અમદાવાદમાં માતાએ 5 મહિનાના દીકરા સાથે નદીમાં ઝંપલાવી દીધું, પ્રેમલગ્ન કર્યા હતા

PC: youtube.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. તો કોઈ વ્યક્તિએ પારિવારિક ઝઘડાને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. ત્યારે અમદાવાદમાં એક મહિલાએ તેના 5 મહિનાના દીકરાની સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મહિલા અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે મહિલાના પતિ અને તેના સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલાએ ઘરકંકાસના કારણે કંટાળીને પોતાના 5 મહિનાના માસુમ દીકરા સાથે નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મનીષા મારું નામની 26 વર્ષની પરિણીતા તેના પતિ અને સાસરિયાઓ સાથે રહેતી હતી. મનીષાને લગ્નજીવનમાં 5 મહિનાનો એક દીકરો હતો અને તેનું નામ ધ્રુવ હતું. મનીષાના સાસરીયા દ્વારા તેને અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તો પતિ પણ સાસરિયાઓની વાતમાં આવીને પત્નીનો પક્ષ લેતો ન હતો. તેથી મનીષાએ કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો અને 16 જાન્યુઆરીના રોજ ઘરકંકાસથી કંટાળી મનીષા તેના પાંચ મહિનાના દિકરા ધ્રુવને લઈને રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ તેને નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો.

આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેમણે પોલીસને માહિતી આપી હતી. તેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મનીષા અને તેના બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. તો બીજી તરફ મનીષાના ભાઈ જતીન વાઘેલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને તેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે, મનીષાએ રાજેશ મારું સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્ન બાદ રાજેશને દારૂ પીવાની ટેવ હતી. રાજેશ ઓછું ભણેલો હતો એટલા માટે અમે લગ્નની ના પાડી હતી પરંતુ મનીષાએ પરિવારના લોકોની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા અને તેથી અમે તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા.

આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા મનીષાના પતિ રાજેશ અને મનીષાના સાસુ-સસરા વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp