DGPએ ‘થાર’વાળાઓને ક્રિમિનલ માઇન્ડેડ કહેલા, થાર માલિકે મોકલી નોટિસ, કહ્યું- ‘માફી માંગો નહિતર..’

ગુરુગ્રામના એક રહેવાસીએ હરિયાણાના DGP ઓ.પી. સિંહને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં તેમને સાર્વજનિક માફી માંગવા કહેવામાં આવ્યું છે. નોટિસનું કારણ DGPની એક ટિપ્પણી છે, જે તેમણે થાર માલિકો પર કરી હતી. સોશિયલ મીડિયા પર થોડા પણ સક્રિય હશો તો, DGP ઓ.પી. સિંહનું નિવેદન સાંભળ્યું હશે, જેમાં તેમણે થાર માલિકોને ક્રિમિનલ માઇન્ડસેટ ગણાવ્યા હતા. તે સમયે આ નિવેદન પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. જોકે થારનો એક માલિક DGPના નિવેદનથી એટલો નારાજ થઇ ગયો કે તેણે DGPને જ લીગલ નોટિસ મોકલી આપી.

Haryana-DGP1
tribuneindia.com

8 નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે માર્ગ સુરક્ષા અને ટ્રાફિક ઉલ્લંઘનની ચર્ચા કરતા કહ્યું હતું કે મોટાભાગના થાર અને બુલેટ માલિકોની ગુનાહિત માનસિકતા હોય છે. આ ટિપ્પણીથી એક થાર માલિક ખૂબ જ નારાજ થઇ ગયા. તેનું નામ સર્વો મીતર છે, જે ગુરુગ્રામના સેક્ટર 102ના રહેવાસી છે. અહેવાલો અનુસાર, તેમણે જાન્યુઆરી 2023માં 30 લાખ રૂપિયાથી વધુમાં થાર ખરીદી હતી. તેનો દાવો છે કે DGPના નિવેદનથી તેમને શરમસાર થવું પડ્યું, જેના કારણે તેમણે થાર ચલાવવાનું છોડી દીધું છે. આ કારણે, તેમણે DGP ઓ.પી. સિંહને લીગલ નોટિસ મોકલી છે.

PTI અનુસાર, DGPને નોટિસ પાઠવતા સર્વો મીતરના વકીલે જણાવ્યું હતું કે, ‘DGPનું નિવેદન પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયું હતું, જેના કારણે થાર માલિકોની છબી ખરાબ થઈ છે. તેમની ટિપ્પણી બાદ સર્વો મીતરને સંબંધીઓ, મિત્રો, પડોશીઓ અને મહેમાનો વચ્ચે શરમ, મજાક અને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો. નોટિસમાં વધુમાં જણાવાયું છે કે આ નિવેદનથી થાર માલિકોની સાર્વજનિક છબી ખરાબ થઈ છે, જેના કારણે સિવિલ અને ફોજદારી માનહાનિનો કેસ બને છે.

નોટિસમાં DGPને 15 દિવસની અંદર બિનશરતી લેખિત માફી માંગવાની અને પોતાની ટિપ્પણીઓ પાછી લેવા કહેવામાં આવ્યું છે. આમ ન કરવા પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ​​356(3) અને અન્ય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ નોટિસ અંગે DGP ઓ.પી. સિંહ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે થારનું ટોપ મોડેલ 23-24 લાખની આસપાસ આવે છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.