અમદાવાદના પમ્પીંગ સ્ટેશનમાં ગેસ ગળતરના કારણે ચાર કર્મચારીના મોત

PC: youtube.com

અમદાવાદમાં ગેસ ગળતરના કારણે ચાર લોકોના મોતની ઘટના સામે આવી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અમદાવાદ મહાનગરપાલિકાના પમ્પીંગ સ્ટેશનમાં કોઈ કારણોસર ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં ચાર લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી. જેના કારણે ચારેય કર્મચારીઓના મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગેસ ગળતરના કારણે ગટરમાં પડી ગયેલા ચારેય વ્યક્તિઓના મૃતદેહોને બહાર કાઢી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

જો કે, એવી પણ વાતો ચર્ચાઈ રહી છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તે કોન્ટ્રાક્ટર સેફ્ટીના સાધનો વગર જ તેમના કર્મચારી પાસેથી કામ કરાવતો હતો, જેના કારણે આ ઘટના બનવા પામી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા ચાર કર્મચારીઓમાંથી એક કર્મચારી રાજસ્થાનનો, એક કર્મચારી ગુજરાતનો અને બે કર્મચારીઓ બિહારના હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગના અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેનાલ પર જે પમ્પીંગ સ્ટેશન આવેલું છે, તેમાં કોન્ટ્રાક્ટરના માણસો પંપ કાઢતા ત્રણ ચાર જણાને ગેસ લાગી ગયેલો અને તે અંદર પડી ગયેલા, તેને બધાને બહાર કાઢેલા છે અને અહીં જે કોન્ટ્રાક્ટર હતો, તેને પૂછતા એવું જણાવ્યું હતું કે, કામ કરતા હતા ત્યારે આ મશીન જયારે બહાર આવ્યું, પંપ અંદરથી અને અચાનક જ ગેસ લગતા માણસ પડી ગયા હતા.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે રાત્રે અમે કોમ્બિંગ નાઈટમાં હતા. એમા રાત્રીના એક ભાઈએ કંટ્રોલ રૂમમાં મેસેજ મોકલ્યા હતા કે, આ અંબિકા પમ્પીંગ સ્ટેશનમાં ત્રણ માણસો પડી ગયેલા છે, તો તાત્કાલિક માણસોને મદદ માટે મોકલો એટલે અમે તાત્કાલિક સ્થળ પર આવેલા અને જોયુ તો ત્રણ માણસો નહીં પણ ચાર માણસો જે પમ્પીંગ સ્ટેશનમાંથી મશીન બહાર કાઢતા હતા. તે દરમિયાનમાં ગેસની હવા લાગી જતા, ચારેય બેભાન થઇને અંદર પડી ગયા અને ત્યાર પછી ફાયર બ્રિગેડે આવીને બધાને બહાર કાઢ્યા છે. આમાંથી બે બિહારના છે, એક રાજસ્થાનનો છે અને એક ગુજરાતનો છે. ચારેય માણસોના મૃત્યુ થયા છે, તેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp