કોરોના સામે લડવા વેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલે 100 કરોડ રૂપિયા આપ્યા

PC: https://www.business-standard.com/

કોરોના વાયરસની સામે જંગમાં હવે ઉદ્યોગપતિઓ પણ મેદાને આવી રહ્યા છે. અલગ-અલગ ધાર્મિક સંસ્થાઓ સરકારને કોરોના વાયરસની સામે લડવા માટે દાન કરી રહી છે. વેદાંતાના ગ્રુપના અધ્યક્ષ અનિલ અગ્રવાલે કોરોના વાયરસની સામે લડવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. અનિલ અગ્રવાલે 100 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. તેમણે એક ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, આવા સમયે દેશને આ પગલાની સૌથી વધુ જરૂર છે. ઘણા લોકોને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે અને હું દૈનિક વેતન મેળવનારા વિશે ખાસ ચિંતિત છું, તેમને મદદ કરવા માટે અમારા પ્રયત્નો છે. ત્યારબાદ ટાટા ટ્રસ્ટે કોરોના સામેની જંગમાં લડવા માટે સરકારને 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

p>કોરોના વાયરસને કંટ્રોલમાં લેવા માટે દેશના ડૉક્ટરો નર્સ, મેડિકલ કર્મચારીઓ, પોલીસ કર્મીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ દિવસ-રાત અલગ અલગ કાર્ય કરી રહ્યા છે. આમાંથી કેટલાક કર્મચારીઓ હતો એવી પરિસ્થિતિ માંથી પસાર થવાનો વારો આવ્યો છે કે તેમને ભોજન કરવા માટેનો પણ યોગ્ય સમય મળી નથી રહ્યો ત્યારે આ સંજોગોમાં ટાટા ગ્રુપની તાજ હોટલ તબીબી કર્મચારીઓનો અને મુંબઈના દર્દીઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરી છે આ માહિતી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

તાજ હોટલના કાર્ય બદલ ઉદ્યોગપતિઓએ ખુશી વ્યક્ત કરી છે અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજ હોટલને સલામી આપી છે. ટાટા ગ્રુપ દ્વારા સરકારને 500 કરોડનું દાન કરવામાં આવતા RPG ગ્રુપના અધ્યક્ષ હર્ષ ગોયેનકાએ ટાટા ગ્રુપની પ્રશંશા કરી હતી અને તેમને ટ્વિટ કરીને કહ્યું હતું કે ટાટા ગ્રુપ હંમેશા કટોકટીના સમયે બીજાની આગળ રહે છે. ટાટા ગ્રુપે પહેલાથી જાહેરાત કરી હતી કે, તેમની તમામ ઓફિસો મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ પર કામ કરતા કામદારો અને દૈનિક મજૂરોને સંપૂર્ણ વેતન ચૂકવવામાં આવશે. 500 કરોડનું દાન કરવા બદલ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ જણાવ્યું હતું કે, ઈમરજન્સી રિસોર્સની જલ્દીથી જલ્દી આપૂર્તિ થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp