- National
- નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવાની ના પાડી! જાણો સરકારે આ બાબતે શું કહ્યું?...
નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવાની ના પાડી! જાણો સરકારે આ બાબતે શું કહ્યું?
DyCM DK શિવકુમાર એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હતા. તેમને જ્યારે મૂર્તિ પરિવારના જાતિ સર્વેક્ષણમાં ભાગ ન લાવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'અમે કોઈને માહિતી આપવા માટે દબાણ કરી શકતા નથી. આ તેમનો નિર્ણય છે, અને તેઓ જે ઈચ્છે તે કરી શકે છે.'
રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિ અને તેમના ટેકનોક્રેટ પતિ, નારાયણ મૂર્તિએ જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. આ દંપતીએ કર્ણાટક સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે, તેઓ આ સર્વેક્ષણમાં ભાગ લેશે નહીં. તેમણે લખ્યું છે કે, આ સર્વેક્ષણ કોઈના પણ હિતને પૂરું કરતુ નથી, અને મહત્વની બાબત એ છે કે, તેઓ પછાત સમુદાયના નથી અને તેઓ આ સર્વેક્ષણમાં ભાગ લેશે નહીં. મૂર્તિ દ્વારા સ્વ-પ્રમાણિત પત્ર રાજ્યના પછાત વર્ગ આયોગને મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમનો પરિવાર આ સર્વેક્ષણમાં ભાગ લેશે નહીં, આવું એટલા માટે, કારણ કે તેઓને નથી લાગતું કે તે કોઈના હિતમાં છે.
તેઓએ જણાવ્યું હતું કે, તેઓ તેમની વ્યક્તિગત માહિતીઓ કોઈને આપશે નહીં. કર્ણાટક સરકારે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે. કર્ણાટકના DyCM DK શિવકુમાર એક પુસ્તક વિમોચનમાં હાજરી આપી રહ્યા હતા. આ કાર્યક્રમ પછી જ્યારે તેમને મૂર્તિ પરિવારના આ નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'અમે કોઈને માહિતી આપવા માટે દબાણ કરી શકતા નથી. આ તેમનો પોતાનો નિર્ણય છે, અને તેઓ જે ઈચ્છે તે કરી શકે છે.' અહીં તમને બતાવી દઈએ કે, કર્ણાટકમાં એક સામાજિક-આર્થિક સર્વે ચાલી રહ્યો છે. આ સર્વેના માધ્યમથી એવી માહિતી એકઠી કરવામાં આવી રહી છે કે, ક્યા વર્ગના કેટલા લોકોને કયા પ્રકારની સુવિધાઓ મળે છે અને તેમની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ શું છે.
આ હેતુ માટે, રાજ્યની તમામ સરકારી અને સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓ 8 થી 18 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવી છે. આનું કારણ એ છે કે, આ સર્વે માટે શાળાના શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. આ સર્વે કર્ણાટકમાં 22 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો હતો અને 12 ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ તારીખ લંબાવવામાં આવી છે. બેંગલુરુમાં, તે 24 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ સર્વે રાજ્યના તમામ 7 કરોડ લોકોને આવરી લેશે, અને તેનાથી તેમની આર્થિક અને સામાજિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય સરકાર કહે છે કે, અમે તે જાણવા માંગીએ છીએ કે કયા સમુદાય પાસે કઇ પ્રકારની સુખ સુવિધાઓ છે. આ પ્રકારની સંપૂર્ણ માહિતી મળ્યા પછી સામાજિક યોજનાઓને આગળ કામ કરવામાં મદદ મળશે.

