દિલ્હી ચાંદની ચોકથી ફ્રેન્ચ રાજદૂતનો ફોન ચોરાયો, પછી 48 કલાકમાં...
દિલ્હીમાં ચોરોનું મનોબળ ઉંચુ જણાય છે. ચાંદની ચોક સ્થિત જૈન મંદિરમાં દર્શન કરવા આવેલા ફ્રેન્ચ રાજદૂત થિયરી મથાઉનો ફોન 20 ઓક્ટોબર રવિવારના રોજ ચોરો ચોરી ગયા હતા. રાજદૂતે દિલ્હી પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ ચોરી થવો અને ખોવાઈ જવું એમ બંને એંગલથી તપાસ કરી રહી હતી. આ કેસમાં દિલ્હી પોલીસની ટીમે બુધવારે 4 લોકોની ધરપકડ કરી હતી.
જ્યારે ફ્રેન્ચ રાજદૂત ચાંદની ચોકમાં આવેલા જૈન મંદિરમાં ગયા હતા, ત્યારે કોઈએ તેમનો ફોન ચોરી લીધો હતો અથવા તે ખોવાઈ ગયો હતો. આ મામલાની માહિતી સામે આવ્યા પછી દિલ્હી પોલીસની ટીમ એ તપાસમાં વ્યસ્ત છે કે, મોબાઈલ ફોન કેવી રીતે ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો. પોલીસે ધરપકડ કરાયેલા ચારેય લોકોની પૂછપરછ કરી રહી છે.
એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, મથાઉ અને તેની પત્ની 20 ઓક્ટોબરે બજારમાં ગયા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, તેમને 21 ઓક્ટોબરના રોજ દૂતાવાસમાંથી ઘટનાની માહિતી મળી હતી. CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને પોલીસકર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે, 20થી 24 વર્ષની વયના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે.
મોબાઈલ રિકવર કરીને ફ્રાન્સના રાજદૂતને પરત આપવામાં આવ્યો છે. દિલ્હીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ દિવસોમાં ચાંદની ચોકમાં દિવાળીની ખરીદી માટે ઘણા લોકો આવી રહ્યા છે. ભીડનો લાભ લઈને ચોરો લોકોના મોબાઈલ ફોન ચોરી રહ્યા છે.
આ દરમિયાન, દિલ્હી પોલીસે મોબાઇલ ટાવરમાંથી રિમોટ રેડિયો યુનિટની ચોરી કરીને વિદેશમાં વેચતા લોકોના મોટા નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો છે. હોંગકોંગ જેવા દેશોમાં 5,000થી વધુ ચોરાયેલા રિમોટ રેડિયો યુનિટ વેચવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે, ચોરાયેલા રિમોટ રેડિયો યુનિટની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે. 700 રિમોટ રેડિયો યુનિટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ તપાસ સાથે દિલ્હી પોલીસે RRU યુનિટ ચોરીના લગભગ 250 કેસ ઉકેલ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp