26th January selfie contest

વોટિંગ કરવા ગયેલા કિરણ ખેરનો પગ લપસી ગયો, જુઓ વીડિયો

PC: khabarchhe.com

ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢ લોકસભા બેઠકના ઉમેદવાર કિરણ ખેર આજે છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પોતાના પતિ અનુપમ ખેર સાથે મતદાન કરવા માટે ગયા હતા. મતદાન કેન્દ્ર પર જતી વખતે તેમની સાથે ઘણા લોકો હતા અને મીડિયાના પણ ઘણા લોકો તેમને કેમેરામાં કેદ કરવા ભાગી રહ્યા હતા, ત્યારે જ બૂથ પાસે પહોંચતી વખતે કિરણ ખેરનો પગ લપસી ગયો હતો અને તેઓ પડી ગયા હતા.

बीजेपी सांसद किरण खेर का फिसला पैर, वोटिंग के दौरान ज़मीन पर गिर पड़ी लेकिन पैर से ज़्यादा उनकी ध्यान इस बात पर रहा की गिरते हुए उनकी फ़ोटो रिकार्ड न हों।

Posted by Vipin Chaubey on Sunday, May 19, 2019

આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેમને ઉઠાવ્યા હતા અને તેઓ પોતાના પતિ સાથે મતદાન કરવા માટે ગયા હતા. સદનસીબે તેમને આ ઘટનામાં કોઇ ઇજા નહોતી થઇ. જ્યારે કિરણ ખેર સાથે આ ઘટના બની ત્યારે અનુપમ ખેર મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp