કપિલ શર્માએ Netflixને 25 કરોડનો ફટકો માર્યો,પ્રતિષ્ઠા ઘટી જવાને કારણે શો બંધ થયો

જેમ કે Netflixના નવા શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો'ના પહેલા એપિસોડના રિવ્યુમાં જ એક મીડિયા ચેનલે કહ્યું હતું કે, OTT પર કપિલ શર્માનો જાદુ બિલકુલ ચાલ્યો નથી. નેટફ્લિક્સે પ્રથમ એપિસોડ પ્રસારિત થયાના પાંચ અઠવાડિયાની અંદર શોને સમાપ્ત કરવાનું નક્કી કર્યું. આ શોનો છેલ્લો એપિસોડ શૂટ થઈ ગયો છે અને મળતી માહિતી મુજબ નેટફ્લિક્સે આ પાંચ એપિસોડમાં જ કપિલ શર્મા પર લગભગ 25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ દિવસોમાં, કપિલ શર્મા કલર્સ TVના અંત્યક્ષરી પ્રોગ્રામનો હોસ્ટ બનવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે, પરંતુ તેની ઘટતી જતી બ્રાન્ડ વેલ્યુને જોતા, આ પ્રોગ્રામ માટે સ્પોન્સર્સ મેળવવા એ એક મોટો પડકાર છે.

સ્ટેન્ડ-અપ કોમેડિયન માંથી શો હોસ્ટ બન્યા અને ત્યારપછી પ્રોગ્રામ નિર્માતા કપિલ શર્માનો OTT ગેમ પ્લાન પૂર્ણ થઈ ગયો છે. નેટફ્લિક્સે તેનો નવો શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. OTT સૂત્રોના જણાવ્યા અનુસાર, તેનો છેલ્લો એપિસોડ શૂટ થઈ ગયો છે અને તે પછી જ શોના સેટને હટાવવાનું શરૂ થયું છે. સુત્રો જણાવે છે કે, કપિલ શર્માને આ શો માટે લગભગ 5 કરોડ રૂપિયા પ્રતિ શો ચૂકવવામાં આવ્યા છે, જ્યારે આ શોમાં સૌથી વધુ વખાણાયેલ અભિનેતા સુનિલ ગ્રોવરને માત્ર 25 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળ્યા છે. નેટફ્લિક્સે શો માટે કેટલા પૈસા વહેંચ્યા છે તેનો અંદાજ મેળવવા માટે, એટલું જાણવું પૂરતું છે કે, અર્ચના પુરણ સિંહને માત્ર સોફા પર બેસીને હસવા માટે 10 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ ચૂકવવામાં આવતા હોવાના ઘટસ્ફોટથી નેટફ્લિક્સમાં ખળભળાટ મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સ વેબ સિરીઝની ટીમે કપિલ શર્મા શોની ટીમ સાથે મીટિંગનું ખાસ આયોજન કર્યું હતું, જ્યારે તેના બોસ બેલા બાજરિયા એક અઠવાડિયા પહેલા ભારત આવ્યા હતા. પરંતુ, એવું કહેવાય છે કે, વિશાળ બજેટ હોવા છતાં શોને લઈને દર્શકોમાં સકારાત્મક વાતાવરણના અભાવને કારણે બેલા બાજરિયાએ પોતે ભારત છોડતી વખતે શો બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

બેલા બાજરિયાના આગમનથી નેટફ્લિક્સની મુંબઈ ઓફિસમાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની કાસ્ટ સાથે શોના હોસ્ટ કપિલ શર્મા સાથે તેના સહ કલાકારો સુનીલ ગ્રોવર, અર્ચના પુરણ સિંહ અને રાજીવ ઠાકુરને પણ બેલાને મળવાનો મોકો મળ્યો. આ સમય દરમિયાન, મોનિકા શેરગિલ, ભારતમાં નેટફ્લિક્સના વાઇસ પ્રેસિડેન્ટ (કન્ટેન્ટ) અને સીરિઝ હેડ તાન્યા બામીએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.

ત્યારે નેટફ્લિક્સે જાહેર કર્યું હતું કે, 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' સતત ચાર અઠવાડિયા સુધી તેની વૈશ્વિક યાદીમાં બિન-અંગ્રેજી કાર્યક્રમોની ટોચની 10 યાદીમાં રહેલી પ્રથમ ભારતીય વેબ સિરીઝ બની છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, શોના સમર્પિત ચાહકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે. જ્યારે, સત્ય એ હતું કે, TV પર કપિલ શર્માનો શો જોનારા દર્શકોએ શોના પહેલા ત્રણ એપિસોડને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા અને લોકોને શો સાથે જોડવા માટે કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવર ઉત્તર ભારતમાં ઘરે-ઘરે ફરતા હતા અને તે પણ એક પ્રાયોજક કંપનીના પૈસા પર.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.