આ રાજ્યમાં શાળાઓ માટે આવ્યો એક નવો આદેશ!, શિક્ષકો બાળકો સામે ડોળા પણ નહીં કાઢી શકે

પ્રાથમિક શાળાઓમાં બાળકોને મારવા, ડરાવવા કે ઠપકો આપવાનું તો ઠીક પણ હવે તેમણે ધમકાવવા માટે ડોળા પણ કાઢ્યા તો તેને ગુનો ગણવામાં આવશે. પુસ્તકો કે નોટબુક ન લાવવા બદલ બાળકોને વર્ગખંડમાં ઉભા રાખવા જેવી સજાઓ પર પણ હવે સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરીને, મૂળભૂત શિક્ષણ વિભાગે શુક્રવારે 12 માર્ચે બહાર પાડેલા સરકારી આદેશનો ઉલ્લેખ કરીને તમામ જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારીઓને કડક સૂચનાઓ મોકલી આપી હતી. હવે આનું કડકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે.

05

સૂચનાઓ મા જણાવવામાં આવ્યું છે કે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ, 2009, બાળ સુરક્ષા આયોગની માર્ગદર્શિકા અને સુપ્રીમ કોર્ટના આદેશો અનુસાર દરેક શાળામાં બાળકોની સલામતી અને સન્માન સુનિશ્ચિત કરવું આવશ્યક છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ સ્વરૂપમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અથવા જાતીય સતામણી અસ્વીકાર્ય છે.

આમાં બાળકોને મારપીટ, અપમાન કરવું, જાતિ અથવા લિંગના આધારે ભેદભાવ કરવો, અયોગ્ય ટિપ્પણીઓ કરવી, સહપાઠીઓ દ્વારા કરવામાં આવેલી સતામણીની અવગણના કરાવી અને આ ઉપરાંત અન્ય ઘણા પ્રકારના દુર્વ્યવહારનો સમાવેશ થાય છે. જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, તેઓ તમામ શાળાના આચાર્યો અને સંચાલકોને સરકારી આદેશની સોફ્ટ કોપીનું વિતરણ કરે.

તેની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ RTE અધિનિયમ 2009 અને ભારતીય નાગરિક સેવા સંહિતા 2023ની જોગવાઈઓથી વાકેફ કરવામાં આવે, જેથી તેઓ તેમના અધિકારો સમજી શકે અને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે ભેદભાવના કિસ્સામાં ફરિયાદ નોંધાવી શકે.

06

વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો કોઈ પણ શાળાની બાળકો સાથે ભેદભાવ કે શિસ્તના નામે સજાની ફરિયાદ મળી તો તે માટે સંબંધિત શિક્ષક કે સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય શાળાઓમાં બાળકો માટે સલામત, સમ્માનજનક અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે.

શાળા શિક્ષણ અંગે બાળકો, વાલીઓ અથવા સામાન્ય લોકોની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે જૂન 2024માં ટોલ-ફ્રી નંબર 1800-889-3277 શરૂ કરવામાં આવ્યો હતો. આ નંબર તમામ મૂળભૂત શાળાઓના નોટિસ બોર્ડ અને મુખ્ય દરવાજા પર કાયમી ધોરણે દર્શાવવા સૂચના આપવામાં આવી છે.

About The Author

Top News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.