અયોધ્યા ચૂકાદા પહેલા જ એરપોર્ટ માટે જમીન લેવાઈ ગઈ હતીઃ CM યોગી

PC: huffingtonpost.com

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુરમાં મેટ્રો રેલ સર્વિસનો શુક્રવારે શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલાં જ ઉત્તર પ્રદેશ સરકારે ત્યાં એરપોર્ટ બનાવવા માટે જમીન લઈ લીધી હતી. યોગીએ ઉત્તર પ્રદેશની અગાઉની સરકાર પર કામને લઈને ચાબખા માર્યા હતા. યોગીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો તો હવે આવ્યો પણ એરપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી અગાઉથી શરુ કરી દેવામાં આવી હતી. આ માટે સરકારે રુ.200 કરોડ ફાળવ્યા છે. આ માટે ત્યાં કામ શરુ થઈ ગયું છે. અયોધ્યાને બેસ્ટ ક્નેક્ટિવિટી એટલા માટે કારણ કે પુષ્પક વિમાનની મદદથી ભગવાન રામ અયોધ્યા આવ્યા હતા.

કાનપુરમાં મેટ્રો લાઈન શરુ થતા હું નવા વર્ષે આ પ્રોજેક્ટને લઈને દરેક નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. કાનપુર ઉત્તર પ્રદેશનું મોટું શહેર છે. આજથી 25 વર્ષ પહેલા જે 10 મહાનગર હતા તેમાં કાનપુરનું પણ નામ હતું. અગાઉની સરકારે શહેરની ઘણી ઉપેક્ષા કરી છે. આવનારા સમયમાં કાનપુર બંધ પડી રહેલા ઉદ્યોગને લઈને નહીં પણ ફરી શરુ થતા ઉદ્યોગને લઈને કાનપુર ઓળખાશે. મેટ્રોના પ્રથમ તબક્કામાં 9 કિમી લાંબો મેટ્રો રુટ શરુ કરવામાં આવ્યો છે. મેટ્રોના શરુઆતના પ્રસ્તાવમાં રુ.18143 કરોડનો ખર્ચ થવાનું અનુમાન હતું. જે ઘટીને રુ.10908 કરોડ કરી દેવાયું હતું.

મેટ્રોમાં ફડિંગ માટે યુરોપીયન ઈન્વેસ્ટમેન્ટ બેન્ક સાથે પણ વાતચીત કરવામાં આવી છે. મેટ્રો રુટ પર મોટા સ્ટેશન બનાવવાનો પ્લાન છે. IIT,કલ્યાણપુર સ્ટેશન, SPM હોસ્પિટલ, યુનિવર્સિટી, ગુરુદેવ ચાર રસ્તા, ગીતા નગર, રાવત સ્ટેશન, લાલા લજપતરાય હોસ્પિટલ અને મોતી વિસ્તારમાં મોટા સ્ટેશન બનાવવાનો પ્લાન કરવામાં આવ્યો છે. આ પહેલા ચેન્નઈમાં મેટ્રો રેલ શરુ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp