પિતા પાસેથી પૈસા લઈ 13 વર્ષનો પુત્ર નાસ્તો લેવા ગયો,ટ્રક ચાલકે અડફેટે લેતા મોત

PC: news18.com

રાજકોટ અમદાવાદ હાઈવે પર સોખડા એક જીવલેણ અકસ્માત થયો છે. જેમાં 13 વર્ષના તરૂણનું મોત નીપજ્યું છે. ટ્રકની અડફેટે આવી જતા તરૂણનું મોત થયું છે. આ તરૂણનું નામ દેવાભાઈ કાબાભાઈ ગમારા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કુવાડવા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. મૃતકના પિતા કાબાભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સોખડા રોડ પર મફતીયાપરા ગામ નજીક IOCના વન્ડાની સામે નવાગામે પરિવાર સાથે રહું છું.

રૂડાનગરમાં આવેલા સેફેક્સ કુરિયરમાં ચોકીદાર તરીકે કામ કરૂ છું. તા.16 જાન્યુઆરીના રોજ દેવો બપોરના બાર વાગ્યા આસપાસ દીકરો દેવો મારી પાસેથી પૈસા લઈને સાયકલ લઈને નાસ્તો લેવા માટે ગયો હતો. એ ગયાના થોડા સમય બાદ વિસ્તારના કેટલાક છોકરાઓ દોડીને અમારે ત્યાં આવી ગયા હતા અને કહ્યું કે, દેવાનું રસ્તામાં એક્સિડન્ટ થયું છે.

હું અને મારો બીજો દીકરો લાલો ત્યા દોડી ગયા હતા. ઘટના સ્થળે જઈને જોયું તો દેવો ઘર અને દુકાન વચ્ચે આવેલા રસ્તામાં સાયકલ સાથે પડ્યો હતો. એના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. જ્યારે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, તે બેભાન અવસ્થામાં છે. આસપાસ જોયું ત્યારે એક ટ્રક ચાલક ભાગીને જતો હતો. પણ લાલા તથા પાડોશીએ એની પાછળ દોડતા તેણે ટ્રક મારી મૂકી હતી. અંતે ટ્રક ચાલક અકસ્માત કરીને ભાગી ગયો હતો. ટ્રકના નંબર જાણી લીધા ત્યારે ખ્યાલ આવ્યો કે, ટ્રકના નંબર UP38 T 4081 છે. 108ને ફોન કરીને દેવાને સારવાર હેતું ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ કુવાડવા પોલીસને થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

દેવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી. પણ ત્યાં સુધીમાં પ્રાણ પંખીરૂ ઉડી ગયું હતું. પોલીસે આ કેસમાં મૃતકના પિતાની ફરિયાદ લઈને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. જોકે, આ પહેલા જસદણ પાસેના આટકોટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે યુવતીઓને ઠોકર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. છેલ્લા ચાર દિવસમાં સૌરાષ્ટ્રમાંથી હાઈવે પર અકસ્માતની પાંચ મોટી ઘટનાઓ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp