વિજયની પાર્ટી TVK ને 'INDIA' ગઠબંધનની બેઠકનું આમંત્રણ કેમ ન મળ્યું, કોંગ્રેસે જણાવ્યું કારણ

તામિલનાડુના રાજકારણમાં તાજેતરમાં જ પ્રવેશેલી CM વિજયની નવી પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં નહોતી જોવા મળી. આ અંગે તેમને આમંત્રણ પણ નહોતું મળ્યું. TVKએ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે,

સૂત્રો દ્વારા ઇન્ડિયા ટુડેને મળેલી માહિતી અનુસાર, દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાયેલી આ બેઠકમાં TVK હાજરી આપી નથી. આ અંગે કોંગ્રેસે જવાબ આપ્યો છે. તમિલનાડુમાં TVK ની સાથી પક્ષ એવી કોંગ્રેસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે જે પક્ષો પાસે એકપણ સાંસદ (MP) નથી, તેમને આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી.

india-all

હાલમાં TVK પાસે એકપણ સાંસદ નથી. વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી પોતાના ગઠબંધનને વધુ મજબૂત કરવાના હેતુથી, ટીવીકેએ તમિલનાડુમાં પોતાની એકમાત્ર ખાલી પડેલી રાજ્યસભાની બેઠક સાથી પક્ષ કોંગ્રેસને ઓફર કરી હતી.

કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવ સહિતના ટોચના વિરોધ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી.

બીજી તરફ, ઉદ્ધવ સેના (શિવસેના - UBT) દિલ્હીની આ બેઠકમાં રૂબરૂ હાજર રહ્યા નહોતા, જોકે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. NCP (શરદ પવાર જૂથ) તરફથી સુપ્રિયા સુલેએ દિલ્હીની બેઠકમાં હાજરી આપી હતી. જોકે, તમિલનાડુમાં કોંગ્રેસની ચૂંટણી પૂર્વેની સાથી રહી ચૂકેલી ડીએમકે (DMK) એ આ બેઠકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.

વિપક્ષી ગઠબંધનની આ અત્યંત મહત્વની બેઠકમાં હાજરી આપવાનો DMK નો ઇનકાર તમિલનાડુમાં થયેલી તેની કારમી હારને કારણે છે. ચૂંટણીના પરાજય બાદ, જ્યારે તેની સાથી પક્ષ કોંગ્રેસે રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવવા માટે વિજયની TVK સાથે હાથ મિલાવ્યા, ત્યારે DMK 'INDIA' ગઠબંધનમાંથી વોકઆઉટ કરી લીધું હતું. પોતાના ભૂતપૂર્વ સાથી પક્ષ પર ‘વિશ્વાસઘાત’ અને ‘પીઠમાં છરો ભોંકવાનો’ આરોપ લગાવતા, DMK એ ભવિષ્યની કોઈ પણ 'INDIA' ગઠબંધનની બેઠકોમાં ભાગ ન લેવાના સોગંદ લીધા છે.

CM સ્ટાલિન ફરી DMK પ્રમુખ તરીકે ચૂંટાયા, જનરલ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

દરમિયાન, બેઠક છોડવાના DMK ના નિર્ણયને લઈને TVK અને ભાજપ (BJP) વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. વિજયની પાર્ટીએ મુખ્યમંત્રી સ્ટાલિન પર આરએસએસ (RSS) સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભાજપે આ આરોપોને ફગાવી દેતાં તેને ‘ધૃષ્ટતાપૂર્ણ’ દાવો ગણાવ્યો છે.

પત્રકારો સાથે વાત કરતા મદુરાઈ સેન્ટ્રલના TVK ના ધારાસભ્ય વીએમએસ મુસ્તફાએ 'INDIA' ગઠબંધનની બેઠકમાં DMK ની ગેરહાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, ‘DMK નું આ કેવું નાટક છે? RSS સાથે શું વાતચીત થઈ હતી, અને ભાજપના નેતૃત્વવાળી કેબિનેટમાં તમે કયા હોદ્દા માંગ્યા હતા? DMK હવે RSS ના કઠપૂતળી તરીકે ખુલ્લી પડી ગઈ છે.’

ભાજપના નેતા વિનોજ પી. સેલ્વમે આ અંગે વળતો પ્રહાર કરતાં કહ્યું કે TVK પોતે DMK ની દયા પર નિર્ભર છે. તેમણે જણાવ્યું, ‘INDIA ગઠબંધનના તમામ નેતાઓ માત્ર દેશની જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ગઠબંધન તૂટી ગયું છે, TMC એક મોટા વિભાજન તરફ આગળ વધી રહી છે, અને તમિલનાડુમાં DMK ની હાલત ખરાબ છે. કોંગ્રેસ માત્ર એક પ્રાદેશિક પક્ષ પૂરતી સીમિત થઈ ગઈ છે. જ્યાં સુધી TVK નો સવાલ છે, તે DMK ની દયા પર છે, તેથી જ લોકો તેને 'DMK 2.0' કહે છે.’

એક ડગલું આગળ વધીને, સેલ્વમે સવાલ ઉઠાવ્યો કે વારંવાર પરાજયનો સામનો કરવા છતાં 'INDIA' ગઠબંધન કઈ રીતે ભાજપ તરફ આંગળી ચિંધી રહ્યું છે. તેમણે કહ્યું, ‘આજે તમારામાં અન્ય પક્ષો તરફ આંગળી ચીંધવાની ધૃષ્ટતા છે.’

About The Author

Related Posts

Top News

અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

અમેરિકામાં સ્થાયી થવા માગતા અને ત્યાં કામ કરતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે એક બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટનની...
World 
અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ સબસિડીવાળા LPG  સિલિન્ડર રિફિલની સંખ્યા ઘટાડવાના સરકારના તાજેતરના નિર્ણયે દેશના અનેક પરિવારોમાં સવાલો ઊભા...
National 
સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

રાજસ્થાનના રાજકારણમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ તાજેતરમાં સપ્ટેમ્બર ...
Politics 
'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યૂસુફ પઠાણ માટે મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં અતિક્રમણના કેસ...
Gujarat 
વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’
Copyright (c) Khabarchhe All Rights Reserved.