ફોનમાં રાખશો આ એપ તો નહિ ભરવો પડે તમારે દંડ, RC અને DL પણ રાખવાની જરૂર નહિ પડે

PC: amarujala.com

1 સપ્ટેમ્બરથી ટ્રાફિક દંડની રાશિમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે ઘણાં રાજ્યોમાં આ નિયમ સોમવારે લાગૂ નહોતા થયા, કારણ કે સોફ્ટવેર અપડેટ નહોતું થયું. હવે ધીમે ધીમે દરેક રાજ્યોમાં આ નિયમ લાગૂ થઈ રહ્યો છે. નવા નિયમ લાગૂ થયા પછી ઘણાં લોકોએ ભારે ધરકમ દંડ ભરવો પડ્યો હતો. પણ જો તમારી પાસે મોબાઈલમાં આ એપ હશે તો તમે દંડથી બચી શકો છો. જાણો આ એપ વિશે.

ગયા વર્ષે માર્ગ અને પરિવહન મંત્રાલયે IT એક્ટની જોગવાઈઓનો હવાલો આપી કહ્યું હતું કે, હવે ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઈંશ્યોરન્સ પેપર જેવા દસ્તાવેજોની ઓરિજનલ કૉપી ચકાસણી માટે લેવામાં ન આવે.

મંત્રાલયે કહ્યું હતું કે, ડીજીલૉકર અને M પરિવહન એપ પર મોજૂદ દસ્તાવેજોની ઈલેક્ટ્રોનિક કૉપીને માન્ય રાખવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોના પરિવહન વિભાગો અને ટ્રાફિક પોલિસને આ બાબતે આદેશ આપતા કહ્યું હતું કે, તેઓ ચકાસણી માટે દસ્તાવેજોની ઓરિજનલ કૉપી માંગે નહિ.

એવામાં હવે ટ્રાફિક પોલિસ તેમની પાસે રહેલા મોબાઈલથી ડ્રાઈવર કે પરિવહનની જાણકારી QR કોડના માધ્યમથી તેમના ડેટાબેઝથી કાઢી શકે છે અને ડ્રાઈવર દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લઘંન કરવાનો રેકોર્ડ પણ રાખી શકે છે.

આ સુવિધાનો લાભ લેવા માટે તમારે પોતાના સ્માર્ટફોનમાં સૌથી પહેલા DigiLocker અને M પરિવહન એપને ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારપછી તેમાં સાઈનઅપ કરવા માટે તમારો મોબાઈલ નંબર સૌથી પહેલા એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી મોબાઈલમાં એક OTP આવશે. તે નંબરને એન્ટર કરી વેરીફાઈ કરવાનું રહેશે. બીજા સ્ટેપમાં લોગિન કરવા માટે તમારું યુઝર નેમ અને પાસવર્ડ સેટ કરવાનું રહેશે.

ત્યાર પછી તમારું DigiLocker અકાઉન્ટ બની જશે. ત્યાર પછી તેમનાં તમારો આદાર નંબર વેરીફાઈ કરો. આધાર ડેટાબેઝમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તેના પર એક OTP આવશે. તે OTPને એન્ટર કર્યા પછી આધારને પ્રમાણિત કરવાની પ્રક્રિયા પૂરી થઈ જશે.

તમારું DigiLocker અકાઉન્ટ બની જશે. હવે તેમાં તમારા આધાર નંબરને વેરીફાઈ કરો. હવે DigiLocker થી તમે RC, લાઈસન્સ અને ઈંશ્યોરન્સ કૉપી ડાઉનલોડ કરી શકો છો અને પોલિસને દેખાડી શકો છો. M પરિવહન એપમાં ગાડીના માલિકનું નામ, રજિસ્ટ્રેશન તારીખ, મોડલ નંબર, ઈંશ્યોરન્સની માન્યતા વગેરે જાણકારી રહેશે. એવામાં તમારે કોઈપણ રીતના દસ્તાવેજો સાથે લઈને ચાલવાની જરૂર રહેશે નહિ.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp