ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આ તારીખે કોર્ટ આપશે ચૂકાદો

PC: firstindianews.com

ભાજપના ધારાસભ્ય કુલદિપસિંઘ સેંગર પર વર્ષ 2017માં ઉન્નાવમાં એક યુવતીનું અપહરણ કરી અને દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો, આ કેસમાં તીસ હજારી કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં તા.16 ડિસેમ્બરના રોજ ચૂકાદો આવી શકે છે. ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદિપસિંઘ સેંગર અને શશીસિંહ પર કોર્ટ ચૂકાદો આપશે. આ કેસમાં કુલદિપસિંઘ સેંગાર પર દોષ સાબિત થયો હતો. તેમને ઉમરકેદની સજા થઈ શકે છે. જ્યારે શશીસિંહ પર આરોપ છે કે, તે પીડિતાને ધારાસભ્ય કુલદિપસિંઘ સેંગાર પાસે લઈ ગયો હતો. ત્યાર બાદ કુલદિપે કુકર્મ આચર્યું હતું.

આ સમગ્ર મામલે 5 FIR નોંધાય હતી. જેનો ચૂકાદો 16 ડિસેમ્બરના રોજ આવી શકે છે. જ્યારે અન્ય ચાર કેસમાં હજું સુનાવણી ચાલી રહી છે. આ મામલે બીજી ફરિયાદ પીડિતા સાથે થયેલા સામુહિક દુષ્કર્મ અંગે થઈ હતી. જ્યારે ત્રીજી ફરિયાદ પીડિતાના પિતા સાથે મારપીટના કેસમાં થઈ અને પછી કસ્ટડીમાં મૃત્યું અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે અન્ય એક ફરિયાદ અકસ્માત સંબંધી નોંધાયેલી છે. જેમાં પીડિતાને પણ ગંભીર ઈજા થઈ હતી.

આ પહેલા 2જી ડિસેમ્બરના રોજ કોર્ટે દુષ્કર્મના આ કેસમાં સનાવણી કરી હતી. ઉન્નાવ દુષ્કર્મ પીડિતા તરફથી વકીલ ધર્મેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, જિલ્લા જજ ધર્મેશ શર્માએ બંધ બારણે સુનાવણી કરી હતી. ત્યાર બાદ CBIની દલિલ પણ સાંભળી હતી. જેમાં 13 પુરુવાઓ અને બચાવપક્ષના 9 પુરુવાઓ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. પીડિતાનો પરિવાર એમ્સના જય પ્રકાશ નારાયણ અપેક્સ ટ્રોમા સેન્ટરના હોસ્પટલ વિસ્તારમાં રહે છે. દુષ્કર્મ પીડિતાના પરિવારનો સંપર્ક કરતા સાત દિવસમાં રિપોર્ટ દાખલ કરવાનું જણાવ્યું હતું. પછીથી એમના ભાડાનું મકાન પણ ફેરવી નાંખવામાં આવ્યું હતું. જ્યારે પીડિતા પર કુકર્મ કરવામાં આવ્યું ત્યારે તે સગીરા હતી. આ કેસમાં હવે નિર્ણાયક મોડ આવવાનો છે. પોલીસ પણ પૂરતી સુરક્ષા વચ્ચે તેમને રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp