જમણી કિડની ખરાબ હતી, પણ ઓપરેશનમાં ડાબી કાઢી નાખી... હવે દર્દીના પરિવારને આટલા રૂપિયા ચૂકવશે ડૉક્ટર

ઉત્તર પ્રદેશમાં તબીબી બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી સારવારના નામે દર્દીની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક મહિલાની જમણી કિડની ખરાબ થઈ ગઈ હતી, પરંતુ સર્જરી દરમિયાન તેની ડાબી કિડની કાઢી દેવામાં આવી હતી. આ ગંભીર ભૂલને કારણે મહિલાનો જીવ જતો રહ્યો હતો. હવે, લગભગ 12 વર્ષ પછી, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC)  આને સૌથી ગંભીર તબીબી બેદરકારીનો કેસ ગણાવતા મૃતક મહિલાના પરિવારને ₹2 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

એક સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર, મૃતક મહિલા શાંતિ દેવી, વર્ષ 2012માં પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે ડૉક્ટર રાજીવ લોચન પાસે પહોંચ્યા હતા. ત્યારબાદની તપાસમાં જાણવા મળ્યું કે તેને જમણી કિડનીમાં ગંભીર સમસ્યા છે. તબીબી અહેવાલો સ્પષ્ટ  હતું કે ડાબી કિડની સંપૂર્ણપણે સ્વસ્થ છે, જ્યારે જમણી કિડની ખરાબ થઇ ચૂકી છે અને તેને કાઢવાની જરૂર છે. પરિવારને આશા હતી કે ઓપરેશન પછી શાંતિ દેવીની સ્થિતિમાં સુધારો થશે; જોકે, સર્જરી પછી જે બન્યું તેનાથી બધા હચમચી ગયા.

Kidney1
prime.horizonhospital.com

6 મે, 2012ના રોજ સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે ખરાબ જમણી કિડની સફળતાપૂર્વક કાઢી દેવામાં આવી હતી. પરંતુ, જ્યારે ઘણા અઠવાડિયા પછી મહિલાની સ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે ફરી તપાસ કરાવવામાં આવી. જૂન 2012માં કરવામાં આવેલા સીટી સ્કેન અને રેડિયોલોજીકલ પરીક્ષણોમાં જાણવા મળ્યું કે જમણી કિડની તેના શરીરમાં હજુ પણ હતી, જ્યારે સ્વસ્થ ડાબી કિડની ગાયબ હતી. બીજા શબ્દોમાં કહીએ તો, જે કિડની બચવી જોઈતી હતી તે જ કાઢી નાખવામાં આવી હતી. આ ખુલાસો પરિવાર માટે ભારે આઘાત સમાન હતો. અહેવાલો સામે આવતાની સાથે જ મામલો વધુ વકર્યો અને ડૉક્ટર સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા.

કેસનો સૌથી ચોંકાવનારો પાસું એ હતું કે, સુનાવણી દરમિયાન, ડૉક્ટરે પોતે તેમના લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે જ્યારે જમણી બાજુ ચીરો કરવામાં આવ્યો હતો, પરંતુ ડાબી કિડની કાઢી નાખવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રાહક આયોગે આ કબૂલાતને અત્યંત ગંભીર ગણાવી. કમિશને કહ્યું કે સારવારનો સમગ્ર ખર્ચ, તપાસ અને હિસ્ટોપેથોલોજી રિપોર્ટ્સ જમણા કિડનીની બીમારીને લઇને હતો; તો પણ સ્વસ્થ ડાબી કિડની કાઢી દેવામાં આવી હતી. કમિશને તેના આદેશમાં જણાવ્યું હતું કે આ એવા દુર્લભ કિસ્સાઓમાંનો એક છે જ્યાં બેદરકારીની ગંભીરતા કોર્ટને પણ હચમચાવી નાખે છે.

NEET
facebook.com/YuvrajsinhJadeja.Official

ખોટી સર્જરી બાદ શાંતિ દેવીની સ્થિતિ સતત બગડતી રહી. ખરાબ જમણી કિડની તેના શરીરની અંદર રહી, જ્યારે સ્વસ્થ કિડની કાઢી નાખવામાં આવી હતી. મહિલાને લગભગ બે વર્ષ સુધી ડાયાલિસિસ પર રહેવાની ફરજ પડી. તેનો પરિવાર સારવાર માટે હોસ્પિટલોના ચક્કર લગાવતો રહ્યો આખરે, 20 ફેબ્રુઆરી, 2014ના રોજ શાંતિ દેવીનું અવસાન થયું. કમિશને સ્વીકાર્યું કે જો સ્વસ્થ ડાબી કિડની સુરક્ષિત રહેતી, તો મહિલા વધુ લાંબો સમય જીવી શકી હોત. આ કારણોસર કમિશને આ ઘટનાને  તબીબી ક્ષેત્રમાં એક મોટી નિષ્ફળતા ગણાવી.

આ કેસની તપાસ ઉત્તર પ્રદેશ મેડિકલ કાઉન્સિલ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પણ કરવામાં આવી હતી. બંને સંસ્થાઓએ ડૉક્ટરને બેદરકારી દાખવી હોવાનું માન્યું. ઉત્તર પ્રદેશ મેડિકલ કાઉન્સિલે ડૉક્ટરની નોંધણી બે વર્ષ માટે સ્થગિત કરી દીધી હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, બચાવ કરવાના પ્રયાસમાં એક બનાવટી કેસ શીટ પણ રજૂ કરવામાં આવી હતી. કમિશને તેના ચૂકાદામાં આ તથ્યોને મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે રેકોર્ડ્સેથી સ્પષ્ટ સાબિત થાય છે કે દર્દી સાથે ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી.

Kidney
prime.horizonhospital.com

રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમિશનની બેન્ચ, જેમાં પ્રમુખ એ.પી. સાહી અને સભ્ય ભરતકુમાર પંડ્યાનો સમાવેશ થાય છે, તેમણે ડૉક્ટરને દર્દીના પરિવારને કુલ ₹2 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કમિશને તબીબી બેદરકારી માટે વળતર તરીકે ₹1.5 કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, પ્રેમ, સ્નેહ અને વૈવાહિક જીવનના નુકસાન માટે પરિવારના સભ્યોને વળતર તરીકે ₹10 લાખ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સાથે જ, કાનૂની ખર્ચ માટે ₹1 લાખ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કમિશને આદેશ આપ્યો હતો કે આ સંપૂર્ણ રકમ 3 મહિનાની અંદર ચૂકવવી પડશે. ચૂકવણીમાં વિલંબ થયો તો 20 ફેબ્રુઆરી, 2014થી 6 ટકા વાર્ષિક વ્યાજ આપવો પડશે, જે પછીથી 9 ટકા સુધી થઇ જશે.

About The Author

Related Posts

Top News

RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસે દબોચી...
Gujarat 
RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?

મહારાષ્ટ્રના સંભાજીનગરના એક યુવક અભિજીત ભગવાનરાવ દીપકેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અભિજીત સોશિયલ મીડિયા...
National 
'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?

બોલો... પોતાના વિભાગના જ મહેસૂલ કર્મચારી પાસેથી 3 લાખની લાંચ લેતા ઓફિસર ઝડપાયો

સાસારામમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સર્કલ ઓફિસર (CO) આકાશ કુમાર રૌનિયારને તકેદારી વિભાગ દ્વારા...
National 
બોલો... પોતાના વિભાગના જ મહેસૂલ કર્મચારી પાસેથી 3 લાખની લાંચ લેતા ઓફિસર ઝડપાયો

જમણી કિડની ખરાબ હતી, પણ ઓપરેશનમાં ડાબી કાઢી નાખી... હવે દર્દીના પરિવારને આટલા રૂપિયા ચૂકવશે ડૉક્ટર

ઉત્તર પ્રદેશમાં તબીબી બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી સારવારના નામે દર્દીની સલામતી અંગે ગંભીર પ્રશ્નો...
National 
જમણી કિડની ખરાબ હતી, પણ ઓપરેશનમાં ડાબી કાઢી નાખી... હવે દર્દીના પરિવારને આટલા રૂપિયા ચૂકવશે ડૉક્ટર
Copyright (c) Khabarchhe All Rights Reserved.