કંગનાએ શેર કર્યો મનોજનો વીડિયો, ઇમરજન્સી અંગે કહ્યું- અરે છોડો આ મહાનતાનો ઢોંગ..

PC: opindia.com

કંગના રણૌતે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરતા એ વાતની સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે તેમની ફિલ્મ ‘ઇમરજન્સી’ હવે 6 સપ્ટેમ્બરે રીલિઝ નહીં થાય. વીડિયોમાં લિરિક્સ અને સ્ક્રિપ્ટ રાઇટર મનોજ મુંતશિર બતાવી રહ્યા છે કે ફિલ્મની રીલિઝ ડેટ પોસ્ટપોન થઇ ગઇ છે અને સાથે જ તેઓ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે કે લોકો પાસેથી અભિવ્યક્તિની આઝાદી છીનવવામાં આવી રહી છે. મનોજ મુંતશિર આ વીડિયોમાં બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતે ફિલ્મ ઇમરજન્સીમાં જે વસ્તુ દેખાડવામાં આવી છે તેમાં કંઇ પણ ખરાબ કે ખોટું નથી.

તેઓ બતાવી રહ્યો છે કે કેવી રીતે જે આતંકવાદી હતા, તેને હીરોની જેમ દેખાડીને ફિલ્મની રીલિઝ રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંડી લોકસભા સીટથી ભાજપના સાંસદ કંગના રણૌતે આ વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘ઇમરજન્સી વર્સિસ અભિવ્યક્તિની આઝાદી.’ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં મનોજ મુંતશિરે વીડિયોમાં કહ્યું કે, ‘ફિલ્મ ઇમરજન્સી 6 સપ્ટેમ્બરે રીલિઝ નહીં થાય, કેમ કે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. સારી વાત છે, પરંતુ એ સર્ટિફિકેટનો ખેલ અડધો કેમ ખેલવામાં આવી રહ્યો છે? આખો ખેલવો જોઇએ. એક તરફ અમારી પાસે સર્ટિફિકેટ છીનવી લેવું જોઇએ કે અમે અભિવ્યક્તિની આઝાદીનું સન્માન કરનારા લોકો છીએ.

 
 
 
View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

મનોજ મુંતશિર આ વીડિયોમાં કહી રહ્યા છે કે અરે છોડો આ મહાનતાનો ઢોંગ, એક ફિલ્મ તો આપણાથી સહન થઇ રહી નથી. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરો છો. મનોજ મુંતશિર બતાવી રહ્યા છે કે ઇમરજન્સીથી પરેશાની શું છે. તેઓ કહી રહ્યા છે કે કેવી રીતે ફિલ્મમાં જે વસ્તુ દેખાડવામાં આવી છે તે હકીકતમાં થઇ હતી એટલે તેના પર આપત્તિ હોવાનું કોઇ યોગ્ય કારણ નથી. મનોજ મુંતશિરે તમામ વાતો કહેતા બતાવવાનો પ્રયાસ કર્યો કે જે વાતોના આધાર પર ફિલ્મનું સર્ટિફિકેશન અટક્યું છે તે હકીકતમાં પૂરી રીતે સત્ય છે.

મનોજ મુંતશિર કહી રહ્યા છે કે હું એ માનવા તૈયાર નથી કે એક ઓંકાર સતનામ બોલીને સત્ય સાથે ઊભા રહેનાર સિખ કોઇ ફિલ્મના એવા સીન્સથી ડરી ગયા છે. મનોજ મુંતશિર વાતો વાતોમાં સિખોના વખાણ કરી રહ્યા છે સાથે જ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે ફિલ્મને કારણ વિના ખોટા આરોપોના આધારે રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇમરજન્સી ફિલ્મમાં કંગના રણૌતે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવ્યો છે. ફિલ્મ રીલિઝ થવા અગાઉ જ વિવાદોમાં આવી ગઇ હતી અને હવે તેની રીલિઝ ડેટ પણ ટળી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp