ગુજરાત રમખાણઃ નાણાવટી આયોગે PM મોદીને આપી ક્લીન ચીટ

PC: business-standard.com/

ગુજરાત રમખાણોને લઇને ગઠિત જસ્ટિસ જીટી નાણાવટી આયોગનો રિપોર્ટ આજે વિધાનસભાની સામે રાખવામાં આવ્યો હતો. રાજ્યાના હોમ મિનિસ્ટર પ્રદિપસિંહ જાડેજાએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી દીધી છે. સાથે જ નાણાવટી કમિશને રિપોર્ટમાં કહ્યું છે કે, તત્કાલીન મંત્રી હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટની પણ કોઇપણ પ્રકારની ભૂમિકા સ્પષ્ટ થતી નથી.

રિપોર્ટમાં અરબી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા અંગે સવાલ ઉભા કરવામાં આવ્યા છે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી પર આરોપ લાગ્યો હતો કે કોઇપણ પ્રકારની જાણકારી વગર તેઓ ગોધરા ગયા હતા. આ આરોપને કમિશને ફગાવી દીધો છે. આ અંગે તમામ સરકાર એજન્સીઓને જાણકારી હતી. આરોપ હતો કે, ગોધરા રેલવે સ્ટેશન પર જ તમામ 59 કારસેવકોના શવનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આના પર આયોગે કહ્યું હતું કે, મુખ્યમંત્રીના આદેશથી નહીં, પરંતુ અધિકારીઓના આદેશથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કોઇપણ જાણકારી વગર ગોધરા ગયા હતા. આ આરોપને પંચે ફગાવી દીધો હતો. આ વિશે તમામ સરકારી એજન્સીઓને જાણ હતી, તેવી વાત કહેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગોધરા સ્ટેશન પર તમામ 59 કારસેવકોના શવોનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આયોગે કહ્યું હતું કે, ત્યાં હાજર અધિકારીઓના આદેશ પર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, નહિ કે મુખ્યમંત્રીના આદેશ પર. સંજીવ ભટ્ટે જે આરોપ લગાવ્યો હતો કે હિન્દુઓને પોતાનો ગુસ્સો કાઢવા દેવામાં આવે. આયોગે કહ્યું હતું કે, આ મીટિંગમાં એવા કોઇ આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં નહોતા આવ્યા. સરકારે કોઇપણ પ્રકારના બંધની જાહેરાત નહોતી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp