- National
- દીકરાના લગ્ન માટે આટલા રૂપિયા આપી દુલ્હન સાથે લગ્ન કર્યા પણ સુહાગરાતે તે કિન્નર નીકળી
દીકરાના લગ્ન માટે આટલા રૂપિયા આપી દુલ્હન સાથે લગ્ન કર્યા પણ સુહાગરાતે તે કિન્નર નીકળી
તાજેતરમાં જ રિલીઝ થયેલી હરિયાણવી ફિલ્મ 'સાંવરી'ની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમાં, એક હરિયાણવી પરિવાર તેમના પુત્રના લગ્ન માટે એક છોકરી ખરીદે છે. વરરાજાને સુહાગરાતના સમયે ખબર પડે છે કે તે એક ટ્રાન્સજેન્ડર મહિલા સાથે લગ્ન કરી ચૂક્યો છે. જોકે, યુવકને પાછળથી ટ્રાન્સજેન્ડર મહિલા સાથે જ પ્રેમ થઇ જાય છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં પણ આવી જ એક વાર્તા જોવા મળી છે, જ્યાં શુંકરૂં અહિરવાર તેના પુત્રના લગ્ન માટે 50,000 રૂપિયામાં એક છોકરી ખરીદીને લાવે છે, પરંતુ તેને 50,000 રૂપિયામાં છોકરી નહીં પણ એક ટ્રાન્સજેન્ડર મહિલા વેચવામાં આવે છે. લગ્ન કર્યા પછી તેને આ સત્યની ખબર પડે છે.
શુંકરૂં અહિરવારે બતાવ્યું હતું કે, 'અમે ખૂબ ગરીબ છીએ. અમે મજૂરી કરીને ઘર ચલાવતા હતા. હવે અમે વૃદ્ધ થઈ ગયા છીએ, અમારો પુત્ર અમને કામમાં મદદ કરે છે. હું ઇચ્છતો હતો કે મારા નાના પુત્રના લગ્ન થઇ જાય. મોટા પુત્રના લગ્ન થઇ ગયા છે પરંતુ તે અમારાથી અલગ રહે છે. અમારા જ સંબંધીએ એક પાર્ટી બોલાવી અને કહ્યું કે તેઓ અમારા દીકરા માટે 50,000 રૂપિયામાં કન્યા શોધીને લઇ આવશે. અમે ગામના સીધા સાદા લોકો છીએ. અમારા દીકરાની ખુશી માટે, અમે પણ કહી દીધું કે અમે પૈસાની વ્યવસ્થા કરી લઈશું.'

તેમણે આગળ કહ્યું, 'અમારી પાસે ઘરમાં પૈસા નહોતા, તેથી અમે લગ્નનો ખર્ચ ઉઠાવવા માટે ગામના એક માણસને ત્રણ વિઘા જમીન ગીરવે મૂકી. કારણ કે લગ્નમાં તો ખર્ચો થવાનો જ છે, અમારા દીકરા માટે છત્તીસગઢથી 50,000 રૂપિયામાં કન્યા લાવવામાં આવી હતી. અને આ સાથે જ લગ્નમાં પણ લગભગ 80,000 રૂપિયાનો ખર્ચ થઇ ગયો હતો.'
સ્થાનિક લોકો કહે છે કે એ સાચું છે કે, આ લોકોએ છત્તીસગઢથી એક સગીર છોકરીને 50,000 રૂપિયામાં ખરીદી હતી, પરંતુ થોડા દિવસો પછી, તેમને ખબર પડી કે તે છોકરી તેના ઘરે પાછા ફરવાની જીદ કરવા લાગી હતી. એક દિવસ તો તે ઘર છોડીને આખી રાત પહાડોમાં છુપાઈ ગઈ હતી. ત્યાર પછી ખબર પડી કે તે છોકરી નહીં પણ એક ટ્રાન્સજેન્ડર હતી. કથિત રીતે લગ્નની રાત્રે જ વરરાજાને ખબર પડી ગઈ હતી કે તેણે એક ટ્રાન્સજેન્ડર સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. ત્યાર પછી તે તેને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરોએ પોલીસને બોલાવી. ત્યાર પછી આ મામલો ચર્ચાનો વિષય બન્યો, જો કે પાછળથી આ મામલો શાંત થઇ ગયો હતો, કારણ કે તેનાથી ગરીબ પરિવાર અને ગામની બદનામી થઈ રહી હતી.

