- Entertainment
- કર્ણ વિશે મહાભારતના દૂર્યોધને કહ્યું- 'મેં મારો ભાઈ ગુમાવ્યો', કેન્સર તો મટી ગયું હતું, પણ...
કર્ણ વિશે મહાભારતના દૂર્યોધને કહ્યું- 'મેં મારો ભાઈ ગુમાવ્યો', કેન્સર તો મટી ગયું હતું, પણ...
લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા પંકજ ધીરનું બુધવાર, 15 ઓક્ટોબર, 2025ના રોજ અવસાન થયું હતું. તેમણે B.R. ચોપરાના ઐતિહાસિક ધારાવાહિક મહાકાવ્ય મહાભારતમાં 'કર્ણ'નું અમર પાત્ર ભજવ્યું હતું. તેમણે 68 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. થોડા સમય પહેલા તેમની તબિયતમાં સુધારો પણ થયો હતો, પરંતુ ગયા વર્ષે જૂનો રોગ પાછો ફર્યો.
તેમના નિધનથી TV અને ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મહાભારતમાં 'દુર્યોધન'ની ભૂમિકા ભજવનાર અભિનેતા પુનીત ઇસ્સરએ તેમના નજીકના મિત્રના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, 'પંકજ ફક્ત પડદા પર જ મારો ભાઈ નહોતો, તે વાસ્તવિક જીવનમાં પણ મારા ભાઈ જેવો જ હતો. આજે મેં મારો ભાઈ ગુમાવી દીધો.'
મહાભારતના શૂટિંગ દરમિયાન પુનીત ઇસ્સર અને પંકજ ધીરની મિત્રતા ગાઢ બની. તેમના પરિવારો વચ્ચે પણ લાંબા સમયથી સંબંધ હતો, કારણ કે તેમના બંનેના પિતા સારા મિત્રો હતા. પુનીતે જણાવ્યું કે, તેઓ પ્રેમથી એકબીજાને અલગ અલગ નામોથી બોલાવતા હતા, પંકજ તેમને 'પુનિટોસ' કહેતા હતા અને પુનીત તેમને 'પિંક્સ' કહેતા હતા.
પુનીત અને પંકજે 'મહાભારત'માં કર્ણ અને દુર્યોધન તરીકે પણ અદ્ભુત ભાગીદારી કરી હતી. તેઓની વચ્ચે દોસ્તી ખૂબ જ ગાઢ હતી, અને તેમની વાસ્તવિક જીવનની મિત્રતાએ તેમને આ બંધનને ખૂબ જ સરળતાથી TV પર દર્શાવવાની મંજૂરી આપી. પુનીત ઇસ્સરએ કહ્યું કે, પંકજ એક પ્રતિભાશાળી અભિનેતા અને એક અદ્ભુત માણસ હતા. તેમણે અભિનેતાના પરિવારને શાંતિ અને શક્તિની કામના કરી.
લાગણીવશ થઇ ગયેલા તેમણે કહ્યું, 'હું હજુ તેમને 20 દિવસ પહેલા જ તેમના ઘરે મળ્યો હતો. અત્યારે મને વિશ્વાસ નથી આવતો કે તેઓ અત્યારે અહીં નથી. અમે સાથે ઘણો સમય વિતાવ્યો છે, અને શબ્દો ઓછા પડે છે અ વિશે કહેવા માટે. હું દાયકાઓથી શેર કરેલી અમારી મીઠી યાદો વિશે વાત કરવાનું પણ શરૂ કરી શકતો નથી. નિકેતન મારી સામે જ મોટો થયો.'
પંકજ ધીરે 1980ના દાયકામાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. મહાભારત ઉપરાંત, તેમણે બાદશાહ, તુમકો ના ભૂલ પાયેંગે અને જમીન સહિત ઘણી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ટેલિવિઝનમાં, તેમણે સસુરાલ સિમર કા, રાજા કી આયેગી બારાત અને અન્ય ધારાવાહિકોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.
પંકજ ધીરના પરિવારમાં તેમની પત્ની, પુત્ર નિકેતન ધીર અને પુત્રવધૂ કૃતિકા સેંગરનો સમાવેશ થાય છે. તેમનું નિધન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.

