વીજ બિલ વસૂલવા પહોંચેલી ટીમ પર છોડી દેવાયા કૂતરા, JE અને કર્મચારીઓને દોડાવી..

ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, અહીં વીજળીનો દંડ વસૂલવા ગયેલી ટીમ પર ઘર માલિકે પોતાના પાળતું કૂતરા છોડી દીધા. આ દરમિયાન JEના હાથમાં કૂતરાએ બચકું ભરી લીધું. વધુ એક કર્મચારીના પગમાં કૂતરાના દાંત લાગ્યા છે. એટલું જ નહીં માલિકે વીજળી વિભાગની ટીમ સાથે મારામારી પણ કરી. જેના કારણે કર્મચારીઓને ઘટનાસ્થળ પરથી જીવ બચાવીને ભાગવું પડ્યું. આ મામલે વીજળી વિભાગના JEએ આરોપી ઘર માલિક અને તેના પુત્ર સહિત એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

પોલીસનું કહેવું છે કે ફરિયાદ મળી છે, તેના આધાર પર રિપોર્ટ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો કૂતરા દ્વારા બચકું ભરવા અને ઘર માલિક દ્વારા કરાયેલી મારામારીથી ઇજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર કરાવવામાં આવી છે. આખી ઘટના બુલંદશહરના નગર પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત અંબા કોલોનીની છે. જ્યાં ગુરુવારે એક ઉપભોક્તાના ઘરે વીજળી વિભાગની ટીમ વીજ ચોરીનો દંડ વસૂલવા ગઈ હતી. ટીમમાં SDO રેણું શર્મા, JE જ્યોતિ ભાસ્કર અને અન્ય વિભાગના કર્મચારી સામેલ હતા. ઘર પર 3 લાખ 57 હજાર રૂપિયાનું લેણું છે.

જ્યારે વીજળી વિભાગની ટીમના લોકોએ ઉપભોક્તાને બાકી રકમ જમા કરાવવા કહ્યું તો ઘર માલિકના દીકરાએ તેને જમા કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. પહેલા તેણે બોલાબોલી શરૂ કરી અને પછી ઘરની અંદર બાંધેલા પાળતું કૂતરાને વીજળી વિભાગના લોકો પર છોડી દીધા. આ કૂતરાએ JEના હાથોમાં બે જગ્યાએ બચકાં ભરીને ઇજાગ્રસ્ત કરી દીધા. તો એક અન્ય કર્મચારીના પગમાં દાંત ગાડી દીધા. ત્યારબાદ ઘર માલિકના દીકરાએ એક અન્ય સાથીએ રૉડ અને દંડાથી ટીમ પર હુમલો કરી દીધો

જોત જોતામાં ઘટનાસ્થળ પર અફરાતફરી મચી ગઈ. ટીમ સાથે ઉપસ્થિત પોલીસકર્મી પણ અચાનક થયેલા હુમલાથી ગભરાઈ ગયા. જેના કારણે કર્મચારીઓએ ભાગીને જીવ બચાવવો પડ્યો. આરોપ છે કે ઘર માલિકે લેબ્રાડોર અને જર્મન શેફર્ડ પ્રજાતિના કૂતરાને છોડી દીધો હતો. પછી લાકડી દંડાથી માર્યા બાદ બંદૂકથી ફાયર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા અને તાત્કાલિક સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી. આ મામલે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાં એક મહિલા, SP SN તિવારીએ જણાવ્યું કે, JEની ફરિયાદ પર કેસ નોંધી લીધો છે. ઉચિત એક્શન લેવામાં આવશે.

ઘટનાને લઈને SDO રેણું શર્માએ જણાવ્યું કે, અમે દંડ વસૂલી માટે ગયા હતા. એક ઉપભોક્તાનું 3 લાખ 57 હજાર રૂપિયા બાકી હતી. તેમ તેને કહ્યું કે 80 ટકા છૂટ ચાલી રહી છે, અત્યારે બાકી જમા કરી દો, પરંતુ ત્યારે બે છોકરા આવ્યા અને મારામારી શરૂ કરી દીધી. પહેલા તો JE સાથે મારામારી કરી અને પછી અમારા ઉપર કૂતરા છોડી દીધા. મારી સાથે પણ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો.

તો JE જ્યોતિ ભાસ્કરે જણાવ્યું કે, જ્યારે દંડ ભરવા કહ્યું તો ઘર  માલકિન કવિતાના દીકરા વિશાલ ચૌધરીએ દંડ ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી. ગાળાગાળી કરવા લાગ્યા. ત્યારબાદ લોકો ઘરની અંદર ગયા અને કૂતરાને લઈને આવ્યા. તેમણે અમારી ટીમ પર કૂતરા છોડી દીધા. કૂતરાએ મારા હાથમાં બચકું ભરી લીધું. ત્યારબાદ બે યુવકોએ લોખંડના સળિયા અને લાકડીથી હુમલો કર્યો. ભાગવા દરમિયાન પિસ્ટલથી અમારા પર ફાયરિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો.

About The Author

Top News

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પ્લેઇંગ XIની કરી જાહેરાત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ખાતે ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ...
Sports 
 ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પ્લેઇંગ XIની કરી જાહેરાત

GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

છ મહિનાથી વધુ સમય પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક જુલાઈની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર પહેલા...
Business 
GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

Amazonના ફાઉન્ડર જેફ બેજોસના લગ્ન વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ધમકી આપી રહ્યા છે કે, તેઓ બેજોસના...
World 
‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.