50 લાખ સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી આ દિવાળી ગિફ્ટ

PC: tv9gujarati.in

મોદી સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીનું ગિફ્ટ આપ્યું છે. બુધવારે થયેલી બેઠકમાં DA એટલે કે મોંઘવારી ભઠ્ઠામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. DA 12 ટકાથી વધારીને 17 ટકા કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થશે. 62 લાખ પેન્શનધારકોને પણ લાભ મળશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, DAમાં 5 ટકા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા 2-3 ટકા DA વધ્યો હતો. સરકારના આ નિર્ણયથી તેમના પર 16,000 કરોડનો ભાર વધશે.

શું હોય છે DA:

ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભઠ્ઠું દેશના સરકારી કર્મચારીઓના રહેવા-ખાવાના સ્તરને સારું બનાવવા માટે આપવામાં આવે છે.

આ રકમ એટલા માટે આપવામાં આવે છે કે જેથી મોંઘવારી વધી ગયા પછી કર્મચારીના જીવન-ધોરણમાં પૈસાને કારણે કોઈ તકલીફ ન પડે. આ રૂપિયા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.

DAની ગણતરી બેઝિક સેલેરીની મૂળભૂત ટકાવારીના રૂપમાં કરવામાં આવે છે. હવે સરકારે એવી વ્યવસ્થા કરી છે કે, આધાર વર્ષના દરેક 6 વર્ષે તેને બદલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp