નીતિન પટેલના મતે સૌરાષ્ટ્રના હયાત ડેમોને 2 વર્ષમાં આટલું પાણી અપાયું

PC: khabarchhe.com

 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાનું અને જરૂર પડ્યે ખેતી માટે પાણી આપવા ત્રણ તબક્કામાં ‘સૌની યોજના’ નું કામ થયું છે અને રૂ.13800 કરોડના ખર્ચની આ યોજનાથી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાના પાણી પૂરૂ પાડવામાં આવે છે. નર્મદાના વધારાના પાણીથી સૌરાષ્ટ્ર વિસ્તારના ડેમો ભરવા અંગેના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તા.30.10.2019ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં 364.11 મીલિયન ઘનમીટર પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ ‘સૌની યોજના’ હયાત ડેમોમાં પાણી ભરવાની યોજના છે. તેમણે એમ પણ જણાવ્યું કે, પીવાના પાણી સાથે જરૂર પડ્યે ખેતી માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. ‘સૌની યોજના’ થી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા નિવારી શકાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp