26th January selfie contest

'વિક્રમ વેધા'ના બોક્સ ઓફિસ પર પ્રદર્શનને લઈ નર્વસ છે રિતિક? કહી આ વાત

PC: best-to-buy.in

બોલિવુડનો 'ગ્રીક ગોડ' કહેવાતો એક્ટર રિતિક રોશન હાલના દિવસોમાં ફિલ્મ 'વિક્રમ વેધા'નું પ્રમોશન કરી રહ્યો છે. 'બ્રહ્માસ્ત્ર' પછી, ટ્રેડ એનાલિસ્ટોને ફિલ્મ પર આશા છે કે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાકો કરી શકે છે. ફિલ્મમાં રિતિક વેધાનું પાત્ર ભજવી રહ્યો છે અને ત્રણ અલગ અલગ લુકમાં તે આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ રીલિઝ થવાની ખૂબ જ નજીક છે અને આ દરમિયાન રિતિકે એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન રિતિકે 'વિક્રમ વેધા'ની બોક્સ ઓફિસ બાબતે પ્રતિક્રિયા આપી હતી...

હાલમાં જ રિતિક રોશન અને 'વિક્રમ વેધા'ના ડિરેક્ટર પુષ્કર ગાયત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, રિતિકની છેલ્લી રીલિઝ 'વૉરે' બોક્સ ઓફિસ પર ખૂબ જ કમાણી કરી હતી, તો શું 'વિક્રમ વેધા'ની કમાણી માટે અભિનેતા નર્વસ છે કે પછી તેમને વિશ્વાસ છે કે ફિલ્મ સારી કમાણી કરશે. આ સવાલના જવાબમાં રિતિકે કહ્યું, સાચું કહું તો ફિલ્મના કલેક્શન વિશે હું ચોક્કસ કંઈ કહી શકતો નથી.

રિતિકે આગળ કહ્યું, હું મારા જીવનમાં હંમેશા ખુશ રહીશ, મને એ વાતની ખુશી રહેશે કે મને 'વિક્રમ વેધા' જેવી ફિલ્મ કરવાનો મોકો મળ્યો. એક ફિલ્મ, એક સ્ક્રિપ્ટ જેને ખૂબ જ શાનદાર રીતે લખવામાં આવી હતી. હું આ ફિલ્મ વિશે આવનારા ઘણા દિવસો સુધી વિચારતો રહીશ, ફિલ્મ રીલિઝ થયા પછી પણ… હું હજી પણ આઘાતમાં છું કે તેમણે (પુષ્કર ગાયત્રી) કેવી રીતે આ ફિલ્મ લખી છે. જો મને સમય મળશે તો, હું ખરેખર આના પર એક કેસ સ્ટડી કરવા માંગુ છું કે, તે કેવી રીતે લખ્યું છે, ક્યાંથી શરૂ કર્યું હતું.

અહીં તમને જણાવી દઈએ કે, 'વિક્રમ વેધા' રિતિક રોશનની 25મી ફિલ્મ છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર પોસ્ટર અને ગીતોને સોશિયલ મીડિયા યુઝર્સ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં રિતિક રોશન ત્રણ લુકમાં જોવા મળશે. ફિલ્મમાં રિતિક સિવાય સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 'વિક્રમ વેધા' આ નામની જ સાઉથ ઇન્ડિયન ફિલ્મની રિમેક છે. ઓરિજનલ ફિલ્મમાં વિજય સેતુપતિ અને R.માધવને મુખ્ય ભૂમિકા નિભાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રિતિક રોશન ટૂંક સમયમાં જ ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે. આ ફિલ્મમાં રિતિકની જોડી દીપિકા પાદુકોણની સાથે હશે. વાત કરીએ ફિલ્મ 'ફાઇટર'ની તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ હશે. આ ફિલ્મનું નિર્દેશન એક્શન ફિલ્મોમાં નિષ્ણાત સિદ્ધાર્થ આનંદ કરશે, રિતિક આ પહેલા 'બેંગ બેંગ' અને 'વોર' ફિલ્મોમાં સિદ્ધાર્થના નિર્દેશનમાં કામ કરી ચૂક્યો છે. 'ફાઈટર' સિવાય રિતિકના અપકમિંગ લિસ્ટમાં 'વિક્રમ વેધા' અને 'ક્રિશ-4' સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp