દિલ્હી યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં M.Phil. કરનારાએ બેંકમાંથી લાખો રૂપિયા લૂંટ્યા

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિયાણાના સોહનાથી એક એવા ચાલાક લૂંટારાની ધરપકડ કરી છે, જેણે પોતાના રસાયણશાસ્ત્ર ભણ્યાનો ઉપયોગ બેંક લૂંટવા માટે કર્યો હતો. તેણે પોતે જાતે સ્મોક બોમ્બ બનાવ્યો હતો. ચાલાક લૂંટારુ, 32 વર્ષીય દીપ શુભમ, બિહારના સીતામઢી જિલ્લાના ચૌરૌત ગામનો રહેવાસી છે.

આરોપી, દીપ શુભમ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલો છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી M.Phil. (રસાયણશાસ્ત્ર)ની ડિગ્રી મેળવી છે. તેણે કિરોરીમલ કોલેજમાંથી B.Sc. (ઓનર્સ), પછી M.Sc. અને M.Phil. પૂર્ણ કર્યું. ત્યાર પછી તેણે CLAT પાસ કર્યા પછી, તેણે LLBનો અભ્યાસ પણ શરૂ કર્યો, પરંતુ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. તેના પરિવાર તરફથી નાણાકીય સહાય મળતી ન હોવાને કારણે તે ખોટા રસ્તે નીકળી ગયો.

02

2017માં, તેણે બિહારના સીતામઢી જિલ્લાના પુરપી ગામમાં બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટ દરમિયાન જાતે બનાવેલા સ્મોક બોમ્બનો ઉપયોગ કર્યો. તેણે ફટાકડા, મિથાઈલ એસિટેટ અને બેન્ઝીન ભેળવીને એક  ધુમાડો બનાવ્યો અને બંદૂક બતાવીને 3.6 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા. ત્યાર પછી, બિહાર પોલીસે તેની દિલ્હીથી ધરપકડ કરી અને કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો.

જેલમાંથી છૂટ્યા પછી, દીપ શુભમ રિતેશ ઠાકુર નામના ગુનેગારને મળ્યો. બંને એ સાથે મળીને દિલ્હીના મોડેલ ટાઉન વિસ્તારમાં બે જ્વેલરીની દુકાનોમાં હથિયારો બતાવીને લૂંટ ચલાવી. પહેલા કેસમાં, 17 સપ્ટેમ્બર, 2021ના રોજ, તેણે ગુજરેવાલા ટાઉનમાં 24 કેરેટ જ્વેલરીની દુકાનમાંથી 6.06 લાખ રૂપિયા અને મોબાઈલ ફોન લૂંટ્યા. બીજા કેસમાં, 25 ઓક્ટોબર, 2021ના રોજ, તેણે તે જ વિસ્તારની બીજી જ્વેલરીની દુકાનમાંથી 70,000 રૂપિયા લૂંટ્યા. બંને કેસમાં તેને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો.

03

9 ઓક્ટોબર, 2025ના રોજ, હેડ કોન્સ્ટેબલ અજયને બાતમી મળી કે દીપ શુભમ હરિયાણાના સોહનાના હરિ નગર વિસ્તારમાં જોવા મળ્યો છે. ટીમે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપીનું સ્થાન શોધી કાઢ્યું અને છટકું ગોઠવીને તેને સ્થળ પર જ પકડી લીધો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ફરાર થઈને દીપ શુભમ 'ગ્લોસી ગેઝ' નામની ઈન્ટીરીયર ડિઝાઇન ફર્મમાં કામ કરતો હતો. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના DCP હર્ષ ઈન્દોરાએ જણાવ્યું કે, શિક્ષિત હોવા છતાં પણ આરોપી ગુનાના રસ્તે નીકળી ગયો હતો અને હવે તેને ન્યાયના હવાલે કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.