AM/NS India દ્વારા વડોદરાના પૂર પીડિતોને સહાય

PC: Khabarchhe.com

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ વડોદરામાં 50,000 ફૂડ પેકેટ્સનું વિતરણ શરૂ કર્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારો પૂરની આફતથી પ્રભાવિત થયા છે. ત્યારે આ સહાય અભિયાન AM/NS Indiaના સતત કાર્યરત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રયાસોનો એક ભાગ છે અને અસરગ્રસ્ત સમુદાયને તાત્કાલિક રાહત પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્રને સમર્થન આપવાનો ઉદ્દેશ્ય છે. કંપની આ પડકારજનક સમયમાં જરૂરિયાતમંદોને જરૂરી અન્નનો પુરવઠો પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે. કંપની વડોદરાના લોકોની પડખે ઉભી છે અને પુનર્વસનના પ્રયાસોમાં સંપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

AM/NS India તેના CSRના પ્રયત્નો હેઠળ આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને અન્ય અનેક વિકાસકીય પહેલમાં આગેવાની ધરાવે છે. સંકટના સમયમાં કંપની સહાય અને મદદ પણ પૂરી પાડવા પણ તત્પર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp