પત્ની પાસેથી ફોન ઝૂંટવી પતિએ કહ્યું- તારા બાપે નથી આપ્યો, કેમ વધુ વાત કરે છે

PC: new-img.patrika.com

મહાનગર અમદાવાદમાં પુત્રવધૂ પર સાસરિયાના ત્રાસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. શિક્ષિત કહેવાતા સમાજમાં પણ કરિયાવરનું દુષણ જાણે ઘર કરી રહ્યું હોય એવા કેસ જોવા મળી રહ્યા છે. પોલીસ ચોપડે દરરોજ સ્ત્રીઓ પર થતા માનસિક અને શારીરિક અત્યાચારની ફરિયાદ વધી રહી છે. અમદાવાદ શહેરમાં પોતાના માતા પિતા સાથે વાત કરતી પત્ની પાસેથી ફોન ઝૂંટવી પતિએ કહ્યું હતું કે, તારા બાપે કરિયાવરમાં નથી આપ્યો, તું ફોન પર એમની સાથે વધારે વાતો કેમ કરે છે. પતિના આવા ત્રાસને કારણે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા. ચારેક દિવસ સુધી સાસરિયાએ એમને સારી રીતે રાખી. પણ પછી પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું. સાસુ તથા પતિએ મેણાટોણાં મારવાનું શરૂ કર્યું. તારા બાપના ઘરેથી અમારા કહેવા પ્રમાણે કંઈ લાવી નથી જોકે, કરિયાવરમાં સારી એવી સામગ્રી આપી હોવા છતા સાસરિયા પક્ષના લોકો વધારે પડતી માંગણી કરતા હતા. આ અંગે મહિલાને માનસિક ત્રાસ દેતા હતા. લગ્ન પછી મહિલા ફરવા માટે ગઈ ત્યારે પણ માતા પિતા સાથે ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન પતિએ એના હાથમાંથી ફોન ઝૂંટવી લઈ, પત્નીને માર પાટુંનો માર મારી હડધૂત કરી દીધી હતી.

સાસુ અને પતિએ સાથે મળીને એનો સંસાર તોડી નાંખવાની વાત કરી હતી. સાસરિયામાં ત્રાસ વધી જવાને કારણે તે પોતાના પીયરમાં રહેવા માટે આવી ગઈ હતી. એ પછી પિતા અને ભાઈ પિતને સમજાવવા માટે ગયા હતા. એ સમયે પતિએ મહિલાના ભાઈ પર હાથ ઉપાડી લીધો હતો. પતિએ કહ્યું કે, અમારા કહેવા પ્રમાણે કંઈ તમે આપ્યું નથી.

તમારી દીકરીને અહીંથી લઈ જાવ, એ પછી મહિલાના પિતા અને ભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. પછી પતિએ એવું કહ્યું કે જો તારે અહીંયા સાથે રહેવું હોય તો બધુ સહન કરવું પડશે. એવું કહીને ગંદી ગાળો ભાંડવા લાગ્યો હતો. એ પછી આક્રોશે ભરાયેલા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. કંટાળેલી પત્નીએ સાસરિયા અને પતિ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે મહિલાને ફરિયાદ લઈને સાસુ તથા પતિની પૂછપરછ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp