રાજકારણ છે ભાઇ- મુલાયમની બીજી પત્નીની પુત્રવધુના ભાજપમાંથી ચૂંટણી લડવાના એંધાણ

PC: khabarchhe.com

સમાજવાદી પાર્ટી સંરક્ષક મુલાયમસિંહ યાદવની નાની પુત્રવધૂ અર્પણા યાદવ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જાય એવી ચર્ચાએ ઉત્તર પ્રદેશમાં જોર પકડ્યું છે. અપર્ણા યાદવના ભાઈ અમન બિષ્ટ શિવપાલ યાદવને મળવા લખનૌમાં શિવપાલ યાદવની ઓફિસ પહોંચ્યા છે. અર્પણાના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ગરમ છે. દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવે પણ ટોણો મારતા કહ્યું હતું કે, અમારા પરિવારની અમારા કરતા વધારે ચિંતા તો ભાજપ પક્ષને થઈ રહી છે.

અર્પણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અપર્ણાની ભાજપ સાથે વાતચીત લગભગ પૂરી થઈ ગઈ છે. હવે તે ભાજપનો કેસરીયો ખેસ પહેરે એવી પૂરી શક્યતાઓ છે. અપર્ણા યાદવે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લખનૌની કેન્ટ બેઠક પરથી લડ્યા હતા.

અર્પણા યાદવ કેન્ટ વિધાનસભા મતવિસ્તારમાંથી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજા ક્રમે આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટા બહુગુણા જોશી હારી ગયા હતા. જોકે, અર્પણાને આશરે 63000 મત મળ્યા હતા. આ બેઠકને લઈને હજું પણ દાવપેચ રમાઈ રહ્યા છે. રીટા બહુગુણા આ બેઠક પર પોતાના પુત્ર માટે ટિકિટ માગી રહ્યા છે.

ચર્ચા એવી પણ છે કે, અહીંથી બીજા પણ કેટલાક નવા દાવેદાર ઊભા થઈ શકે છે. નવા ઉમેદવાર પણ મેદાનમાં ઊતરી શકે એમ છે. સમાજવાદી પાર્ટીના મોટા નેતાની નાની વહુ અર્પણા યાદવે પણ અનેક એવા અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે રામ મંદિર માટે 11 લાખ 11 હજારનું દાન પણ આપ્યું હતું. 

જો અર્પણા ભાજપમાં જોડાશે તો સમાજવાદી પાર્ટીમાં મોટી તિરાડ પડશે. કારણ કે સસરા પણ એક મોટા રાજકીય નેતા રહ્યા હતા. હવે એમના પરિવારમાંથી અન્ય પક્ષમાંથી દાવેદારી થઈ રહી હોવાની વાત સામે આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષો પોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે. પણ જે સંવેદનશીલ બેઠક મનાય છે અને રાજકીય પક્ષોના ગઢ સમાન જે બેઠકો મનાય છે એના પર ક્યો ચહેરો મેદાને ઊતરે છે એના પર સૌની નજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp