ગાંધીનગરની હોસ્પિટલે પૈસા વગર યુવકનો મૃતદેહ આપવાનો ઇનકાર કર્યો

PC: kalingatv.com

કોરોના વાયરસની પરિસ્થિતી વચ્ચે માનવતાને શરમાવે તેવી કિસ્સો ગાંધીગનારમાં પ્રકાશમાં આવ્યો છે. એક યુવકનો અકસ્માત થતાં તેને ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજયું હતું પરંતુ હોસ્પિટલના ડૉક્ટરોએ યુવકના પરિવારના સભ્યોને પહેલા બીલ ભરીને પછી યુવકનો મૃતદેહ લઈ જવા માટે જણાવ્યુ હતું. યુવકના પરિવારના સભ્યો પાસે પૈસાની સગવળ નહીં થતાં તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સમગ્ર મામલે મામલતદારે ડૉક્ટરની સાથે વાતચીત કર્યા પછી પણ પરિવારના સભ્યોને પૈસા આપીને યુવકનો મૃતદેહ લેવો પડ્યો હતો.

રિપોર્ટ અનુસાર કલોલમાં દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો ઉમાશંકર નામનો યુવક બાઈક લઈને ઘર વખરીનો સામાન લેવા માટે જઇ રહ્યો હતો. બોરીસણા પાસે તેની બાઇકનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઉમાશંકરને સારવાર માટે પહેલા તેને કલોલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કલોલની હોસ્પિટલની તેની સારવાર વધારે ખરાબ થતાં તેને ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આશ્કા હોસ્પિટલમાં ઉમાશંકરનું સારવાર દરમિયાન મોત થતાં હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા યુવકના પરિવારના સભ્યોને 58,292 રૂપિયાનું બીલ આપવામાં આવ્યું હતું અને બીલ ભરીને યુવકના મૃતદેહને લઈ જવા માટે કહ્યું હતું.

પરિવારના સભ્યો પાસે પૈસા ન હોવાથી તેઓ મદદ માટે કલેક્ટર કચેરી પર ગયા હતા અને ત્યાથી મામલતદાર પરિવારના સભ્યોની સાથે હોસ્પિટલમાં આવ્યા હતા અને ડૉક્ટરની સાથે વાતચીત કરી હતી. છતા પણ ડૉક્ટરો યુવકના પરિવારને પૈસા ભર્યા વગર યુવકનો મૃતદેહ આપવા માટે તૈયાર ન હોતા. પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં એડવાન્સ 20 હજાર ભર્યા હોવાના કારણે તેમણે 30 ભરવા માટે કહ્યું હતું એટલે તેમણે 9 હજાર રૂપિયા રોકડા અને 21 હજાર રૂપિયાનો ચેક હોસ્પિટલમાં આપીને યુવકના મૃતદેહનો કબજો મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp