભ્યો સૌથી પહેલા બોલશે અને પ્રાથમિકતાથી કામ કરશે.

youtube.com/@GujaratVidhansabha

ભારત અને ખાસ કરીને ગુજરાત પાસે વિશ્વનું સૌથી મોટું યુવા ધન (Demographic Dividend) છે. રાજ્યની કુલ વસ્તીમાં મોટા ભાગની હિસ્સેદારી 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોની છે. જ્યારે જનતા જ આટલી મોટી સંખ્યામાં યુવાનોની હોય ત્યારે તેમના પ્રશ્નોને સમજવા માટે તેમની જ પેઢીના પ્રતિનિધિઓ વિધાનસભામાં હોવા જોઈએ. રાજકીય પક્ષોએ હવે પરંપરાગત નેતાઓની સાથે સાથે યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવા તરફેણમાં નિર્ણયો લેવા જોઈશે. ભાજપે પોતાના યુવા મોરચા અને વિદ્યાર્થી પરિષદ દ્વારા જે યુવા આગેવાનો તૈયાર કર્યા છે તેમને વિધાનસભાની ટિકિટ આપવી એ સમયની માંગ છે.

જંતર-મંતર કે સોશિયલ મીડિયા પર આંદોલન કરવું એ લોકશાહીનો એક સુંદર અને શક્તિશાળી ભાગ છે પરંતુ સાચું પરિવર્તન ત્યારે જ આવે જ્યારે તે જ યુવાનો સત્તાના ગલિયારાઓમાં પ્રવેશે અને નિર્ણયો લે. ગુજરાતની જનતા જેણે વિકાસના મોડેલને હંમેશા વધાવ્યું છે તે નવા વિચારો ધરાવતા Gen Z ધારાસભ્યોને પણ હૃદયથી આવકારશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતના રાજકારણમાં કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ સાંભળતાં જ વિવાદો, વાદવિવાદ કે રાજકીય ચડસાચડસી યાદ આવે. અહીં પ્રફુલભાઈ છગનભાઈ પાનસેરિયા એક એવું અપવાદરૂપ વ્યક્તિત્વ છે જેમનું જીવન અને કાર્યકાળ વિવાદોથી દૂર રહીને માત્ર સેવાના માર્ગે આગળ વધતું રહ્યું છે. તેમનું હસતું મોઢું અને સરળ વ્યવહાર જાણે કહે છે કે સત્તા એ સેવાનું સાધન છે, નામના અને ઘમંડનું નહીં. આજે ગુજરાત સરકારમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના સ્વતંત્ર હવાલાવાળા રાજ્યમંત્રી તરીકે તેઓ જે કાર્ય કરી રહ્યા છે જે તેમની આ જ સહજ પ્રકૃતિનું પ્રતિબિંબ છે.

પ્રફુલભાઈનો જન્મ 1 જૂન 1971ના રોજ અમરેલી જિલ્લાના શેઢાવદર ગામમાં થયો હતો. મૂળ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના એક ખેડૂત પરિવારના સંતાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું અને એ શિક્ષણે તેમને જીવનની ઊંડી સમજ આપી પરંતુ અસલ ઘડતર સમાજસેવા કરતા થયું. 1990ના દાયકાથી જ તેઓ સામાજિક કાર્યોમાં જોડાયા. રક્તદાન શિબિરો, જરૂરિયાતમંદોને મદદ, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે કામ... આ બધું તેમણે કોઈ સંગઠન કે રાજકીય જવાબદારી કે હોદ્દાની રાહ જોયા વગર કર્યું. તેમના આ કાર્યોને કારણે તેમને યુવા સામાજિક કાર્યકર્તા તરીકે સ્વીકૃતિ મળી અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ તેમની સાત દિવસની અખંડ રક્તદાન શિબિરની નોંધ થઈ હતી.

રાજકારણમાં તેમનો પ્રવેશ 2012માં થયો જ્યારે તેઓ સુરતની કામરેજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા. 2022ની ચૂંટણીમાં પણ તેમણે જનમત મેળવ્યો. ધારાસભ્ય તરીકે તેમણે કામરેજને વિકાસનું નવું રૂપ આપ્યું. રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વધારવા માટે તેમણે સારું કામ કર્યું. પરંતુ તેમની વિશેષતા એ રહી  કે તેઓ ક્યારેય વિવાદમાં ન ફસાયા. રાજકીય હરીફાઈમાં પણ તેમણે વિરોધીઓ સાથે સન્માનજનક વ્યવહાર જાળવ્યો. કોવિડ-19ના કપરા સમયમાં તેમની સેવાઓની વિશેષ પ્રશંસા પણ થઈ. પોતાના મત વિસ્તારના લોકોને મદદ કરવા, દવા અને રસીકરણના કામમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી.

2022માં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેમને રાજ્યમંત્રી તરીકે સંસદીય કાર્યો, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણનો હવાલો સોંપાયો. શિક્ષણ વિભાગમાં તેમણે સ્કૂલોની સ્વચ્છતા, ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. એક વખત સ્કૂલના શૌચાલયો અસ્વચ્છ જોઈને તેમણે પોતે જ સફાઈ કરી! આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને લોકોને પ્રેરણા આપી. તેમણે વારંવાર કહ્યું કે યુવાનો વિદેશ જઈને સફળ થાય તે ગર્વની વાત નથી પણ ચિંતાનો વિષય છે; અહીં જ એવું વાતાવરણ બનાવવું જોઈએ કે તેઓ અહીં રહીને દેશને સેવા આપે. તેમના આ વિચારો શિક્ષણ નીતિને વધુ વ્યવહારુ બનાવ્યા.

ઓક્ટોબર 2025માં ગુજરાત સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં તેમને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણનો સ્વતંત્ર હવાલો મળ્યો. આ વિભાગમાં તેમણે ખોરાકની સલામતી, ભેળસેળ વિરુદ્ધ કડક કાર્યવાહી, પોલિયો રસીકરણ અભિયાન અને હોસ્પિટલોની નિયમિત તપાસ પર ધ્યાન આપ્યું છે. એક કિસ્સામાં પાલીતાણા હોસ્પિટલમાં અનિયમિતતા જોઈને તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી. બોઘસ ડોક્ટરો સામે પણ કડક વલણ અપનાવ્યું.

તેઓ કહે છે કે “હું પહેલા કાર્યકર્તા છું, મંત્રી પછી.” આ વાક્ય તેમની વિનમ્રતાની વિશેષતા છે. પ્રફુલભાઈની સેવા માત્ર સરકારી કાર્યાલય સુધી મર્યાદિત નથી. કામરેજના એક ગામમાં બે નાની બાળકીઓને પિતાના અવસાન પછી મદદ કરી ઘર બનાવી આપ્યું, શિક્ષણની વ્યવસ્થા કરી અને આર્થિક સહાય આપી. આવા અનેક ઉદાહરણો તેમના જીવનમાં છે.

આજના સમયમાં જ્યારે રાજકારણ ઘણી વાર સ્વાર્થ અને વિવાદથી ભરેલું જણાય  છે ત્યારે પ્રફુલભાઈ જેવા નેતાઓ યાદ અપાવે છે કે સાચી નેતાગીરી એ છે જે લોકોની સમસ્યાઓ સમજે, ઉકેલ લાવે, હસતા મોઢે કામ કરે અને વિવાદોથી દૂર રહે. તેમનું જીવન યુવાનો માટે પ્રેરણા છે... શિક્ષણ મેળવો, સમાજસેવા કરો, અને સત્તાને સેવાનું સાધન બનાવો. ગુજરાતના આવા નેતાઓ જ સમાજને આગળ લઈ જશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
(ઉત્કર્ષ પટેલ)

સુરત શહેર જેને PM મોદી એ લઘુભારત ની ઓળખ આપી છે અને વાસ્તવિક રીતે સુરત લઘુભારત બન્યું છે જ્યાં ભારત દેશના મોટાભાગના પ્રાંતના લોકો વસે છે, વેપાર કરે છે અને દેશની પ્રગતિમાં સહભાગી થાય છે. સુરત શહેરે અનેક સમાજસેવકો આપ્યા છે જેઓ સુરત આવ્યા તો હતા ખાલી હાથે પરંતુ ત્યારબાદ દેશ અને શહેરને બે હાથે અપાય એટલું કમાઇને દાન આપ્યું અને સમાજની સેવા કરી.

આજે સુરતમાં અનેક સંપન્ન સમાજસેવકો છે જે વિવિધ સામાજિક કાર્યોમાં ભામાશા રૂપે સહયોગી થાય છે. આવાજ એક વ્યક્તિ છે સમ્રાટ પાટીલ. હાલમાં તેમણે કરેલી સેવાને લઇને તંત્ર દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાંથી તેમનું નામ કમી કરવાના કારણે તેઓ ખાસ્સા ચર્ચામાં છે. સમ્રાટ પાટીલ યુવા છે અને ટેક્સટાઇલ ના વેપાર સાથે સંકળાયેલા છે. આ યુવા વ્યક્તિનો ગુણ છે કે તેઓ વિનમ્ર વિવેકી અને સંવેદનશીલ સ્વભાવ ધરાવે છે. એટલે જ વિવાદ ઊભો થયો હોવા છતાં તેમણે કોઇ જગ્યાએ કોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. સામાન્ય પરિવારમાંથી પોતાની મહેનતના બળે એક સફળ વેપારી બન્યા પછી પોતાની આવકનો મોટો હિસ્સો ધર્મ અને સમાજની સેવા માટે વાપરે છે.

સમ્રાટ પાટીલની આ સમાજ સેવા સંદર્ભે સંવેદનશીલતાને કારણે આજે ઉધના પાંડેસરા લિંબાયત જેવા વિસ્તારમાં આ યુવાનની સેવાની ચર્ચાઓ થતી રહે છે. અહીં એ નોંધવું રહ્યું કે આ વિસ્તારમાં સુરત શહેરના સૌથી વધ ક્રાઇમ નોંધાય છે. અહીં શહેરનો મોટો કામદારવર્ગ પણ નિવાસ કરે છે જ્યાં શિક્ષણ રોજગાર અને આરોગ્યની ભરપૂર સમસ્યાઓ પણ છે. અહીં આગળ આવીને સેવા કાર્ય કરવું એ પણ એક સાહસ સમર્પણ કહી શકાય.

સમ્રાટ પાટીલ દ્વારા ઉધના, પાંડેસરા અને લિંબાયત જેવા વિસ્તારોમાં અનેકવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. શિક્ષણના ક્ષેત્રે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો, શૈક્ષણિક સામગ્રી અને ફી સહાય પૂરી પાડવામાં આવે છે જેથી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે. આરોગ્યના ક્ષેત્રે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરો, દવા વિતરણ અને મહિલાઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે યુવાનોને તાલીમ આપવાના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે જેથી તેઓ સ્વાવલંબી બની શકે. આ ઉપરાંત, વૃદ્ધો, વિધવા બહેનો અને અનાથ બાળકો માટે રાશન કિટ, કપડાં અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓનું વિતરણ નિયમિત રીતે કરવામાં આવે છે. ઉનાળામાં પાણીની વ્યવસ્થા, ચોમાસામાં પૂરગ્રસ્તોને સહાય અને શિયાળામાં ગરીબોને ગરમ કપડાં પૂરાં પાડવા જેવા ઋતુ અનુસારના સેવાકાર્યો પણ તેમની સેવાનો અભિન્ન ભાગ છે. આ તમામ કાર્યો સંપૂર્ણપણે નિઃસ્વાર્થ ભાવનાથી અને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી શિવકથાનું સૂરતમાં આયોજન કરવાનો શ્રેય પણ સમ્રાટ પાટિલ અને તેમના પરિવારને જાય છે.

આ સાથે એક વિશેષ વાત એ છે કે આ સેવા પાછળ સમ્રાટ પાટીલનો કોઈ સ્વાર્થ કે રાજકીય લક્ષ્ય પણ જણાઈ રહ્યું નથી. હા સમ્રાટ પાટીલ PM મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને પોતાના આદર્શ તરીકે અવારનવાર ચર્ચાઓમાં વર્ણવતા હોય છે અને એમનાથી પ્રેરિત થઈને નિઃસ્વાર્થ સમાજમાટે કામ કરી રહ્યા હોવાનું જણાવતા હોય છે. પરંતુ તે કોઇ જૂથબંધીથી પર રહીને સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્ર આત્મસાત કરીને કામ કરતા હોય છે.

સમ્રાટ પાટીલ એટલે કે સમ્રાટ ભાઉના નામે જાણીતા તેમના જેવા યુવા સમાજસેવકો સેવા કરતા રહે અને આવા સમાજસેવકો સુરતમાં વસતા દરેક પ્રાંતના લોકોમાંથી આગળ આવશે તો લઘુભારત એવું સુરત સેવા ક્ષેત્રે પણ દીપી ઉઠશે એમા કોઈ જ મીનમેખ નથી.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને નિર્ણયો દ્વારા જ રાષ્ટ્રની નીતિઓ ઘડાય છે. હાલમાં 2026ના મોનસૂન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના આંદોલન અને તેને લગતી પોલીસ કાર્યવાહીના મુદ્દે સંસદમાં ઊભા થયેલા વાતાવરણે ફરી એક વાર સંસદની ગૌરવ અને મર્યાદાના મહત્વ સંદર્ભે સવાલ ઊભા કર્યા છે.

જુલાઈ 2026માં NEET પરીક્ષા સાથે સંકળાયેલા પેપર લીકના આરોપોને લઈને વિદ્યાર્થીઓએ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું ત્યારબાદ સંસદ તરફ કૂચ કરવાના પ્રયત્ન દરમિયાન પોલીસ સાથે સંઘર્ષના સમીકરણો થયા. આ ઘટના પછી વિપક્ષી પક્ષો સંસદમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા અને કેન્દ્રીય ગૃહ મંત્રીના જવાબની માંગ કરી રહ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે સત્રના અનેક દિવસોમાં કાર્યવાહીમાં ખલેલ રહી અને પ્રશ્નકાળ પણ અધૂરો રહ્યો.

આ સંદર્ભમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજીજુએ જણાવ્યું છે કે સરકાર વિદ્યાર્થી આંદોલન પ્રદર્શનના મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે. તેમણે વિપક્ષી દળોને અપીલ કરી છે કે તેઓ ડરે નહીં, ભાગે નહીં અને જવાબને પૂરો સાંભળે. આ નિવેદન સંસદની કાર્યશૈલીના મૂળભૂત સિદ્ધાંતને રજૂ કરે છે કે ચર્ચા માટે તૈયારી અને સાંભળવાની ઇચ્છા લોકશાહીની મજબૂતીનું પ્રતીક છે.

સંસદનું ગૌરવ તેના નિયમો અને મર્યાદા પૂર્ણ સંચાલનમાં જ જળવાતું હોય છે. સંસદની કાર્યવાહીમાં વિરોધ, નારેબાજી કે ખલેલ ક્યારેક થાય છે પરંતુ તેની મર્યાદા હોવી જરૂરી છે. જ્યારે કોઈ મુદ્દો રાષ્ટ્ર માટે મહત્વનો હોય ત્યારે તેને સંસદના મંચ પર ખુલ્લેઆમ ચર્ચા કરવી જોઈએ. વિદ્યાર્થીઓનું ભવિષ્ય, પરીક્ષા પદ્ધતિની પારદર્શિતા અને કાયદો વ્યવસ્થા જેવા વિષયો પર સરકાર અને વિપક્ષ બંને પોતાના મત રજૂ કરી શકે. પરંતુ આ ચર્ચા ત્યારે જ અસરકારક બને છે જ્યારે બંને પક્ષો એકબીજાને સાંભળે અને નિયમોનું પાલન કરે.

સંસદની મર્યાદા એ છે કે તેમાં વ્યક્તિગત આક્ષેપો, અપમાનજનક શબ્દો કે અનિયંત્રિત વર્તનને સ્થાન ના હોય. અધ્યક્ષ અથવા સભાપતિના નિર્ણયોનું સન્માન કરવું, નિયમો અનુસાર ચર્ચા કરવી અને જવાબ આપ્યા પછી તેને ધ્યાનથી સાંભળવું આ તમામ બાબતો સંસદના ગૌરવને જાળવી રાખે છે. જો ચર્ચા દરમિયાન હોબાળો બૂમાબૂમ કરીને જવાબને અટકાવવામાં આવે તો લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે. તેવી જ રીતે જો સરકાર ચર્ચા માટે તૈયાર ન હોય તો જવાબદારીનો અભાવ જણાય છે. બંને પક્ષોએ આ સંતુલન જાળવવું જરૂરી છે.

વિદ્યાર્થી આંદોલન જેવા મુદ્દા પર સંસદમાં ચર્ચા થવી જોઈએ કારણ કે તે યુવા પેઢીની ચિંતાઓ સંદર્ભે  છે. પરીક્ષા પ્રણાલીમાં સુધારા, પ્રશ્નપત્ર લીક અટકાવવા માટેના કાયદા અને પોલીસ કાર્યવાહીની તપાસ જેવા પ્રશ્નો પર વિગતવાર વાતચીત થાય તો જ લોકોને સ્પષ્ટતા મળે. સંસદ આ માટેનું સૌથી યોગ્ય માધ્યમ છે. ત્યાં જ સરકાર પોતાની સ્થિતિ સમજાવી શકે અને વિપક્ષ પોતાના પ્રશ્નો અને આક્ષેપો રજૂ કરી શકે. આ પ્રક્રિયા પારદર્શક અને  ખુબજ અગત્યની છે.

સંસદની ગિરિમા મર્યાદા  જાળવવા માટે જરૂરી છે કે તમામ સાંસદો તેને લોકશાહીના મંદિર તરીકે જુએ. સૂત્રોચાર, બૂમ બરાડા  અને દખલને બદલે સકારાત્મક ચર્ચા પર ભાર આપવો જોઈએ. જ્યારે સરકાર ચર્ચા માટે તૈયારી દર્શાવે અને વિપક્ષ જવાબ સાંભળવા માટે તૈયાર થાય ત્યારે જ સંસદ તેની વાસ્તવિક ભૂમિકા નિભાવી શકે છે. આ મર્યાદા જાળવીને જ દેશના નાગરિકોનો વિશ્વાસ સંસદ પર બન્યો રહે છે.

આજે જ્યારે વિદ્યાર્થીઓના મુદ્દે સરકારે ચર્ચાની તૈયારી દર્શાવી છે ત્યારે સમગ્ર સંસદને આ તકનો ઉપયોગ કરીને મર્યાદામાં રહીને વિગતવાર વાતચીત કરવી જોઈએ. સંસદનું ગૌરવ તેના સાંસદોના વર્તનમાં જ જાળવતું હોય છે. જો બંને પક્ષો આ ગૌરવને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે તો લોકશાહી વધુ મજબૂત બને અને રાષ્ટ્રના મહત્વના મુદ્દાઓ પર યોગ્ય નિર્ણયો લેવાય. સંસદની મર્યાદા જાળવવી એ દરેક સંસદસભ્યની ફરજ છે અને તે જ દેશની લોકશાહીને સુરક્ષિત રાખે છે. આશા સાથે અપેક્ષા રાખીએ આપણા દેશના સાંસદો લોકશાહી અને સંસદની મર્યાદા જાળવે.

Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
આજે દેશના રાજકીય ફલક પર એક અણધાર્યું પરંતુ પ્રભાવશાળી પરિવર્તન આવી ગયું છે. જે રાજકારણીઓ એક સમયે મંચ પર ભાષણ આપીને, રેલીમાં હાથ હલાવીને, ફેસબુક ઈન્સ્ટા પર ફોટા મૂકીને અને અખબારોના પાના પર છપાઈને પોતાનું અસ્તિત્વ જાળવતા હતા તેઓ આજે મોબાઈલના નાના સ્ક્રીન પર વિષયો પર ચર્ચા કરતા અને ટ્રેન્ડિંગ ઓડિયો પર રીલ્સ બનાવતા જોવા મળે છે. આ પરિવર્તન અચાનક નથી આવ્યું. તેને જન્મ આપ્યો છે દેશના યુવાઓએ વિશેષ કરીને Gen-Zએ. આ યુવાઓએ સોશિયલ મીડિયાને માત્ર મનોરંજનનું માધ્યમ નહીં પરંતુ સત્તા/સરકારો સામે પ્રશ્ન ઊભો કરવાનું અને જવાબદારી માગવાનું સૌથી શક્તિશાળી હથિયાર બનાવી દીધું છે.

દિલ્હીના જંતરમંતર પર યુવાઓએ કરેલા ધરણા પ્રદર્શનનું ઉદાહરણ આ સત્યને સ્પષ્ટ કરે છે. એક સમયે જ્યારે પરંપરાગત મીડિયા અને રાજકીય પક્ષો યુવાનોની વાતને અવગણતા હતા ત્યારે આ જ યુવાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાતને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધો. રીલ્સ, સ્ટોરીઝ, હેશટેગ્સ અને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા તેમણે એવી અસરકારકતા ઊભી કરી કે સરકારો અને વહીવટી તંત્રને વિચારવાની ફરજ પડી. આ આંદોલનની સફળતા માત્ર સંખ્યાની નહોતી પરંતુ વિચારની, ત્વરિત પ્રતિક્રિયાઓની અને વિશ્વાસની હતી. યુવાઓએ સાબિત કર્યું કે જો તેમની પાસે સાચો મુદ્દો હોય અને સોશિયલ મીડિયાની ભાષા હોય તો તેઓ રાજકીય સમીકરણોને બદલી શકે છે.

આ પરિવર્તનની સૌથી મોટી અસર એ છે કે આજે રાજકારણીઓ સોશિયલ મીડિયા પર સક્રિય થવા માટે ઉતાવળ કરી રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સ પર તેમની હાજરી હવે રાજકારણીઓ માટે અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. તેઓ યુવાઓના ટ્રેન્ડ્સને પકડવા માટે રોજ નવા વિષયો શોધે છે, પોતાના ફોલોઅર્સ વધારવા માટે કન્ટેન્ટ બનાવે છે અને યુવાનો સાથે “કનેક્ટ” થવાનો દાવો કરે છે. પરંતુ આ કનેક્શન કેટલું સાચું છે? આ પ્રશ્ન આજે સૌથી મહત્ત્વનો બની ગયો છે.

યુવાઓએ જે માધ્યમને પોતાની ઢાલ બનાવ્યું તેને રાજકારણીઓએ પોતાની ઓળખ બનાવવાનું સાધન બનાવી દીધું હતું. રીલ્સ બનાવવાનું, ટ્રેન્ડિંગ સોંગ્સ પર નાચવાનું કે યુવાઓની ભાષામાં વાત કરવાનું હવે રાજકીય જરૂરિયાત બની ગયું છે. પરંતુ આ જરૂરિયાત ઘણી વાર તકવાદી બની જાય છે. જ્યારે યુવાઓ કોઈ મુદ્દે આંદોલન કરે છે ત્યારે રાજકારણીઓ તે મુદ્દાને પોતાના રાજકીય લાભ માટે વાપરી લે છે. જ્યારે મુદ્દો ઠંડો પડે છે ત્યારે તેમની રીલ્સમાંથી પણ તે મુદ્દો અદૃશ્ય થઈ જાય છે. આ તકવાદી વલણ યુવાઓ માટે સૌથી મોટી ચિંતા અને નિરાશાનું કારણ છે.

યુવાઓ સોશિયલ મીડિયાને માત્ર લાઈક્સ અને વ્યૂઝ માટે નથી વાપરતા. તેમના માટે તે એક એવું માધ્યમ છે જ્યાં તેઓ પોતાની હતાશા, આકાંક્ષા અને પ્રશ્નોને ખુલ્લેઆમ મૂકતા થયા છે. તેઓ જાણે છે કે સરકારો તેમની વાત સાંભળતી નથી તેથી તેમણે પોતાનું માધ્યમ ઊભું કર્યું. આ માધ્યમે રાજકારણીઓને ફરજ પાડી કે તેઓ યુવાઓની ભાષા શીખે, તેમના પ્લેટફોર્મ્સ પર આવે અને તેમની સાથે વાત કરે. પરંતુ વાત કરવી અને સાંભળવું બે અલગ વસ્તુઓ છે. આજે મોટાભાગના રાજકારણીઓ માત્ર વાત કરવાનું શીખ્યા છે સાંભળવાનું હજુ પણ તેમના એજન્ડામાં નથી.

આ સ્થિતિ યુવાઓ માટે ચેતવણીરૂપ છે. જ્યારે રાજકારણીઓ યુવાઓની ભાષામાં વાત કરવા લાગે છે ત્યારે યુવાઓને એ સમજવું જરૂરી છે કે આ ભાષા ક્યારે અસલી છે અને ક્યારે માત્ર રાજકીય વ્યૂહરચના છે. રીલ્સ બનાવવી સરળ છે પરંતુ યુવાઓના વાસ્તવિક પ્રશ્નોના ઉકેલ લાવવા મુશ્કેલ છે. બેરોજગારી, શિક્ષણની ગુણવત્તા, માનસિક સ્વાસ્થ્ય, આર્થિક અસમાનતા અને ભવિષ્યની અનિશ્ચિતતા જેવા મુદ્દાઓ પર રીલ્સ બનાવવાથી કામ થતું નથી. આ મુદ્દાઓ પર કામ કરવું પડે છે. યુવાઓએ આ તફાવત સમજી લીધો છે તેથી જ તેઓ હવે માત્ર રીલ્સ જોઈને સંતુષ્ટ થતા નથી.

સોશિયલ મીડિયાએ રાજકારણને લોકશાહી તરફ વાળ્યુ છે. આજે સમય એવો આવ્યો કે રાજકારણીઓની છબી તેમના કામથી ઓછી અને સોશિયલ મીડિયા પોસ્ટોથી બને છે. જે રાજકારણી વધુ સારી રીલ્સ બનાવે છે તે વધુ “યુવામિત્ર” ગણાય છે. આ વલણ ખતરનાક છે કારણ કે તે રાજકારણને ગંભીરતાથી દૂર લઈ જાય છે. યુવાઓએ આ બનાવટી ચહેરાઓને ઓળખી જાણી સમજી લીધા છે. તેઓ જાણે છે કે સોશિયલ મીડિયા એક માધ્યમ છે અંતિમ લક્ષ્ય નહીં. તેમનું લક્ષ્ય છે વાસ્તવિક પરિવર્તન, જવાબદારી અને પારદર્શિતા.

આજે દેશના યુવાઓ એક નવી રાજકીય ચેતનાના વાહક બની રહ્યા છે. તેઓ રાજકારણીઓને ફરજ પાડી રહ્યા છે કે તેઓ પોતાના આરામના ઝોનમાંથી બહાર નીકળે અને યુવાઓની દુનિયામાં પ્રવેશે. આ દબાણ સકારાત્મક છે કારણ કે તે રાજકારણને યુવા કેન્દ્રિત બનાવે છે. પરંતુ આ દબાણને તકવાદી રીતે વાપરવાનો પ્રયાસ થાય છે ત્યારે યુવાઓએ વધુ સજાગ રહેવું પડશે. તેમણે રાજકારણીઓની રીલ્સ જોઈને નહીં પરંતુ તેમના કામને જોઈને નિર્ણય કરવો પડે છે. યુવાઓની આ શક્તિનું સૌથી મોટું પરિણામ એ છે કે રાજકારણ હવે એકતરફી નથી રહ્યું.

મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
(ઉત્કર્ષ પટેલ)

આજના ભારતમાં રાજકીય મંચ પર આરોપ અને પ્રત્યારોપની લહેર એટલી અસરકારક બની છે કે તે દેશના યુવાને પોતાના ધ્યેયથી  દૂર ધકેલી રહી છે. સોશિયલ મીડિયાના યુગમાં યુવા આંદોલનો અને રાજકીય પક્ષોની રોજની નવી રણનીતિઓ એકબીજા સાથે સંઘર્ષની સ્થિતિમાં છે. સરકારો ટકાવવા કે પાડી દેવાના નામે રોજ નવા કાવાદાવા ઊભા થાય છે અને તેમાં યુવા તથા સોશિયલ મીડિયાને આગળ કરીને એક પ્રકારની રમત રમાય છે. આ રમતને સમજવાની અને તેમાંથી બહાર નીકળવાની તાતી જરૂર છે કારણ કે દેશનું ભવિષ્ય આ જ યુવાના હાથમાં છે.

રાજકીય પક્ષો આરોપ પ્રત્યારોપને પોતાનું મુખ્ય હથિયાર બનાવતા આવ્યા છે. એક પક્ષ બીજા પર ભ્રષ્ટાચાર, અન્યાય કે નિષ્ફળતાના આરોપ મૂકે છે તો બીજો પક્ષ તરત જ પ્રત્યારોપ સાથે જવાબ આપે છે. આ ચક્ર એટલું જટિલ બની ગયું છે કે વાસ્તવિક સમસ્યાઓ શિક્ષણની ગુણવત્તા, રોજગારી, આરોગ્ય સેવાઓ, પર્યાવરણ અને સર્વાંગી વિકાસ નો વિષય રહી જાય છે. યુવા જેમની ઉર્જા અને ઉત્સાહ અમર્યાદિત છે આ રાજકીય સ્વાર્થના ચક્રમાં ખેંચાઈ જાય છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ હેશટેગ્સ, વાયરલ વીડિયો અને ચક્સાઈ વિનાની માહિતી તેમને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરે છે. પરિણાએમ સ્વરૂપે તેઓ વિચારવાને બદલે પ્રતિક્રિયા આપવા લાગે છે. યુવા આંદોલનો ક્યારેક વાજબી માંગણીઓ સાથે શરૂ થાય છે પણ ટૂંક સમયમાં તે રાજકીય પક્ષોના હિતોના માધ્યમ બની જાય છે. આ પરિસ્થિતિ યુવાને તેમના અભ્યાસ, કૌશલ્ય વિકાસ અને રચનાત્મક પ્રવૃત્તિઓથી વિમુખ કરે છે.

આ રમતની સાચી તાર્કિક સમજ જ આજના યુવાને જાગૃત કરી શકે છે. સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ છે પણ તે માહિતીનું ફિલ્ટર નથી. અધૂરી હકીકતો, ભાવનાત્મક આહવાહનો અને પક્ષપાતી વાતો યુવાને ગેરમાર્ગે દોરી શકે છે. જ્યારે રાજકીય પક્ષો યુવાને આગળ કરીને પોતાના એજન્ડાને આગળ ધપાવે છે ત્યારે યુવાનું વાસ્તવિક હિત સારું શિક્ષણ, રોજગાર, કૌશલ્ય અને સમાજની પ્રગતિ પાછળ રહી જાય છે. દેશની સરકારો ટકે કે પડે તે રાજકીય પ્રક્રિયાનો ભાગ છે પણ યુવાને તેની ભૂમિકા માત્ર નારા લગાવવાની, રીલો બનાવવાની કે ટ્વીટ કરવાની નથી. તેમની ભૂમિકા વધુ મૂલ્યવાન અને યોગ્ય હોવી જોઈએ જેમાં આપણા દેશ અને સમાજની અસ્મિતાનું મૂલ્ય મર્યાદાઓ પણ જળવાવી જોઈએ.

ભારતનું ભવિષ્ય આજના યુવાના હાથમાં છે અને તે સકારાત્મક હોઈ શકે છે જો તેઓ આરોપ પ્રત્યારોપની રાજનીતિથી મુક્ત થઈને વિકાસની દિશામાં આગળ વધે. આજે દેશમાં ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈજ્ઞાનિક સંશોધનની અપાર તકો છે. યુવા જો આ તકોનો લાભ લે તો તેઓ માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. શિક્ષણમાં ગુણવત્તા વધારવી, કૌશલ્ય વિકસાવવું, નવા વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવું અને સમાજના નબળા વર્ગોને સાથે લઈને આગળ વધવું આ જ યુવાની સાચી શક્તિ છે. રાજકીય વિવાદોમાં સમય વેડફવાને બદલે તેઓ નીતિનિર્માણમાં રચનાત્મક સૂચનો આપી શકે છે, સ્થાનિક સમસ્યાઓના ઉકેલ શોધી શકે છે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવી શકે છે.

તટસ્થ દૃષ્ટિકોણથી જોઈએ તો આરોપ પ્રત્યારોપની રાજનીતિ કોઈ એક પક્ષની નથી તે સમગ્ર રાજકીય વ્યવસ્થાની પ્રકૃતિ રહી છે. તેને બદલવાની જવાબદારી માત્ર નેતાઓની નથી પણ યુવાની પણ છે. યુવાએ વિવેકપૂર્ણ વિચાર કરવો જોઈએ, માહિતીની ચકાસણી કરવી જોઈએ અને ભાવનાત્મક પ્રતિક્રિયાને બદલે તર્કશીલ અભિગમ અપનાવવો જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતી ફેલાવવા માટે થાય પણ તેનો ઉપયોગ રચનાત્મક ચર્ચા અને સમાધાન માટે થવો જોઈએ. યુવા આંદોલનો જો વાસ્તવિક મુદ્દાઓ પર કેન્દ્રિત રહે અને રાજકીય લાભથી મુક્ત રહે તો તે સમાજને સાચી દિશા બતાવી શકે છે.

જો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે તો યુવાનોની ઊર્જા સાચી દિશામાં લાગવી જોઈએ. યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સેવા, સામાજિક ઉત્તરદાયિત્વ અને સકારાત્મક નેતૃત્વના સંસ્કાર વિકસાવવા જરૂરી છે. આંદોલનોને માત્ર રાજકીય ચશ્માથી નહીં, પણ રાષ્ટ્રીય, સામાજિક અને બંધારણીય દૃષ્ટિથી પણ સમજવાની જરૂર છે. તેનો જવાબ માત્ર આલોચના નથી. યુવાનો વચ્ચે સકારાત્મક સંવાદ, રાષ્ટ્રભાવના, સેવા અને સમાજ-નિર્માણના કાર્યોનો વ્યાપક વિસ્તાર કરવો જ સૌથી અસરકારક માર્ગ છે.

મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે. તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો. તમારી અંદર સર્જનશક્તિ છે. તેને વિનાશ માટે નહીં, નિર્માણ માટે વાપરો. તમારી અંદર પ્રશ્ન પૂછવાની શક્તિ છે. તેને માત્ર વિરોધ માટે નહીં, સમાધાન અને સુધારા માટે વાપરો.

રાષ્ટ્ર તમારી રાહ જોઈ રહ્યું છે. તમે જો સાચી દિશામાં આગળ વધશો તો ભારત વિશ્વનું માર્ગદર્શક બની શકે છે. જો તમે ગેરમાર્ગે જશો તો ઇતિહાસ તમને માફ નહીં કરે.

આજે નિર્ણય તમારો છે: ક્યાં વાળવી છે તમારી ઊર્જા?

કયા માર્ગે ચાલવું છે? કેવું ભારત બનાવવું છે?

સાચો જવાબ તમારા હૃદયમાં છે.

રાષ્ટ્રભક્તિ, સેવા અને સકારાત્મક નિર્માણનો માર્ગ જ સાચો માર્ગ છે. ચાલો, આ માર્ગે ચાલીએ અને ભારતને વિકસિત, સમૃદ્ધ અને મહાન રાષ્ટ્ર બનાવીએ.

જય હિન્દ!

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે કે નવી પેઢી રાજનીતિમાં રૂચિ કેળવી રહી છે. ગુજરાતમાં યુવા નેતૃત્વની ચર્ચા હોય એટલે હર્ષ સંઘવીનું નામ પ્રથમ ક્રમે આવે છે. એક તરવરિયા કાર્યકર્તાથી યુવા ભાજપની જવાબદારી અને ત્યાર બાદ ધારાસભ્ય અને હાલ ગુજરાતના ઉપમુખ્યમંત્રીનો પદભાર. યુવા વયે બધી જ જવાબદારીઓ દાયિત્વો જીવનમાં પ્રથમવાર નિભાવવાની હોય અને ભૂલની કોઈ ગુંજાઈશ ના હોય ત્યારે ખરું ઉતરવું એ ખરેખર કઠોર પરીક્ષા કહી શકાય.

ભારતીય જનતા પાર્ટી એ પક્ષના યુવા કાર્યકર્તા હર્ષ સંઘવીને તક આપી અને હર્ષ સંઘવી એ દાયિત્વો નિભાવતા નિભાવતા પ્રજા સમક્ષ, પ્રજાની વચ્ચે ઉતર્યા ત્યારે સમય જતા આજે ગુજરાતભરમાં પ્રજા તેમને આવકાર આપી રહી છે. કોવિડના સમયે એમના દ્વારા રાત દિવસ જોયા વગર થયેલા સેવા કાર્યો અને આજે સુરતમાં જ્યારે ખાડીપુરની સ્થિતિ ઉદભવી ત્યારે ઘૂંટણ સમા પાણીમાં પોતે પ્રજાની વચ્ચે જઈને એમની પરિસ્થિતિનો તાગ લેવો અને સરકારી તંત્રને આયોજનબદ્ધ રીતે કામે લગાડવું અને પીડિત નાગરિકોને સંભાળવા,

સાંત્વના આપવી અને સરકાર એમના માટે શું કામ કરી રહી છે તેની સમજ ખાતરી આપવી અને કાર્ય થઈ રહ્યું છે તેની ચોકસાઈ પણ કરવી. ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ કાર્યપદ્ધતિએ તેમને પ્રજાના નેતાની ઓળખને વધુ મજબૂત કરી છે. ગુજરાતની રાજનીતિમાં યુવા કાર્યકર્તાઓ આવી જ સેવાનિષ્ઠા અને કર્તવ્યભાવનાથી કાર્યો કરશે તો ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની ભવિષ્યમાં સારા સમાજસેવી નેતાઓ મળશે અને લોકશાહીના મૂલ્યો જાળવશે.

https://twitter.com/sanghaviharsh/status/2075895583706153143

રાજનીતિમાં સેવાનું ભાવસ્થાન અત્યંત મહત્ત્વનું છે. યુવા નેતાઓ જ્યારે પ્રજાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહે છે ત્યારે તેઓ લોકોના હૃદયમાં સ્થાન મેળવે છે. ગુજરાતમાં આવા નેતાઓની વધતી સંખ્યા એ દર્શાવે છે કે રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત છે.

જો આ યુવાનો સેવા, કર્તવ્ય અને પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપશે તો ગુજરાત વિકાસના નવા શિખરો સ્પર્શી શકશે અને લોકશાહીના મૂલ્યો વધુ મજબૂત થશે. ગુજરાતની રાજનીતિમાં આવી સેવાનિષ્ઠા વધુ વ્યાપક બનશે તો લોકશાહીના આધારસ્તંભ વધુ મજબૂત થશે અને નવી પેઢી રાજનીતિને વધુ જવાબદાર અને પ્રજામુખી બનાવશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને કર ભરવા માટે પાન કાર્ડ પણ છે.' પરંતુ જરા થોભી જાઓ. જો સરકાર તમને કહે કે આમાંથી કોઈ પણ દસ્તાવેજ તમારા ભારતીય નાગરિક હોવાનો કાનૂની પુરાવો નથી, તો શું તમે મૂંઝવણમાં નહીં પડી જાઓ?

લાખો ભારતીય નાગરિકો વિવિધ સરકારી ઓળખપત્રોનો ઉપયોગ કરીને પોતાનું રોજીંદુ જીવન જીવતા હોય છે અને  ચૂંટણીમાં મતદાન કરે છે, પરંતુ હકીકત એ છે કે તેમની પાસે તેમની નાગરિકતા સાબિત કરવા માટે એક પણ સમર્પિત સરકારી દસ્તાવેજ નથી, જેમાં સ્પષ્ટપણે એવું લખેલું હોય કે, 'એવું પ્રમાણિત કરવામાં આવે છે કે, આ વ્યક્તિ ભારતનો નાગરિક છે.'

india.com

આ પ્રશ્ન અને ચર્ચા તાજેતરમાં ત્યારે વધુ ગંભીર બની હતી જ્યારે ભારત સરકારે પોતે એક સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે પાસપોર્ટ ફક્ત એક મુસાફરી દસ્તાવેજ છે, નાગરિકતાનો પુરાવો નથી. સરકારની આ દલીલ તકનીકી રીતે સાચી છે, કારણ કે ભારતમાં રહેતા નિર્વાસિત તિબેટી નાગરિકો પણ ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી માટે ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરે છે. એવામાં એ પ્રશ્ન ઉભો થાય છે, જે દેશમાં આપણે જન્મ્યા અને ઉછર્યા હતા, અને જ્યાં આપણા પૂર્વજોની રાખ માટીમાં મળી ગઈ હતી, ત્યાં આપણી નાગરિકતાનો અંતિમ અને નિર્ણાયક પુરાવો શું છે?

1947માં જ્યારે દેશનું વિભાજન થયું, ત્યારે પરિસ્થિતિ અત્યંત અશાંત અને અનિશ્ચિત હતી. લાખો લોકો સરહદ પાર કરીને આ તરફ આવી રહ્યા હતા, અને લાખો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા હતા. આવા વાતાવરણમાં, નાગરિકતાની કાયમી અને અંતિમ વ્યાખ્યા સ્થાપિત કરવી લગભગ અશક્ય હતું.

બંધારણના ભાગ 2 (લેખ 5થી 11)માં નાગરિકતા સંબંધિત જોગવાઈઓ મુખ્યત્વે 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યા પછી, ભારતના નાગરિક કોણ ગણાશે તેના પર કેન્દ્રિત હતી. આ લેખોએ પ્રવર્તમાન પરિસ્થિતિઓના આધારે પાત્રતા માપદંડ સ્થાપિત કર્યા હતા, પરંતુ તેમણે ભવિષ્ય માટે 'નાગરિકતા' શબ્દને વ્યાખ્યાયિત કર્યો ન હતો. બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે સમય બદલાશે અને દેશની જરૂરિયાતો બદલાશે. તેથી, બંધારણના કલમ 11એ સંસદને ભવિષ્યના કાયદા દ્વારા નાગરિકતાના અધિકારને નિયંત્રિત કરવા માટે વિશેષ સત્તા (સંસદીય શક્તિ) આપી.

panchayattimes.com

આ બંધારણીય શક્તિનો ઉપયોગ કરીને, સંસદે 1955નો નાગરિકતા કાયદો પસાર કર્યો. આ કાયદો સ્પષ્ટ કરે છે કે, ભારતીય નાગરિકતા કેવી રીતે મેળવી શકાય (દા.ત., જન્મ, વંશ, નોંધણી અથવા કુદરતીકરણ દ્વારા) અને તેને કેવી રીતે સમાપ્ત કરી શકાય. પરંતુ આ કાયદાના અમલ પછી પણ, ક્રમિક સરકારોએ ક્યારેય સામાન્ય જનતાને 'નાગરિકતા પ્રમાણપત્રો' વિતરણ કરવાની તસ્દી લીધી નથી. સરકારોએ તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે શોર્ટ કટ અપનાવ્યો. તેઓએ રેશન કાર્ડ બનાવ્યા જેથી અનાજ મળી શકે, મતદાન કરી શકે એ માટે મતદાર ઓળખ કાર્ડ બનાવ્યા અને ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યા. પરંતુ તેમણે આ અધિકારોનો પાયો, એટલે કે, મૂળભૂત 'નાગરિકતા પ્રમાણપત્રો'ને એક તરફ ખૂણામાં ધકેલી દીધો.

આ સમગ્ર નાગરિકતા વિવાદ અને મૂંઝવણ પાછળનું સૌથી મોટું અને કઠોર સત્ય ગેરકાયદેસર ઇમિગ્રેશન છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, બાંગ્લાદેશ અને મ્યાનમારથી લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ભારતમાં પ્રવેશ્યા છે અને ભારતીય સમાજનો ભાગ બન્યા છે.

hindi.moneycontrol.com

આ ઘૂસણખોરીએ 'નાગરિકતા પ્રમાણપત્રો'ના મુદ્દાને અત્યંત જટિલ અને પડકારજનક બનાવ્યો છે. જ્યારે પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ પાસે આ માટે અલગ સિસ્ટમ છે. ભારતમાં રહેવા માટે, આ ઇમિગ્રન્ટ્સે પહેલા ભારતીય વહીવટની શિથિલતાનો લાભ લીધો. સ્થાનિક દલાલો, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક રાજકીય પક્ષોના મત બેંકના લાલચને કારણે, આ ઘુસણખોરો સરળતાથી રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ અને ત્યાં સુધી કે પાસપોર્ટ પણ મેળવી શકતા હતા. પરિણામે, જે દસ્તાવેજો કાયદેસર ભારતીય નાગરિકના હોવા જોઈએ તે પણ ઘુસણખોરો સુધી પહોંચી ગયા.

દર વખતે, ભારતીય સરકારોએ નાગરિકોની યાદીઓ તૈયાર કરવા અને તેમનો ડેટા સંગ્રહ કરવા માટે વિવિધ સિસ્ટમો અને પ્રયોગો અમલમાં મૂક્યા છે. ચૂંટણી રાજકારણ માટે મતદાર યાદીઓ બનાવવામાં આવી હતી, જે દરેક ચૂંટણી પહેલા અપડેટ કરવામાં આવે છે. સરકારી યોજનાઓના લાભો મેળવવા માટે ઓળખપત્રો બહાર પાડવામાં આવ્યા હતા. કરચોરી અટકાવવા માટે પાન કાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ આમાંથી કોઈ પણ સિસ્ટમ દેશના કાયદેસર નાગરિકોનો અલગ ડેટાબેઝ બનાવવા માટે બનાવવામાં આવી ન હતી.

મતદાર ઓળખપત્રોનું ઉદાહરણ લો. બોમ્બે હાઈકોર્ટથી લઈને ગુવાહાટી હાઈકોર્ટ સુધી, અસંખ્ય કેસોમાં જોવા મળ્યું છે કે ફક્ત મતદાર યાદીમાં હોવું અથવા મતદાર ઓળખપત્ર ધરાવવું એ ભારતીય નાગરિક હોવાનો પુરાવો નથી. કારણ કે વિદેશી ઘુસણખોરો પણ સ્થાનિક મિલીભગતથી આ કાર્ડ મેળવે છે. સમગ્ર સરકારી વ્યવસ્થા હંમેશા 'સેવા વિતરણ' અને 'ઓળખ'ની આસપાસ ફરતી રહી છે, 'નાગરિકતા' પ્રમાણિત કરવાની આસપાસ નહીં.

indiatv.in

બંધારણ દેશના નાગરિકોના કલ્યાણની વાત તો કરે છે અને તેમને અમુક મૂળભૂત અધિકારો (જેમ કે કલમ 15, 16, 19, 29 અને 30) પણ આપે છે, જે ફક્ત ભારતીય નાગરિકો માટે જ ઉપલબ્ધ છે, કોઈ વિદેશીઓ માટે નહીં. આ મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરવા માટે, સરકારો ફક્ત નાગરિકો માટે અનામત દસ્તાવેજો બહાર પાડી શકે છે, જેમ કે મતદાનનો અધિકાર અથવા બંધારણીય હોદ્દા ધરાવવાની લાયકાત.

પરંતુ વિડંબના એ છે કે, સમય જતાં, આ દસ્તાવેજો સાથે કાનૂની અને વહીવટી જટિલતાઓ જોડાતી ગઈ. એક તરફ, બંધારણ તમને નાગરિક તરીકે માન્યતા આપે છે અને તમને મૂળભૂત અધિકારો આપે છે, જ્યારે બીજી તરફ, વહીવટી તંત્ર તમારી પાસે રહેલા દરેક દસ્તાવેજ પર શંકા કરે છે. પાસપોર્ટને મુસાફરી દસ્તાવેજ, મતદાર ઓળખપત્રને ચૂંટણી દસ્તાવેજ અને અન્ય ઓળખપત્રોને ફક્ત ઓળખનું સાધન જાહેર કરવામાં આવે છે. આ જટિલતાએ સરેરાશ ભારતીય નાગરિકને એવી પાર્ટી સુધી મર્યાદિત રાખ્યો છે જેનો તેઓ આનંદ તો માણી શકે છે, પરંતુ તેમની પાસે બતાવવા માટે આમંત્રણ કાર્ડ નથી.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, ભારત સરકાર માટે બધા નાગરિકોને સ્પષ્ટ 'નાગરિકતા પ્રમાણપત્ર' બહાર પાડવું કેમ આટલું મુશ્કેલ છે? અને દેશના એક મોટા વર્ગને આ સમગ્ર કવાયત બિનજરૂરી અને ખતરનાક કેમ લાગે છે?

140 કરોડથી વધુ વસ્તી ધરાવતા દેશમાં, દરેક વ્યક્તિના વંશાવળી અને જન્મ રેકોર્ડની અધિકૃતતા ચકાસવી એ એક વહીવટી દુઃસ્વપ્ન છે, જેને પૂરું કરવામાં દાયકાઓ લાગશે અને અબજો રૂપિયાનો ખર્ચ થશે.

navbharattimes.indiatimes.com

દેશે ભાગલા, આંતરિક વિસ્થાપન અને અસંખ્ય આફતો જોઈ છે. 1971ના યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશથી મોટી વસ્તીનું ભારતમાં સ્થળાંતર અને આસામ જેવા રાજ્યોમાં દાયકાઓથી ચાલી આવતી ઘૂસણખોરીની સમસ્યાએ આ મુદ્દાને એટલો સંવેદનશીલ બનાવી દીધો છે કે, કોઈપણ વહીવટી કાર્યવાહી માનવ અધિકારો અને સામાજિક માળખાને સીધી અસર કરે છે.

ઘણા નિષ્ણાતો અને નાગરિકો માને છે કે જ્યારે કોઈ વ્યક્તિ છેલ્લા 40-50 વર્ષથી અહીં રહે છે, અહીં કર ચૂકવે છે, અહીં રાશન મેળવે છે અને તેમની ઓળખના આધારે સરકારી લાભો મેળવે છે, ત્યારે અચાનક તેમને નવા કાગળ માટે લાઇનમાં ઉભા રાખવા સંપૂર્ણપણે બિનજરૂરી છે. આ માત્ર પૈસા અને વહીવટી ઊર્જાનો બગાડ નથી, પરંતુ નાગરિકોમાં બિનજરૂરી અવિશ્વાસ પણ પેદા કરે છે.

જ્યાં સુધી આપણી સરકારો અને આપણી કાનૂની વ્યવસ્થા સાથે મળીને એક સરળ, સાર્વત્રિક રીતે સ્વીકૃત અને પારદર્શક વ્યવસ્થા ન બનાવે જે કોઈપણ સામાન્ય નાગરિકને હેરાન કર્યા વિના અને દેશની સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના રાષ્ટ્રીયતાની અચૂક ગેરંટી પૂરી પાડી શકે, ત્યાં સુધી આપણે તકનીકી રીતે 'એક મૂંઝવણભર્યા રાષ્ટ્રના નાગરિકો' કહેવાતા રહીશું.

સંજય સુરાના અને સુરાના પરિવાર: સુરતનું એક વિશ્વસનીય નામ
(ઉત્કર્ષ પટેલ)

સુરત શહેર આજે લઘુ ભારતની ઓળખ સાથે પ્રગતિ કરી રહ્યું છે. અહીં હીરા, કાપડ અને બાંધકામના ક્ષેત્રે અનેક લોકો કામ કરે છે. પણ જ્યારે વિશ્વાસ અને ગુણવત્તાની વાત આવે ત્યારે સુરાના ગ્રુપનું નામ લોકોના મનમાં સૌથી પહેલા આવે છે. ગ્રુપના પ્રમોટર સંજય સુરાના સુરતીઓ માટે માત્ર એક વેપારી નથી તેઓ એક વિશ્વસનીય વ્યક્તિ છે જેમના કામ પર લોકો આંખ મીંચીને વિશ્વાસ કરે છે.

સુરાના ગ્રુપના સ્થાપક છે સ્વ. બાબુલાલજી સુરાના. લોકો તેમને વ્હાલથી મામાજી કહે છે. વર્ષ 1989માં તેમણે JK Tower નામે પહેલો પ્રોજેક્ટ કર્યો. આ ટાવરનું નામ તેમના પિતા જસકરણ સુરાનાના નામ પરથી રાખવામાં આવ્યું હતું જે  રિંગ રોડ પર સુરતનું પહેલું કોમર્શિયલ બિલ્ડિંગ હતું. તે સમયે લોકોને ઓફિસ માટે આધુનિક જગ્યાની જરૂરિયાત હતી. બાબુલાલજીએ તે જરૂરિયાતને સમજીને આ પ્રોજેક્ટ બનાવવ્યો હતો.

બાબુલાલજીનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રામાણિક અને સાદું હતું. તેઓ હંમેશાં સાચું બોલતા અને સાચું કરતા. લોકો કહે છે કે તેમની વાતમાં વજન હતું અને તેમના કામમાં ગુણવત્તા હતી. તેમણે સુરતને આધુનિક ઓફિસ સ્પેસ આપવાનું કામ શરૂ કર્યું. આ જ વારસાને તેમના પુત્ર સંજય સુરાનાએ આગળ વધાર્યો.

સંજય સુરાના બાબુલાલજીના પુત્ર છે. 18 વર્ષની ખૂબ જ નાની ઉંમરે તેમણે પોતાનો ટેક્સટાઇલનો વેપાર શરૂ કર્યો હતો પછી તેઓ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં આવ્યા. સંજય સુરાના ખૂબ જ સરળ અને મિલનસાર વ્યક્તિ છે. તેઓ કોઈની પણ સાથે સહજ સરળતાથી વાત કરે છે અને તેમનો સ્વભાવ ખૂબ જ નમ્ર છે. તેઓ ધર્મ અને સમાજ પ્રત્યે હંમેશાં સમર્પિત રહે છે. તેઓ માને છે કે સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે બીજાને પણ મદદ કરો. તેઓ ચેરિટી અને સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. સંજય સુરાનાના નેતૃત્વમાં સુરાના ગ્રુપે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે. સંજય સુરાના માત્ર બિલ્ડિંગ જ નથી બનાવતા, તેમણે ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ મોટું યોગદાન આપ્યું છે.

સુરાના ગ્રુપની સફળતાનું મુખ્ય કારણ છે ગ્રાહકોનો વિશ્વાસ. તેઓ હંમેશાં બાંધકામની ગુણવત્તા પર ધ્યાન આપે છે. આજે સુરાના ગ્રુપની ત્રીજી પેઢીના સભ્ય વિશાલ સંજયભાઈ સુરાના પણ પિતાના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમણે BBA કર્યું છે. 22 વર્ષની ઉંમરે પરિવારના કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જોડાયા છે. તેઓ જૂની રીતોને સુધારવા માટે નવા આઇડિયા લાવે છે. તેમનો સ્વભાવ નમ્ર છે. તેઓ મહેનતુ છે અને મિલનસાર સ્વભાવ ધરાવે છે. તેઓ પોતાના દાદા અને પિતાના વારસાને જાળવીને આગળ વધી રહ્યા છે. આજે તેમના બનાવેલા પ્રોજેક્ટ્સમાં  આંતરરાષ્ટ્રીય કંપનીઓ, રેસ્ટોરન્ટ્સ અને રિટેલર્સ છે. તેમણે બનાવેલા  જેવા પ્રોજેક્ટ્સ સુરતને પ્રાઇડ આપે છે.

સંજય સુરાના પરિવાર માત્ર વેપાર જ નથી કરતા. તેઓ સમાજના મૂલ્યોને જાળવીને ચાલે છે. તેઓ મર્યાદામાં રહીને કામ કરે છે. તેમની કંપનીમાં કર્મચારીઓને પણ પરિવારના સભ્ય તરીકે જોવામાં આવે છે. આવી કાર્યપદ્ધતિને કારણે ગ્રાહકોનો વિશ્વાસ વધે છે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવા માટે સરળ રસ્તા અપનાવે છે ત્યારે સુરાના પરિવાર એક આદર્શ ઉદાહરણ છે. તેઓ નિષ્ઠા, પ્રામાણિકતા અને ગુણવત્તા પર વિશ્વાસ રાખે છે. તેમની કાર્યશૈલી યુવા પેઢીને શીખવે છે કે સાચી સફળતા માટે મહેનત, સાદગી અને ગ્રાહકોના વિશ્વાસને જાળવવો જરૂરી છે.

સુરતમાં સુરાના ગ્રુપ આજે પણ નવા પ્રોજેક્ટ્સ સાથે આગળ વધી રહ્યું છે. સંજય સુરાના અને તેમના પરિવારની આ સફળતા એ બતાવે છે કે જ્યારે વેપાર સાથે સંસ્કારો જોડાય છે ત્યારે તે લાંબા સમય સુધી ટકે છે.

આ પરિવાર સુરતના વિકાસમાં મોટું યોગદાન આપી રહ્યું છે. તેઓ લોકોને સારા ઘર અને ઓફિસ આપે છે. તેમની કામગીરીથી સુરત વધુ સુંદર અને આધુનિક બની રહ્યું છે. સાચા મૂલ્યો સાથે કામ કરવાથી જ સાચી સફળતા મળે છે એ વાત સંજય સુરાના પરિવાર ચરિતાર્થ કરતું જણાઈ રહ્યું છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાત મોડલ તરીકે દેશભરમાં ચર્ચામાં રહ્યું છે. આ બધી સિદ્ધિઓ પાછળ પ્રજાનો અટલ વિશ્વાસ અને સરકારની વિકાસલક્ષી નીતિઓનો મુખ્ય ભાગ ભજવે છે. પરંતુ કોઈપણ મોટી વ્યવસ્થામાં કેટલાક તત્ત્વો દ્વારા થતી ખામીઓને અવગણી શકાય નહીં. ખાસ કરીને જ્યારે ભ્રષ્ટાચાર જેવી સમસ્યા વ્યાપક સ્વરૂપ ધારણ કરે ત્યારે તે વિકાસના પાયાને અંદરથી નબળો બનાવી શકે છે. આવી પરિસ્થિતિમાં પ્રજાના હિતમાં અને વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવા ભ્રષ્ટ તત્ત્વોને કાબૂમાં લેવાની આવશ્યકતા વધી જાય છે.

ગુજરાતની જનતાનો ભાજપ પરનો વિશ્વાસ અને ગુજરાતની ભાજપ સરકારે કરેલા વિકાસના કાર્યોમાં કોઈ ખોટ કાઢી શકાય એમ નથી. ગુજરાતની જનતા વખતોથી ભાજપને ખોબલે ને ખોબલે મત આપીને વધાવી લેતી આવી છે અને ભાજપ દ્વારા પણ ગુજરાતમાં દરેક ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યોથી ગુજરાતની જનતા પણ સંતુષ્ટ જણાય રહી છે. પરંતુ ક્યાંક ખોટ પણ છે, સારું તો સારું છે જ અને એને આવકારવું રહ્યું પણ રહી જતી ચૂક કે ખોટને પણ ધ્યાને લેવી પણ જરૂરી છે. આ વિષયમાં ચર્ચા થવી જોઈએ અને એનો પ્રજાના હિતમાં નિકાલ પણ લાવવો જોઈશે.

x.com/DeshGujarat

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. અહીં વાત ભ્રષ્ટાચારની સંપૂર્ણ નાબૂદીની નથી પરંતુ વધેલા પ્રમાણની છે કેમ કે ભ્રષ્ટાચાર નાબૂદી દિવાસ્વપ્ન જેવી વાત છે ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતમાં. ગુજરાતમાં ભ્રષ્ટાચાર આદરવામાં બે પ્રમુખ વર્ગ છે. એક છે સરકારમાં બેઠેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને બીજા છે કેટલાક ચૂંટાયેલા રાજનેતાઓ.

સરકારમાં બેઠેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓથી માંડીને પટાવાળા સુધીના કર્મચારીઓ હાલ ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના સમાચાર અવાર-નવાર અખબારી માધ્યમો અને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. બીજી બાજુ નાગરિકોએ ચૂંટેલા કેટલાક સરપંચો, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકા મહાનગરપાલિકાના નગરસેવકો, ધારાસભ્યો અને સાંસદો છે, જેઓ ટેન્ડરો, ગ્રાન્ટો અને લાયઝનીંગ દ્વારા ભ્રષ્ટાચાર કરીને ઉઘાડી લૂંટ ચલાવે છે. ચૂંટાયા પછી અચાનક આ નેતાઓની જીવનશૈલી વૈભવી થતી ગઈ અને તેમના અને તેમના પરિવારના ઇન્કમટેક્સ ભરવાના આંકડા વધતા ગયા છે અને હવે તો કરોડોના બંગલાઓ અને કરોડોની ગાડીઓમાં ફરતા થયા છે! 24 કલાક સમાજસેવા કરનાર વ્યક્તિ વ્યવસાયમાં તો ધ્યાન આપી શકે જ નહીં અને જો વ્યવસાયમાં ધ્યાન ના આપી શકાય તો વ્યવસાય નબળો પડે અને આવક ઘટે. પરંતુ અહીં તો નેતાઓની આવકો સદ્ધરતા મિલકતો વધતી જ ચાલી છે! આવું કેમ?

કેટલાક સરકારી અધિકારીઓ અને અમુક નેતાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના વિશે હવે છડેચોક ચર્ચાઓ શરૂ થઈ છે અને તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સોશિયલ મીડિયા માધ્યમોમાં પણ આ ચર્ચાઓ વધી છે અને તેનું ઠીકરું ભાજપની સરકાર પર ફૂટવાનું ચાલુ પણ થયું છે જે ગુજરાતની ભાજપ સરકાર માટે હાલ ચિંતાનો વિષય તો છે, પણ માથાનો દુખાવો પણ બનતો જાય છે. જો ગુજરાત સરકાર કેટલાક સરકારી અધિકારીઓને કાબૂમાં નહીં કરે અને જો ભાજપ પોતાના અમુક ચૂંટાયેલા ભ્રષ્ટાચારી અને ઘમંડી નેતાઓને કાબૂમાં નહીં કરે તો આખરે નુકસાન તો ગુજરાત ભાજપને જ થવાનું છે.

hindi.news18.com

ભ્રષ્ટાચારની આ સમસ્યા માત્ર આર્થિક નુકસાન સુધી મર્યાદિત નથી. તે પ્રજાના વિશ્વાસને ધીરે-ધીરે ખતમ કરે છે. જ્યારે સામાન્ય નાગરિકને સરકારી કામકાજ માટે વધારાના પૈસા આપવા પડે અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટમાં ગુણવત્તા ઘટે ત્યારે તેની અસર સીધી જનમાનસિકતા પર પડે છે. વિકાસના કાર્યોમાં વિલંબ થાય છે અને જાહેર નાણાંનો દુરુપયોગ થાય છે. આવી પરિસ્થિતિમાં મોટા ભાગના પ્રામાણિક અધિકારીઓ અને નેતાઓની છબી પણ ખરાબ થાય છે.  ભ્રષ્ટ તત્ત્વો આખી વ્યવસ્થાને કલંકિત કરે છે. તેથી જ ગુજરાતમાં આવા તત્ત્વોને અલગ પાડીને કાબૂમાં લેવાની જરૂરિયાત વધુ મહત્ત્વની બની છે.

ગુજરાતની જનતા વિકાસ સાથે સાથે પ્રામાણિકતા પણ ઇચ્છે છે. જ્યારે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓને કાબુમાં લેવામાં આવશે, ત્યારે પ્રજાનો વિશ્વાસ વધુ દૃઢ થશે અને વિકાસની ગતિ જળવાઈ રહેશે. જો આ દિશામાં સમયસર અને નિષ્ઠાપૂર્વક પગલા લેવામાં આવશે તો ગુજરાતનું વિકાસ મોડલ વધુ વિશ્વસનીય બની રહેશે અને ભાજપ પર ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ જળવાશે. જોવાનું રહ્યું કે પ્રજાના હિતમાં ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ આવનારા સમયમાં ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા શું કરશે.