શું હવે ઓલા-ઉબરની મનમાની નહીં ચાલે, સરકારે શરૂ કરી 'ભારત ટેક્સી' સર્વિસ, કમિશનથી લઈને ભાડા સુધી બધું જાણી લો

ઓલા અને ઉબેર ટેક્સી સેવા વિશે દરરોજ અસંખ્ય ફરિયાદો સામે આવે છે. ક્યારેક તે ગંદી કાર વિશે હોય છે, ક્યારેક પોતાના મન મુજબના ભાડા વિશે હોય છે, તો ક્યારેક રાઈડ રદ કરવા વિશે હોય છે. ખાનગી ટેક્સીઓ અને રાઈડ-હેલિંગ એપ્સ વિશેની આ ફરિયાદોને દૂર કરવા માટે આવી રહી છે, એક સરકારી સેવા, ભારત ટેક્સી, કેન્દ્ર સરકારે ભારત ટેક્સી નામની કેબ સેવા શરૂ કરી છે. આ ઓલા અને ઉબેર જેવી ખાનગી કેબ સેવા કંપનીઓ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે, કાર માલિકો અને ડ્રાઇવરોએ કંપનીને કોઈ કમિશન ચૂકવવું પડશે નહીં, એટલે કે તેઓ પૂરું ભાડું પોતાના ખિસ્સામાં લઈ શકશે. પરિણામે, તેઓ ઓલા, ઉબેર અથવા અન્ય કેબ સેવાઓ કરતાં ભારત ટેક્સી પસંદ કરશે.

Bharat-Taxi
zeebiz.com

ભારત ટેક્સી દેશની પ્રથમ સહકારી (કો-ઓપરેટીવ) ટેક્સી સેવા હશે. જો કે, આ સેવા ડિસેમ્બરમાં મોટા પાયે શરૂ થશે, પરંતુ તેનો પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બરમાં જ રાજધાની દિલ્હીમાં શરૂ થશે. આ પાયલોટ પ્રોજેક્ટમાં 650 ડ્રાઇવરો/વાહન માલિકો સામેલ થશે. આનો અર્થ એ થયો કે, આ સહકારી કેબ સેવા માટે 650 વાહનો ઉપલબ્ધ થશે, જેનાથી લોકો તેનો લાભ લઈ શકશે.

આ સેવા ડિસેમ્બરથી વિસ્તરશે અને ધીમે ધીમે દેશના અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ થશે. મળતા અહેવાલ મુજબ ડિસેમ્બર સુધીમાં, આશરે 5,000 ડ્રાઇવરો આ સેવામાં જોડાશે અને વિવિધ શહેરોમાં જનતાને સેવા આપવા માટે તેમના પોતાના વાહનો સાથે ઉપલબ્ધ થશે.

2

ભારત ટેક્સી કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અને NeGD (નેશનલ E-ગવર્નન્સ ડિવિઝન) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. કેન્દ્રએ સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ખાનગી કંપની નહીં પણ સહકારી (કો-ઓપરેટીવ) તરીકે કાર્ય કરશે. તેથી, ડ્રાઇવરો પણ સહ-માલિકો હશે.

આ સેવા સહકાર ટેક્સી દ્વારા સંચાલિત કરવામાં આવશે, અને તેના સંચાલનની દેખરેખ માટે એક કાઉન્સિલની રચના કરવામાં આવી છે. તમે અમૂલ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી દૂધ સહકારી વિશે સાંભળ્યું હશે. તે જ કંપનીના MD જયેન મહેતાને કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવિધ સહકારી સમિતિઓના આઠ અન્ય સભ્યોનો પણ સમાવેશ થાય છે.

3
dnpindiahindi.in

આ સેવાનો ઉપયોગ કરવો ઓલા અથવા ઉબેર એપ્લિકેશનનો ઉપયોગ કરવા જેટલું જ સરળ છે. આ માટે એન્ડ્રોઇડ યુઝર્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી 'ભારત ટેક્સી' એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે, જ્યારે આઇફોન યુઝર્સને એપલ સ્ટોર પરથી તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં ઉપલબ્ધ થશે.

સૌથી અગત્યનું, આ સેવા સભ્યપદ આધારિત હશે, જેમાં ડ્રાઇવરોને દરેક રાઇડમાંથી તેમની કમાણીનો 100 ટકા હિસ્સો મળશે. સભ્યપદ યોજનાના આધારે તેમની પાસેથી ફક્ત દૈનિક, સાપ્તાહિક અથવા માસિક ફી લેવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ચાર્જ નજીવા હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હી ઉપરાંત, આ સેવા મુંબઈ, પુણે, ભોપાલ, લખનઉ, જયપુર સહિત 20 શહેરોમાં વિસ્તૃત કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.