- National
- ‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z વર્ગ તેની વિરુદ્ધ છે. આ બહેસમાં તેઓ ‘પર્સનલ લાઈફ, વર્ક લાઈફ બેલેન્સ’ જેવા તર્કનો ઉપયોગ કરે છે. આ બધા વચ્ચે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે જે ઓફિસ બાદ અથવા રજાના દિવસે બોસના ફોન ન ઉપાડવા અને કામ સાથે સંબંધિત ઇ-મેઇલનો જવાબ ન આપવાના અધિકારની હિમાયત કરે છે.
શુક્રવારે, લોકસભામાં એક પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ કર્મચારીઓને ઓફિસની બહાર કામ સંબંધિત ફોન કોલ્સ અને ઇમેઇલનો જવાબ આપવામાંથી મુક્તિ આપવાનો છે. લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો એવા મુદ્દાઓ પર પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરી શકે છે, જેના પર તેમને લાગે છે કે સરકારે કાયદો બનાવવો જોઈએ. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં સરકારની પ્રતિક્રિયઆ બાદ આ બિલ પાછા ખેંચી લેવામાં આવે છે.
https://twitter.com/supriya_sule/status/1996977493233094737?s=20
રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ, 2025
NCPના સાંસદ સુપ્રિયા સુલેએ રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ, 2025’ રજૂ કર્યું હતું. આ બિલમાં કર્મચારીઓ માટે વેલફેર ઓથોરિટી બનાવવાનો અને દરેક કર્મચારીને ઓફિસના સમય બાદ અને રજાઓ દરમિયાન કામ સંબંધિત કોલ્સ અને ઇમેઇલ્સથી પૂરી રીતે દૂર રહેવાનો અધિકાર આપવાનો પ્રસ્તાવ છે. આમાં આવા કોલ્સ અથવા ઇમેઇલ્સનો જવાબ ન આપવાનો અધિકાર શામેલ છે.
બિલની જોગવાઈઓ અનુસાર, કોઈપણ પાલન ન કરવાથી સંબંધિત સંસ્થા (કંપની અથવા સોસાયટી) પર તેના કર્મચારીઓના કુલ મહેનતાણાના 1 ટકાનો દંડ ફટકારવામાં આવશે. બિલ દરેક કર્મચારીને કામ સંબંધિત ઇલેક્ટ્રોનિક કમ્યૂનિકેશન- જેમ કે કોલ, ઇમેઇલ્સ અને મેસેજથી દૂર રહેવાનો અધિકાર પણ આપે છે.
સુપ્રિયા સુલેએ X પર લખ્યું કે, ‘આ બિલનો હેતુ લોકોને જીવનની સારી ગુણવત્તા અને સ્વસ્થ વર્ક લાઈફ બેલેન્સ પ્રદાન કરવાનો છે, જેનાથી આજની ડિજિટલ સંસ્કૃતિને કારણે થતા બર્નઆઉટને ઓછો કરી શકાય. સુલેએ તર્ક આપ્યો કે જ્યારે ડિજિટલ અને કમ્યૂનિકેશન ટેક્નોલોજી કામને ફ્લેક્સિબલ બનાવે છે, ત્યારે તે વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચેની સીમાઓને ઝાંખી કરવાનું નોંધપાત્ર જોખમ પણ ઉભું કરે છે.
કોંગ્રેસ સાંસદ કદિયમ કાવ્યા દ્વારા રજૂ કરાયેલા અન્ય એક પ્રાઈવેટ મેમ્બર બિલ ‘મેનસ્ટ્રૂયલ બેનિફિટ્સ બિલ, 2024’માં માસિક ધર્મ દરમિયાન મહિલાઓ માટે કાર્યસ્થળ પર સુવિધાઓ અને જરૂરી સહાય સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
LJP સાંસદ શાંભવી ચૌધરીએ પણ એક પ્રસ્તાવિત કાયદો રજૂ કર્યો જેમાં કામ કરતી મહિલાઓ અને મહિલા વિદ્યાર્થીઓ માટે પેઇડ પીરિયડ લીવ, માસિક ધર્મ સ્વચ્છતા સુવિધાઓ અને અન્ય સ્વાસ્થ્ય લાભો માટેની જોગવાઈઓ શામેલ છે.
કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે મેડિકલ અંડરગ્રેજ્યુએટ એડમિશન માટે રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ પરીક્ષા (NEET)માંથી તમિલનાડુને મુક્તિ આપવા માટે એક બિલ રજૂ કર્યું. ગયા મહિને રાષ્ટ્રપતિએ NEETમાંથી તમિલનાડુને મુક્તિ આપતા રાજ્યના કાયદાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યા બાદ રાજ્ય સરકારે આ બાબતે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
DMKના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ ભારતમાં મૃત્યુદંડ નાબૂદ કરવા માટે એક બિલ રજૂ કર્યું. જોકે આ દંડ નાબૂદ કરવાની માંગણીઓ સમય-સમય પર થતી રહી છે, કેન્દ્ર સરકારોએ સતત કહ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં આ દંડ નિવારજ રૂપમાં જરૂરી છે. અપક્ષ સાંસદ વિશાલદાદા પ્રકાશબાપુ પાટીલે 'જર્નલિસ્ટ (પ્રિવેન્શન ઓફ વાયલેન્સ એન્ડ પ્રોટેક્શન) બિલ, 2024' રજૂ કર્યું. આ બિલ પત્રકારો સામે હિંસા અટકાવવા, તેમની સલામતી સુનિશ્ચિત કરવા અને તેમની સંપત્તિનું રક્ષણ કરવા માટેની જોગવાઈઓ પ્રસ્તાવિત કરે છે.

