આને મા કેમ કહેવી, પ્રેમી સાથે મળીને પોતાના 6 વર્ષના દીકરાનું કાસળ કાઢી નાખ્યું

ઉત્તર પ્રદેશના બાંદામાં સંબંધોને તારતાર કરી નાખે  તેવી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના 6 વર્ષના પુત્રને માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળક ઘરમાં તોફાન મસ્તી કરતો હતો, જેના કારણે મહિલાએ ગુસ્સામાં તેને ખુબ માર માર્યો હતો. બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારપછી બાળકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમી સામે કેસ દાખલ કર્યો હતો અને બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. પોલીસ હાલ આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે.

હકીકતમાં 28 ઓક્ટોબરના રોજ, દેહત કોતવાલી વિસ્તારના મહોખર ગામના રહેવાસી ઓમપ્રકાશે પોલીસને જાણ કરી હતી કે, તેની પત્ની અને તેના કથિત પ્રેમીએ તેના 6 વર્ષના પુત્રની હત્યા કરી છે. ત્યારપછી, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, મહિલાએ તેના પ્રેમી સાથે મળીને બાળક જે તોફાન મસ્તી કરતો હતો તેને ખુબ ખરાબ રીતે માર માર્યો હતો, જેના પરિણામે તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

Accused-Mother-and-Boyfriend

પોલીસે બિન-ઇરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધ્યો છે. આરોપી મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના લગ્ન 15 વર્ષ પહેલા ઓમપ્રકાશ સાથે થયા હતા અને તે છેલ્લા ત્રણ વર્ષથી શહેરના કોતવાલી વિસ્તારમાં તેના પ્રેમી સાથે રહેતી હતી. બાળક ખુબ તોફાન મસ્તી કરતો હોવાથી ગુસ્સામાં આવીને મહિલા અને તેના પ્રેમીએ બાળકને ખૂબ માર માર્યો હતો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું.

ASPએ જણાવ્યું કે, શહેર કોતવાલીને માહિતી મળી હતી કે, માર મારવાથી એક બાળકનું મૃત્યુ થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, અને મૃત બાળકના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ, FIR નોંધવામાં આવી હતી. બાળકની માતા બીજા પુરુષ સાથે રહેતી હતી. તેમના પર બાળક પર ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બંનેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Banda-Police-Station

કોતવાલીના ઇન્ચાર્જ બલરામ સિંહે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે, જેના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન, સર્કલ ઓફિસર મેવિશ ટાકે જણાવ્યું હતું કે, શરૂઆતની માહિતીમાં, બાળક પડી જવાથી ઘાયલ થયું અને બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે બાળકના પિતાએ માતા અને તેના પ્રેમી પર હત્યાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસે આ મામલાની ગંભીરતાથી તપાસ કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાઓની પુષ્ટિ થયા પછી, બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી, જેમાં તેઓએ ગુનો કબૂલ્યો. બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

About The Author

Top News

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર
Copyright (c) Khabarchhe All Rights Reserved.