આ રાજ્યમાં પ્લાસ્ટિકની બોટલો પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ અને મીટિંગોમાં પ્લાસ્ટિકની પાણીની બોટલોના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ તમામ સરકારી કાર્યક્રમો અને કચેરીઓમાં પીવા માટે માત્ર પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવશે, જેનાથી પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળશે અને પ્લાસ્ટિકના કચરાની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાશે.

karnataka

મુખ્યમંત્રીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે, અગાઉ પણ આવા નિર્દેશ આપવામાં આવ્યા હતા, પરંતુ હવે આ પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવશે. તમામ વિભાગના અધ્યાક્ષોને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ પોત પોતાના વિભાગોમાં આ નિયમનું પાલન સુનિશ્ચિત કરે અને તાત્કાલિક જરૂરી સૂચનાઓ નિર્દેશ જાહેર કરે. સાથે જ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક મોટો નિરણ્ય લેતા સરકારી બેઠકો, કાર્યક્રમો અને સચિવાલય સહિત તમામ સરકારી કચેરીઓ માટે કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ના 'નંદિની' બ્રાન્ડના ખાદ્ય અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ ફરજિયાત કરી દીધો લીધો છે. હવે આ કાર્યક્રમોમાં ચા, કોફી, દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો માત્ર 'નંદિની' પાસેથી જ ખરીદવામાં આવશે.

plastic-bottle.jpg-2

સરકારનું કહેવું છે કે, આ પગલાંથી ન માત્ર પર્યાવરણને ફાયદો થશે, પરંતુ રાજ્યના સ્થાનિક ડેરી ઉદ્યોગને પણમજબૂતી મળશે. બધા વિભાગોને આ દિશા-નિર્દેશોનું કડક પાલન કરવા અને દરેક બેઠક અને કાર્યક્રમમાં આ નિયમોનો અમલ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

siddaramaiah

સિદ્ધારમૈયાએ કહ્યું કે, ‘રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ અને સત્તાવાર બેઠકોમાં પીવાના પાણી માટે પ્લાસ્ટિક બોટલને બદલે પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવાનો નિર્દેશ પહેલાથી જ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ પગલાને કડક રીતે લાગૂ કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. આ સિવાય, મુખ્યમંત્રીએ સચિવાલય સહિત તમામ વિભાગોને બેઠકો અને સત્તાવાર કાર્યક્રમો દરમિયાન રાજ્યની માલિકીની કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ના નંદિની ઉત્પાદનોનો ફરજિયાત ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.