દિવ્યાંગ બાળકની સંભાળ રાખવા ઓફિસમાંથી રજા ન મળતા એક માતા સુપ્રીમ કોર્ટ પહોંચી
દિવ્યાંગ બાળકની માતાએ તેના પુત્રની સંભાળ રાખવા માટે રજા ન મળતાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માતાને બાળ સંભાળ રજા (ચાઈલ્ડ કેર લીવ) આપવાનો ઇનકાર કરવો એ કર્મચારીઓમાં તેમની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવાની સરકારની બંધારણીય ફરજનું