ગુજરાતમાં લગ્ન નોંધણીના નવા નિયમો... ભાગીને લગ્ન કરવાવાળા ટેન્શનમાં, હવે માતા-પિતાની...

ગુજરાતમાં લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને કૌટુંબિક સંમતિને પ્રાધાન્ય આપવા માટે સરકાર દ્વારા 'સુચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ' તૈયાર કરવામાં આવી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દસ્તાવેજો મુજબ, હવે લગ્ન નોંધણી માટે માત્ર વર-વધૂ જ નહીં, પરંતુ તેમના માતા-પિતાની વિગતો અને જાણકારી પણ અનિવાર્ય બની શકે છે.

નવી પદ્ધતિના મુખ્ય પાસાઓ:

આ પ્રસ્તાવિત પદ્ધતિમાં લગ્નની નોંધણીને ચાર મહત્વના તબક્કામાં વહેંચવામાં આવી છે:

1. નોટરાઈઝ્ડ અરજી અને ઓળખના પુરાવા: લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહી સાથે રજૂ કરવાની રહેશે. આ અરજી ફરજિયાતપણે નોટરાઈઝ્ડ હોવી જોઈએ. તેની સાથે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ કે ફોટો ઓળખ પત્ર જેવા સરકારી પુરાવા જોડવા પડશે.

2. માતા-પિતાની જાણકારી અને દસ્તાવેજો (સૌથી મહત્વનો ફેરફાર): નવા સૂચિત નિયમો મુજબ, વર-વધૂએ એક ડિકલેરેશન (જાહેરાતનામું) આપવું પડશે કે તેમણે આ લગ્ન અંગે તેમના માતા-પિતાને જાણ કરી છે કે કેમ. આ ઉપરાંત, માતા-પિતાના નીચે મુજબના દસ્તાવેજો પણ માંગવામાં આવશે:

  • માતા-પિતાના આધાર કાર્ડ.
  • માતા અને પિતાના પૂરા નામ, સરનામાં અને મોબાઈલ નંબર.

3. રજિસ્ટ્રાર દ્વારા માતા-પિતાને જાણ: અરજી મળ્યા બાદ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર વર-વધૂના માતા-પિતાને 10 કામકાજના દિવસોમાં ઈલેક્ટ્રોનિક અથવા ભૌતિક માધ્યમથી જાણ કરશે. તમામ પૂર્તતા થયાના 30 દિવસ બાદ જ લગ્ન નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

4. ઓનલાઈન પોર્ટલ પર વિગતો: તમામ વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે, જેમાં સિરિયલ નંબર અને વોલ્યુમ સહિતની માહિતી હશે. ત્યારબાદ જ ફોર્મ-2 મુજબનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર પક્ષકારોને પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ આપવામાં આવશે.

વય મર્યાદાની કાયદેસરની ચકાસણી માટે વયના પુરાવા (Age Proof) તરીકે જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate) અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (School Leaving Certificate) રજૂ કરવું ફરજિયાત છે, જેથી વર-વધૂની લગ્ન માટેની પાત્રતા સાબિત થઈ શકે. આ ઉપરાંત, લગ્ન ખરેખર સંપન્ન થયા છે તેના પુરાવા તરીકે લગ્નની કંકોત્રી અથવા આમંત્રણ પત્રિકા (Wedding Invitation Card) જોડવી પણ અનિવાર્ય છે

01

સ્ટેપ-1: લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાઇસંસ, પાસપોર્ટ, ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે.

સ્ટેપ-2[A]: સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-। (આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.

·• વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર. લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા.
વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.
વર-વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ.
સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા.
અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.

સ્ટેપ-૨[B]: વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

1. માતા/પિતાનું આધાર કાર્ડ
2. પિતાનું પૂરું નામ.
૩. પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
4. પિતાનો મોબાઈલ નંબર.
5. માતાનું પૂરું નામ.
6. માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
7. માતાના મોબાઇલ નંબર.

સ્ટેપ-3[A]: આસિસ્ટંટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેકટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)

સ્ટેપ-3[B]: આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારશ્રીને ખાતરી થયેથી પેટા નિયમો (1 થી 7) માં દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ 30 દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે.

સ્ટેપ-4: રજિસ્ટ્રારશ્રી દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-૨ મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી

છેલ્લા એક-બે વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં હવામાનનો મિજાજ કંઈક અલગ રહ્યો છે. અગાઉ જ્યારે સીઝન મુજબ હવામાન બદલાતું હતું,...
Gujarat 
ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી

સસ્તો Realme P4 Lite 4G થયો લોન્ચ; 6300mAh બેટરીવાળા ફોનની કિંમત-ફીચર્સ વિશે વિગતવાર જાણો

Realmeએ શુક્રવારે (20 ફેબ્રુઆરી, 2026) ભારતમાં તેનો નવીનતમ સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો. Realme P4 Lite 4G ...
Tech and Auto 
સસ્તો Realme P4 Lite 4G થયો લોન્ચ; 6300mAh બેટરીવાળા ફોનની કિંમત-ફીચર્સ વિશે વિગતવાર જાણો

અમેરિકા સાથે 'પેક્સ સિલિકા'માં સામેલ થઈ ગયું ભારત, તે શું છે? ભારત નવો કિંગ કેવી રીતે બનશે?

અમેરિકના રાજદૂત સર્જિયો ગોર અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત શુક્રવારે (20 ફેબ્રુઆરી,...
National 
અમેરિકા સાથે 'પેક્સ સિલિકા'માં સામેલ થઈ ગયું ભારત, તે શું છે? ભારત નવો કિંગ કેવી રીતે બનશે?

મહિલાના પેટમાંથી નીકળી સર્જિકલ કાતર; 5 વર્ષ અગાઉ થયેલી સર્જરીમાં ડૉક્ટરો ભૂલી ગયેલા

કેરળના અલાપ્પુઝા જિલ્લાના પુન્નાપરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિસ્તારની રહેવાસી ઉષા જોસેફના પેટમાંથી એક સર્જિકલ કાતર (આર્ટરી...
National 
મહિલાના પેટમાંથી નીકળી સર્જિકલ કાતર; 5 વર્ષ અગાઉ થયેલી સર્જરીમાં ડૉક્ટરો ભૂલી ગયેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.