13 ઓવર સુધી મેચ અમારા હાથમાં હતી...ઋતુરાજે જણાવ્યું હારનું કારણ
સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસની 63 બોલમાં 124 રનની અણનમ ઈનિંગના આધારે IPLની 39મી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની અણનમ સદી અને શિવમ દુબે સાથે ચોથી વિકેટ માટે 46 બોલમાં 104 રનની શાનદાર ભાગીદારીથી ચેન્નાઈએ 4 વિકેટે 210 રનનો