વેન્ટિલેટર પર ઉઠેલા સવાલો પર ભારત સરકારે આપ્યો જવાબ

PC: financialexpress.com

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ એક પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ધ્યાનમાં એવી માહિતી આવી છે કે, ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા વેન્ટિલેટર્સમાં બાઇલેવલ પોઝિટીવ એરવે પ્રેશર (BiPAP) મોડ ઉપલબ્ધના હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, દિલ્હીના GNCT સહિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરા પાડવામાં આવેલા 'મેક ઇન ઇન્ડિયા’ વેન્ટિલેટર્સ ICUમાં ઉપયોગના ઉદ્દેશ્યથી છે. આ કોવિડ વેન્ટિલેટર્સ માટે ટેકનિકલ વિવરણો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મહા નિદેશક હેલ્થ સર્વિસિઝ (DGHS)ની અધ્યક્ષતામાં ડોમેન નોલેજ એક્સપર્ટ્સની એક ટેકનિકલ સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે જેના અનુરૂપ વેન્ટિલેટર્સની ખરીદી કરવામાં આવી છે અને તે પૂરા પાડવામાં આવ્યા છે. વેન્ટિલેટર્સની ખરીદી અને પૂરવઠામાં આ તમામ વિવરણોનું પાલન કરવામાં આવ્યું છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરા પાડવામાં આવેલા વેન્ટિલેટર મોડેલ BEL અને AGVA ટેકનિકલ સમિતિ દ્વારા નિર્ધારિત વિવરણોને અનુરૂપ જરૂરિયાતોનું પાલન કરે છે. આ સસ્તા તેમજ ભારતમાં તૈયાર કરવામાં આવેલા વેન્ટિલેટર્સમાં BiPAP  મોડ અને આવા અન્ય મોડ છે જેનો ઉલ્લેખ ટેકનિકલ વિવરણોમાં કરવામાં આવ્યો છે. આ વેન્ટિલેટર્સ યુઝર મેન્યુઅલ્સ તેમજ ફીડબેક ફોર્મ, જે અનિવાર્યપણે સુસ્પષ્ટતા સાથે રીફર કરવા જોઇએ, તે સાથે પૂરા પાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp