બસ-ટેક્સી ડ્રાઈવરો માટે કેમ મીટર નહીં? રીક્ષાચાલકો પહોંચ્યા હાઈ કોર્ટ

ગુજરાતના અમદાવાદમાં, શહેર પોલીસે 1 જાન્યુઆરીથી મીટરથી નહીં ચાલતી રીક્ષા માટે દંડની પાવતી ફાડવાનો નિર્ણય લીધો હતો. પોલીસના આ નિર્ણય સામે રીક્ષાચાલકોએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. રીક્ષાચાલકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે કે, પોલીસનો આ આદેશ ભેદભાવપૂર્ણ છે. આ ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે. પિટિશનમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, કિલોમીટરનું અંતર માપવા માટે માત્ર રીક્ષામાં જ અલગ મીટર કેમ લગાવેલું હોવું જોઈએ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ટેક્સી, મેક્સી કેબ, બસ અને ભારે વાહનો સહિત તમામ પરમિટ ધરાવતાં વાહનો અને લક્ઝરી વાહનો માટે પણ કિલોમીટરનું અંતર માપવા માટે અલગ મીટર હોવા જોઈએ.

રીક્ષા ડ્રાઈવર્સ એસોસિએશને આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યા પછી સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, અમદાવાદ શહેર પોલીસ પોતાનો આદેશ પાછો ખેંચે છે કે, 1 જાન્યુઆરીથી કાર્યવાહી શરૂ કરે છે. અમદાવાદ પોલીસ કમિશનર G.S. મલિકે તાજેતરમાં આ નિર્ણય લીધો હતો, જ્યારે મીટરથી ચલાવવાના નિયમનું પાલન ન કરવા અંગે ફરિયાદો તેમના સુધી પહોંચી હતી. અમદાવાદ પોલીસનો આ નિર્ણય શહેરના ઓલિમ્પિક સપના સાથે પણ જોડાયેલો જોવામાં આવી રહ્યો હતો. ગુજરાત સરકાર 2036ની ગેમ્સની યજમાની અમદાવાદમાં મળે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે.

અમદાવાદના પોલીસ કમિશનર G.S. મલિકે જણાવ્યું હતું કે, અમને ઘણી ફરિયાદો મળી છે કે, રિક્ષા ચાલકો કોઈપણ વ્યવસ્થા વિના વધુ પડતા ભાડા વસૂલે છે. 1 જાન્યુઆરીથી ટ્રાફિક પોલીસ એવા રીક્ષા ચાલકો પાસેથી દંડ વસૂલશે જેમના વાહનોમાં મીટર લગાવેલું નથી. બીજી વખત ભૂલ કર્યા પછી અને દંડ વસૂલ્યા પછી, રિક્ષાની પરમિટ રદ કરવામાં આવશે અને ત્યારપછી ડ્રાઇવરની અટકાયત કરવામાં આવશે. હું તમામ રિક્ષાચાલકોને તેમની રીક્ષામાં મીટર લગાવવાની અપીલ કરું છું. મળતી માહિતી મુજબ દર વર્ષે RTO રિક્ષાની પરમિટ રિન્યુ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તપાસમાંથી પસાર થવા માટે મીટર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ત્યાર પછી ડ્રાઇવરો આ મીટર દૂર કરી દે છે અને તેનો ઉપયોગ કરતા નથી.

મીટર લગાવવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે ત્યારે, જાગૃત ઓટોરિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન, નવયુગ ઓટો ડ્રાઇવર્સ વેલ્ફેર એસોસિએશન (અમદાવાદ) અને વડોદરા શહેર અને જિલ્લા રિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન નામના ત્રણ ઓટોરિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં ફ્લેગ મીટર લગાવવામાં નિષ્ફળ રહેલા ઓટોરિક્ષા ચાલકોને દંડ ફટકારવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. તેઓ દલીલ કરે છે કે ઓર્ડર ખોટી રીતે ઓટો-રિક્ષા માલિકોને ટાર્ગેટ બનાવે છે.

About The Author

Related Posts

Top News

એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક અનોખી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસની બહાર પડેલું...
National 
એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.