ઇન્ડિયન આઇડલ 13ની રિયાલિટી શું છે? શોમાંથી નીકળ્યા બાદ કન્ટેસ્ટને જણાવી હકીકત

PC: aajtak.in

ટીવીનો સૌથી મોટો અને હિટ સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 13 પર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. શોએ શરૂઆતમાં જ દર્શકોને નિરાશ કરી દીધા છે. કન્ટેસ્ટન્ટ રીતો રીબાને શોમાંથી બહાર કાઢવા પર ફેન્સ ઇન્ડિયન આઇડલને ફેક અને સ્ક્રિપ્ટેડ કહી રહ્યા છે અને તેને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે.

જેમ્સ લીબાન્ગ નામના એક સોશિયલ મીડિયા યુઝરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો ક્રિએટ કરીને તેને શેર કર્યો છે. વીડિયોમાં યુઝરે રિયાલીટી શો ઇન્ડિયન આઇડલની રિયાલિટી ફેન્સને કહી છે. વીડિયોમાં બતાવાયું છે કે, એક કન્ટેસ્ટન્ટ ઇન્ડિયન આઇડલ શોમાં ઓડિશન આપવા આવે છે. તે ઓડિશનમાં એટલું સારું ગાય છે કે, દરેક જજિસ ઇમ્પ્રેસ થઇ જાય છે, પણ તેને સિલેક્ટ નથી કરી રહ્યા. ત્યારબાદ એક એવો કન્ટેસ્ટન્ટ રાઉન્ડમાં આવે છે, જે ઘણું ખરાબ સિંગિંગ કરે છે, પણ એ જજીસની સામે રડીને પોતાની ઇમોશનલ સ્ટોરી સંભળાવે છે. કન્ટેસ્ટન્ટ કહે છે કે, હું ખૂબ જ ગરીબ છું, મારા ઘરમાં ખાવાનું પણ નથી. મારા પિતાનો પગ તુટી ગયો છે. કન્ટેસ્ટન્ટની પણ દર્દભરી સ્ટોરી સાંભળીને જજીસ પોતે પણ ઇમોશનલ થઇ જાય છે અને પછી તે ખરાબ ગાવા પર પણ તેને સિલેક્ટ કરી લે છે. 

View this post on Instagram

A post shared by James Libang (@james_libang13)

સીધા શબ્દોમાં કહીએ તો યુઝરે આ વીડિયો દ્વારા એ બતાવાની કોશિશ કરી છે કે ઇન્ડિયન આઇડલ શોમાં કન્ટેસ્ટન્ટ્સને તેમના ટેલેન્ટના આધાર પર નહીં, પણ તેના પર્સનલ ઇમોશનલ સ્ટોરીના આધારે સિલેક્ટ કરવામાં આવે છે. યુઝરે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે, રિયાલિટી શોની રિયાલિટી.

સૌથી ખાસ વાત એ છે કે, આ વીડિયોને પોતે રીતો રીબાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. રીતે રીબો, અરૂણાચલ પ્રદેશથી શોમાં ભાગ લેવા આવેલો સિંગર કંપોઝર છે, જેની શાનદાર ગાયકી બાદ પણ ઇન્ડિયન આઇડલના જજીસે તેને શોમાંથી બહાર કર્યો. રીતો રીબા ટોપ 15માંથી બહાર થવા પર લોકો શો પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે અને તેને એક સ્ક્રિપ્ટેડ શો ગણાવી રહ્યા છે. કેટલાક લોકો તો ઇન્ડિયન આઇડલ 13ને બોયકોટ કરવાની માગ પણ કરી રહ્યા છે.

ઇન્ડિયન આઇડલ 13 પોતાની શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયો છે. લોકોના ગુસ્સા વચ્ચે રીતો રીબાએ ઇન્ડિયન આઇડલના રિયાલિટી શોનો વીડિયો શેર કરવાથી શો ખરેખર સવાલોમાં ઘેરાયો છે. હવે આ મોટો સવાલ બની ગયો છે કે શું ખરેખર શો ટેલેન્ટના આધાર પર નહીં, પણ ફેવરિટિઝમના આધાર પર ચાલી રહ્યો છે? હવે આ સવાલનો જવાબ તો શોના મેકર્સ અને જજીસ જ આપી શકે છે. પણ અમે તો એ જ કહીશું કે, રીતો રીબા જેવા ટેલેન્ટેડ સિંગરને શોમાંથી બહાર કરીને મેકર્સે મોટી ભૂલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp