લાખોનો પગાર છતા પેટ ભરાતા નથી આ લાંચીયા અધિકારીઓના, પૂર્વ એન્જિનિયરના ફ્લેટમાંથી મળ્યો નોટોનો ઢગલો, કરોડોનું સોનું-ચાંદી

મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકાયુક્તના દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે. PDW વિભાગના પૂર્વ ચીફ એન્જિનિયરના ઘરે દરોડા દરમિયાન લોકાયુક્તે 26 લાખ રૂપિયાની રોકડ સાથે, સોનું, ચાંદી, સંપત્તિના દસ્તાવેજો અને રોકાણના કાગળો પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત લોકાયુક્તે મોટી માત્રામાં મધ અને અન્ય ઘણી વસ્તુઓ જપ્ત કરી છે. લોકાયુક્તનું માનવું છે કે મહેરાએ પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર દ્વારા આ સંપત્તિઓ એકઠી કરી હતી.

Raid
aajtak.in

ગુરુવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકાયુક્તે જાહેર બાંધકામ વિભાગના પૂર્વ ચીફ એન્જિનિયરના 4 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ચીફ એન્જિનિયર ગોવિંદ પ્રસાદ મહેરા સાથે જોડાયેલા 4 સ્થળોએ દરોડા દરમિયાન લાખો રૂપિયાની રોકડ સાથે કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓએ ભોપાલના એક ફ્લેટમાંથી 26 લાખ રૂપિયા રોકડ, 2.64 કિલો સોનું, 5.5 કિલો ચાંદી અને FDના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ સિવાય નર્મદાપુરમમાં મહેરાના ફાર્મહાઉસમાંથી 17 ટન મધ જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ એક ટ્રેક્ટર, એક માછલી ફાર્મ, કોટેજ સાથે હાઈટેક ડિવાઇસ પણ જપ્ત કર્યા. મહેરા અને તેના પરિવારની 4 લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

Raid1
freepressjournal.in

લોકાયુક્તના દરોડા દરમિયાન અધિકારીઓને ગોવિંદપુરામાં મહેરાના પુત્રોની માલિકીની PVC પાઇપ ફેક્ટરી પણ મળી છે. આ ફેક્ટરીમાં અધિકારીઓને રોકડ સહિત અનેક સંપત્તિના ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા. લોકાયુક્તે જણાવ્યું હતું કે, છાપેમારી દરમિયાન આ મિલકતો મહેરાના એન્જિનિયર તરીકેના કાર્યકાળ દરમિયાન મળેલી આ સંપત્તિ એન્જિનિયર રહેવા દરમિયાન ભ્રષ્ટાચાર દ્વારા કમાયેલા પૈસાથી બનાવી છે. લોકાયુક્તે જણાવ્યું હતું કે દરોડા મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા.

Raid
aajtak.in

લોકાયુક્તે મહેરાના 4 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં (1) ભોપાલની મણિપુરમ કોલોનીમાં A-6 ખાતે આવેલા નિવાસસ્થાને (2) ઓપલ રીજન્સી, ફ્લેટ નં. 508, દાના પાણી (3) ગોવિંદપુરા ઔદ્યોગિક વિસ્તારમાં કે.ટી. ઇન્ડસ્ટ્રીઝ; અને (4) નર્મદાપુરમ જિલ્લાના સોહાગપુર તાલુકામાં ગામ સૈનીનો સમાવેશ થાય છે. મણિપુરમ કોલોનીના નિવાસસ્થાનમાંથી 8.79 લાખ રૂપિયા રોકડા, 50 લાખના સોના અને ચાંદીના દાગીના, 56 લાખના ફિક્સ ડિપોઝિટ દસ્તાવેજો અને 60 લાખની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. મણિપુરમ કોલોનીના ફ્લેટ નં. 508, દાના પાણી ખાતેના ઓપલ રીજન્સી પર દરોડામાં 26 લાખ રોકડા, અને સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

About The Author

Top News

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.