LIVE: મતગણતરીની પળે-પળની અપડેટ, કોણ આગળ, કોણ જીત્યું, તમામ માહિતી એક ક્લિક પર

આખા દેશમાં લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પરિણામોના એક દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને 7 ચરણોની ચૂંટણી પ્રક્રિયા બાબતે વાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ભારતમાં 642 મિલિયન મતદાતા છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વૉટર્સથી 5 ગણી છે. આ ચૂંટણીમાં 64 કરોડ કરતા વધુ લોકોએ મતદાન કર્યું. આપણે આ ચૂંટણીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તેમણે કહ્યું કે, અમે ભારતના મતદાતાઓને સ્ટેન્ડિંગ ઓવશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના વોટ લીધા છે. 85 વર્ષથી ઉપરના ઉંમરવાળા મતદાતાઓએ ઘરે બેસીને વોટ આપ્યા. 1.5 કરોડ મતદાન અને સુરક્ષા કર્મીઓની અવરજવર માટે 135 વિશેષ ટ્રેન, 4 લાખ વાહનો અને 1692 ફ્લાઇટ્સનો ઉપયોગ કર્યો. 68,763 મોનિટરિંગ રૂમ ચૂંટણીની દેખરેખમાં લાગ્યા હતા. ભારતીય ચૂંટણી પંચની સફળતાના વિસ્તારનો ઉલ્લેખ કરતા રાજીવ કુમારે બધાનો આભાર માન્યો.

છૂટક ઘટનાઓને છોડી દઈએ તો આખા દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી. કોઈ એવું ન બચ્યું જેમનો હેલિકોપ્ટર ચેક ન થયો હોય. ચૂંટણી અધિકારીઓને અમારા તરફથી સંદેશ હતો કે પોતાનું કામ કરવાનું છે, કોઇથી ડરવાનું નથી. તેનું જ પરિણામ છે કે 10 હજાર કરોડની રકમ પકડાઈ, જે વર્ષ 2019માં જપ્ત કરવામાં આવેલી રકમની લગભગ 3 ગણી વધારે છે. આ તૈયારી પાછળ 2 વર્ષની સખત મહેનત છે. તમને આ બધુ બતાવવાનો અર્થ હતો કે ક્યાંક અમારી મહેનત ગુમ ન થઈ જાય.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, આ IPL દરમિયાન મતદાનને લઈને લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવી. સચિન તેંદુલકર અને અન્ય મોટા સેલિબ્રિટીઓએ ચૂંટણી જાગૃતિમાં અમારી મદદ કરી. અમે 26 સ્પેશિયલ પોલિંગ સ્ટેશન બનાવીને લોકોને મતદાન કરવાનું શીખવ્યું. આ વખત માત્ર 39 જગ્યાઓ પર રી-પોલિંગની જરૂરિયાત પડી. જ્યારે 2019માં 540 બૂથો પર રી-પોલિંગ થઈ હતી. 64 કરોડ કરતા વધુ મતદાતાઓએ ઉદાસીનતાની જગ્યાએ હિસ્સેદારી પસંદ કરી. શંકાની જગ્યાએ વિશ્વાસને પસંદ કર્યો અને કેટલાક મામલામાં ગોળીની જગ્યાએ બેલેટને પસંદ કર્યા.

 

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.