- National
- આ છોકરીના માસૂમ ચહેરા પર ન જતા, જેટલી સુંદર એટલી જ ખતરનાક હતી, જોતા જ છોકરાઓ લગ્ન માટે માની જતા અને
આ છોકરીના માસૂમ ચહેરા પર ન જતા, જેટલી સુંદર એટલી જ ખતરનાક હતી, જોતા જ છોકરાઓ લગ્ન માટે માની જતા અને પછી શરૂ થતો અસલી ખેલ
તેની સુંદરતા અને આકર્ષક દેખાવથી ઘણા યુવાનો તેની જાળમાં ફસાતા હતા... અને આની પાછળ એક આખા કુટુંબનું કાવતરું. આ છે કાજલની વાર્તા, જેને રાજસ્થાન પોલીસ ગુરુગ્રામથી ધરપકડ કરીને લાવી હતી. તે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાની રહેવાસી છે. પોલીસ કહે છે કે, કાજલ અને તેનો પરિવાર એક ગેંગ તરીકે કામ કરતા હતા, તેઓનો ટારગેટ એવા યુવાનો હતા, જે અપરિણીત હતા. આ લોકો ચારથી પાંચ રાજ્યોમાં લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ચુક્યા છે.
સીકરના દાતારામગઢ પોલીસ સ્ટેશનના અધિકારી જયસિંહ બસેરાએ જણાવ્યું હતું કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે તારાચંદ જાટ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી. તેનો પરિચય જયપુરમાં ભગતસિંહ નામના વ્યક્તિ સાથે થયો. તારાચંદ તેના બે પુત્રો સાથે લગ્ન કરવા માટે છોકરીઓ શોધી રહ્યો હતો. ભગતસિંહે તેની પુત્રીઓ, કાજલ અને તમન્ના સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
તારચંદ સંમત થઇ ગયા. વાત નક્કી થઇ ગઈ, અને લગ્ન પહેલાં, તૈયારીઓ માટે 11 લાખ રૂપિયા લેવામાં આવ્યા. કાજલની સાથે, તેની બહેન તમન્ના, પિતા ભગતસિંહ, માતા સરોજ અને ભાઈ સૂરજ પણ આ સમગ્ર છેતરપિંડીમાં સામેલ હતા. તેઓ સાથે મળીને કોઈની સાથે લગ્ન કરાવતા હતા અને પછી ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતા હતા.
21 મે, 2024ના રોજ, લગ્ન જયપુરના એક ગેસ્ટ હાઉસમાં થયા. કાજલ અને તેની બહેન તમન્ના દુલ્હન બની હતી. લગ્નની બધી વિધિઓ પુરી થઇ હતી. પછી, કાજલ અને તેનો પરિવાર બે દિવસ ત્યાં રહ્યા, અને ત્રીજા દિવસે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેણાં અને કપડાં લઈને ભાગી ગયા.
તપાસમાં બહાર આવ્યું કે, આ કોઈ પહેલો કિસ્સો નહોતો. કાજલ આ અગાઉ પણ દેશના ચારથી પાંચ રાજ્યોમાં એવા લોકો સાથે આવી છેતરપિંડી કરી ચુકી હતી, કે જેઓના કોઈ કારણોસર લગ્ન થતા ન હતા. કાજલ દેખાવે સુંદર હતી, તેથી જે કોઈ તેને જોતું તે તરત જ તેને પસંદ કરતુ અને તેની સાથે લગ્ન કરવા માટે સંમત થઈ જતું. કાજલ તેની સુંદરતાનો ઉપયોગ કરીને યુવાનો સાથે મીઠી મીઠી વાતો કરતી, તેમનો વિશ્વાસ જીતતી અને તેમની સાથે લગ્ન કરવા માટે સંમત કરતી અને બે કે ત્રણ દિવસ પછી તે ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતી.
કાજલ છેલ્લા એક વર્ષથી ફરાર હતી. પોલીસથી બચવા માટે તે પોતાનું સ્થાન બદલતી રહેતી હતી. જોકે, પોલીસને માહિતી મળી કે તે ગુરુગ્રામની એક સોસાયટીમાં છે. રાજસ્થાન પોલીસની એક ટીમે તેને ધરપકડ કરી અને રાજસ્થાન લઇ આવી. ધરપકડ સમયે કાજલ ખુશીના ચહેરા સાથે હસતી રહેતી હતી. તેણે જીન્સ અને T-શર્ટ પહેરી હતી, હાથમાં તાજી મહેંદી લગાવી હતી. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કાજલ વિરુદ્ધ કેસની તપાસ ચાલી રહી છે.
પોલીસ સ્ટેશન ઓફિસર જયસિંહ બસેરાએ જણાવ્યું હતું કે, કાજલ અને તેનો આખો પરિવાર આ રેકેટ વ્યાવસાયિક રીતે ચલાવી રહ્યા હતા. અત્યાર સુધીમાં ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી છે, અને પોલીસ અન્ય કેસોની પણ તપાસ કરી રહી છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે, દરેક માં-બાપ કોઈપણ સંબંધ બાંધતા પહેલા પુરી રીતે તપાસ કરે અને પછી સબંધ નક્કી કરે.

