- National
- લોકો પાઇલટને કરવા ચોથ માટે રજા ન મળતા પત્ની પૂજાની થાળી લઈને રેલવે સ્ટેશન પર પહોંચી અને ઉપવાસ તોડ્યો...
લોકો પાઇલટને કરવા ચોથ માટે રજા ન મળતા પત્ની પૂજાની થાળી લઈને રેલવે સ્ટેશન પર પહોંચી અને ઉપવાસ તોડ્યો
કાનપુરમાં કરવા ચોથ પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. ટ્રેનના લોકો પાઇલટને કરવા ચોથની રજા ન મળતા પત્ની સ્ટેશન પર પહોંચી અને તેના પતિની પૂજા કરી ત્યાર પછી ચંદ્રને જોઈને ઉપવાસ તોડ્યો હતો. પૂજાની થાળી સાથે જાતે કાર ચલાવીને સ્ટેશન પહોંચેલી આ મહિલા ભક્તિ, પ્રેમ અને જવાબદારીનું ઉદાહરણ બની. મુસાફરોએ આ દ્રશ્ય જોઈને તાળીઓ પાડી તથા તેની ભક્તિની પ્રશંસા કરી.
શુક્રવારે સાંજે, ઉત્તર પ્રદેશના કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર, કરવા ચોથનું એક એવું દ્રશ્ય સર્જાયું હતું કે તેણે દરેકના દિલને સ્પર્શી લીધું. અહીં એક પત્ની, તેના પતિની ફરજને ધર્મનું એક સ્વરૂપ માનીને પોતે જાતે સ્ટેશન પર પહોંચીને પતિની પૂજા કરી અને ચંદ્રને જોઈને ઉપવાસ તોડ્યો.

માયા દેવી નામની આ મહિલા, જેમનો પતિ એક લોકો પાઇલટ છે. જ્યારે તેને કરવા ચોથ માટે રજા ન મળી, ત્યારે માયા દેવીએ નક્કી કરી લીધું કે તે સ્ટેશને જઈને તેના પતિની પૂજા કરશે. સાંજ પડતા તેઓ સુંદર તૈયાર થઈને પોશાક પહેર્યો અને પૂજાની થાળી તૈયાર કરી અને તેના નાના પુત્ર સાથે કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર જાતે જ ગાડી ચલાવીને પહોંચી.
https://twitter.com/journoJaheerKha/status/1976991994821198156
સ્ટેશન પર સેંકડો મુસાફરોની નજર વચ્ચે માયા દેવી જ્યારે પૂજાની થાળી લઈને પ્લેટફોર્મ પર ઉતર્યા, ત્યારે બધાની નજર તેમના તરફ ચોંટી ગઈ હતી. તે સમયે લોકો પાયલોટ મહેશ ચંદ્ર ફરજ પર હતા. પ્લેટફોર્મ પર જ માયા દેવીએ સાઇનબોર્ડ પાસે લોકો પાયલોટની પેટી પર પૂજાની થાળી તૈયાર કરી. ત્યાંથી ચંદ્ર દેખાતો હતો. તેમણે પહેલા ચંદ્ર તરફ જોયું, પછી તેના પતિને પ્રણામ કર્યા, આરતી કરી અને તેની પાસેથી પાણી પીને ઉપવાસ તોડ્યો.
મુસાફરો આ દ્રશ્ય જોઈને ખુબ ભાવુક થઇ ગયા હતા, અને ઘણા લોકોએ તેને ફરજ અને પ્રેમનો સંગમ ગણાવ્યો. માયા દેવીએ કહ્યું, 'મારે મારા પતિની પૂજા કરવી હતી, ઉપવાસ તો હતો જ, તેથી ભલે તે સ્ટેશન પર હોય, તેમણે તેમની ફરજ પૂરી કરી, અને મેં મારી ફરજ પૂરી કરી.'
તેમણે કહ્યું કે, પતિની બીમારીને કારણે તેમની ઘણી રજાઓ પડી ચુકી હતી, તેથી આ વખતે તેમને રજા મળી શકી નહીં. આથી સ્ટેશન પર પહોંચીને જ પૂજા કરવી યોગ્ય લાગતું હતું. આ દ્રશ્ય જોઈને, દરેક વ્યક્તિ તેની ભક્તિ અને સમર્પણની પ્રશંસા કરતા હોય તેવું લાગતું હતું.
આ ઘટના ફક્ત એક પારિવારિક ક્ષણ નથી, પરંતુ રેલવે કર્મચારીઓની તેમના પરિવારો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રેમનું પ્રતીક પણ છે. મહેશ કુમાર અને તેમની પત્નીનું ટ્રેન સંચાલનની જવાબદારી નિભાવતી વખતે સમર્પણ દર્શાવે છે કે, ઉત્સવના પ્રસંગ સાથે મુશ્કેલ ફરજનું સંતુલન શક્ય છે. આ ઘટનાએ અન્ય કર્મચારીઓ અને મુસાફરોને પણ સકારાત્મક સંદેશ આપ્યો કે, ફરજ અને પરંપરા બંનેનું સન્માન કરી શકાય છે. આ કરવા ચોથનો અનુભવ મહેશ કુમાર અને માયા દેવી માટે માત્ર યાદગાર જ નહોતો, પરંતુ રેલ્વે પ્લેટફોર્મ પર તેને જોનારા અન્ય મુસાફરો માટે પણ એક અનોખી અને પ્રેરણાદાયક ક્ષણ બની ગયો.

