લાંચ કાંડમાં સંડોવાયેલી SMCની કોર્પોરેટર સામે કોંગ્રેસે લીધું આ મોટું પગલું

PC: facebook.com/profile.php?id

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા દ્વારા 50 હજારની લાંચ લેતા પકડાયેલા SMCના કોર્પોરેટર કપિલ પટેલનું સભ્ય પદ તાત્કાલિક રદ્દ કરવામાં આવ્યું છે.

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ કોર્પોરેટર કપિલા પટેલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બેનર હેઠળ વોર્ડ નંબર 18 આંજણા-ખટોદરામાં ચૂંટાયેલા નગરસેવિક કપિલા પટેલ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી પલ્કેશ પટેલની લાંચ રૂશ્વતના પ્રકરણમાં સંડોવણી હોય અને આરોપી પણ હોય. આ ઘટનાને અનુલક્ષીને આ આ બંનેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્યપડેથી તાત્કાલિક બરતરફ કરવામાં આવે છે.'

આ પત્રની નકલ બાબુ રાયકા દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતાને પણ મોકલવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં એક બાંધકામ માટે ફરિયાદીએ પરવાનગી લીધી હોવા છતાં આંજણા- ભાઠેના વિસ્તારના વોર્ડનં- 18ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર કપિલા પટેલે સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને ગેરકાયદે બાંધકામની ખોટી ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી પછી મહિલા કોર્પોરેટર અને તેના પતિએ ફરિયાદી પાસે બાંધકામ નહીં તોડાવવા માટે રૂપિયા 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

ફરિયાદીએ 1 લાખની રકમ વધારે હોવાનું કહીને થોડી રકજક કરી હતી અને અંતે 50,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાલચુ મહિલા કોર્પોરેટર અને તેના પતિને પૈસા આપવા માંગતો નહોતો એટલા માટે તેને આ મામલે ACBને જાણ કરી હતી અને ACBએ કોર્પોરેટર અને તેને સાગરિતોને લાંચ લેતા રંગેહાથે પકડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જે સમયે ઉધના વિસ્તારમાં આવેલી એપલ હોસ્પિટલ પાસે કપિલા પટેલનો સાગરીત હિતેશ પટેલ લાંચની રકમ લેવા આવ્યો ત્યારે તે ACBના છટકામાં ફસાઈ ગયો હતો. આ બાબતે જયારે કપિલા પટેલ અને તેના પતિની જાણ થઈ ત્યારે તે બન્ને ભાગવામાં સફળ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp